Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શી રીતે સાફ કરશો પાળતૂ શ્વાનની ખરતી રૃંવાટી

જેમના ઘરમાં પાળતૂ શ્વાન હશે તેમણે તેમના આખા ઘરમાં તેના ઝીણા ઝીણા વાળ ફેલાયેલા જોયા હશે. પરંતુ એ હકીકત સ્વીકારવી જ રહી કે આપણને આપણો શ્વાન જેટલો વહાલો લાગે એટલા એના રખડતા વાળ વહાલા ન લાગે. તમારા ઘરમાં સર્વત્ર તેના ળા ફેલાયેલા ન રહે એટલા માટે કેટલીક બાબતોની કાળજી રાખવી જરૃરી છે. જેમ કે...

* ઘરના જે ભાગમાં શ્વાન સૌથી વધુ જતો હોય ત્યાં ચાદર કે રુસ પાથરી દો.  આનો સીધો અર્થ એ થયો કે તમારા પાળતૂ શ્વાનના ઝીણા ઝીણા વાળ ફરસ કે ફર્નિચરને બદલે ચાદર તેમ જ રુસ પર પડશે અને તેને સાફ કરવાનું આસાન બની જશે.

* ઘરની ફરસ અને રાચરચીલું એવું બનાવો જેના ઉપર વાળ ચોંટે નહીં. જેમ કે ટાઈલ્સની ફરસ, હાર્ડવૂડનું રાચરચીલું તેમ જ લેધર કે જાડા સુતરાઉ કાપડના સોફા કવર.

* ઘરમાં લિન્ટ પિક-અપ રોલર વસાવો. આ સુંવાળા રોલરને ફર્નિચર પર ફેરવવાથી તેના પર પડેલા વાળ રોલરમાં ચોંટી જશે. આ સિવાય રબરના ગ્લવ્ઝને પાણી વડે ભીનાં કરીને તેના વડે જ્યાં જ્યાં શ્વાનના વાળ પડયાં હોય ત્યાં હાથ ફેરવો. આ વાળ તરત જ ગ્લવ્ઝ પર ચોંટી જશે.

* તમે ઘરમાંથી વાનના વાળ સાફ કરવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરતાં હો તો તેની બેગ અવારનવાર બદલો. એક વખત તે બેગ ભરાઈ જશે તો તેમાં વધુ વાળ નહીં ખેંચી શકાય. તેવી જ રીતે તમારા વેક્યુમ ક્લીનરના બ્રશ પણ સાફ રાખો.

* તમારા પાળતૂ શ્વાનને નિયમિત રીતે સ્નાન કરાવો. આમ કરવાથી તેની ત્વચાના મૂળમાંથી નીકળી ગયેલા,  આમ છતાં તેના અંગ પરથી ન ખરેલા વાળ નીકળી જશે.

- દિજીતા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments