Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય પ્રશ્નોતરી

લંગ ફાયબ્રોસીસ, શ્વાસની તકલીફ, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઇ શકાતો નથી

પ્રશ્ન : મારી ઉંમર હાલ ૩૮ વર્ષની છે. છેલ્લા ત્રણ વર્ષથી મને ક્રમશ: વધતી જતી શ્વાસની તકલીફ છે અનેહમણા પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એક દિવસમાં અઢાર કલાક ઓક્સિજન (હોમઓક્સિજન થેરાપીથી) લેવા છતાં પણ ફેફસાને પૂરતો ઓક્સિજન મળતો નથી. બાથરૃમ કે લેટ્રીન જતી વખતે પણ શ્વાસ ચડે છે.

તમામ પ્રકારની શારિરીક તપાસણી કરાવેલ છે. સીટી સ્કેન, બ્રોન્કોસ્કોપી વગેરે તમામ રિપોર્ટની ઝેરોક્ષ નકલો આ સાથે મોકલી છે. હાલમાં એલોપથીની દવા ચાલુ છે. આધુનિક ચિકિત્સા પધ્ધતિ પ્રમાણે 'લંગ ફાયબ્રોસીસ'નું નિદાન થયેલ છે. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- લીના ઠક્કર (અંજાર-કચ્છ)

ઉત્તર : સામાન્ય શરદી, કફ, ખાંસી કે શ્વાસ પ્રત્યે બેદરકાર રહેવાથી અને કફને સૂકવનારી સારવાર ચાલુ રાખવાથી આગળ જતાં ફેફસામાં એકઠો થયેલો કફ રબર જેવો ચીકણો અને તંતુયુક્ત થઇ જાય છે. દરદી ખાંસી ખાંસીને થાકી જાય તો પણ કફ છૂટો પડીને બહાર નીકળતો નથી.

પરિણામે ફેફસાના વાયુ કોષોમાં અંદરની જગા ઘટતી જાય છે અને જોઇએ તેટલો પ્રાણવાયુ ફેફસામાં સંગ્રહી શકાતો નથી. કફ ઘાટો થઇ જવાથી સરળતાથી બહાર નીકળી શક્તો નથી અને રાતભર દરદીને શ્વાસના કારણે જાગવું પડે છે. ઉધરસના હૂમલા એટલા સખત હોય છે કે દરદીના ચહેરા અને શરીર પર પરસેવો વળી જાય. કુદરતે ફેફસા કફ માટે નહીં પણ ઓક્સિજન માટે બનાવેલા છે.

પણ નાસમજીમાં આપણે ઓક્સિજનની એ જગામાં કફને કાયમ માટે સૂકવીને સ્થિર કરી દઇએ છીએ. અને એ રીતે દરદી ખાંસી ખાંસીને બેવડ વળી જાય તો પણ કફ છૂટો પડતો નથી. રોજિંદા નાના નાના કામ કરવા માટે જેટલો ઓક્સિજન જોઇએ કે જેટલો શ્રમ અનિવાર્ય હોય એટલો પણ આપણે કરી શક્તા નથી. આ આપણી ના સમજી, કુચિકિત્સા અને ભણેલા ગણેલા લોકો દ્વારા આધુનિકતાના નામે આચરાતું કૃત્ય છે.

આ બાબતમાં હું વર્ષોથી લોકોને જગાડતો રહ્યો છું અને હવે એ સમજ લોકો સુધી પહોંચતી પણ જાય છે. શરદીની શરૃઆત હોય કે થોડો એવો શ્વાસ ચડતો હોય ત્યારથી જ આયુર્વેદની નિર્દોષ દવા લેવી જોઇએ. કેમ કે કફ કે ખાંસીને દબાવવાની સારવાર છેવટે ચિંતા વધારશે માટે મૂળમાંથી મટાડે એવા નિર્દોષ ઔષધોનો જ ઉપયોગ કરવો જોઇએ. આપની તમામ તકલીફને ધ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું :

૧. શ્વાસ કુઠાર રસ ૧ ગોળી, ચંદ્રામૃતરસ ૧ ગોળી, અભ્રક ભસ્મ ૧/૪ ગ્રામ, શૃંગભસ્મ ૧/૪ ગ્રામ, સોમકલ્પ

૧ ગ્રામ તથા સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ... આ બધું મેળવી મધમાં કાલવી સવાર સાંજ ચાટી જવું.

૨. શ્વાસ કાસ ચિંતામણિરસ તથા જવાહર મોહરા ગૂટી એક-એક ગોળી સવાર સાંજ મધ સાથે લેવી.

૩. ચાર ચમચી સોમાસવમાં ચાર ચમચી કનકાસવ તથા આઠ ચમચી પાણી ઉમેરી હલાવીને જમ્યા બાદ પી જવું.

૪. છાતી, પીઠ તથા પડખામાં પંચગુણ તેલની માલિશકરી હિટિંગ પેડથી સવાર સાંજ શેક કરવો. આ પ્રયોગથી કફ ધીમેધીમે પીગળી પાકીને છૂટો પડવા લાગશે.

૫. ભારે, ઠંડો, મધુર, વાસી ખોરાક બંધ કરી દેવો.

૬. દહીં, શિખંડ, આઈસક્રીમ, ચીઝ, બટર, કેળાં, પપૈયા સિવાયના ફળો, તમામ પ્રકારની મીઠાઈ, કેરીનો રસ આવું બધું બંધ કરી દેવું.

૭. ભેજવાળા અને ઠંડા હવામાનથી દૂર રહેવું. આમ છતાં તાજી, ખૂલ્લી હવા મળી રહે તે માટે ગેલેરીમાં, અગાસીમાં કે બગીચામાં થોડીવાર બેસવું.

૮. લસણ, સરગવો, મેથી, આદું, રીંગણ, લીલી હળદર, તુલસીના પાન, અરડૂસીના પાન, મગ, ભાત, ખીચડી, કઢી, તાજા શાકભાજી, દાળનું ગરમા ગરમ ઓસામણ આવું બધું તમારા માટે પથ્ય છે.
- વત્સલ વસાણી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments