Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની-આયુર્વેદની દ્રષ્ટિએ ''એક્ઝિમા''

આજનાં લેખમાં એક ત્વચાગત રોગ વિશે ચર્ચા કરીશું, જે રોગને સામાન્ય ભાષામાં આપણે ''એક્ઝિમા'' તરીકે ઓળખીએ છીએ. મોર્ડન સાયન્સમાં આ રોગને 'ડર્મેટાઇટિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આયુર્વેદમાં જે ૧૮ પ્રકારનાં કુષ્ઠરોગોનું વર્ણન કરવામાં આવેલું છે, તેમાં 'વિચર્ચિકા' કે 'એક કુષ્ઠ' જેવાં લક્ષણો 'એક્ઝિમા'માં જોવા મળતા હોય છે. એટલે કે, જે ભાગ પર આ રોગ થયેલ હોય તે ત્વચાના ભાગની ત્વચા લાલાશયુક્ત, ઉભારયુક્ત તથા નાની-નાની ફોડલીઓવાળી થઇ જાય છે અને જેમ જેમ આ રોગ જૂનો થતો જાય છે તેમ તેમ જે-તે સ્થાનની ત્વચા ખરબચડી અને રુક્ષ થઇ જાય છે. આ રોગમાં પણ ત્વચા માછલીની ચામડીનાં ભીંગડા જેવી ખરબચડી અને રુક્ષ થઇ જાય છે. જેથી આયુર્વેદનાં આ રોગ સાથે એક્ઝિમાનાં લક્ષણો મળતા આવે છે, તેમ કહી શકાય.

આયુર્વેદ મુજબ વાત-પિત્ત-કફ એટલે કે, ત્રણેય દોષોને પ્રકુપિત કરે તેવાં આહાર-વિહાર, દિનચર્યા અને વિશેષ કરીને પિત્ત અને કફપ્રકોપ કારણોથી આ રોગ ઉત્પન્ન થાય છે.

હવે, આ રોગ ઉત્પન્ન થવાનાં કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો તેમાં,

(૧) વિરુધ્ધ ખોરાકનું સેવન આ રોગ થવા માટેનું કારણ માનવામાં આવેલું છે. જેમ કે, દૂધ સાથે ગોળનું સેવન કે દૂધ સાથે ખાટા પદાર્થોનું સેવન, ફ્રુડ સલાડ વગેરેનાં કારણે આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

(૨) રાત્રિનાં દહીંનું સેવન પણ આ રોગની ઉત્પતિનું એક કારણ છે.

(૩) મળ-મૂત્ર વગેરે જેવા અધારણીય વેગોને લાંબા સમય સુધી ધારણ કરી શકાય.

(૪) ફૂડ પેકેટ, નુડલ્સ, કેક, બિસ્કિટ, બ્રેડ, જંકફૂડ, કોલ્ડડ્રીંક, ચાઇનીઝ, વગેરેનું સતત સેવન.

(૫) ભોજન બાદ તુરંત તડકામાં જવાથી કે વ્યાયામ કરવાથી પણ આ રોગ થઇ શકે છે.

(૬) ગર્ભાવસ્થામાં માતા જો અત્યંત તીખા અને મસાલાવાળા ખોરાકનું સેવન કરે તો, તેનાં બાળકમાં આ રોગ આવવાની શક્યતા રહે છે.

(૭) ઘણીવાર સાબુ અથવા એસિડ કે ક્ષારનો ત્વચા સાથે સંપર્ક થવાથી પણ એક્ઝિમા થઇ શકે છે.

(૮) સૌંદર્ય પ્રસાધનો, પરફ્યુમ, આર્ટિફીશયલ જ્વેલરી વગેરે પણ આ રોગને ઉત્પન્ન કરાવવામાં ભાગ ભજવી શકે છે.

આ રોગનાં લક્ષણો વિશે વાત કરીએ તો આગળ જણાવ્યું તેમ, પ્રભાવિત ભાગની ત્વચા લાલાશયુક્ત, ખરબચડી અને સૂજનયુક્ત તથા રુક્ષ લાગવા લાગે છે. ઘણીવાર તેમાંથી સ્ત્રાવ પણ થાય છે, અને આસ-પાસ નાની-નાની મોટી ફોડલીઓ ઉત્પન્ન થાય છે, જે મોટી થતી જાય છે. અંતે પછી ફૂટીને પાણી જેવો સ્ત્રાવ તેમાંથી બહાર આવે છે તથા જે-તે પ્રભાવી ભાગની ત્વચા નિસ્તેજ થઇ જાય છે.

સારવાર :- આ રોગ માટે કેટલાંક ઘરગથ્થુ અને આયુર્વેદીક ઔષધોપચાર સૂચવું છું, જેમાં

(૧) જમ્યા પછી આંબળાનાં ચૂર્ણમાં સાકર મેળવી ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું.

(૨) સવારે ભૂખ્યા પેટે ૨ નંગ આમળાનો રસ કાઢી તેમાં ૧૦ થી ૨૦ મિનિટ જેટલો એલોવેરાનો જ્યુસ મેળવી પીવાથી ખૂબ જ ઝડપથી ફાયદો જણાવશે.

(૩) ૬થી ૭ નંગ મુનક્કા દ્રાક્ષ અને બદામ પાણીમાં પલાળી ૨ કલાક બાદ તેનું સેવન કરવું.

(૪) ગાયનાં દૂધમાં ૨થી ૩ ગ્રામ હળદર મેળવી તેનું સવાર-સાંજ સેવન કરવું.

(૫) ગરમીની ઋતુ હોય તો આંબળાનો મુરબ્બો, ગાજરનો મુરબ્બો કે સફરજનનો મુરબ્બો ખાવો પણ ખૂબ હિતકર રહે છે.

ઉપરોક્ત જણાવેલાં ઘરગથ્થુ ઔષધ-પ્રયોગો પૈકી એક સાથે ૧ થી ૨ ઉપચારો કરી શકાય છે.

ઔષધ સારવાર :- આ રોગમાં પિત્ત અને રક્તની દુષ્ટિ થયેલ હોવાથી પંચકર્મ આ રોગમાં ખૂબ જ અદ્ભૂત પરિણામ આપી શકે છે. તેમાં પણ 'વિરેચન' અને 'રક્તમોક્ષણ' દ્વારા આ રોગનો વૈદ્યની સલાહમાં રહીને ઉપચાર કરવામાં આવે તો, ખૂબ જ ઝડપથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. પંચકર્મ ઉપરાંત નીચેનાં ઔષધપ્રયોગો પણ કરી શકાય છે.

(૧) દરરોજ રાત્રે સૂતી વખતે ૫થી ૬ ગ્રામ ત્રિફલા ચૂર્ણ લેવું એ આ રોગમાં ખૂબ જ ફાયદાકારક છે.

(૨) મહામંજીષ્ઠાદિ કવાથ ૨-૨ ચમચી સવાર-સાંજ ભૂખ્યા પેટે લેવો તેમજ આરોગ્યવર્ધીની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવી.

(૭) આ રોગમાં રોગીને ત્રિફલા, નાગરમોથ, દારુહળદર, કરંજપત્ર વગેરે ઔષધો નાખીને ઉકાળેલા જળથી સ્નાન કરાવવું અત્યંત હિતકર સાબિત થાય છે.

એક્ઝિમાનાં દર્દીએ આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૃરી છે. જેમાં ૧ વર્ષ જૂના ઘઉં, જવ તથા ચોખાનો ઉપયોગ ફાયદાકારક છે. શાકભાજીમાં કારેલા, કંકોડા, દૂધી, પરવળ, ગલકા, કાચા કેળાં, લીલા પાંદડીવાળા શાકભાજી, શક્કરિયા વગેરે લાભપ્રદ છે.

આયુર્વેદોક્ત જીવનશૈલી અને આહાર-વિહારની સાવધાની એ આ રોગમાં પ્રભાવી પરિણામ આપે છે.

- જહાનવીબેન ભટ્ટ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments