Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અવનવી પેટર્નના બ્લાઉઝ સાડીને આપે અનોખું આકર્ષણ

આજની તારીખમાં કોલ્ડ શોલ્ડરની ફેશન પૂરબહારમાં ખિલી છે. આ પેટર્ન તમે ચણિયા-ચોળી, સાડી-બ્લાઉઝ કે અન્ય કોઈપણ ડ્રેસમાં બનાવડાવી શકો છો. કોલ્ડ શોલ્ડર બ્લાઉઝને બોલ્ડ લુક આપે છે, આમ છતાં બ્લાઉઝ ખભા પરથી સરકી જશે એવી ભીતિ નથી રહેતી.

તહેવારોના સમયમાં  માનુનીઓ અન્ય કોઈ પરિધાનના સ્થાને પરંપરાગત સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આધુનિક યુવતીઓને તેમની સાડી સાથે કોણી સુધીને કે છ ઈંચ ટૂંકી  બાંયનું પરંપરાગત પેટર્નનું બ્લાઉઝ પહેરવાનું નથી ગમતું.

તેઓ માને છે કે જો અનોખી પેટર્નના બ્લાઉઝ પહેરવામાં આવે તો સાડીની શોભા વધી જાય.  બલ્કે સાદી  સાડી પણ એકદમ આકર્ષક લાગે. પરંતુ બ્લાઉઝ માટે નવી નવી પેટર્ન  શોધવી શી રીતે? વળી તેના લેટેસ્ટ ટ્રેન્ડની શી રીતે ખબર પડે? આના જવાબમાં ફેશન ડિઝાઈનરો કહે છે કે આપણે ત્યાં ફેશનના આધુનિક ચલણ માટે બોલીવૂડ અને ટી.વી. સૌથી મોટા પ્રેરણાસ્રોત છે.

અલબત્ત, હવે બોલીવૂડની ફિલ્મોમાં સાડી પહેરતી અભિનેત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ટચૂકડા પડદે મોટાભાગે અદાકારાઓ સાડીમાં જ સજ્જ હોય છે. અને તેમના વિવિધ પેટર્નના બ્લાઉઝ આધુનિક યુવતીઓ માટે અનુકરણીય બની રહે છે. તેઓ ટચૂકડા પડદાની કેટલીક અભિનેત્રીઓના બ્લાઉઝની પેટર્ન વિશે માહિતી આપતાં કહે છે...,

આજની તારીખમાં કોલ્ડ શોલ્ડરની ફેશન પૂરબહારમાં ખિલી છે. આ પેટર્ન તમે ચણિયા-ચોળી, સાડી-બ્લાઉઝ કે અન્ય કોઈપણ ડ્રેસમાં બનાવડાવી શકો છો. કોલ્ડ શોલ્ડર બ્લાઉઝને બોલ્ડ લુક આપે છે, આમ છતાં બ્લાઉઝ ખભા પરથી સરકી જશે એવી ભીતિ નથી રહેતી.

આ પેટર્નથી સિમ્પલ  સાડી પણ ગ્લેમરસ દેખાય છે. આ પેટર્નના બ્લાઉઝ સાથે ચંકી ઝુમખા, તેમજ થોડી બંગડીઓ પહેરો. મેકઅપમાં માત્ર કાજળ અને ઘેરા રંગની લિપસ્ટિક લગાવો. 'દિલ સે દિલ તક' ફેમ રશ્મિ દેસાઈ અને 'નમકહરામ' ફેમ અદિતિ રાઠોડે આ પેટર્નને ખૂબ લોકપ્રિય બનાવી છે.

પારદર્શક બાંયવાળુ બ્લાઉઝ હમેશાં સાડીને અનોખું આકર્ષણ બક્ષે છે. પરંતુ તેમાં જો સાડી જેવા કલરનું સેલ્ફ વર્ક હોય અથવા ફુલ સ્લીવ્ઝના કિનારે બોર્ડર મૂકવામાં આવી હોય તો તે અત્યંત ધ્યાનાકર્ષક બની રહે છે. પ્લેન અથવા નેટ સાડી સાથે આવું બ્લાઉઝ ખૂબ જચે છે. જેમને ફુલ સ્લીવ્ઝ ન ફાવે તે પોણી બાંય પણ બનાવડાવી શકે. આવા સાડી-બ્લાઉઝ સાથે કાનમાં મોટા ઝુમખાં અને ગળામાં ઝીણી ચેનમાં નાનું પેન્ડન્ટ નાખીને પહેરો. 'નાગિન-૨' ધારાવાહિકમાં મૌની રોયે  આવા બ્લાઉઝની ફેશનને પૂરબહારમાં ખિલવી હતી.

છેલ્લાં થોડાં સમયથી બ્લાઉઝની બાંયમાં જ ફેશન  ડિઝાઈનરોએ પુષ્કળ વિવિધતા ઉમેરી છે. 'ઈસ પ્યાર કો ક્યા નામ દું' ધારાવાહિકમાં અભિનેત્રી શિવાની તોમર બેલ (ઘંટ) આકારની બાંયવાળા બ્લાઉઝ પહેરે છે. વાસ્તવમાં ૮૦ અને ૯૦ના દશકમાં આ ફેશન ખૂબ ખિલી હતી. પરંતુ તે વખતે પ્લેન અથવા અલગ અલગ રંગના આડા પટ્ટાવાળી બાંયની ફેશન હતી. જ્યારે હવે ફ્લાવર પ્રિન્ટ કે એમ્બ્રોઈડરીવાળા બ્લાઉઝમાં ઘંટાકારની બાંય બનાવવામાં આવે છે.

આવા બ્લાઉઝ એકદમ સિમ્પલ સાડીને પણ આકર્ષક બનાવી દે છે. બેલ સ્લીવ્ઝ પહેરતી માનુનીએ હાથમાં નામ માત્રની બંગડીઓ પહેરવી. તેના સ્થાને બધી આંગળીઓમાં વીંટી અને કાનમાં ઝૂમખાં પહેરી શકાય. કામણગારી કટિ ધરવતી માનુની સાડી પર ઝીણું કમરબંધ પહેરે તો ખુલતી બાંયની બાજુમાં દેખાતી પાતળી કમર ખૂબ જચે.

સાડી સાથે શર્ટ બ્લાઉઝનું ચલણ માત્ર ટચૂકડા પડદાની સિરિયલોમાં જ નહીં, બલ્કે ફેશન શોઝમાં પણ ખિલ્યું છે. માનુનીઓ ચાઈનિસ અથવા અન્ય મનગમતા કોલર અને ફુલ સ્લીવ્ઝના બ્લાઉઝની બટન પટ્ટીમાં આકર્ષક બટન ટાંકે છે.

આ પ્રકારના બ્લાઉઝની બાંયમાં વર્ક કરેલું હોય તો જ તે આકર્ષક દેખાય છે. ઘેરા રંગના શર્ટ બ્લાઉઝ સાથે હળવા કલરની અને ઓછું વર્ક કરેલી અથવા નાની બોર્ડર મૂકેલી સાડી પહેરવી. જો સાડી બહુ ઝાકઝમાળવાળી હશે તો બ્લાઉઝ ઝંખવાઈ જશે. અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ 'પરદેશ મેં હૈ મેરા દિલ'માં આવા બ્લાઉઝ પહેર્યાં હતા.

ઝભ્ભાની બાંય જેવી લાંબી અથવા ટૂંકી બાંયના બ્લાઉઝ ઘેરા રંગની સાડી સાથે સરસ દેખાય છે. કેપ સ્લીવ્ઝના  બ્લાઉઝમાં શક્યત: સાદા ઝભ્ભા જેવું ગોળ ગળું કરાવવું. પરંતુ તેને વધુ આકર્ષક બનાવવા તેની બાંય અને કોઠાના કિનારે નાની ઝાલર મૂકાવો.  જોકે આ પેટર્નનું બ્લાઉઝ સેલ્ફ ડિઝાઈનમાં વધુ સારું લાગે છે. પ્લેન ફેબ્રિક તદ્દન ફિસ્સું દેખાશે.

આવી પેટર્નના બ્લાઉઝ સાથે સાડી પણ ભારે હોવી જોઈએ. કેપ સ્લીવ્ઝ ઉડીને આંખે વળગે એટલે ગળામાં કાંઈ ન પહેરો. તેના સ્થાને કાનમાં આકર્ષક લટકણિયા પહેરો. અને માથે માંગ ટીકા જેવી ચાંદબાલી ધારણ કરો.

- વૈશાલી ઠક્કર
 

Post Comments