Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિપોત્સવીમા ઘરને 'ઝક્કાસ બનાવો

જ્યારે સગડી અને ચુલાના ધૂમાડા હતાં ત્યારે દિવાળી આવે તે પૂર્વે દર વર્ષે ઘર-મકાન ચોખ્ખું રાખી શકાય તેથી બધી ગૃહિણીઓ  ઘર ધોવળાવવું પસંદ કરતી. હવે સગડી, ચુલા કે અવાજવાળા પ્રાયમસ ગયા.

ઈલેક્ટ્રીક કૂકર રેન્જના જમાનામાં ધૂમાડા અને કોલસાની રાખ કે રજકણોને કારણે દિવાલો  બગડવાની તકલીફ રહી નથી. તથા દર વર્ષે ધોવળાવવાનો ખર્ચો અને ફર્નિચર  ખસેડતાં બે ચાર દિવસ ગુજરી ભરાયા જેવું ઘર ગંગોલું થતું નથી. તેથી ઓઈલ પેઈન્ટથી દિવાલ ધોવળાવવામાં આવે છે. રંગોની બહાર, છટા, શેડમાં પણ અનેક વિધતા જોવા મળે છે.

ઓઈલ પેન્ટથી ધોળેલી દિવાલવાળું ઘર સ્વચ્છ અને સુઘડ લાગે અને તેના ઉપર જાતજાતની સુંદરતા, વેલ-બુટ્ટા, પટ્ટા વગેરે રચી શકાય. મનગમતા રંગોથી તેને સુશોભિત બનાવી શકાય. ઓઈલ પેઈન્ટની લીસી દીવાલો ઉપરથી લગભગ  પ્રકાશ પરાવર્તીત થતાં રૃમમાં અજવાળું અને દિવાલના રંગનો શેડ આખા રૃમમાં પથરાતાં વાતાવરણ  મનોરમ્ય અને આનંદદાયક લાગે છે.

ઓઈલ પેઈન્ટની દિવાલોને વારંવાર ધોઈ શકાતી હોવાથી તેને સ્વચ્છ રાખી શકાય છે. પરંતુ કોઈ વખત તેના ઉપર લાગેલા કે પડેલા ચીકાશ  જેવા ડાઘા સહેલાઈથી કાઢી શકાતા નથી.  વધુ ઉત્સાહથી સાફ કરવા જઈએ તો રંગ ઘસાઈ ને ઉખડવા માંડે છે.

રૃમની છત ઉપર અને તેમાંય ખાસ કરીને રસોડાની છત ઉપર ઓઈલ પેઈન્ટ ઉપરના ડાઘા કાઢવા તકલીફ ભર્યા છે. આ ઊંચી જગ્યાએ પહેલાં તો સાફ કરવું જ ન ફાવે તમાં ડાઘા કાઢવા તો વધુ મુશ્કેલ બને. ઓઈલ પેઈન્ટના ઉપરના ડાઘા સહેલાઈથી કાઢીને ઓઈલ  પેઈન્ટવાળી સપાટીને ઉજળી તથા ચકચકતી  બનાવી શકાય તેવો  બીન ખર્ચાળ, સાદો અને સરળ ઉપાય આ રહ્યો.

આપણે જાણીએ છીએ કે ધોબી લોકો કપડાં ઉપરના ડાઘા દૂર કરવાં તેમજ કપડાં તદ્ન ચોખ્ખા થાય તે માટે કપડાને બાફે છે.

આપણાંના કેટલાક મોટા કુટુંબોમાં પણ સાબુ ઓછો વપરાય છે અને કપડાં  સહેલાઈથી ઊજળા થાય તે માટે કપડાં બાફવાની પધ્ધતિ છે. આજ પધ્ધતિ અને સિદ્ધાંતનો ઉપયોગ કરવાનોે છે. આપણા મકાનની રૃમ ઉકળતા પાણીમાં  ઉકાળી તો ન શકાય પણ વરાળની અસર તો જરૃરથી આપી શકાય.

જે રૃમની ઓઈલ પેઈન્ટવાળી સપાટી સ્વચ્છ   કરવી હોય તો રૃમમાં ગરમ પાણી ઉકાળવા મૂકો. બારી, બારણા  વેન્ટી લેટર્સ વગેરે બંધ કરી દો. થોડી મિનિટો સુધી વરાળથી દિવાલોને ભીંજાવા દો. વરાળની  અસરથી દિવાલ ઉપરની ચિકાશ કે ડાઘા કે ગંદકી ઢીલી કે નરમ પડી જતાં તેને સહેલાઈથી દૂર કરી શકાશે. આનાથી છત ઉપર ચોખ્ખું કરવાનું તો ઘણું જ સરળ બનશે.

આ રીતે ઓઈલ પેઈન્ટની દિવાલને ધોઈ તથા સાફ કર્યા પછી તેને એકદમ સુકી કરવી ઘણી જ અગત્યની છે. જો ભીની રહેશે તો હવા આવતા રેતીના રજકણો તેમાં ચોંટી જશે. જેમ ભીના પગે રેતી તરત જ ચોંટીને પગ ગંદા થાય છે તેમ ભીની દિવાળી ઉપર રજકણ ચોંટી જાય છે. આ માટે જૂના નાહવાના ખરબચડા રૃમાલ કે જાડા પણ ચોખ્ખા લુગડાને દિવાલ ઉપર ઘસી ઘસીને  એકદમ સુકી કરો.

ઉપર મુજબ કરવાથી ઓઈલ પેઈન્ટવાળી દિવાલો સ્વચ્છ, ઝગઝગતી, ચકચકતી અને નવા જેવી ઉજળી થશે. વગર ખર્ચે  તમારું ઘર કે મકાન જાણે તાજું જ રંગાયું ન હોય તેવું સ્વચ્છ  સુઘડ અને ઉજળું લાગશે.

બેઠક રૃમમાં સુંદર રીતે ગોઠવેલું ફર્નિચર ગૃહિણીની કાળજી, કુનેહ અને માવજતની નિશાની છે. પાતળા પ્લાસ્ટિકની  ગરમીથી ચોંટી જાય કે બગડી જાય તેવા ટેબલ ઉપરના કવરો (ટેબલ ક્લોથ)ના બદલે હજુ પણ સુતરના સુંદર ટેબલ ક્લોથ વપરાય છે.

શોેખીન  હોય અને સમય હોય તો હજુ પણ ગૃહિણીઓ તૈયાર પ્રિન્ટેડ ટેબલ ક્લોથ વાપરે છે. હજુ પણ ઘણી વ્યક્તિઓ જેમ પોતાના બાળક માટે તૈયાર સ્વેટરો લાવવાને બદલે હાથના ભરેલા સ્વેટર-મંજા પસંદ કરે છે.  તેમ તૈયાર ટેબલ ક્લોથ વાપરવાને બદલે પોતાને મનગમતાં ટેબલ ક્લોથ બનાવીને વાપરે છે. તૈયાર વાપરવામાં કોઈક ને શરમ પણ આવે છે કે નાનમ અનુભવે છે.

સૌૈથી વધુ વપરાશમાં  ટેબલ-ટિપોય આવે છે. ચાના કપ, શરબતના પ્યાલા, નાસ્તાની ડીશો, પાણીના  પ્યાલા વગેરે બધું જ ટેબલ ઉપર મૂકવામાં આવે છે. આથી સ્વાભાવિક રીતે જ કોઈને કોઈ કારણસર આ બધું ટેબલ ઉપર ઢોળાય તે પણ સ્વાભાવિક છે.

અને ઢોેળેલા ચાના ડાઘા દૂર કરવા તે કેટલું મુશ્કેલ કામ છે તે તો જાતે અનુભવ્યું હોય તે જ જાણે. ઉપરાંત ખાંડવાળું કોઈ પ્રવાહી ઢોળાય તો તે ટેબલ ક્લોેથને તો બગાડે, પણ નીચે જઈને ટેબલની ઉપલી સપાટીને પણ બગાડીને ચીકણી કરે. ગીચોગીચ ફર્નિચરથી ભરેલા રૃમમાં ટેબલ સાફ કરવું તે પણ મુશ્કેલ છે, અને ટેબલ સાફ કરવા જતાં રૃમની મોંઘી કાર્પેટ કદાચ બગડે.

ખાસ કરીને વસ્તારી કુટુંબવાળા તથા  મહેમાનોની વધુ અવરજવરવાળા ઘરમાં ટેબલ  ક્લોથ અને ટેબલ બગડતું સદંતર તો ન અટકાવી શકીએ. પરંતુ તેને વધુ બગડતું  ઓછું તો જરૃર કરી શકીએ.

ટેબલ ક્લોેથ ઉપર પ્રવાહી ઢળતાં તે તરત જ પ્રસરે છે અને આને કારણે એક જરાક જેટલા નાના ભાગમા ઢળેલું પ્રવાહી છેવટે તો ઘણો ટેબલ ક્લોથ અને ટેબલ બગાડે છે. અને આથી તે આખો ટેબલ ક્લોથ ધોવા નાખવો પડે છે. અને ટેબલ પણ ધોવું પડે છે.  ટેબલ ક્લોથ પર પ્રવાહી ફેલાતું અટકાવી શકીએ તો આપણે ક્લોથને બગડતું અટકાવી શકીએ આનો ઈલાજ બહુ જ સરળ છે.

જાડો સફેદ બ્લોટિંગ (શાહીચૂસ) નો કાગળ બજારમાંથી લાવો. આવા શાહીચૂસ કાગળ તમે ઘણાના ટેબલ ઉપર જોયા હશે. દવાખાનાના કમ્પાઉન્ડરના કાઉન્ટર ઉપર, ચિત્રકામ કરનારના ટેબલ ઉપર વગેરે  જગ્યાએ જોવા મળે છે. આ કાગળ રફ અને  સસ્તો આવે છે.

ટેબલ ક્લોથના નીચે આવા શાહીચૂસ કાગળનો ટેબલના માપનો કાપીને મૂકો. આની ઉપર ટેબલ ક્લોેથ પાથરો  હવે જ્યારે  કાંઈ પણ પ્રવાહી ઢળશે ત્યારે શાહીચૂસ કાગળના ગુણને લીધે તે બધું જ પ્રવાહી તરત જ ચુસી લેશે અને ટેબલ ક્લોથ કે ટેબલને બગડતું તરત જ અટકાવશે. આપણે જે શાહીચૂસ સુંવાળો અને બીજી બાજુ સુંદર ફોટાવાળો કાગળ ઉપરની શાહીચુસવા વાપરીએ છીએ તેના કરતાં આ ખરબચડા અને જાડા ટેબલ ઉપરના બ્લોટિંગ પેપરની કાર્યક્ષમતા અનેકગણી વધારે હોય છે.

આ ઉપરાંત ટેબલ ક્લોેથ નીચે શાહીચૂસનું શીટ હોવાથી ટેબલ ક્લોથ જાણે  ઈસ્ત્રી કરેલ હોય તેમ એક સરખી, કરચલી પડયા વગર ટેબલ ઉપર પથરાઈ રહેશે અને સુંદર લાગશે.

કાચની વસ્તુઓ તેની સ્વચ્છતા અને ચળકાટને કારણે  જોતાં જ ગમી જાય છે. આથી જ શરબત, આઈસ્ક્રીમ અને પીવાનું પાણી વગેરે કાચના પ્યાલામાં જ અપાય છે.

કોઈ વેપારીને ત્યાં જશો કે ગલીના નાકે બેઠેલ નાનકડા  ફેરીયાનું કાચનું કબાટ જો ચકચકતા કાચવાળું નહિ હોય તો આપણને ખરીદવાનું મન પણ નહિ થાય. મોટરના  સારા ડ્રાઈવરોને જોશો તો તેઓએ નવરાશના વખતમાં  વારંવાર કાચ સાફ કરીને કાચને ચોખ્ખો અને ચકચકાટ રાખે છે.

ઘરમાં પણ કાચનું ફર્નિચર હોય અને તે સ્વચ્છ તથા ચકચકીત ન હોય અને ડાઘાડુઘીવાળું હોય તો તે ખરાબ છાપ પાડે છે. કાચના કપ-રકાબી -પ્યાલા  વગેરે પણ જો ચકચકીત હોય તો શોભી ઉઠે છે. આથી જ ઘણા કુટુંબોમાં મહેમાન આવે ત્યારે શોે-કેસના કબાટમાંથી નવા ચકચકીત કાચના વાસણ કપ-રકાબી-પ્યાલા-ડીશો વગેરે કાઢીને વાપરવામાં આવે છે.

જુના ફોેટાના કાચ પણ  ઝાંખા પડી ગયા હોય છે.  જો આ કાચને ચકચકીત કરી શકીએ અને ફ્રેમને રંગ કરાવીએ તો તદ્ન નવા થઈ જાય છે. કાચને સ્વચ્છ કરવા આપણે સામાન્ય રીતે પાણીના પોતાથી ધોઈએ છીએ. ઘણાં સાબુ કે ડીટર્જન્ટ પાવડરથી ધુએ છે. કોઈ વળી કાચને ધોવા કે ઉજળો કરવા માટે આવતો ખાસ પ્રકારનો પાવડર ખરીદીને વાપરે છે.

કપડાં ધોવાથી ચોેખ્ખા થાય પણ સર્ફ, વીમ અન ેગળી વગર ઉજળા ન થાય. તે મુજબ કાચનું પણ છે. તેને ચોખ્ખા  કરવાથી ચોખ્ખા થાય પણ  ચળકાટ ન  આવે.

કાચમાં ચળકાટ  લાવવા અને તેને ચમકતા તેજસ્વી બનાવવાની ઘરગથ્થુ, સાદી અને બીન ખર્ચાળ રીતે નીચે મુજબ છે.

દિવાળીના દિવાસોમાં ઘણા ઘરોમાં તમે તાંબા- પિત્તળના વાસણો જોશો તો નવા હોય તેવા ચમકતા અને ઉજળા દેખાશે. રોજના વાસણો આવા ચમકતા નથી હોતા. તેમજ આ વાસણો જે ચકચકીત છે તે નવા પણ નથી તથા ઘણા જુના હોવા છતાં ઝગાા મારે છે. આનું કારણ એકે દિવાળીના વાસણને આંબલી કે લીંબુના છોડીયાથી ઘસી ઘસીને ઉટકે છે. તે લીંબુની ખટાશ ચકચકાટ  લાવે છે તે રસ્ટ કે ખવાયેલ ધાતુને દૂર કરે છે.

આથી જ રેણ કરનાર રેણ કરતા પહેલા એસીડ (ખટાશ)નું મંદ દ્રાવણ રેણની સપાટીને ચોપડે છે. કાચ ધોવા માટે પહેલાં તે માટેના સાદા પાણીમાં વપરાયેલા લીંબુની છાલ રાખી મુકો. અનુકૂળ આવે તોે લીંબુની છાલ કાચ ઉપર ઘસો. આમ ન અનુકૂળ આવે તો લીંબુના પાણીવાળું પ્રવાહી, ચોખ્ખા કરેલા કાચને સાફ કરવાથી  લીંબુમાંની ખટાશ  કે તેનો એસીડ કાચને ઝળકાટ અને ચકચકાટ આપશે. આ સાદો અને ઘરગથ્થુ ઉપાય રોેજીંદા કામમાં પણ  અજમાવી રોજના ચાના કપ-રકાબી કે કાચના પ્યાલાને ચમકદાર રાખી શકાય.

મહેમાન આવવાના થોડા વખત પહેલાં કે તે વખતે તેમના માટે બનાવેલા લીંબુના શરબતના લીંબુની છાલ  જે તે પ્યાલા ચોખ્ખા કરવા  વાપરી શકાય, શરીરને વીટામીન 'સી' પૂરું પાડતી લીંબુની ખટાશ કાચને ચળકાટ પૂરો પાડે છે. આવા બીજા અનેક દેશી, ઘરેલું નુસખા દ્વારા ઘરને તથા ઘરવખરીને દિવાળીમાં ચકચકાટ કરી શકાય.

- ઈશિતા
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments