Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સગર્ભાવસ્થા હવે પેટ છુપાવવાની નહીં,

સેક્સી દેખાવાની અવસ્થા છે!

માતા બનવાની રાહ જોનારી અમુક મહિલાઓ માટે તો આ સમયગાળો ખરેખર મોજમસ્તીનો હતો. સ્વાભાવિક છે, માતા બનવાના સમાચાર એ ખુશીના સમાચાર હોય છે, જેમાં બાબો કે બેબી આવ્યાના ખુશખબર સાંભળવા મળે છે. ચહેરો ખુશીથી ચમકતો હોય છે, લોકો તમારું પળેપળ ધ્યાન રાખે છે અને તમારી બધી ઇચ્છાઓ પૂરી થાય છે. તમે ક્યાંક ચિંતા કરતાં હો છો તો ક્યાંક આવનારા ભવિષ્યના સ્વપ્નોનાં તાણાવાણાં પણ ગૂંથ્યા કરો છો.

પણ એવું કોણે કહ્યું કે તમે તમારી ફેશનેબલ સ્ટાઇલને આવા સમયે બાજુ ઉપર મૂકી દો? જરા પણ નહીં. આવનારા સુખદ ભવિષ્યના નવા અનુભવ સાથે તમારો વોર્ડરોબ પણ બદલો અને એ સમયગાળાને ખુશીઓથી ભરી દો.

સામાન્ય રીતે મહિલા સગર્ભા હોય તો મોટી સાઇઝના કુરતા ઉપર રેપ અરાઉન્ડ સ્કર્ટ કે પછી ઢીલા પેન્ટ્સ પહેરશે. લગભગ આ જ ડ્રેસ કોડ સગર્ભા મહિલા માટે હોય છે. કારણ કે બહુ ઓછા લોકો હોય છે, જે આ અવસ્થાને ફેશન સાથે સાંકળી શકે. પણ હવે જમાનો ખરેખર બદલાઇ ગયો છે.

હોલીવુડની ગ્લેમરસ મમ્મીઓનાં ઉદાહરણ આપણી સમક્ષ છે. મેડોના, બ્રીટની સ્પીયર્સ, જેનિફર ગાર્નર, ગ્વાયનેથ પેલ્ટ્રો, કેટી હોમ્સ - એવાં કેટલાંક નામો છે, જેમનો પ્રેરણા માટે ઉપયોગ કરી શકાય.

શહેરમાં સગર્ભા મહિલા માટે બહુ ઓછી વસ્ત્રોની શ્રેણી છે, એ કોઇપણ સામાન્ય ગ્રાહક કહી શકશે. ઘણાં દુકાનદારો એવું માને છે કે આપણી મન:સ્થિતિ હજી તેના માટે ઓછી તૈયાર છે, તેથી દુકાનોમાં આવા પ્રકારના વસ્ત્રો બહુ વેચાતાં નથી. ઘણી જગ્યાએ મહિલાઓ રૃઢિચુસ્ત માનસ ધરાવતી હોવાથી પોતાની સગર્ભાવસ્થા સીધેસીધી દેખાય એવું ઓછું ઇચ્છે છે. તેમને સલવાર કમીઝ કે સાડીમાં પણ આનંદ આવે છે.

ઘણા દુકાનદારોના એવા પણ અનુભવ હોય છે કે મેટરનીટી વસ્ત્રો સામાન્ય રીતે સગર્ભા મહિલાઓ ઓછી લઇ જાય છે પણ વધુ તો પ્લસ સાઇઝ ધરાવતી સ્થૂળ મહિલાઓ લઇ જાય છે, જેઓ વેકેશનમાં બહારગામ ફરવા જતી વખતે વેસ્ટર્ન કપડાં તરીકે પહેરી શકે. સગર્ભાવસ્થામાં પણ ફેશન કરી શકાય, એ માન્યતા હવે ધીમે ધીમે વધી રહી છે.

એ વાત સાચી કે ફિલ્મ 'સલામ નમસ્તે'ની પ્રીટિ ઝીન્ટાની જેમ બહુ ઓછી મહિલાઓ હોય છે, જે જુદા જુદા પ્રકારના વસ્ત્રો પહેરવાની હિંમત કરે. સગર્ભાવસ્થામાં ખૂબ મોટા પ્રમાણમાં શારીરિક ફેરફારો થતાં હોય છે ત્યારે મહિલાઓનાં આંતરવસ્ત્રો અને નાઇટ ગાઉન વગેરેમાં પણ ઘણાં સુધારાઓ થયાં છે.

આ ઉપરાંત જીન્સ, કેપ્રીસ, ડ્રેસીસ, ઓવરઓલ અને ટોપ્સ પણ મળી રહે છે, જે પાંચથી છ મહિના થાય ત્યાં સુધી પહેરી શકાય. નાઇટ ગાઉન પેટનો આગળનો ભાગ કવર કરી શકે તે પ્રકારનાં અને સગર્ભાવસ્થા પછી બાળકને સ્તનપાન કરાવતી વખતે ઉપયોગ કરી શકાય તેવા પ્રકારનાં બનાવવામાં આવે છે.

જોકે, એક વાત તો સ્પષ્ટ જ છે કે સગર્ભાવસ્થામાં ફેશનથી દૂર ભાગવાની કોઇ જરૃરત હોતી જ નથી. ભલે તમે પરંપરાગત વસ્ત્રોમાં હો પણ તેને જુદો જ સ્પર્શ આપી શકાય. દા.ત. વસ્ત્રોમાં લેસ લગાડીને તેમને વધુ ભરાવદાર અને સુંદર બનાવી શકાય.

વળી, જરૃરી નથી કે આ વસ્ત્રો હંમેશાં પહોળાં અને મોટી સાઇઝનાં જ હોય. આજકાલ મહિલાઓનું પેટ સિવાય શરીરનાં બીજા ભાગોમાં બહુ વજન વધતું નથી. શરીરનો મધ્યમ ભાગ મધ્યમ બને છે, ખભા તો હોય તેના કરતાં વધુ વધવાના નથી. તેથી માત્ર પેટના ભાગને જ યોગ્ય રીતે રજૂ કરવાની જરૃરત હોય છે.

સગર્ભાવસ્થા વખતે કપડાં ખરીદો ત્યારે અમુક બાબતોની કાળજી રાખો. જેમ કે,

* પેટ ઉપર દબાણ આવે તેવા કપડાં પહેરવા નહીં. ઇલાસ્ટીકના પટ્ટા પણ પેટથી ખૂબ ઉપર અથવા પેટથી નીચેના ભાગમાં હોવા જોઇએ.

* વસ્ત્રોમાં વધુ પડતાં બટન કે ચેન હોવા જોઇએ નહીં.

* બને ત્યાં સુધી કોટન કે સોફ્ટ, નેચરલ ફાયબરનાં વસ્ત્રો ખરીદવા.

* વસ્ત્રોના રંગ હળવાં અને ખુશનુમા પસંદ કરવા.

* ફુલોના આકારની પ્રિન્ટ, ઝાલર, લેસ, ક્રોશેટ વગેરેથી સજાવી શકાય.

* ડંગરીઝ, એમ્પાયર લાઇન્સ, કેપ્રીસ અને ફ્લોઇંગ સ્કર્ટ ફેશનેબલ અને સુપર સ્ટાઇલીશ લાગે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 Post Comments