Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાળનું ચમક વધારતી મેંદી

ખૂબસુરત ચમકતા વાળ ચહેરાનું સૌંદર્ય વધારે અને બીજી તરફ વ્યક્તિત્વને પણ નિખારે છે. વાળને ચમકદાર બનાવવા માટે જરૃરી છે કે તેમનું નિયમીત રીતે કન્ડિશનિંગ કરવામાં આવે. મહેંદી એક વિશિષ્ટ કુદરતી કન્ડિશનર છે જે સફેદ વાળને  માત્ર રંગ જ આપતું નથી, પરંતુ તેને ચમકદાર પણ બનાવે છે.

વાળમાં મેંદી લગાવવી એ પણ એક કળા છે. એટલા માટે મેંદી લગાવતા પહેલાં એ જાણવું જરૃરી છે કે વાળને વધુ ચમકદાર બનાવવા માટે મંેંદીમાં કઈ વસ્તુઓને મિક્સ કરવી જોઈએ.

સૌપ્રથમ ૧ નાની વાટકી મેંદી પાઉડર લો. તેમાં ૨ મોટી ચમચી ચાનું પાણી, ૨ મોટી ચમચી આમળા પાઉડર, અરીઠા પાઉડર, શિકાકાઈ પાઉડર, ૧ નાની ચમચી લીંબુનો રસ, ૨ મોટી ચમચી દહીં, ૧ ઈંડુ ફીણેલું, ૨ નાની ચમચી કોફી પાઉડર, ૧/૨ નાની ચમચી નાળિયેરનું તેલ અને થોડો કાથો લઈને  લોઢાની કઢાઈમાં મિક્સ કરી લો અને રાત્રે પલાળીને મૂકી દો જેથી મેંદીનું મિશ્રણ  અને રંગ ઘેરો થઈ જાય.

બીજા દિવસે વાળમાં લગાવો. વાળમાં મેંદી લગાવતાં પહેલાં હાથમાં મોજાંનો ઉપયોગ અવશ્ય કરો. જો ડાઈ બ્રશ હોય તો મેંદી લગાવતી વખતે તેનાથી વાળની પાતળી પાતળી લટોમાં લગાવીને માથા પર અંબોડા  જેવું બનાવી લો.

મેંદી લગાવ્યા પછી વાળની ઉપર પ્લાસ્ટિકની અથવા શાવર કેપ અવશ્ય લગાવો. ત્યારબાદ હેરલાઈન અને કાનની આગળપાછળ રૃ અથવા કપડાની  પટ્ટી બાંધી લો જેથી મેંદી ત્વચા પર કે કપડાં પર ન પડે. મેંદી લગાવ્યા પછી ૩-૪ કલાક બાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે વાળને ઠંડા પાણીથી ધોઈને હળવું શેમ્પૂ પણ કરી શકો છો.

જો મેંદીથી વાળને રંગ કરવો ન હોય તો મેંદી લગાવતાં પહેલાં વાળમાં થોડું તેલ લગાવી લો. તેલ વાળને રંગીન થતાં અટકાવે છે. મેંદી ૧૫ દિવસના અંતરે લગાવવી જોઈએ. એનાથી વાળ સ્વસ્થ, સુંદર, મુલાયમ અને હંમેશાં ચમકદાર રહેશે.
- દિજીતા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments