Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉનાળુ વસ્ત્રોને કરો શિયાળું પરિધાનમાં તબદીલ

'સસ્તી સુખડી ને સિધ્ધપુરની જાત્રા'

ઠંડીની મોસમ શરૃ થઈ ગઈ છે. એટલે માનુનીઓ તેમના ઊનાળુ વસ્ત્રોના સ્થાને હૂંફાળા કપડાંની ખરીદી કરવા લાગી છે. પરંતુ સહેજ થોભો,  શિયાળામાં પહેરવા માટેના કપડાં પાછળ ઝાઝો ખર્ચ કર્યા વિના જ તમે ટાઢમાં ગરમાવો  મેળવવા  ગ્રીષ્મ ઋતુમાં જ પોશાકનો ઉપયોગ કરી શકો તો કેવું? રખે એમ વિચારી લેતાં કે કોટનનાં કપડાં ઠંડીમાં શી રીતે ખપ લાગે? ફેશન ડિઝાઈનરો ગરમીની ઋતુમાં લીધેલાં પોશાકને શિયાળુ વસ્ત્રોમાં શી રીતે તબદીલ કરી શકાય તેની માહિતી આપતાં કહે છે...,

મહાનગરોમાં માંડ થોડાં અઠવાડિયા ઠંડીનો ચમકારો જોવા મળે છે. તેમાંય  મુંબઈ જેવા મહાનગરમાં તો થોડાં અઠવાડિયા ટાઢ ટકી રહે તોય લોકો રાજીના રેડ થઈ જાય. આવી સ્થિતિમાં એકાદ ટ્રેન્ડી જેકેટ ખરીદી લો. તમે ચાહો તો ડેનિમ જેકેટ પણ ખરીદી શકો.

તમારી ઉનાળામાં પહેરાયેલી પ્રિન્ટેડ મેક્સી, કોટનના ટી-શર્ટ અને જિન્સ પર આ જેકેટ પહેરી શકો. ખાસ કરીને સવારે અને સાંજે ઠંડી લાગે ત્યારે આ જેકેટ પહેરી શકાય. જો ટાઢ વધારે હોય તો ફોકસ લેધર કે વૂલન જેકેટ ધારણ કરો.

શિયાળામાં મોટાભાગે સવાર-સાંજ ઠંડી અને બપોરના સહેજ ગરમી થતી હોવાથી આખો દિવસ ગરમ કપડાં પહેરી રાખવાની નોબત નથી આવતી. આવી સ્થિતિમાં લેગિંગ સાથેના લોંગ ટોપ કે ટી-શર્ટ અને જિન્સ  પર કાર્ડિગન પહેરી લો. આ ડ્રેસિંગ સાથે કલરફુલ સ્કાર્ફ કે સ્ટોલ પણ સરસ લાગશે. હા, કાર્ડિગનની અંદર પહેરેલાં વસ્ત્રો ખુલતાં ન હોવા જોઈએ. જો આ કપડાં યોગ્ય ફિટિંગના  નહીં હોય તો તમે સ્થૂળકાય દેખાશો.

જેમણે ગ્રીષ્મ ઋતુમાં સરસ મઝાના સેંડલ લીધાં હોય તેને શિયાળામાં બૂટ ખરીદવાનો ખર્ચ ન કરવો હોય તો ઘૂંટણ સુધીના સોક્સ અથવા સ્ટોકિંગ્સ ખરીદીને તેના ઉપર પોતાના સેંડલ પહેરી શકે. આડા કે ઊભા પટ્ટાની ડિઝાઈનવાળા સોક્સ અથવા પ્લેન સ્ટોકિંગ્સ તમારા પગને પણ હૂંફાળા રાખશે. જો તમે સ્ટોકિંગ્સ પહેરો તો તેની સાથે ઉનાળામાં ખરીદેલી શોર્ટ્સ કે મીની સ્કર્ટ પણ પહેરી શકાય.

જો તમને ક્રોપ કે ટેંક ટોપ ગમતાં હોય તો ચેક્સવાળા અથવા લેસવાળા ટોપ ઉપર તે પહેરી શકો. ક્રોપ કે ટેંક ટોપ પહેર્યાં પછી અંદરના ટોપનું કોલર બહાર કાઢી લેવું.  તમે  ક્રોપ કે ટેંક ટોપ પહેરીને તેની ઉપર કાર્ડિગન પણ ધારણ કરી શકો. હા, કાર્ડિગન નીચે ક્રોપ કે ટેંક ટોપ પહેરો ત્યારે હાઈ-વેસ્ટ જિન્સ પહેરો. આમ કરવાથી તમારું પેટ-કટિ ખુલ્લાં નહીં રહે અને તમે ટાઢથી બચી શકશો.

જો ગ્રીષ્મ ઋતુમાં તમે ઘણાં સ્લીપ/સ્લીવલેસ ડ્રેસ ખરીદ્યાં હોય તો હવે કાળા અથવા સફેદ રંગનું પોલો નેક ટી-શર્ટ ખરીદી લો. આ ટી-શર્ટ પહેર્યાં પછી તેની ઉપર તમારા સ્લીપ/સ્લીવલેસ ડ્રેસ પહેરો. આમ કરવાથી તમને ટાઢ પણ નહીં લાગે અને તમારા ડ્રેસને નવો લુક મળશે.

ઉનાળામાં પહેરવાના વસ્ત્રો સાથે સ્ટોલ અને સ્કાર્ફ પહેરીને પણ હૂંફાળા રહી શકાય. ચંપલ કે સેંડલને બદલે સરસ  મઝાના બૂટ પહેરવાથી વિન્ટર લુક  મલશે અને પગની એડીમાં ચીરા પણ નહીં પડે.

જોકે તમે જ્યારે ઉનાળુ વસ્ત્રોને શિયાળુ પરિધાનમાં તબદીલ કરી રહ્યાં હો ત્યારે ઘેરા રંગના કપડાંને પ્રાધાન્ય આપો. હળવા રંગના વસ્ત્રો શિયાળામાં નહીં જચે. આમ છતાં લાઈટ કલરના કપડાં પહેરો તો તેના ઉપર ડાર્ક સ્ટોલ ધારણ કરો. અથવા જેકેટ ઘેરા રંગનું પહેરો.

- વૈશાલી ઠક્કર


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments