Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય પ્રશ્નોત્તરી

જીવનભર તંદુરસ્ત રહી શકાય અને મોટી ઉંમરે પણ શરીર તથા મન સ્વસ્થ રહે એવા કોઈ ઉપાય ખરા ?
પ્રશ્ન : 'સહીયર'માં આવતી 'આરોગ્ય પ્રશ્નોત્તરી'ની હું નિયમિત વાચક છું. આપના પ્રત્યેક ઉત્તરમાં દરદી તથા જરૃરતમંદ અને ખાસ કરીને વૃધ્ધબુજુર્ગો પ્રત્યેની કરૃણા અને સહાનુભૂતિ છલકાતી હોય છે.

આ રીતે જ્ઞાાન અને અનુભવથી ભરેલી અમૂલ્ય સલાહ મળતી હોવાથી અમે સૌ આપના અને 'ગુજરાત સમાચાર પરિવાર'ના ઋણી છીએ. આ રીતનું માનવતાભર્યું કૃત્ય કરવા બદલ આપ સૌને ખૂબ ખૂબ વંદન-અભિનંદન.

મારે આપને એક જનરલ પ્રશ્ન પૂછવો છે જે રોગને લગતો નહીં પણ આરોગ્યને લગતો છે અને તે આ પ્રમાણે છે :

જો માણસ જુવાનીમાં એકદમ નીરોગી અને તંદુરસ્ત હોય તો એવી તંદુરસ્તી જીવનભર ટકાવી શકાય કે નહીં ? જેમ કે ૫૦ વર્ષે પણ વાળ કાળા હોય, ૬૦ વર્ષે પણ મજબૂત દાંત અને કરચલી સહિત ત્વચા તેમજ ૭૦ વર્ષે પણ હૃદય, મગજ અને કિડની સ્વસ્થ નીરોગી હોય.

હું અત્યારે ૩૨ વર્ષની, બે બાળકોની માતા છું. અત્યાર સુધી મને કોઈ જ શારિરીક તકલીફ નથી. હું ઇચ્છું છું કે વૃધ્ધાવસ્થા દરમિયાન પણ મારી આ સુંદરતા અને તંદુરસ્તી જળવાઈ રહે. હું જાણું છું કે તમારે ત્યાં આવતા દરેક પત્રોમાં મોટે ભાગે લોકો પોતપોતાના રોગને લગતી સલાહ માગતા હોય છે.

પણ હું ઇચ્છું છું કે જે લોકોને કોઈ બિમારી ન હોય, પરંતુ ભવિષ્યમાં પોતાની તંદુરસ્તી અને યુવાની જાળવી રાખવા માગતા હોય એવા લોકો માટે તમે કોઇક ઔષધો અને આહાર વ્યવસ્થા સૂચવો. જેના સેવનથી ભવિષ્યમાં થનારા ઘણા રોગ દૂર રાખી શકાય. અને બી.પી. કોલેસ્ટરોલ, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવા વ્યાધિઓથી બચી શકાય.

ભવિષ્યમાં કદાચ કોઈ બિમારી કે શરીર યા મનને લગતી કોઈ તકલીફ અથવા વૃધ્ધાવસ્થા આવે અને તમારી સલાહ લેવાની રાહ જોવાને બદલે હું અત્યારથી જ આપની અમૂલ્ય સલાહ લેવા માગું છું જેથી આગળ જતાં હાલમાં છું એટલી જ સ્વસ્થ રહી શકું.

આપ જે કોઈ ઔષધો કે આહાર વિહારમાં ફેરફાર સૂચવશો તે મને માન્ય રહેશે. માટે મને આગામી 'સહિયર' પૂર્તિમાં મારા પ્રશ્નનો ઉત્તર જરૃરથી આપશો. સાથે જીવનભર લઇ શકાય એવા વય: સ્થાપન કરનારા, જીવનીય, રસાયન અને આરોગ્યપ્રદ ઔષધો સૂચવશો તો હું આપની ખૂબ ખૂબ આભારી થઇશ.

- મૃણાલીની શાહનંદ (ગ્રાન્ટ રોડ, મુંબઇ)

ઉત્તર : સૌથી પહેલાં તો આ રીતે વિચારવા અને આ પ્રકારનો પ્રશ્ન પૂછવા માટે આપને હાર્દિક અભિનંદન ! અને નવા (૨૦૧૮)ના આખા વર્ષ દરમિયાન આ વિભાગના તમામ વાચકોને અને આપના પૂરા પરિવારને પણ હાર્દિક શુભેચ્છા.

મારો પોતાનો વ્યક્તિગત રસ તો લોકો બીમાર ન પડે, જીવે ત્યાં સુધી સ્વસ્થ રહે અને ેક સ્વસ્થ સમાજની રચનામાં મદદ કરે એ પ્રકારનો રહ્યો છે. મારે ત્યાં આવતા દરેક દર્દીને હું એની પોતાની બિમારી વિશે સમજાવું છું. જિંદગીભર દવાઓ લેવી ન જોઇએ એ તરફ પણ સતત ઇશારો કરતો રહું છું.

અને આ વિભાગમાં આવતા જવાબમાં પણ તમે જોયું જ હશે કે મારું જોર રોગ થવાના કારણો જણાવવામાં અને પરેજી પાળી જલદીથી રોગમુક્ત થવા તરફ વધારે હોય છે. વ્યવસાયે હું વૈદ્ય હોવા છતાં મારો ધંધો વધારે ચાલે એના કરતાં લોકો બીમાર ન પડે એમાં મને વિશેષ રસ છે.

આયુર્વેદના ઋષિ મુનિઓએ આયુર્વેદના મુખ્ય બે પ્રયોજન કહ્યા છે. એમાં પહેલું પ્રયોજન છે. 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્' એટલે કે જે સાજા છે તેને સાજા રહેવામાં મદદ કરવાનું. દિનચર્યા, ઋતુચર્યા, સ્વસ્થવૃત્ત, સદવૃત્ત, આચાર રસાયન વગેરે દ્વારા એમણે આખો સમાજ સ્વસ્થ નીરોગી રહે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

આજકાલ ચિકિત્સાનું આખું ક્ષેત્ર એક બીઝનેસ બનતું જાય છે. આ કારણે સમાજમાં આરોગ્યની સમજ વધવાને બદલે દિવસે દિવસે બીમારી વધતી જાય છે. આથી દરેક ચિકિત્સક, ચાહે એ કોઈ પણ પથીનો હોય એણે સમાજમાં સ્વાસ્થ્ય વધે, લોકો બીમાર ન પડે એ માટે પ્રયત્ન કરવો જોઇએ. આ એમની પવિત્ર ફરજ બની જવી જોઇએ.

આયુર્વેદનું બીજું પ્રયોજન છે - 'આતુરસ્ય રોગ પરિમોક્ષણમ્' એટલે કે જે બિમાર છેએવા લોકો રોગમુક્ત થઇ ફરીથી નીરોગી રહેવા તરફ વધુ ધ્યાન દે એ પ્રકારની સમજ આપવાનું અને જરૃરી હોય એટલી - મૂળગામી અને નિર્દોષ સારવાર કરવાનું.

હવે આખા સમાજમાં આ પ્રકારનું આંદોલન શરૃ થવું જોઇએ. લોકો બિમાર ન પડે એ માટે સરકારે, ચિકિત્સકોએ, સમાજ પ્રત્યે શુભેચ્છા ધરાવતા લોકોએ અને પોતાના ધનનું દાન કરી મોટી મોટી હોસ્પિટલો ઊભી કરતાં શ્રેષ્ઠિઓએ પણ હવે પોતાના ધનનો અમુક ભાગ લોકો બિમાર ન પડે એ માટે વાપરવો જોઇએ. આ માટે મારા મનમાં વર્ષોથી મનોમંથન ચાલે છે :

સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા આ સમજ આપવી જોઇએ. ભારત પાસે એવું સારું આરોગ્યજ્ઞાાન છે કે તે આખા સમાજને રોગમુક્ત થવામાં મદદ કરી શકે. સવારે ઊઠીએ ત્યાંથી શરૃ કરી સ્નાન, દાતણ (કે દંતમંજન), ભોજન, જીવનશૈલી, પોતપોતાની પ્રકૃતિનું જ્ઞાાન એ રીતના આહાર વિહાર ગોઠવવાની સમજ આ બધું નાનપણથી જ લોકોને આપી શકાય.

શાળાઓમાં સ્વાસ્થ્ય શિક્ષણના પ્રદર્શનો ગોઠવી શકાય. ચલચિત્રો દ્વારાય પૂરી સમજ આપી શકાય. ઘરગથ્થું ઔષધો, આસપાસની આરોગ્યપ્રદ ઔષધિઓ... આ વિશે પણ લોકોને સમજાવી શકાય. પણ કોઈ એકલો માણસ આ કામ કરી ન સકે. શુભેચ્છાથી ભરેલા લોકો અને આર્થિક સહયોગ આપી શકે એવા શ્રેષ્ઠીઓએ આ કામને અગ્રતા આપી હવે સંગઠિત થવું જોઇએ.

આયુર્વેદ તો નીરોગી દીર્ઘજીવનના પક્ષમાં જ છે જ. તમે કહો છો તેમ મોટી ઉંમર સુધી વાળ કાળા રહે, દાંત મજબૂત અને રોગ રહિત હોય, આંખો પણ ચશ્મા વગરની અને તેજસ્વી હોય, શ્રવણ શક્તિ વર્ષો સુધી સારી હોય, મગજ છેક સુધી કામ કરતું હોય, હૃદય મજબૂત અને સ્વસ્થ હોય. ફેફસા પણ ચોખ્ખા અને પ્રાણથી ભરેલા હોય. હાડકાના કે સાંધાના રોગો વર્ષો સુધી થતાં ન હોય. વૃધ્ધાવસ્થા સુધી પાચનતંત્ર સારું હોય. સમયસર ઊંઘ આવી જતી હોય. રોજ સવારે શૌચ ક્રિયા એની મેળે જ થતી હોય. આધેડ ઉંમર સુધી યૌવન ટકી રહેતું હોય આ બધું જ શક્ય છે.

પણ એ માટે થોડી જીવન વ્યવસ્થા બદલવી પડે. આરોગ્ય તરફ પહેલેથી જ ધ્યાન આપવું પડે. લોકોને પોતપોતાની પ્રકૃતિનું જ્ઞાાન પહેલાથી જ હોવું જોઇએ. વૈદ્યો પાસે જઇને પોતાના બાળકની પ્રકૃતિ જાણી લેવી જોઇએ અને એની પ્રકૃતિ પ્રમાણે આહાર વિહાર ગોઠવવામાં પહેલાથી જ ધ્યાન આપવું જોઇએ.

લોકો ધારે તો આ બધું જ શક્ય છે અને આમાં કરવાનું કશું નથી. કોઈ મોટો ખર્ચ પણ નથી. માત્ર બિમાર પડયા પછી વૈદ્ય ડોક્ટરની સલાહ સારવાર લેવાને બદલે બીમાર ન પડાય એ અંગેનું માર્ગદર્શન મેળવવા તરફ ધ્યાન વધુ કેન્દ્રિત કરવાનું છે. વહેલી તકે હવે આ રીતનું આંદોલન ચલાવવું અનિવાર્ય બની જવું જોઇએ. આયુર્વેદના સ્વસ્થવૃત્ત અને સદવૃત જ્ઞાાનને હવે જલદી લોકો સુધી પહોંચાડવું જોઇએ. ભારતભરમાં હવે આ અભિયાન શરૃ થવું જોઇએ. ગુજરાત કાયમ આવી બધી બાબતમાં પહેલ કરનારું રાજ્ય રહ્યું છે. અને ગુજરાત સમાચારે તો આ કામમાં સૌથી મોટી મદદ કરી છે.

તમને અને તમારા માધ્યમથી સૌને નિત્યનીરોગી રહેવામાં મદદરૃપ થાય એવા દિશા નિર્દેશ અહીં આપું છું.

- વત્સલ વસાણી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

  

Post Comments