Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેશનની ફેશન અને વરસાદમાં કોરા રહેવાના વિકલ્પ

વર્ષા ઋતુમાં સ્ટાઈલિશ રેનવેર અપાવે છત્રીથી છૂટકારા

ચોમાસુ શરૃ થાય એટલે માનુનીઓ પોલકા  ડોટ્સવાળી,  ઝાલરવાળી કે ઘેરા રંગની આકર્ષક  છત્રીઓ લેવા લલચાય. પરંતુ સુંદર છત્રીઓ પણ તેમને ભારે વરસાદમાં   સમગ્રપણે  કોરી ન રાખી શકે.

આવી સ્થિતિમાં  નોકરીએ જતી   કે ટ્રેકિંગની શોખીન મહિલાઓ માટે  ભર વરસાદમાં  કોરા રહેવાના વિકલ્પો આ વર્ષે  રજૂ થયા છે.  વળી તે એટલા સ્ટાઈલિશ છે કે તે જોઈને ખરીદવાનું મન થઈ જાય. ફેશન ડિઝાઈનરો આવા રેનવેઅરની  માહિતી  આપતાં કહે છે....

આ ચોમાસામાં  ટ્રેક અથવા હાઈક પર જવા માગતી યુવતીઓ તેમ જ યુવકો પણ આકર્ષક 'પોંચો'  પહેરીને  વરસતા વરસાદમાં  કોરા રહી શકે છે,વાસ્તવમાં  ટ્રેક કે હાઈક પર છત્રીનો ઉપયોગ લગભગ અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં જે તે વ્યક્તિને સંપૂર્ણપણે  ઢાંકી દેતું  'પોંચો' અચ્છો વિકલ્પ છે. વિવિધ  રંગોમાં  મળતા 'પોંચો' પવન સાથે આવતા વરસાદમાં પણ  સુવિધાજનક બની  રહે છે.

વળી તે સ્ટાઈલિશ હોવાથી સુંદર પણ લાગે  છે.સામાન્ય  રીતે સાડી  કે પંજાબી સુટ પહેરતી યુવતીઓ વરસાદમાં પલળે ત્યારે તેમના કપડાં પગમાં એવી રીતે ચોંટી જાય છે કે તેમના માટે ચાલવાનું   મુશ્કેલ થઈ પડે.

આમ છતાં મોટાભાગની  મહિલાઓને  પરંપરાગત રેનકોટ પહેરવાનું નથી ગમતું. જો કે હવે બજારમાં  મળતી સ્કર્ટ -જેકેટ રેનકોટની   જોડી તેમને ચોક્કસ ગમશે. માથાથી પગ સુધી શરીરને  ઢાંકી દેતી જેકેટ - સ્કર્ટ રેનવેરની  જોડી કોઈક ડિઝાઈનર ડ્રેસ જેવી દેખાય છે.

આ રેનવેર સાડી કે  સલવાર- કમીઝ જેવા પોશાક માટે એકદમ સુવિધાજનક બની રહે છે. તેથી કાયમ પરંપરાગત પોશાક પહેરવાની આગ્રહી મહિલાઓ ભારે વરસાદમાં  પણ આ રેનવેર પહેરીને  ઓફિસમાં  પહોંચશે ત્યાં સુધી કોરી રહી શકશે.

છેલ્લા થોડા સમયથી  ગાઉનની  ફેશન પૂરબહારમાં  ખીલી છે. વાસ્તવમાં  ગાઉન અથવા મેક્સી ડ્રેસ કોઈ પણ સીઝનમાં  અત્યંત સુવિધાજનક લાગે છે. પરંતુ વર્ષા ઋતુમાં  તે ભીંજાઈ જાય ત્યારે મુશ્કેલી  સર્જે. આ સમસ્યા  ટ્રેંચ  કોટ સ્ટાઈલના  પ્રિમિયમ પોલિસ્ટર રેનકોટ પહેરીને દૂર કરી શકાય.

મેક્સી ડ્રેસ જેવી વિવિધ  પેટર્નમાં  મળતાં આ રેનકોટ  મુસ્લિમ  માનુનીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહે. અન્ય યુવતીઓ કદાચ ચોમાસામાં મેક્સી  ડ્રેસ પહેરવાનું ટાળી શકે. પરંતુ મુસ્લિમ મહિલાઓ  માટેં બુરખો  પહેરવાનું ફરજિયાત હોય ત્યારે આ મેક્સી જેવું રેનવેર તેમને વરસાદમાં  પણ કોરા રાખી શકે.

જે રમણીઓ ચોમાસામાં  જેકેટ પહેરવાનું પસંદ કરતી  હોય છે તેમને માટે હવે ઝિપર જેકેટ પણ ઉપલબ્ધ છે.  આવા જેકેટમાં  બંને બાજુ આપવામાં આવેલાં ખિસ્સાને  ઝિપથી બંધ કરી શકાતા હોવાથી હાથવગી જોઈએ એવી વસ્તુઓ તેમાં મૂકીને  ઝિપ બંધ કરી  દેવાથી તે પલળતી નથી.

જો કે ગયા વર્ષથી  પુરૃષો માટે  બજારમાં 'બર્ડી' મૂકાઈ ત્યારબાદ તેમને વરસાદમાં  ભીંજાવાથી ઘણી રાહત મળી છે. પેન્ટ-શર્ટની આ જોડી હવે ચેક્સવાળી ડિઝાઈનમાં  પણ મળતી હોવાથી ફેશનેબલ  યુવકોને મોજ પડી ગઈ છે. વળી આ રેનવેર દ્વિચક્રી વાહન ચલાવતા લોકો માટે અત્યંત સુવિધાજનક બની રહે છે.

- વૈશાલી ઠક્કર
 

Post Comments