Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘર ખરીદવાથી પહેલા કરો કાનૂની દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ

પોતાની માલિકીનું  ઘર ઘરીદવા આપણે આપણી આખી જિંદગીની કમાણી નાખી દેવી પડે છે.  માથે છાપરું ખરીદવા સંખ્યાબંધ ફ્લેટો  જોવાથી લઈને પૈસાનુું વ્યવસ્થાપન, ગૃહ સજાવટ ઈત્યાદિ કેટકેટલી બાબતો ધ્યાનમાં લેવી પડે છે.

પરંતુ ઘર ખરીદવાથી પહેલા ચોક્કસ દસ્તાવેજોની તપાસ કરી લેવી સૌથી વધુ જરૃરી છે. કાનૂની નિષ્ણાતો આને માટેની સલાહ આપતાં કહે છે કે  ઘર ખરીદ્યા પછી  કોઈ મુશ્કેલી ઊભી ન થાય એટલે કેટલાંક દસ્તાવેજો અચૂક તપાસો. જેમ કે.....

તમે  જેની પાસેથી ઘર ખરીદી રહ્યા હો તો તેની પાસે તેના સઘળાં મૂળ દસ્તાવેજો માગો. ઝેરોક્સ કોપી  જોઈને  ઘર ખરીદવાની ભૂલ ન કરો.  આ દસ્તાવેજોમાં  સેલ ડીડની સમગ્ર શ્રેણી, બિલ્ડિંગનું અપ્રૂવલ  પ્લાન, ટાઈટલ ડીડ, સંપત્તિનો  નંબર, પંચાયત સર્વે સ્કેચ, હાઉસ ટેક્સની છેલ્લી રસીદો, લેંડ યુઝ સર્ટિફિકેટ ઈત્યાદિનો સમાવેશ થાય છે.

આ સિવાય પઝેશન પેપર્સ પણ તપાસી લો. કોઈપણ પ્રોપર્ટીના કાનૂની પાસાં તપાસવાં માટેની આ સૌથી મહત્ત્વની  પધ્ધતિ  છે. ધારો કે તમારા  બિલ્ડરે તમને જે ફ્લેટ બતાવ્યો  હોય તેનો કબજો લેતી વખતે તમાં કોઈ ફેરફાર નજરે ચડે તો તમે તે ફ્લેટ ખરીદવાની ના પાડી શકો છો. આને માટે તમે ગ્રાહક અદાલતના દ્વાર પણ  ખટખટાવી શકો  છો.

તમે  જે પ્રોપર્ટી  ખરીદો છો તે  કોઈને  સરકારી પ્રાધિકરણ હેઠળ  આવતી હોય છે. તમે આ પ્રાધિકરણની  કચેરીમાં જઈને  જે તે પ્રોપર્ટીની  ઓનરશીપની  તપાસ કરી શકો છો. સાથે સાથે એ પણ જાણી લો કે વેચાણકર્તા પાસે   પાવર ઓફ એટર્ની છે કે રજિસ્ટર્ડ સેલ ડીડ. રજિસ્ટર્ડ સેલ ડીડ ધરાવતી વ્યક્તિને જે તે મિલકત વેંચવાનો અધિકાર હોય છે. જ્યારે  પાવર ઓફ એટર્ની ધરાવતી વ્યક્તિના હકો મર્યાદિત હોય છે.

પ્રોપર્ટી  ખરીદતી વખતે તમારી  સાથે  છેતરપીંડી ન થાય તેની ખાસ કાળજી રાખો. ઘણી વખત ઘણાં લેભાગુઓ એક જ મિલકત એક કરતાં વધુ લોકોને વેંચવા નકલી દસ્તાવેજો તૈયાર  કરે છે. આ સ્થિતિથી બચવા ખરીદદારે પોતાને આપવામાં આવેલા પ્રત્યેક દસ્તાવેજોની ઝીણવટભરી  તપાસ કરી લેવી જોઈએ. બધા જ પેપર્સ   પર સબરજિસ્ટ્રારે  અસલી મોહર મારી છે કે નહીં તે ખાસ તપાસી લેવું.

તમે જે મિલકત ખરીદી રહ્યા હો તે કોઈ કાનૂની વિવાદમાં  સંડોવાયેલી ન હોય તેનું પણ ખાસ ધ્યાન રાખો. તમને  પસંદ પડેલું  ઘર  ગિરવે  મૂકેલું હોય કે તેને  કોઈ કાનૂની નોટિસ આપવામાં આવી હોય તેનો નિવેડો આવવાનો બાકી હોય તોય તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. બહેતર છે કે સબરજિસ્ટ્રારની  કચેરીમાં જઈને તેની  તપાસ કરી લો. જો તમે પોતે આ કામ ન કરી શકો તો કોઈ ધારાશાસ્ત્રી દ્વારા આ તપાસ કરાવો.

તમે જે  ફ્લેટ ખરીદી રહ્યાં  છો તે વેંચાણકારના નામે જ છે તેની તપાસ કરવા તેના દસ્તાવેજોના  બુક નંબર, વોલ્યૂમ નંબર, રજિસ્ટ્રેશન નંબર, પેજ નંબર, સંપત્તિ પર લીધેલી લોેન ઈત્યાદિ સારી  રીતે ચકાસી લીધા પછી જ ઘર ખરીદો.

- ઋજુતા
 

Post Comments