Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેમલગ્નની તરફેણમાં થોડી દલીલો

યુવાનો  આજે સ્નેહલગ્ન કે માતા-પિતા  દ્વારા કરાતાં  લગ્નની ચર્ચામાં ખૂબ ઉત્સાહ દાખવતા હોય છે. જો કે હજુયે ઘણાં  યુવાનો એવું માનતા  હોય છે કે લગ્નનો પ્રશ્ન વડીલોના  ડહાપણ અને અનુભવ  પર જ નિર્ભર રાખવા  વધુ સારું છે અને સ્નેહલલગ્ન વિષે ઘણી  જ ચર્ચાને  અવકાશ  રહેતો હોય છે.

પરંતુ વડીલો દ્વારા થતા લગ્નોમાં પણ અનેક ગેરલાભનો ભય રહે છે. આવા લગ્નોમાં  મોટા ભાગે  બંને કુટુંબોના  સામાજિક, આર્થિક અને વ્યવહારિક હિતોને જ લક્ષ્માં  રાખવામાં આવતું હોય છે. સામાન્ય રીતે વડીલો દ્વારા ગોઠવાતાં લગ્નોમાં લગ્નગ્રંથિથી જોડના વ્યક્તિઓના સુખ અને સંગનો વિચાર ગૌણસ્થાને રહેતો  હોય છે, અને તેમાંય કન્યાને તો યુવાન    જેટલો અધિકાર પણ હોતો  નથી. આવા લગ્નોમાં મોટે ભાગે યુવક અને એથીય વધારે યુવકની માતા જ વ્યવહારમાં આધિપત્ય ધરાવતી હોય છે જે ઘણે ભાગે દુ:ખદ પરિણામ લાવે  છે.

વડીલો  કે સગાં સંબંધીઓ દ્વારા ગોઠવાતાં લગ્નનું એક બીજું દૂષણ છે. દહેજ.  કાયદેસર ીતે દહેજ પ્રથા  નાબૂદ કરવામાં આવી છે અને હવે એનું અસ્તિત્ત્વ નથી પણ વાસ્તવિકતામાં  તે એવી ને એવી જ જળવાયેલી હોય છે અને માતા-પિતા પોતાની કન્યા ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓનું દાન કર્યા સિવાય કન્યાના લગ્ન કરવા માટે લાચાર બને છે.  અને આ વસ્તુઓમાં રેડિયો અને રેફ્રિજરેટરથી માંડીને  ટી.વી. અને મોટરકારો સુધીનો સમાવેશ થતો  હોય છે.

આ પ્રથા સામે  જો કે ઊહાપોહ થયો  છે અને કેટલેક  અંશે  એનો વિરોધ પણ થયો  છે. પરંતુ છતાં  આ પ્રથા નિર્મૂળ બની નથી. કાયદા ગમે તેટલા કડક બનાવ્યા છતાં  ભણેલા ગણેલા અને વિદેશમાં સ્થાયી થયેલા મૂરતિયા પણ દહેજ તો માગે જ છે.

સ્નેહ લગ્નોમાં એકબીજાના સુખ, સાથ, બંને વ્યક્તિ પ્રતિ માન,  આદર અને વફાદારીને અવકાશ રહે છે. કૌટુંબિક જીવનમાં પણ સાર્વભૌમત્વની જગ્યાએ લોકશાહીનું  વાતાવરણ રહે છે. કન્યાને તેની પોતાની શક્તિઓ વિકસાવવાની તક મળે છે અને કેટલીકવાર તો તેને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. બાળકો  સહિત કુટુંબની પ્રત્યેક વ્યક્તિના હક્કને માન્ય રાખવામાં આવે છે.

મને લાગે છે કે ત્યાં સુધી  તો સ્નેહલગ્ન વિરુધ્ધમાં માત્ર એક જ દલીલ કરવામાં આવે  છે કે યુવતીઓ (અને યુવાનો પણ)   લગ્ન પ્રતિ અવાસ્તવિક મંતવ્યો ધરાવતા હોય છે. લગ્ન એ જીવનનો  એવો રાહ છે જેમાં સૌ પ્રથમ પીઢ સમજણની આવશ્યક્તા રહે  છે.

લગ્ન સંબંધ બાળવયનો  કે અણસમજણભર્યા યુવાનો માટે ન હોવો જોઈએ. લગ્નજીવનમાં   સહકાર અને બાંધછોડની અનિવાર્યતા  રહે છે. કોઈપણ અન્ય વસ્તુ કરતાં યોગ્ય જીવનસાથી  પસંદગીની વ્યક્તિના પોતાના જીવનમાં પણ ઘણી મોટી અસર   કરનાર બને છે.

લગ્ન  દ્વારા અનેક પ્રકારની જવાબદારીઓ પણ આવતી હોય છે. એમાં બાંધછોડ તો કરવી જ પડે અને શારીરિક તથા ભાવનાગત શક્તિ પણ એક સારા માતા-પિતા બનવા માટે જરૃરી હોય  છે. બાળકોના ઉછેર અને વિકાસ તથા સોસાયટીમાં પુખ્તવયની  વ્યક્તિઓના સંબંધો પર સામાજિક  વિકાસનો આધાર રહે છે. સુખી અને સલામત કૌટુંબિક જીવનના ભાગીદારો  કામમાં અને જીવનમાં સફળતાથી કામ કરવા માટે તત્પર રહે છે. વ્યક્તિગત સમસ્યાઓ અને જીવનમાંની  કટોકટીનો ઉકેલ કરવાની શક્તિ વ્યક્તિગત જીવન બહારની એવી જસમસ્યાઓને  ઉકેલવામાં પણ સહાયરૃપ બનતી હોય છે.

આજે હવે સ્ત્રીનું સ્થાન એકમાત્ર રસોડું રહ્યું નથી. આજે પુરૃષ માત્ર બાળકો અને કુશળ ગૃહ સંચાલન કરવા માટે જ લગ્ન કરતો નથી. તેઓ બંને એકબીજાને સાથીદાર ભાગીદાર બનાવવા ઈચ્છે છે. બંને એકબીજાનો સાથ, મિત્રતા પ્રેમની પણ અપેક્ષા રાખે છે. આ સર્વ અપેક્ષાઓ ગોઠવતાં લગ્નમાં નથી સિદ્ધ થતી. એમ તો ન જ કહેવાય, પરંતુ એ માટે સારો એવા સમયનો ગાળો કાઢવો પડે છે અને વ્યક્તિગત બાંધછોડની માત્રાનું પ્રમાણ તેમાં વધારે રહે છે.

મોટે ભાગે તો ગોઠવાતાં લગ્નમાં લગ્ન દ્વારા જોડાતી વ્યક્તિઓ એક-બીજાથી તદ્દન અપરિચિત જ હોય છે. બહુ તો તેઓ બે-ત્રણવાર એકબીજાને મળ્યા હોય છે અને ઘણાં રૃઢિચુસ્ત કુટુંબીમાં તો આવા પ્રકારના મિલન પ્રત્યે નાપસંદગીની નજરે જ જોવાતું હોય છે.

કન્યા કે જેને પુરુષ વિશે કંઈ જ ખ્યાલ નથી હોતો, જે દુનિયાથી અનભિજ્ઞા હોય છે તેને એકદમ આંતરિક સંબંધોથી જોડાવાનું આવે છે. અજાણી ભોમકામાં અજાણા પુરૃષ સાથે જીવતર જોડવું એ સ્ત્રીના જીવનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે.

આધુનિક નારીને ગૃહકાર્ય અને બાલસંગોપનનું કાર્ય સર્વાંશે તૃપ્તિ આપી શકતું નથી. તે કંઈક અસંતોષ અનુભવતી હોય છે કેમકે તે કંઈ ખાસ કાર્ય કરવાની તાલીમ પામેલી હોય છે જે તે લગ્નજીવન બાદ કરી શકતી નથી. અથવા તે એમ કહી શકાય કે એક વ્યક્તિ તરીકે, તેને લાગે છે કે તેનો વિકાસ રુંધાઈ જાય છે.

તે બહાર જઈને કંઈક શીખવું, પોતાની શક્તિનો ઉપયોગ કરવો, નોકરી દ્વારા જીવનનો કંઈક અનુભવ લેવા ઈચ્છે છે. જો ગોઠવાયેલાં લગ્ન હોય તો કેટલીકવાર પતિ પોતાના માતા-પિતા દ્વારા પસંદ કરવામાં આવેલી કન્યા પ્રતિ ભારે વિરોધ પ્રગટ કરે છે.

આવા લગ્નોમાં બંને વચ્ચે કૃત્રિમ સંબંધ કેળવાયેલો હોય છે કે જાળવવામાં આવે છે અને એમાંય સ્ત્રીને હંમેશા ઊતરતી કક્ષાની જ માનવામાં આવે છે. સ્ત્રીઓ પણ ગૃહકાર્ય અને બાળકોમાં એટલી તો ગૂંથાયેલી અને વ્યસ્ત રહે છે કે પુરુષોને નોકરી ધંધામાં અને પોતાના જ કાર્યમાં મશગુલ રહેવા સિવાય બીજો ઉપાય જ રહેતો નથી.

- નીપા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 Post Comments