Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સપનાનાં ઘરને પર્સનલ ટચ આપો

દરેક વ્યક્તિનાં મનમાં પોતાનાં ઘરને લઈને એક સપનું હોય છે, જેને પોતાની પસંદગી અને બજેટ અનુસાર સજાવવાની ઈચ્છા હોય છે. હવે આ સપનું સાકાર કરવાનું મુશ્કેલ પણ રહ્યું નથી, કેમકે બજારમાં એટલા ઓપ્શન્સ ઉપલબ્ધ છે કે તમે જે વસ્તુને ઈચ્છો તે ખરીદી શકો છો.

બજારમાં એવા કેટલાય સર્વિસ પ્રોવાઈડર છે, જે ડેકોર અને બીજી અનેક સજાવટની એક્સેસરિઝને ગ્રાહકની પસંદ અને આવશ્યક્તા અનુસાર તૈયાર કરી આપે છે, જેથી ઘરના ઈન્ટીરિયરને એક પર્સનલ ટચ આપવા માટે કોઈ ઈન્ટીરિયર ડિઝાઈનરની જ મદદ લેવામાં આવે એ જરૃરી નથી. જો તમારા બજેટમાં કોઈ ઈન્ટીરિયર ડેકોરેટર પર પૈસા ખર્ચ કરવાની જોગવાઈ તો તમે જાતે પોતાના માટે પોતાની પસંદગીનું ઈન્ટીરિયર પસંદ કરી ઓછા બજેટમાં એક ડિઝાઈનર ઘર બનાવી શકો છો.

એના માટે સૌથી પહેલાં તમે એ નક્કી કરી લો કે તમારે કેવા પ્રકારનું ઈન્ટીરિયર જોઈએ છે. ટ્રેડિશનલ કે ફ્યૂઝન. ત્યાર પછી લાઈટિંગનો પ્રકાર, ફર્નિચર, પેઈન્ટ વગેરેની કિંમતો અંગે જાણકારી મેળવો અને પછી જે વસ્તુઓ તમારા બજેટમાં ફિટ બેસે, તે વસ્તુઓનો ઉપયોગ કરો.

હોમ ડેકોરમાં કસ્ટમાઈઝ્ડ ઈન્ટીરિયરને અપનાવવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે દરેક ગ્રાહક પોતાની અંગત પસંદગી અનુસાર અલગ ડિઝાઈન અને સ્ટાઈલનું નિર્માણ કરી શકે છે. પહેલાં એકની સોફાની ડિઝાઈન કે પડદાની સ્ટાઈલ જોઈને બીજાને પણ એવી જ ડિઝાઈન અને સ્ટાઈલ પોતાના ઘર માટે જોઈતી હતી.

આ જ કારણસર બધાંના ઘરોમાં એક સમયે એક સરખી નેતરની ખુરશીઓ, સફેદ કાચનાં ટેબલો અને એક જ શેપના સોફા કે પછી વોશબેસિન જ જોવા મળતા હતા. કોઈપણ વસ્તુમાં એક અંગત પ્રકારની છાપ જોવા મળતી નહોતી. આજે દરેક વ્યક્તિનો પ્રયત્ન હોય છે તે પોતાના ઘરમાં રહેલી દરેક વસ્તુ બધાથી અલગ અને અનોખી હોય. એટલા માટે ખાસ પસંદ કરીને અને ઘરના દરેક ખૂણાનું ડિઝાઈનિંગ કરવામાં આવે છે.

એક ડિઝાઈનરના  જણાવ્યા અનુસાર, ''જ્યારે ઉપભોક્તાની જરૃરિયાત અને ઘરની દરેક જગ્યા એટલે કે ઓરડાઓ, કિચન, બાથરૃમ અને બાલ્કની વગેરેને ધ્યાનમાં રાખીને બાથરૃમ અને બાલ્કની વગેરેને ધ્યાનમાં રાખીને સજાવટ કરવામાં આવે છે તો તેને કસ્ટમાઈઝ્ડ ઈન્ટીરિયર કહેવામાં આવે છે. આ સજાવટમાં દરેક વસ્તુની જરૃરિયાત, રંગ, આકાર, ફેબ્રિક, મટિરિયલ્સ ડિઝાઈનર વગેરે એકબીજાને મેચ થાય છે. પછી ભલે તે સાફા, ઓશીકા, દીવાલ, સીલિંગ, પડદા કે પછી એક્સેસરિઝ હોય.''

''જો તમે બજારમાં જઈને જે વસ્તુઓ તમને પસંદ હોય તેને ખરીદી લો છો તો બની શકે છે તે તમારા ઓરડાના આકાર અનુસાર ફિટ ન બેસો.

એટલા માટે જરૃરી છે કે એવી વસ્તુઓ લગાવવામાં આવે, જે સંપૂર્ણ ડેકોરની સાથે સંકલન કરવા ઉપરાંત તમારા બજેટમાં પણ હોય. જો તમારો લિવિંગરૃમ નાનો છે અને તમે બજારમાંથી એક મોટો સોફાસેટ ખરીદી લાવો છો, તો દેખીતી વાત છે કે તમને ચાલવામાં મુશ્કેલી પડશે. એટલા માટે નાના સોફા તૈયાર કરવામાં આએવે છે અને તેના આકારમાં બાકીનું ફર્નિચર પણ.''

એની ડાયરેક્ટર અને સીઈઓ અંજલિ ગોયલના જણાવ્યા અનુસાર ''કસ્ટમાઈઝ્ડ ઈન્ટીરિયર વિવિધ ડિઝાઈનર તત્ત્વોનો ઉપયોગ કરીને અને તેને તે જગ્યાનો ઉપયોગ કરનારી વ્યક્તિની જરૃરિયાતોની સાથે તાલમેલ બેસાડીને તૈયાર કરવામાં આવે છે. એવો લુક આપવો ઘણો જ જરૃરી હોય છે, જેનાથી તેમાં રહેનારી વ્યક્તિની અંગત છાપ તેમાં દેખાઈ આવે. આ પ્રકારના ડિઝાઈનિંગથી આખા ઘરને બદલી શકાય છે.

લેધરની અપહોલ્સ્ટરીની સાથે ઉપયોગમાં લેવાયેલ સોલિડ વુડ ફર્નિચર ગરમીની અનુભૂતિ કરાવે છે, તો કાચનો ઉપયોગ એક આલીશાન લુક અને સુરૃચિ હોવાનો પરિચય કરાવે છે. આ પ્રકારની ડિઝાઈનિંગમાં વિકલ્પોનો તોટો નથી. તમે ઈચ્છો તો ઘણો જ મોડર્ન લુક આપી શકો છો કે પછી ટ્રેડિશનલ લુકને જ ક્રિએટ કરી શકો છો.''

આજે બદલાતા ટ્રેન્ડ અને ઘરને એક ડિફરન્ટ અને પોતાની જરૃરિયાતો અનુસાર લુક આપવા માટે ડિઝાઈનના અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ હોવાના કારણે કસ્ટમાઈઝ્ડ ઈન્ટીરિયર ફેશનમાં આવી ગયા છે.
ડિઝાઈનર સિમાનું   રાયનું માનવું છે કે કસ્ટમાઈઝ્ડ લુકની લોકપ્રિયતાની પાછળ મીડિયાની પણ મહત્ત્વની ભૂમિકા છે.

બહેતર જીવનશૈલીની રીત અને સેલિબ્રિટીઝનાં ઘરોને ટીવી પર દેખાડી તેમણે લોકોનાં મનમાં એવું જ ઘર બનાવવાની ઈચ્છા પ્રબળ કરી છે.તેઓના  જણાવ્યા અનુસાર, ''આજે જ્યારે આપણે ઈન્ટીરિયરની વાત કરીએ છીએ, તો સૌથી પહેલી વસ્તુ જે આપણા મગજમાં આવે છે, તે છે સ્ટાઈલિશ લુક, જેને કસ્ટમાઈઝ્ડ ડિઝાઈનિંગ દ્વારા મેળવી શકાય છે.

જેમાં ઈન્ટીરિયર ડિઝાઈનર લોકોની જરૃરિયાતો, ઉપયોગિતાઓ અને જગ્યાને ધ્યાનમાં રાખીને એક યોગ્ય, સુંદર અને ઉપયોગી થીમ, પ્રોડક્ટ અને સમગ્ર સજાવટ બાબતે ઉકેલ સૂચવે છે. આ બધી પ્રક્રિયામાં ક્રિએટિવિટી હોવાની સાથેસાથે ટેક્નિકલ પાસાંઓનો પણ ઉપયોગમાં આવે છે. માટે ટેક્નોલોજિકલ દ્રષ્ટિએ પણ ઈન્ટીરિયર ડિઝાઈનર કુશળ હોવો જરૃરી છે.''

તે  કહે છે, ''તમે જે રંગના પડદા લગાવો છો, તે રંગના બેડ કવર, કુશન લગાવી શકો છો. જેનાથી એક તાલમેલ જળવાઈ રહે છે. પડદા પર ઝૂલ લગાવવા માંગો છો, તો દીવાલના રંગ સાથે મેચ કરી લગાવી શકાય છે. તમારું ઘર નાનું છે તો તેને વિશાળ લુક આપવા માટે દીવાલો પર વોલપેપર લગાવી શકાય છે અથવા વોલપેપર પર પેઈન્ટિંગ કરાવી શકાય છે. કોઈપણ વસ્તુ, જે ખરીદીને લાવી શકાય છે, જરૃરી નથી કે તમારા ડેકોરમાં ફિટ બેસે કે તેની સાથે મેચ થાય.

મોટાભાગનાં ઘરોમાં ફ્લોરિંગ ચિપ્સવાળું જ હોય છે. જો તમારા સોફાસેટનો રંગ વાદળી છે તો ટરકવોઈઝ ટાઈલ્સ તેના પર લગાવી શકો છો અને એ જ પ્રકારનું વોલ હેંગિંગ કરાવી શકો છો. તેનાથી એક સંપૂર્ણ લુક આવી જાય છે અને ઉપયોગ કરનારને કોઈ જ પ્રકારની મુશ્કેલી પડતી નથી.''

''કિચનમાં તો કસ્ટમાઈઝ્ડ સૌથી વધારે જરૃરી છે. ધારો કે કોઈ સ્ત્રી જે બહુ ઊંચી નથી, તેના કિચનમાં એટલા ઊંચા કેબિનેટ બનાવેલા છે કે તેને સ્ટૂલ પર ચઢીને સામાન ઉતારવો પડે છે, તો શું આ સુવિધાજનક સ્થિતિ ગણાય? તેને પોતાની ઊંચાઈ મુજબ જ કેબિનેટ વગેરે બનાવવા જોઈએ અથવા લોટના ડબ્બા કે મસાલા રાખવા માટે ઘણા સ્ટોરેજની આવશ્યક્તા હોય, તો તેમાં જરૃરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. ઉપયોગ કરનારી વ્યક્તિની ઊંચાઈ આમાં ઘણું જ મહત્ત્વ ધરાવે છે.''

મોટાભાગના લોકોનાં મનમાં એ જ માન્યતા છે કે પોતાની પસંદગી અને ઉપયોગિતા અનુસાર ઘર સમજાવવાનો અર્થ છે પૈસાનું મોટું રોકાણ.  આ વાત થોડા સમય પહેલાં કદાચ સાચી માનવામાં આવતી હતી, પણ આજે એવું નથી. કારણ છે  માર્કેટમાં દરેક વેરાઈટી  અને મટીરિયલ્સની વસ્તુઓની ઉપલબ્ધતા. તમે સોફા કે બેડ ખરીદવા માંગો છો તો બહુ મોંઘા લાકડાને ન લેતાં ઓછી કિંમતના લાકડાને લઈ શકો છો.

એજ રીતે ફેબ્રિક, કિચન એક્સેસરિઝ કે ડેકોરેશનની એક્સેસરિઝ પણ એટલા પ્રકારની તમને મળી જશે કે તે તમારા નાના એવા ફ્લેટ કે એપાર્ટમેન્ટ મુજબ એકદમ વાજબી અને તમારા બજેટમાં હશે. જરૃરી છે તો માત્ર ઘણી બધી જાણકારી અને શોધ કરવાની. બીજાઓ શું વિચારે છે, તેના પર ધ્યાન ન આપતાં પોતાની પસંદગી અને જરૃરિયાતો પર ધ્યાન આપો અને જીવો એક સુવિધાજનક જિંદગી.
- નીપા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments