Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેન્શન હઠાવો જિંદગી માણો

નિષ્ણાતોનું  માનવું  છે કે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સેક્સ  પાવર સાથે સીધો સંબંધ છે. જો તમે સ્ફૂર્તિલા  અને ખુશમાં રહેતા  હો તો તમારી સેક્સલાઈફ આનંદદાયક હશે. તેના માટે તમારા ભોજનમાં પોષક પદાર્થોનો ઉપયોગ  કરો.

આધુનિક  યુગમાં  તાણ વગરના જીવનની કલ્પના કરવી જ શક્ય નથી. છતાં પણ એવા અનેક ઉપાય  છે, જેના દ્વારા આપણે તાણથી છૂટકારો મેળવી શકીએ   છીએ. સેક્સ એક બહુ જ સારો સ્ટ્રેસ બસ્ટર  છે. ઘણાં ખરાં લોકો ઓફિસેથી પાછા ફર્યા પછી  થાકી જાય  છે અને એવામાં સેક્સ તેઓને  બહુ જ અઘરી પ્રક્રિયા લાગે છે, પરંતુ જો આનંદદાયક   પધ્ધતિથી તમે આ પ્રક્રિયા  કરો તો તે તમને ઘણી ફની લાગશે.

-  સ્નાન કરવાથી આખા દિવસનો થાક તો દૂર થઈ જાય છે.   તમે આની સાથે  સાથે સેક્સનો પૂરો આનંદ લેવા ઈચ્છતા હો તો બાથટબ અથવા ડોલમાં ગુલાબનાં ફૂલની પાંખડીઓ  નાખો. આનાથી તમારી સ્ફૂર્તિ  પાછી આવશે.  અને  તમે  ફરીથી એક્ટિવ થઈ જશે.

૦   એકબીજાના ખભા પર ધીમે ધીમે માલિશ કરો. આથી  ખભાની  માંસપેઍશીઓને આરામ મળશે અને થાક   દૂર  થશે.

૦  ઘણું  બધું સાબુનું  ફીણ બનાવો  અને તે એકબીજા પર  નાખો. પછી  આખા શરીરને  હલકા હાથથી સાફ કરો. તે પછી  રૃમાલથી એકબીજાની બોડીને લૂછો અને તમારી મનપસંદ જગ્યાએ જઈ મજા લો.

સેક્સ નિષ્ણાતો અનુસાર લાલ રંગ પુરુષોને ઉત્તેજિત કરે  છે.  તેથી રૃમમાં  લાલ રંગની આછી રોશનીની  વ્યવસ્થા કરો. બેડ પર લાલ ચાદર પાથરો અને લાલ રંગનો ડ્રેસ પહેરો. ડિનરમાં  પણ સાથે લાલ રંગના ભોજનનું સેવન કરો જેમ કે   લાલ મરચું, સ્ટ્રોબેરી, તરબૂચનો  જ્યૂસ વગેરે. બ્રેડની  આજુબાજુ લાલ રંગની મીણબત્તીઓ પણ પ્રગટાવી શકો  છો પણ  સૂતી વખતે  રેડને દૂર કરી બીજા કોઈ રંગનો ઉપયોગ કરો, કારણ કે તે અનિદ્રાનું કારણ બની  શકે છે.

નિષ્ણાતોનું  માનવું  છે કે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સેક્સ  પાવર સાથે સીધો સંબંધ છે. જો તમે સ્ફૂર્તિલા  અને ખુશમાં રહેતા  હો તો તમારી સેક્સલાઈફ આનંદદાયક હશે. તેના માટે તમારા ભોજનમાં પોષક પદાર્થોનો ઉપયોગ  કરો. એવું ભોેજન લો જેથી તમારું શરીર સહેલાઈથી ડાયજેસ્ટ કરી શકે. દરેક મોસમનાં  તાજાં રેષાયુક્ત ફળોનો ભોજનમાં સમાવેશ કરો. લીલાં અને પાંદડાવાળા શાકભાજી ખાઓ.

સુગંધીદાર તેલ પણ તમને  ઉત્તેજિત કરવામાં મદદરૃપ સાબિત થાય છે. લવિંગ અને લેવેન્ડરના  તેલ એવાં જ તેલ  છે. સંભોગ કરતાં પહેલાં તેનો ઉપયોગ તમારા બોડીને  જલદી  તૈયાર કરી દેશે.

સેક્સનો  પૂરો આનંદ  મેળવવા માટે એવાં બ્રા, પેન્ટી પસંદ કરો  જે આકર્ષક હોય  અને  જેમાં લેસ, ફૂમકા અને દોરી વગેરે હોય. આના પર  તમે  વારંવાર પૈસા ખર્ચી શકતા નથી. કારણ કે તે ખૂબ  મોંઘા પણ હોય છે. એટલે  એવી બ્રા, પેન્ટીઝને પસંદ કરો જેનાં સ્ટ્રેપ્સ તમે બદલીને પહેરી શકો.

ચોંકી ગયાને તમે? ઓફિસેથી  આવીને  હલકો સાધારણ નાસ્તો કરો. રાત્રે તમારા બોડી પર પતિની પસંદગીનો આઈસ્ક્રીમ નાખો. જ્યારે તે તમારા શરીર પરથી આઈસ્ક્રીમ ખાશે ત્યારે તેનાથી તમને બંનેને શરીરથી ભરપૂર આનંદ મળશે.  મધ પણ તમારી બ્રેસ્ટ પર લગાડી શકો  છો.

એકબીજાને  સંમોહિત કરીને પણ તમારી  ઉત્તેજના જગાડી શકો  છો. આથી તમે વધારે સમય સુધી સેક્સનો  આનંદ માણી  શકો છો. હિપ્નોસિસ સેક્સને  તમારા માઈન્ડમાં સ્ટોર કરી દે છે. અને માઈન્ડ તમારી બોડીને સંકેત આપે છે, જેનાથી કામવાસના  જાગૃત થાય છે.

પાર્ટનરના  કાનમાં ગુસપુસ  કરો, હોેઠ ફફડાવો, અશ્લીલ વાતો કરો.  જો આ બધું કરવાથી પણ કાંઈ ન ાથાય  તો કામદેવને  યાદ કરો.  સારી સેક્સલાઈફની ઈચ્છા કરો. તમારા મનમાં સેક્સની પ્રક્રિયાને દોહરાવો. આનાથી ઉત્તેજનામાં   સહાય મળશે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments