Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૂંઝવણ - અનિતા

જાતીય જીવનમાંથી રસ ઓછો થઈ ગયો છે કે કોઈ ઉપાય સૂચવો

હું પરિણીત સ્ત્રી છું અને મારા પતિનું લિંગ બહુ મોટું છે અને હંમેશાં સીધું રહે છે પરંતુ મને સંતોષ થાય એ પહેલાં એનું પતન થઈ જાય છે. લિંગ પકડવું મને ગમે છે પરંતુ સમાગમ વખતે મને ભય લાગે છે. વળી વારંવાર સંભોગ કરવો એને ગમતો પણ નથી.
- એક સ્ત્રી (વડોદરા)


* મોટા, સીધા લિંગનો ભય ન રાખો યોનિ એ ઈલાસ્ટીક-સંજોગોનુસાર બંધબેસતું થઈ જાય તેવું અંગ છે. આથી કોઈપણ પ્રકારના લિંગને અનુકૂળ થઈ શકે. ગર્ભધારણ પછી તો આખેઆખું બાળક એ જ યોનિમાંથી નીકળે છે. તો પછી જાડા કે મોટા લિંગને કારણે દુ :ખાવાનો સવાલ ઉપસ્થિત નથી થતો.

અમારા લગ્નને આઠ મહિના થયા છે. લગ્ન પહેલાં બેમાંથી એકેને જાતીય જીવનનો અનુભવ નહોતો. લગ્ન પછી અત્યાર સુધીમાં અમે બરાબર જાતીય જીવન માણ્યું નથી. અમે એકમેકને ઉત્તેજિત કરી શકતા નથી. સમાગમ પછી મારાપતિ વીર્ય કાઢી શકતા નથી. તેમનું લિંગ બહુ  કડક થતું નથી. લગ્ન પહેલાં અને હવે પણ હસ્તમેૈથુન કર્યા પછી જ તેમનું પતન થાય છે. હું પણ પરાકાષ્ઠાને પહોંચી શકતી નથી. અમારા બધાં જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. પરિણામે જાતીય જીવનમાંથી અને એકબીજામાંથી પણ અમારો રસ ઓછો થઈ રહ્યો છે. મહેરબાની કરીને અમને સલાહ આપો.
- એક યુવતી (આણંદ)


* જો તમારા બંનેમાંથી કોઈને પણ લગ્ન પહેલાં  જાતીય જીવનનો અનુભવ ન હોય તો  અત્યારે તમારું જાતીય જીવન બરાબર છે કે નહિ તે નક્કી કરવું તમારે માટે અઘરું છે. ખેર, તમારો પ્રશ્ન હું જેમ સમજ્યો છું તે પ્રમાણે તમે પરાકાષ્ઠાનો અનુભવ નથી કરી શકતા. આને એ.ઓ.આર. (એબસન્ટ ઓર્ગેસ્મિક રિસ્પોન્સ) કહે છે. તમારા પતિ પણ હસ્તમૈથુનથી પરાકાષ્ઠાએ પહોંચે છે, સમાગમ સમયે નથી પહોંચી શકતા. આને માટે જાતીય ઉત્તેજના વધારવાની જરૃર છે. એક કારણ શિથિલ યોનિ પણ હોય કે જેથી લિંગની આસપાસ હાથની પકડ જેટલો ઘનિષ્ઠ અનુભવ યોનિમાં ન થતો હોય.
જાતીય ઉત્તેજના વધારવા માટે તમે જુદી જુદી રીતો અપનાવી શકો જેમ કે ક્રોસમાં પગ રાખીને, અથવા ઊંધા સૂઈને અથવા ડોગી પોઝીશન આનાથી યોનિની પકડ વધશે. કદાચ એ રીતે પતિ ઉત્તેજના પામી શકે તો તમારી સમસ્યા હળવી થઈ જશે.

હું ૨૭ વર્ષની સ્ત્રી છું. મારા પતિ અને હું અમે બંને જાતીય જીવનનો આનંદ માણીએ છીએ. પરંતુ સમાગમ પછી મને યોનિમાર્ગમાં બળતરા થાય છે. પરાકાષ્ઠા અને પતન પછી લિંગ બહાર નીકળે એટલે બળતરા શરૃ થાય છે. એનો શો ઉપાય?
- એક યુવતી (રાજકોટ)


* તમારા પતિના વીર્યપતન સાથે બળતરાને કોઈ સંબંધ નથી. સૌથી પહેલાં તો તમને ત્યાં કોઈ ઈન્ફેક્શન છે કે નહિ, તે તમારે તપાસવું જોઈએ. બીજું, યોનિમાર્ગ પૂરતો ભીનો ન થયો હોય અને લિંગ પ્રવેશ તથા લિંગની હલચલ થાય તેનાથી આવી બળતરા સંભવી શકે. આ માટે લિંગપ્રવેશ પહેલાં યોનિમાર્ગ પૂરતો આર્દ્ર અને ઉત્તેજિત થયો છે તેની ખાતરી કરવી જરૃરી છે.

માસિક ધર્મ દરમિયાન સંભોગ કરી શકાય? પ્રજનનક્રિયા પર એની  કોઈ અસર થાય ખરી?
- એક બહેન (ભરુચ)


* માસિકધર્મ દરમિયાન સંભોગ કરવો બિનજોખમી છે, શારીરિક પ્રક્રિયા જ માત્ર છે. વળી ગર્ભાધારણની સંભાવના એ સમયે ખૂબ ઓછી હોવાથી તણાવમુક્ત રીતે ઘણા દંપતી સંભોગનો આનંદ માણે છે. તેમ જ એ સમયે યોનિમાર્ગ આર્દ્ર હોવાથી જાતીય આનંદ માનસિક તેમ જ શારીરિક રીતે વધુ અનુભવાય છે,.
ઘણી સ્ત્રીઓ માને  છે કે આનાથી રક્તસ્ત્રાવ વધે છે. પરંતુ ઘણીવાર શરૃઆતમાં જ એવું થાય છે અને પછી માસિકના દિવસ ઓછા થઈ જાય છે. માસિક દરમિયાન સંભોગ કરવાથી વળ મારીને દુ :ખાવો થતો હોય તો એ પણ  ઓછો થઈ જાય છે. એની પ્રજનનક્રિયા પર કોઈ અસર થતી નથી.

'ટુડે'ની જા.ખ. વાંચીને મારી પત્ની માટે હું તે ખરીદી લાવ્યો. મારી પત્ની તે વાપરતી વેળાએ પૂરતી ઉત્તેજિત અને આર્દ્ર હતી. 'ટુડે' વાપર્યાની પાંચ મિનિટ પછી અમે સમાગમ કર્યો. પણ અમારા બંનેના આશ્ચર્ય વચ્ચે  તે સાવ સૂકું અનુભવવા લાગી. આવું પહેલાં ક્યારેય બન્યું નથી અને પછી પણ બન્યું નથી. તમે આનું કારણ સમજાવી શકશો?
- એક પુરુષ (માણવદર)


* 'ટુડે' યોનિ માટેની ગર્ભનિરોધક ટેબ્યુલ છે. સંભોગની દસમિનિટ પહેલાં તેનો ઉપયોગ કરવો જરૃરી છે અને તેની પર લખ્યા પ્રમાણે તેની અસર એક કલાક રહે છે. તમારા જણાવ્યા પ્રમાણે યોનિમાર્ગ સૂકો થઈ જવો એ વિચિત્ર પ્રક્રિયા છે. યોેનિનું ઈન્ફેક્શન છે કે નહિ તેની તપાસ કરો તથા 'ટુડે'ની એક્સપાયરી તારીખ પણ તપાસી જુઓ. તેમ છતાં ફરી એકવાર તેને વાપરી જોવાની મારી સલાહ છે અને શું પરિણામ  આવે છે મને જણાવો. જો સૂકું ફરી લાગે તો કદાચ તમારી પત્નીને 'ટુડે'માં વપરાતા કોઈ પદાર્થની એલર્જી હોઈ શકે.

હું ૪૦ વર્ષની છું અને મારા પતિ ૫૧ વર્ષના છે. અત્યાર સુધી અમારું જાતીય જીવન આનંદભર્યું રહ્યું છે પણ છેલ્લાં એક વર્ષથી મારા પતિની  લિંગ કડક રાખવાની શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે જેથી અમે બંને દુ :ખી છીએ. કદાચ એથી અમારા સંબંધ પર પણ અસર પડે. મહેરબાની કરી અમને કોઈ ઉપાય જણાવશો.
- એક સ્ત્રી (નડિયાદ)


* પહેલાં તો તમે જો એ જાણી લો કે સંભોગ દરમિયાન, હસ્તમૈથુન દરમિયાન વહેલી સવારે અથવા પેશાબ લાગી હોય એ સમયે તમારા પતિનું લિંગ કડક હોય છે કે નહિ. આ સમયે જો લિંગ કડક રહેતું હોય તો પછી કોઈ માનસિક મુશ્કેલી કારણરૃપ હોઈ શકે અને જો દરેક સમયે કડક લિંગ ન રહેતું હોય તો તમારા પતિની પેથોલોજિક તપાસ કરાવો જેથી ડાયાબિટીસ મેલીટસ, વસ્ક્યુલર ઈનએફીશીયન્સી કે કોઈ ન્યુરોલોજિકલ અથવા એન્ડોક્રાઈન પ્રોબ્લેમ નથી એની તપાસ કરાવી લો. પૂરતી તપાસ પછી જ કોઈ દવા સૂચવી શકાય.

હું ૨૮ વર્ષનો પરિણીત યુવાન છું. લગ્ન પછી શરૃઆતમાં હું મારી પત્ની સાથે સેક્સ માણી શકતો નહોતો. જોકે હવે એ સમસ્યા દૂર થઈ ગઈ છે, પરંતુ બીજી ઉપાધિ શરૃ થઈ છે. ફોેર પ્લે પછી હું જ્યારે સંભોગ કરવાની કોશિશ કરું છું ત્યારે મારું શિશ્ન શિથિલ બની જાય છે. મને સલાહ આપશો.
- એક યુવક (રાજકોટ)


* તમારે સેક્સ્યુઅલ પ્રવૃત્તિ દરમિયાન વિવિધ કલ્પનાઓ કરવી  જોઈએ. કદાચ એ કલ્પનાઓ શ્રેષ્ઠ કામોત્તેજક દવા તરીકે કામ કરશે.

મારા સ્તનની નિપલ પર ગાંઠ જેવું કશુંક જામી ગયું છે. મેં ડોક્ટરની સલાહ લીધી તો તેમણે તેને હોેર્મોન્સનો સ્ત્રાવ ગણાવતા કહ્યું કે તે આપોઆપ દૂર થઈ જશે. સ્તન કેન્સર વિશેના એક લેખમાં ગાંઠ જેવા જામેલા ભાગને કેન્સરનું એક લક્ષણ ગણવામાં આવ્યું હતું. મને ડર લાગે છે. મારે શું કરવું જોેઈએ?
એક બહેન (સૂરત)


* હા. તમારી વાત સાચી છે. સ્તનમાં થયેલી કોઈ પણ ગાંઠની પૂરેપૂરી તપાસ કરાવી જોઈએ. તમારે  કોઈક સર્જ્યનની સલાહ લેવી જોઈએ. મેમોગ્રાફી કરાવવાથી ગાંઠ વિશેની સાચી જાણકારી મળશે.
- અનિતા

Post Comments