Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘર-પરિવારથી અળગો રહેતો પતિ

પત્નીને તરછોડી પતિ બહાર ફરતો રહે ત્યારે વાંક કોનો?

મોજમસ્તી કરવાનો માનવીનો સ્વભાવ છે. ક્યાં સુધી ગૂમસૂમ બેસી રહે. તેમાંય પુરુષો તો ખાસ જ્યારે પુરુષ સમયસર ઘેર આવે નહીં તો સ્ત્રીઓ હંમેશા એજ કહેતી હોય છે કે, ''આવી ગયા રંગરેલિયાં માનવીને?'' ભલેને તેમનો પતિ કોઈ મહત્ત્વની મિટિંગમાંથી કેમ આવ્યો ના હોય?

હવે પ્રશ્ન એ છે કે માત્ર પુરુષો જ કેમ લહેર કે મોજમસ્તી કરે છે. લહેર સ્ત્રીઓનો માનીતો શબ્દ લાગે છે તે પણ પત્નીઓ તેમના પતિ માટે જ વાપરે છે કોઈ મા તેનાં દીકરા માટે કે કોઈ બહેન તેનાં ભાઈ માટે આ શબ્દ બોલતી નથી, પરંતુ પત્નીઓ જ તેમના પતિ માટે વિશેષ આ શબ્દ વાપરતી હોય છે.

એવા જ એક પતિ રાજેશનું માનવું છે કે આ શબ્દ આખા દિવસની રાહ જોયા પછી જ જન્મતી કુંઠાનું પરિણામ છે ૫-૬ વાગે એટલે પત્નીની નજર બારણા પર જ હોય છે, પરંતુ ધીરે ધીરે તેને આ રાહ જોવાનું નિરર્થક લાગવા માંડે છે. શરૃઆતની ચિંતા પછી ગુસ્સાનું રૃપ લઈ લે છે. અને એ જાણતી હોવા છતાં કે તેનો પતિ કોઈ અગત્યના કામ માટે રોકાયો હશે તો પણ બિચારો જેવો ઘરમાં પગ મૂકે કે તરત ''હવે સમય મળ્યો લહેરિયા કરીને ઘેર આવવાનો?'' એમ જ કહેશે.

એ વાત પણ એટલી જ સાચી છે કે ઓવરટાઈમ અથવા જરૃરી કામનું બહાનું કાઢીને બહાર ફરતાં પુરુષો પત્ની અને બાળકો તરફ પૂરતું ધ્યાન આપતા નથી. છેવટે પુરુષ ઘરની જવાબદારીઓથી કેમ ભાગે છે?
બાળપણથી તે યુવાવસ્થા સુધી પુરુષ કોઈ પણ જાતની જવાબદારી વગર એકદમ બંધનમુક્ત જીવન જીવે છે.

આથી જ લગ્ન પછી પણ તે કોઈ બંધનમાં પડવા માગતાં નથી પરંતુ પોતે જ ઘેર આવવા - જવાનો કોઈ ચોક્કસ સમય બાંધવા માગતો હોતો નથી અને એટલે તો આજે થોડોક મોડો તો આવતી કાલે એથી પણ મોડો એ આવે છે. રવિની પત્ની તેનું સ્વાગત માત્ર ફરિયાદથી જ કરે છે. એ જેવો ઘરમાં પગ મૂકે એવા જ એ સવાલ પૂછવાના શરૃ કરી દે છે.

જ્યારે એ પથારીમાં પડે અને ઊંઘી જાય ત્યારે જ આ સવાલનો અંત આવે છે. ગેસ બુક કરાવવાનો છે, ટેલિવિઝન ઠીક કરાવવાનું છે, બે દિવસથી ટેલિફોન ડેડ છે, તમે ઘરમાં તો કશું ધ્યાન આપતા જ નથી વગેરે ફરિયાદો ચાલુ થઈ જાય છે. મીના તેના પતિનું સ્વાગત પાણી કે ચાથી કરવાના બદલે ધડાધડ અનેક સવાલો શરૃ કરીને જ કરે.

પતિ જ્યારે ખિજાઈને પાણી માગે નહીં ત્યાં સુધી અટકે જ નહીં. ચા બનાવતાં બનાવતાં તો તે આખા દિવસમાં બનેલી તમામ વાતો કહી દેશે. બાળકોએ તેને કેટલી હેરાન કરી સવારથી સાંજ સુધી કામ કરીને થાકી ગઈ હોવાનું કહીને સાંજે ક્યાંય બહાર જમવા લઈ જવા પણ કહેશે કંઈ ના હોય તો બજારથી લાવવાની વસ્તુનું લિસ્ટ અને થેલો આપીને કહેશે, ''આટલી વસ્તુઓ જરા લઈ આવોને'' એમાંની અડધી ચીજવસ્તુઓ તો બિનજરૃરી હોય છે. એટલે જ એ હવે જ્યારે દુકાનો બંધ થઈ જાય ત્યારે જ ઘેર પાછો ફરે છે. રસોઈ પણ તૈયાર થઈ ગઈ હોય છે. બધાં જમીને સૂઈ જાય અરે, પત્નીને પણ ઊંઘ આવતી હોય ત્યારે જાય આથી એ ઝાઝી કચકચ જ ન કરે.

રોજની આ એકધારી કચકચથી કંટાળીને જ  તેનાથી છૂટકારો મેળવવા પુરુષો થોડો સમય પોતાની રીતે જ પસાર કરવા માગતા હોય છે. જો કે કેટલાકનો સ્વભાવ જ રખડું હોય છે એમને ઘેર જવાનું જાણે ગમતું જ નથી હોતું. મિત્રો સાથે હરવાફરવા અને મસ્તી કરવાનું જ વધુ પસંદ કરતા હોય છે.

રાજુ અને નિતેશ ૬ થી ૯ના શોમાં પિકચર જોવાનું વિચારતા હતા, પરંતુ ટિકિટ ના મળી એટલે નિતેશે ઘેર જવાનું પસંદ કર્યું તો રાજુ કહે, અરે ભાઈ, આવી ભૂલ હું તો ક્યારેય નહીં કરું. વહેલા જઈએ તો બીજા દિવસે તરત શ્રીમતીજી પૂછશે. ''આજે કેમ મોડું થયું?'' એટલે એવી ટેવ જ નહીં પાડવાની ને. ઘણાને દારૃ પીવાનું, સિગારેટ, તમાકુ વગેરેનું વ્યસન હોય, એના સિવાય ચાલે જ નહીં આવા પુરુષોને ઘેર જતાં કચકચ શરૃ થઈ જાય એ સ્વાભાવિક છે.

ઘરની બહાર વધારે સમય રહેવા ટેવાયેલા પુરુષોને સમય પસાર કરવા કોઈક મિત્ર તો જોઈએ ને? એમાંય એ પુરુષ કરતાં સ્ત્રીને જ વધારે પસંદ કરશે. જો કે મહિલાઓને પોતાની તરફ આકર્ષવાની આવડત બહુ થોડા પુરુષોમાં જ હોય છે, ભ્રમર વૃત્તિના કારણે તેઓ આ સંબંધ લાંબો સમય ટકાવી શકતા નથી અને થોડા દિવસોમાં જ એ આવી મિત્રતાથી ધરાઈ જાય છે.

એક સર્વેક્ષણ પ્રમાણે ઘરની જવાબદારીઓથી ભાગતા ફરતા પુરુષોમાં ૯૫ ટકા પુરુષો તેમના મિત્રમંડળમાં જ મોજમસ્તી કરતા હોય છે. સ્ત્રીઓ સાથે સમય પસાર કરી મોજમસ્તી કરનારા પુરુષો ૫ ટકાથી પણ ઓછા હોય છે. આવા કેટલાક મિત્રો સાથે પત્તા રમતાં હોય તો કોઈ ફિલ્મ જોઈ સમય પસાર કરતા હોય છે. જો કોઈની પત્ની પિયર ગઈ હોય તો ઘેર વીડિયો પર પત્ની અને બાળકોની હાજરીમાં જોઈ ન શકાતી હોય એવી ફિલ્મ જોવાનું પસંદ કરેછે.

સ્ત્રી મિત્રો
મળવાનું તેની સગવડ મુજબ નક્કી કરવું પડે.
તેના અને પોતાના ઘર બહાર જ મળી શકાય છે. હોટલ વગેરેનો ખર્ચ પુરુષે જ ભોગવવો પડે છે.
પકડાઈ જવાનો ડર સતત રહે છે.
શહેરથી દૂર કોઈ જોઈ જાય નહીં એવી જગ્યાએ જવા આવવા માટે ખર્ચ પણ પુરુષે જ કરવો પડતો હોય છે.

વાર-તહેવારે ભેટસોગાદ પણ આપવી પડે.
સંબંધ જાહેર થઈ જતાં બંનેનાં લગ્ન જીવન જોખમાય છે. ક્યારેક મારામારી પણ થઈ જાય છે.
શારીરિક ભૂખ સંતોષાતાં જ અણગમો ઊભો થવાં માંડે છે અથવા બંને ગુના ભાવનાથી પીડાવા લાગે છે.

પુરુષ મિત્રો
ગમે તે સમયે એકબીજાને ઘેર જઈ શકાય છે. ઘર બહાર જવું હોય તો પણ ખર્ચ સરખે ભાગે વહેંચાઈ જાય છે.

મિત્રતાનો કોઈ જાતનો ડર નથી હોતો.
કોઈ પણ જાહેર જગ્યાએ બેસીનેય નિ :સંકોચ ગપ્પાં મારી શકાય છે. વાર-તહેવારે ભેટ સોગાદ આપવાની જરૃર પડતી નથી. કોઈ કોઈ વાર સામસામી દલીલ કે ઉગ્ર ચર્ચા થાય છે, પરંતુ પરસ્પર સંબંધમાં ખાસ ઓટ આવતી નથી.ઘરની તંગદિલીથી મુક્ત થઈને મગજ પરનો બોજ હળવો કરી શકાય છે.

- જયના

Post Comments