Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેગનન્સી વીથ ફેશન

સગર્ભાને સ્ટાઇલ અને સુવિધાનો સંતોષ આપતાં ફેશનેબલ મેટરનીટી વેર

પ્રત્યેક સ્ત્રી માતા બની પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની કામના ધરાવતી  હોય છે. બાળકને નવ મહિના ઉદરમાં ઉછેરવાનો આનંદ જ વેગળો આવે છે.

નવ મહિનાની ગર્ભવસ્થા દરમિયાન સ્ત્રીના મન અને તનમાં અનેક ફેરફાર થાય છે. માનસિક પ્રસન્નતા અનુભવતી ગર્ભવતી શારીરિક વિકાસને કારણે તથા શરીરના બદલાતા જતાં આકારને જોઇને ક્યારેક વ્યથિત પણ થઇ જાય છે. તેમાં ય પેટનો ઘેરાવો વધતાં કપડાં કયા પહેરવા તેની રામાયણ સર્જાય છે. દર મહિને કંઇ નવા કપડાં લેવાતાં નથી.

ગર્ભાવસ્થા પૂર્વે અત્યંત સ્ટાઇલીશ અને ફેશનેબલ રહેનારી યુવતી ગર્ભવતી થતાં અચાનક જ શરીરને છુપાવવાની કોશિશ કરવા લાગે છે. પણ આ તદ્દન ખોટી વાત છે. ગર્ભાવસ્થાનો સમયગાળો અત્યંત  આનંદિતપણે પસાર કરવાનો હોય છે એટલે તેમાં કપડાંનો કકળાટ પણ ન ચાલે.

હોલિવૂડની અભિનેત્રી એન્જેલીના જોલી કે કેટી હોમ્સે ગર્ભાવસ્થામાં પણ સ્ટાઇલ અને ફેશન છોડી નહોતી. આથી પ્રત્યેક ગર્ભવતીએ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઇએ. આ જ દ્રષ્ટિકોણથી રેડીમેડ કપડાના નિર્માતાઓએ ખાસ ફેશનેબલ મેટરનીટી વેરનું ઉત્પાદન શરૃ કર્યું છે.

ફેશનેબલ મેટરનીટીવેરમાં લાર્જ/એક્સેલ સાઇઝના પંજાબી ડ્રેસ સાથે જ જિન્સ, સસ્પેન્ડર્સ, ટી-શર્ટ, કેપ્રીઝ, સ્કર્ટસ્, રૅપ-અ. રાઉન્ડ સ્કર્ટ મળે છે. સગર્ભાએ હંમેશા હળવા વજનના મેટરનીટી વેર પસંદ કરવા. કારણ કે શરીરનું વજન વધતું હોવાથી વજનદાર કપડાં પહેરવા અસુવિધાજનક લાગે છે. ઋતુ કોઇપણ હોય પરંતુ ગર્ભવતીને ગરમી ખૂબ થતી હોય છે. એટલે હંમેશા હળવા શેડના કપડાં જ લેવા.

લાયક્રા અને સ્ટ્રેચેબલ ફેબ્રિકના કપડા જ પસંદ કરવા. પેટના વધતાં જતાં ઘેરાવા પ્રમાણે રેપ-અ-રાઉન્ડ સ્કર્ટને સરખી રીતે રૅપ કરી શકાય છે. ફોર્મલ સ્કર્ટ કમર પર સરખી રીતે રહે તે માટે તેમાં ઇલાસ્ટિક, ઝીપ કે અંદરની બાજુ બંધાય તેવી નાડી હોવી જોઇએ.

ગર્ભાવસ્થા એટલે પેન્ટ, ટ્રાઉઝર્સ અને જિન્સ પહેરવા પર પાબંદી એવી માન્યતા આપણે ત્યાં પ્રવર્તે છે. ટ્રેન્ડી રહેવા માટે ઉપયોગી આ વસ્ત્રો કબાટના એક ખૂણે પડી રહે છે. પરંતુ સગર્ભાઓએ નિરાશ થવાની જરૃર નથી. મેટરનીટી વેરમાં પેન્ટ, ટ્રાઉઝર્સ  અને જિન્સ પણ એટલી સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે સહેલાઇથી પહેરી શકાય છે.

આ પેન્ટની વેસ્ટલાઇન સામાન્ય કરતાં એકદમ નીચી હોય છે અને તેની ઉપરની બાજુ લાયક્રા કે અન્ય સ્ટ્રેચેબલ ફેબ્રિકની પેનલ (કપડાની જોડ) જોડેલી હોય છે. જેમ જેમ પેટનો ઘેરાવો વધતો જાય તેમ તેમ આ પેનલ પેટ પર ડબલ કે સિંગલ ફોલ્ડમાં બરોબર બેસે છે.

નવ મહિનામાં શરીરનો આકાર ઝડપથી બદલાતો હોય છે. એટલે સગર્ભા હોવાની જાણ થતાં જ કપડા ખરીદવાની ઉતાવળ કરવી નહિ.

પહેલાં બે-ત્રણ મહિના તો રોજીંદા કપડા જ થાય છે.  આથી ચોથા મહિના બાદ જ ખરીદી કરવાનો આરંભ કરવો. ખરીદી કરતી વેળા એક સમયે ઢગલાબંધ કપડાં ન ખરીદવા. એક જિન્સ/પેન્ટ અને સસ્પેન્ડર સાથે બે-ત્રણ ટી-શર્ટ લેવા. તે જ પ્રમાણે મોંઘાદાટ કપડાં લેવાને બદલે થોડી ઓછી કિંમતના કપડા લેવા.  પ્રસૂતિ બાદ આ કપડાં કામ લાગવાના નથી તે વાત યાદ રાખવી.

બે ટીશર્ટ ખરીદો તેની સાથે બે-ત્રણ સ્કાર્ફ, સ્ટોલ લેવા. ટી-શર્ટ પર અલગ-અલગ સ્કાર્ફ કે સ્ટોલ નાંખવાથી વેરાયટીનો અનુભવ થશે તથા આ સ્કાર્ફ અને સ્ટોલ બાદમાં પણ કામ લાગશે. ગર્ભાવસ્થામાં વેસ્ટલાઇન સાથે બસ્ટલાઇન પણ વધે છે એટલે અંત:વસ્ત્રોની ખરીદી પણ સંભાળપૂર્વક કરવી. કોટનના કપડા અને ટ્રેક પેન્ટ એક-બે સાઇઝ મોટી ખરીદવી.

હવે તો પ્રત્યેક મોટા સ્ટોરમાં મેટરનીટીવેર મળે છે. આ ઉપરાંત નવજાત શિશુ અને માતા તથા ગર્ભવતીઓ માટેના તમામ પ્રકારના ઉત્પાદનો વેચતાં ખાસ આઉટલેટ્સ પણ હોય છે. તમારા વિસ્તારમાં આવી દુકાનો ક્યાં આવી છે તે શોધીને ખરીદી કરવા જવું. મેટરનીટીવેરની રેન્જ ૫૦૦ રૃપિયાથી શરૃ થાય છે એટલે તે પ્રમાણે બજેટ બનાવવું.

ઇન્ટરનેટ પર સર્ચ કરતાં પણ આ વિષયની અધિક માહિત મળી શકશે. તેમાં મેટરનીટીવેરના ફોટા સુધ્ધાં જોવા મળશે. એટલે તે જોઇને ઓર્ડર આપી શકાય. મેટરનીટીવેરથી સગર્ભા ફેશનેબલ લુક જાળવી શકે તે ખરું પણ આવા કપડા સુવિધાજનક હોવા જરૃરી છે. આથી પ્રત્યેક પ્રેગનન્ટ મહિલાએ શરીરના વધતાં જતાં આકારને ધ્યાનમાં રાખી કપડા ખરીદવા. કપડાની સાથે ફેશનેબલ જ્વેલરી, પગરખાં, મેકઅપ અને સરસ હેરસ્ટાઇલ ગર્ભવતીને સુંદર દેખાવ આપે છે. 

ગર્ભવતીની માનસિક પ્રસન્નતાની સકારાત્મક અસર શિશુના સ્વાસ્થ્ય પર થાય છે. ગર્ભવસ્થામાં આપણને કોણ જોવાનું છે? તે વિચાર એકદમ ખોટો છે. ઊલ્ટું સગર્ભાએ તો હંમેશા પ્રસન્નચિત રહેવું જોઇએ અને તેમાં તેનો દેખાવ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે  તે વાત કદાપિ  ન ભૂલવી જોઇએ.

-દિજીતા
 

Post Comments