Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'બાથ સોલ્ટ' ભગાવે થાક

મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બ્રોમાઈડ, સોડિયમયુક્ત

દિવસભરની દોડધામ પછી ઘરે જઈને નમક નાખેલા હુંફાળા પાણીમાં થોડીવાર પગ ડૂબાડી રાખવાથી જાણે કે અડધેઅડધો થાક દૂર થઈ જાય છે. પણ રસોડામાં વાપરવામાં આવતા નમકને બદલે બાથ સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે તો સઘળો થાક હરાઈ જાય છે. એટલું જ નહીં, તેમાં રહેલા પોષક તત્ત્વો આપણા શરીરને વધારાનો લાભ આપે છે.

સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે બાથ સોલ્ટને તેના કુદરતી સ્વરૃપમાં ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેમાં રહેલા ખનીજ તત્વો અને અન્ય પોષક દ્રવ્યો તમારી ત્વચાને નરમ-મુલાયમ બનાવવામાં મદદ કરે છે. બાથ સોલ્ટમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બ્રોમાઈડ અને સોડિયમ હોય છે. આ ખનીજ તત્વો તમારી ત્વચામાં આસાનીથી શોષાઈ જાય છે. તે તમારી ત્વચાને સ્વચ્છ અને શુધ્ધ પણ બનાવે છે.

મેગ્નેશિયમ થાક દૂર કરે છે, જ્યારે કેલ્શિયમ તમારા શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવામાં સહાય કરીને તમારા  હાડકાંને મજબૂત રાખે છે. પોટેશિયમ ત્વચામાં મોઈશ્ચરાઈઝરનું પ્રમાણ જાળવે છે, બ્રોમાઈડ થાકેલા સ્નાયુને હળવાં કરે છે અને સોડિયમ શરીરમાં જળ તત્ત્વનું સંતુલન જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

જોકે બજારમાંથી બાથ સોલ્ટ ખરીદતી વખતે તમારી ત્વચાનો પ્રકાર ચકાસી લેવો જરૃરી છે. જેમ કે સંવેદનશીલ અને તૈલીય ત્વચા માટે લવંડર અથવા રોઝ બાથ સોલ્ટ ખરીદો, જ્યારે સુકી અને ફાટેલી ત્વચા માટે બદામ અને ઓરેંજ ધરાવતું બાથ સોલ્ટ શ્રેષ્ઠ ગણાશે.

રોઝમેરી અને પિપરમિન્ટ ફિક્કી પડી ગયેલી ચામડીનો ચળકાટ પાછો લાવવામાં મદદગાર પુરવાર થાય છે. જ્યારે જેને ત્વચા પર સોજા ચડી આવતા હોય તેને માટે સીવિડ બાથ સોલ્ટ અચ્છો વિકલ્પ છે.

જો તમે બજારમાંથી બાથ સોલ્ટ ખરીદવા ન માગતો હો તો તે ઘરે પણ બનાવી શકાય. તેને માટે બે કપ એપ્સમ સોલ્ટ, બે કપ સી સોલ્ટ, પાંચ ટીપા લવંડર એસેન્શિયલ ઓઈલ, પાંચ ટીપાં બ્લુ ફુડ કલર અને પાંચ ટીપાં લાલ ફુડ કલર લો.

હવે ફુડ કલર સિવાયની બધી સામગ્રી મિક્સ કરીને સારી રીતે હલાવો. અન્ય એક ડીશમાં બન્ને ફુડ કલર નાખીને મિક્સ કરો. હવે આ કલરને સામગ્રીમાં ભેળવીને સારી રીતે મિક્સ કરો. ત્યાર બાદ એક મોટા વેક્સ પેપર પર આ સોલ્ટ પાથરી દો. તે એકદમ સુકાઈ જાય પછી તેને સુંદર જારમાં ભરી દો. જારમાં નાખ્યા પછી ચોવીસ કલાક સુધી યથાવત્ સ્થિતિમાં રાખો જેથી તેમાં લવંડર એસેન્શિયલ ઓઈલની ખુશ્બૂ સારી રીતે ભળી જાય.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments