Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃક્ષ તથા તૈલીય વાળની સામાન્ય સમસ્યાના ઘરગથ્થુ ઉપાય

બિટના પાનને પાણીમાં ઉકાળવા. ઠંડુ પડયા બાદ આ પાણીથી વાળ ધોવાથી રૃક્ષતા ઓછી થાય છે.

પહેલાંના જમાનાની નારીના ચોટલાની લંબાઇની ચર્ચા થતી. પરંતુ આધુનિક   નારીએ  તેના આકર્ષક ચોટલા પર કાતર ફેરવી દીધી એટલું જ નહીંં વાળ પર રસાયણિક હેર પ્રસાધનોનો ઉપયોગ કરીને વાળને લગતી સમસ્યાઓ વધારી દીધી છે.

રૃક્ષ વાળ : રૃક્ષ વાળમાં મોઇશ્ચરાઇઝરની કમી હોય છે. આ માટે ઘણા ભાગે જિન્સ પણ જવાબદાર હોય છે.

નિષ્ણાંતની ટિપ્સ: રૃક્ષ વાળને વારંવાર શેમ્પૂ કરવું નહીં. વારંવાર ધોવાથી વાળમાંનું મોઇશ્ચરાઇઝર નાશ પામે છે અને વાળ રૃક્ષ થઇ જાય છે.
નિયમિત હેર સ્પા ટ્રીટમેન્ટ લેવી. હેર સ્પાથી રૃક્ષ વાળમાં ચમક પાછી ફરે છે.

લીવ ઇન કંડિશનર હળવા હોય છે, જે રૃક્ષ વાળ માટે વધુ અસરકાર નથી હોતા. તેથી રેગ્યુલર કંડિશનરનો જ ઉપયોગ કરવો.
વાળને  ફેરવતા  ઇસ્ત્રી  ફેરવતા  કે બ્લો ડ્રાય કરતા પહેલા હીટ પ્રોટેકશન પ્રોડકટ લગાડવું. જ્યાં સુધી સંભવ હોય, વાળને ઇસ્ત્રી કે બ્લો ડ્રાય  કરવા નહીં.
રૃક્ષ વાળમાં કંડિશનરનો ઉપયોગ કરવો.  

અઠવાડિયામાં બે વાર રૃક્ષ વાળને ઓઇલ મસાજ કરવો. જેથી વાળને પૂરતા પ્રમાણમાં મોઇશ્ચરાઇઝર અને પોષણ મળે.
સનફ્લાવર ઓઇલમાં એસેંન્શિયલ ફેટી એસિડ હોય છે, જે વાળને મોઇશ્ચરાઇઝ કરે છે. તેથી રોજિંદા આહારમાં સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવો.

ઘરગથ્થુ ટિપ્સ : રૃક્ષ વાળમાં ચમક લાવવા છેલ્લે રિન્સ કરતી વખતે હુંફાળા પાણીમાં થોડો વિનેગાર ભેળવેલ મિશ્રણનો ઉપયોગ કરવો.
કોપરેલના તેલમાં લીમડો, તુલસી અને જાસવંતના ફૂલનો રસ ભેળવી ઉકાળી વાળમાં લગાડવું. થોડી વાર બાદ વાળ ધોઇ નાખવા.
એક ઇંડુ, એક ટેબલસ્પૂન વિનેગાર અને અડધો કપ પાણી ભેળવવું. આ મિશ્રણથી ભીના વાળમાં  મસાજ કરવું પાંચ મિનિટ બાદ હુંફાળા પાણીથી વાળ ધોવા. એક ઇંડુ,અડધો કપ દહીં. એક લીંબુનો રસ, એક-એક ટેબલસ્પૂન મધ, કોપરેલ અથવા સરસવનું તેલ ભેળવી વાળમાં મસાજ કરવો ૩૦ મિનિટ બાદ વાળ ધોઇ નાખવા. વાળની રૃક્ષતા ઓછી કરવા બે કપ પાણીમાં બે ટેબલસ્પૂન વિનેગાર ભેળવી વાળ ધોવા.

બિટના પાનને પાણીમાં ઉકાળવા. ઠંડુ પડયા બાદ આ પાણીથી વાળ ધોવાથી રૃક્ષતા ઓછી થાય છે.
વાળની રૃક્ષતા ઓછી કરવા સનફ્લાવર ઓઇલથી હેર મસાજ કરવો.

તૈલીય વાળ : કારણ  : સિબેશિયસ ગ્લેન્ડ દ્વારા અધિક તેલનું ઝરવું

નિષ્ણાંત ટિપ્સ : વાળ વધુ પ્રમાણમાં તૈલીય હોય તો વાળને  ક્લિન્ઝિંગ શેમ્પૂથી ધોવા અને કંડિશનરનો  ઉપયોગ ન કરવો.
અંતિન રિન્સ વિનેગારથી કરવું. વિનેગાર તૈલીય વાળ માટે ઉત્તમ ઇલાજ છે.
હેર સ્પા લેવું સલાહભરેલું છે. તેનાથી ઓઇલથી સ્કાલ્પથી છૂટકારો મળે છે.
તૈલીય વાળમાં વારંવાર આંગળી નફેરવવી.તેનાથી વાળમાંની તૈલીય ગ્રંથિ સક્રિય થાય છે અને તેલ સ્ત્રાવિત થાય છે.

ઘરગથ્થુ  ટિપ્સ : લીંબુનો રસ અને વિનેગારને સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડવું થોડી વાર બાદ વાળ ધોઇ નાખવા.ત્રણ-ચાર ટેબલસ્પૂન મહેંદી, અડધો લીંબુનો રસ,એક ફીણેલું ઇંડુ અને થોડું પાણી ભેળવીબરાબર ફીણવું અને એક કલાક રાખીને વાળમાં આ પેસ્ટ લગાડવી.બે કલાક બાદ વાળમાં શેમ્પૂ કરવું અને કંડિશનર લગાડવું.
અડધો કપ ચણાનો લોટ અને અડધો ચમચો દહીં અથવા કાચું દૂધ ભેલવી ૨૦ મિનિટ વાળમાં લગાડી રાખી ધોવું. તૈલીય વાળ માટેનો ફાયદાકારક પેક છે.

- દિજીતા

Post Comments