Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસ્ત્રો પરના ડાઘ કઈ રીતે દૂર કરશો?

બહેનો વસ્ત્રોની અને સાડીઓની ગમે તેટલી કાળજી લે છતાં ક્યારેક તો ડાઘા પડે જ છે. ખાસ કરીને જમતી વખતે, રસોઈ બનાવતી વખતે, બહાર લગ્ન  સમારંભમાં કે બીજા કોઈ પ્રસંગે કોઈ નાનકડી અથડામણને કારણે પણ વસ્ત્રો બગડે છે, જમણવારમાં ગયા હોઈએ અને તેલવાળું શાક, ચા-કોફી કે દાળ ઢોળાય તો કપડાં પર તેના ડાઘ પડી જાય છે.

ઘણીવાર રસ્તા પર ડામર છાંટવામાં આવતો હોય તેના ઝીણા છાંટા સાડી પર ઊડે છે. આવા જુદાં-જુદાં જાતના ડાઘા વસ્ત્રો પરથી કેમ દૂર  કરવા તે પણ બહેનોએ જાણી લેવું જોઈએ.

એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ ડાઘ લાગે કે, તરત જ તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેની ધારી અસર જલ્દી થાય છે. પરંતુ ડાઘ જેમ જૂનો બને તેમ તે કાઢવા વધુ મુશ્કેલી પડે છે. ડાઘ કાઢવા માટે વાપરેલી રીતે જે વસ્ત્રોને ડાઘ લાગ્યો હોય તેને અનુરૃપ હોવી જોઈએ.

બજારમાં જુદી-જુદી જાતના 'સ્ટેઈન રિમુવર' (ડાઘ કાઢવાના દ્રાવણ) શીશીમાં વેચાતા મળે છે. પરંતુ આ બધાં દ્રાવણ વિશે પૂરતી માહિતી ન  હોય તો ડાઘ નીકળવાને બદલે ડાઘ વધુ ઘેરા બને છે. અથવા ડાઘા વધી જાય છે.

ઘરે લાવ્યા પછી પણ ડાઘ  કાઢવાના દ્રાવણને બીજા નકામા વસ્ત્રો પર ચકાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી વસ્ત્રની ઉધી બાજુએથી ડાઘ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કાપડની સપાટી ખરબચડી ન થઈ જાય. ડાઘ કાઢતી વખતે પણ આસપાસના વિસ્તારમાં ડાઘ પ્રસરે નહિં તે રીતે દ્રાવણ લગાવવું જોઈએ.

ડાઘ કાઢવા માટે ચોક પાવડર, ટેલ્કમ પાવડર, ડીટરજન્ટ, ડિનેચર્ડ, આલ્કોહોલ, કાર્બન ટેટ્રાક્લોરાઈડ, ટર્પેન્ટાઈન, કેરોસીન, વિનેગર અથવા એસેટીક એસિડ, એમોનિયા, હાઈડ્રોજન પેરોક્સાઈડ અને ક્લોરીન જેવા પદાર્થ વાપરી શકાય. બ્લિચીંગ પાવડરનો ઉપયોગ તરીકે જ કરવો જોઈએ. કારણ કે તે વાપરવાથી કપડાનું પોતે જર્જરિત થઈ જવાનો ભય રહે છે.

અમુક દ્રાવણ વાપરતી વખતે ડાઘાની આસપાસ ગોળ કુંડાળા પડી જાય છે. આવું ન થાય માટે એમમ્બોર્બન્ટ પાવડરને ડાઘાની આસપાસ પાથરીને પછી જ દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ. ડાઘને હળવો બનાવવા તેની મધ્યમાં પહેલા કેરોસીન લગાવવું જોઈએ.

જો વસ્ત્રને લોહીનો ડાઘ લાગ્યો હોય તો ડાઘાવાળા ભાગને ઠંડા પાણીમાં લાંબો સમય બોળી રાખવો જોઈએ. ત્યારબાદ ડાઘને કાઢવા કપડાને ગરમ પાણીમાં બોળીને એમોનિયા અથવા હાઈડ્રોજન પેરેક્સાઈડ વાપરવું જોઈએ. જે લોહીનો ડાઘ ઘણાં લાબાં સમય પહેલાં લાગ્યો હોય તો તે નીકળતો નથી.

તેલના ડાઘ કાઢવા માટે ચોકનો પાવડર અથવા ટેલ્કમ પાવડર વાપરી શકાય. જો ડાઘ તાજો હોય તો આ પાવડર લગાવીને થોડો સમય રાખી મૂક્યા પછી તેને ઘસીને ખંખેરી નાંખવો જોઈએ. આવશ્યક હોય તો આ રીતનો બે-ત્રણ વાર ઉપયોગ કરવો જોઈએ અને ત્યારબાદ વસ્ત્ર સાબુથી ધોઈ નાંખવું જોઈએ.

કેટલાક તોફાની લોકો થિયેટરમાં, બસમાં અને ટ્રેનોમાં બેસવાની જગ્યાએ ચૂઈગગમ લગાવે છે. આવા સ્થળ પર બેસનાર વ્યક્તિના કપડાંને ચૂઈગગમ ચોંટી જાય છે.

ચૂઈગગમ લાગ્યા પછી જલ્દી નીકળતી નથી. માટે પહેલાં તેને બરફ લગાડીને ઠંડા પાણીમાં ભીંજવવાથી ચૂઈગગમ કડક બની જાય છે. પછી આ કડક બનેલા ભાગ પર હળવે હાથે છરી ઘસવાથી મોટાભાગનો ચૂઈગગમનો ભાગ નીકળી જાય છે. બાકી રહેલો ડાઘ કાઢવા કાર્બન ટેટ્રાક્લોરાઈડ વાપરી શકાય છે.

ચા, કોકો અથવા કૉફીનો ડાઘ લાગે કે તરત જ કાઢી નાંખવા પ્રયત્ન કરવો જોઈએ. ડાઘ લાગેલા ભાગ પર એક બાજું કપડું ભીનું કરીને હળવા હાથે ડાઘા કાઢવા પ્રયત્ન કરવો. ટર્પેન્ટાઈન, કાર્બન ટેટ્રાટક્લોરાઈડના દ્રાવણથી ડાઘ કાઢીને પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાંખવો જોઈએ.  જો ડાઘ થોડો જૂનો હોય તો તેના પર બોરાક્સ લગાવી પછીથી વસ્ત્રને ગરમ પાણીથી ધોઈ નાંખવું જોઈએ.

કોસ્મેટિક્સના ડાઘા લાગ્યા હોય ત્યારે વસ્ત્રને જાડા બ્લોટીંગ કાગળ પર પાથરીને ઉપર જણાવેલા દ્રાવણ વડે તેને કાઢી નાંખવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાંક ડાઘ કેરોસીનથી પણ દૂર થઈ શકે છે. નેઈલ પોલીશના ડાઘ લાગ્યા હોય તો  નેઈલ પોલીશ રિમુવરથી તે દૂર કરી શકાય છે. પરંતુ વસ્ત્ર પર અવળી અસર થતી નથી તે જોઈ લેવું જોઈએ.

ચા-કૉફી કે બીજા ફળોના રસના ડાઘ લાગ્યા હોય અને તે કાઢ્યા  વગર કપડાં ધોઈ નાખવામાં આવે તો એ ડાઘ કાયમી રીતે જળવાઈ રહે છે. જો વસ્ત્ર બહુ મુલાયમ હોય તો ડાઘની ઉપર ત્રણ ફૂટની ઊંચાઈએથી ગરમ પાણી રેડવું જોઈએ. પાણીનાં વેગથી ડાઘ નીકળી જાય છે.

અથવા ડાઘ નરમ પડી જાય છે. ઘરમાં રંગકામ ચાલતું હોય ત્યારે ઓઈલ પેઈન્ટ અને એનેમલના ડાઘ કપડાં પર લાગે છે. કાર્બન ટેટ્રાક્લોરાઈડમાં બોળેલા કપડાંના નાના ટુકડાથી હળવે હાથે આ ડાઘ કાઢવા પ્રયત્ન કરવો જોઈએ.

- જયના
 

Post Comments