Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નયનોના કામણમાં

આંખનો મેકઅપ ચહેરાને સૌમ્યથી લઈને નાટયાત્મક લુક આપે છે. આંખના મેકઅપ વડે મોટી આંખને નાની અને નાની આંખને મોટી દેખાડી શકાય છે. મેકઅપમાં આંખના મેકઅપનું મહત્ત્વ અદકેરું છે તેથી તે વિશે જાણવું અત્યંત જરૃરી છે.

- લિક્વીડ આઈલાઈનર માત્ર ઉપરની પાંપણ ઉપર લગાડવી જોઈએ. જ્યારે નીચેની પાંપણ પર પેન્સિલ અથવા આઈશેડો વાપરવો. આંખને એકદમ આકર્ષક દેખાડવા માટે પાંપણની ઉપર અને નીચે કાળી કાજળ પેન્સિલ લગાડો અને તેની ઉપર કાળી લિક્વીડ લાઈનર લગાડો. આનાથી પાંપણો ઘેરી દેખાશે અને આખોે દિવસ તે રહેશે.

- ડાર્ક આઈલાઈનરત આંખને અલગ આકાર આપીને તેને  ઊંડી દર્શાવે છે. આંખના સૌમ્ય દેખાવ માટે આઈલાઈનર પેન્સિલથી હળવી લાઈન દોરો.

- આંખને તેજસ્વી  દર્શાવવા નીચેની પાંપણને રંગીન લાઈનર લગાડો. જ્યારે સૌમ્ય દેખાવ માટે તે લાઈનને આંગળી વડે થોડી આછી કરી દો.

- આંખની પાંપણ પાસે આઈલાઈનર લગાડો.

- આઈલાઈનરના ત્રણ પ્રકાર છે. કેડ, લિક્વીડ લાઈનર અને પેન્સિલ. દરરોજ પ્રેક્ટીસ કરવાથી લાઈનર લગાડતા આવડી જાય છે. માથાને થોેડું પાછળ લઈ નીચે આંખે અરીસામાં જોવું ત્યારબાદ આંખના ખૂણાને ટાઈટ પકડીને લાઈનર લગાડવી.

- ક્યારેય જાડી લાઈનર ન લગાડવી. આનાથી ચહેરો  કડક અને પાકટ દેખાશે. તથા આંખ થાકેલી લાગશે. ૬૦'ના દાયકાનો જમાનો ગયો છે.  

- આંખ અને હોઠ માટે એકસરખી લાઈનર પેન્સિલ વાપરવી હોય તો આઈલાઈનર પેન્સિલ જ ખરીદવી. જેથી તે આંખ માટે સુરક્ષીત ગણાય. રેડ બ્રાઉન અથવા પ્લમ બ્રાઉન શેડ્માંથી એકની પસંદગી કરવી. જેથી તે તમારી લિપસ્ટિકના રંગ સાથે મેચ થાય.
-ઈશિતા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments