Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહિયર સમીક્ષા

મને સંભોગ પછી પાણી નીકળે છે અને દિવસે પણ સફેદ રંગનું પ્રવાહી સ્ત્રવે છે શું આ કારણે કોઈ ગંભીર સમસ્યા થવાની શક્યતા ખરી? યોગ્ય માર્ગદર્શન આપશો.
 

હું ૧૯ વર્ષની છું. કોલેજમાં ભણું છું. હું મારા મમ્મી-પપ્પાની એકની એક દીકરી છું. મારા માતા-પિતા સારા છે. પણ મારી મમ્મી જરા કડક છે. હું એક યુવકને પસંદ કરું છું. તે પણ મને પસંદ કરે છે. અમે એકબીજાને મળીએ છીએ. અમારે લગ્ન કરવા છે. આ યુવક સ્વભાવે અને ચાલ ચલગતે સારો છે. અને અમારી જ જ્ઞાાતિનો છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)

હમણા આ બધી મૂંઝવણ  બાજુ પર મૂકી ભણવામાં ધ્યાન આપો. આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહીં. આ ઉંમરે નાદાનીમાં લેવામાં આવેલા નિર્ણયોને  કારણે ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે. હમણા માત્ર મૈત્રી સંબંધ રાખો. આ યુવકને પણ ભણી-ગણી સારી કારકિર્દી બનાવી તેના પગ પર ઊભો રહેવા દો. મોંઘવારીના આ જમાનામાં પતિ-પત્ની બંનેએ કમાવું પડે છે. આથી બંને યોગ્ય કારકિર્દી બનાવી લો પછી જ લગ્નનો વિચાર કરજો.

આ પછી તમને લાગે કે તમે બંને એકબીજા માટે યોગ્ય છો તો તમારા મમ્મી-પપ્પાને વાત કરો. આ યુવક તમારી જ્ઞાાતિનો જ છે અને તમારા મમ્મી-પપ્પાને ઘર અને વર યોગ્ય લાગશે તો તમને લગ્ન કરવાની જરૃર મંજુરી આપશે.

હું ૧૭ વર્ષનો છું. આમ તો મને છોકરીઓમાં જ રસ છે પણ મારા એક પુરુષ મિત્રે દબાણ કરવાથી મેં તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. આગળ જતા મને આ સંબંધ ગમવા લાગ્યો. હવે હું એના પ્રેમમાં છું ત્યારે તે મારાથી દૂર થઈ ગયો.  હવે મને એના વગર ગમતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (રાજકોટ)

તમે જણાવ્યું છે કે તમને છોકરીઓમાં જ રસ છે તો આ મિત્ર અને તેની સાથેના સંબંધો ભૂલી છોકરીઓમાં રસ લો. તમારી ઉંમર હજુ ઘણી નાની છે.

એટલે આ દુઃસ્વપ્ન ભૂલતાં વાર નહિં લાગે. ભવિષ્યમાં આવા સંબંધો બાંધવાથી દૂર રહેજો. પ્રયત્નો કર્યાં છતાં પણ આ મિત્રને ન ભૂલી શકાય અને સજાતીય સંબંધમાં રસ ઉત્તપન્ન થાય તો કોઈ સારા મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લેતા શરમાવ નહીં.  તેઓ તમારી સમસ્યા દૂર કરી શકશે.
 

હું ૨૩ વર્ષની યુવતી છું. મારા લગ્ન થયે નવ મહિના થયા છે. લગ્નના પ્રથમ દિવસે જ મને માસિક આવ્યું હોવાથી મારા પતિએ કોન્ડોમ વાપરી હતી. એક મહિના અને ચાર દિવસ પછી મેં માસિક આવે એવી ગોળી ખાધી હતી અને ચાર-પાંચ દિવસ પછી મને માસિક સ્ત્રાવ શરૃ  થયો હતો. ડૉક્ટરે મારા પતિને બ્લડ ટેસ્ટ કરાવવા કહ્યું છે પણ તેઓ તૈયાર નથી. અમારે જલ્દી સંતાન જોઈએ છે. શું રોજ સંભોગ કરવાથી પ્રોબ્લેમ થઈ શકે છે? મને સંભોગ પછી પાણી નીકળે છે અને દિવસે પણ સફેદ રંગનું પ્રવાહી સ્ત્રવે છે શું આ કારણે કોઈ ગંભીર સમસ્યા થવાની શક્યતા ખરી? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (મુંબઈ)

તમે સંભોગ  દરમિયાન જેલી કે ચીકણો પદાર્થ વાપરતા હો તો શુક્રજંતુની ગતિ મંદ થવાની કે ગતિહીન થવાની શક્યતા છે. આમ પણ માસિક દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા નહીંવત રહે એ માટેનો સારો સમય સ્ત્રીબીજાશયમાંથી ઈંડુ બહાર આવે ત્યાંરનો છે એ સમયે ૨૪ થી ૪૮ કલાકમાં શુક્રજંતુનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા છે.

અત્યારે સોનોગ્રાફીની મદદથી ઈંડુ ક્યારે નીકળ્યું એ સમય જાણી શકાય છે. આ માટે તમારે કોઈ સારા ગાયનેકની મદદ લેવી પડશે. સાધારણ રીતે માસિક આવી જાય પછી એક અઠવાડિયા પછી ઈંડુ  નીકળવાનો સમય છે. 

એટલે માસિક આવી જાય એનું એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ જ સ્થિતિમાં વધુ રહે છે.  સંભોગ પછી યોનિમાંથી થોડું ઘણું વીર્ય બહાર નીકળવું સ્વાભાવિક છે આથી સંભોગ પછી પાણી નીકળે તેમાં ડરવાની જરૃર નથી. પરંતુ પ્રવાહી સ્ત્રાવ થાય છે  એ બદ્દલ ડૉક્ટરની સલાહ લો. તમારા પતિને બ્લડ ટેસ્ટ લેવા સમજાવો. એમાં કોઈ શરમ રાખવાની જરૃર નથી.

અને તમે ઈચ્છો તો આ વાત તમારા બંને સિવાય કોઈ જાણી શકશે નહીં. ગર્ભ રહે એ આપણા હાથમાં નથી. આપણે પ્રયત્નો કરવાના છે બાકી ઈશ્વર પર છોડી દેવાનું કેટલાકને લગ્ન પછી ઘણા વર્ષો બાદ ગર્ભ રહે છે. સારા ગાયનેકની સલાહ લેતા ગભરાવ નહીં.

હું ૨૧ વર્ષની છું. મને એક ૨૪ વર્ષના યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી એક બીજાના પ્રેમમાં છીએ. છ મહિના પછી મારા પ્રેમીનું ભણવાનું પૂરું થશે. તેની લાઈન સારી હોવાથી તેને સારી નોકરી મળશે એવી મને આશા છે. મારા પ્રેમીના ઘરના લોકો  આ સંબંધ માટે રાજી છે પરંતુ અમારી જ્ઞાાતિ અલગ હોવાથી મારા મમ્મી-પપ્પા આ સંબંધ માટે રાજી નથી.

મારા પ્રેમીના ઘરવાળાઓ સાથે અમારા પારિવારના સંબંધો હતા. તેમણે મારા વડીલોને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યાં પણ તેઓ રાજી થતા નથી. હવે મારા પ્રેમીના ઘરવાળા મને ભાગીને લગ્ન કરવાનું કહે છે પરંતુ પપ્પાની આબરું જાય એ માટે હું તૈયાર નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. અમારો પ્રેમ પવિત્ર છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી.
એક યુવતી (વિદ્યાનગર)

તમારા પ્રેમીને નોકરી ન મળે એ પૂર્વે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લો. તમારા પરિવારના કોઈ વડીલને તમારા મમ્મી-પપ્પાને સમજાવવા કહો. માતા-પિતાની મરજીથી લગ્ન કરો. તમે બંને મક્કમ હશો અને છોકરો બધી રીતે સારો હશે તો આજે નહિં તો કાલે તમારા વડીલો જરૃર તૈયાર થશે. આજકાલ જ્ઞાાતિ ભેદ લુપ્ત થઈ ગયો છે. કોઈ વડીલ મધ્યસ્થી કરશે તો તેઓ જરૃર રાજી થશે.

આમ છતાં પણ તેઓ ન માને તો આસપાસની પરિસ્થિતિનો વિચાર કરી વડીલોની સલાહ લઈ તેમજ ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેજો. નાદાનીમાં અને લાગણીના વહેણમાં તણાઈ નિર્ણય લેતા નહિં.

- નયના
 

Post Comments