Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમારા વોર્ડરોબમાં આટલી જ્વેલરી હોય તોય ઘણું

આભૂષણો  હમેશાંથી સ્ત્રીઓની નબળાઈ રહી છે. દુનિયાની કઈ માનુની એવી હશે જેને અલંકારો પહેરવાનું  ન ગમે. ખરેખર તો બાળકી થોડી સમજદાર થાય ત્યારથી જ તેને ઘરેણાંનું આકર્ષણ થવા લાગે  છે.  દીકરીના માતાપિતા પણ તેને હોંશે હોેંશે  દાગીના પહેરાવે છે, તેના લગ્નમાં  આપવા માટેના અલંકારો ભેગાં  કરવા લાગે  છે.

પરંતુ બધા માટે સંખ્યાબંધ જ્વેલરી ખરીદવાનું શક્ય નથી હોતું. આવી સ્થિતિમાં જે તે યુવતીઓ કેટલીક એવી જ્વેલરી  ખરીદી શકે જે કોઈપણ પોશાક કે સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. જ્વેલરી ડિઝાઈનરો તેના વિશે માહિતી આપતાં કહે છે....

એક કે એકથી વધુ સેરવાળી મોતીની માળા, ડિટેચેબલ ઈયરરિંગ,  સ્ટેટમેન્ટ રિંગ કે ઈયરરિંગ જેવા કેટલાંક ઘરેણાં   તમે કોઈપણ  પોશાક કે સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. જ્વેલરી ડિઝાઈનરો તેના વિશે માહિતી આપતાં કહે છે....

એક  કે એકથી વધુ સેરવાળી મોતીની માળા, ડિટેચેબલ ઈયરરિંગ, સ્ટેટમેન્ટ રિંગ કે ઈયરરિંગ જેવા કેટલાંક ઘરેણાં તમે  કોઈપણ  પરિધાન ાસથે ધારણ કરી શકો છો. તેઓ તેના વિશે વિગતવાર માહિતી આપતાં કહે છે કે સ્ટેટમેન્ટ રિંગ્સ અત્યંત સ્ટાઈલિશ  લાગે છે. તમે અન્ય કોઈપણ દાગીના ન પહેરો અને એકમાત્ર સ્ટેટમેન્ટ રિંગ પહેરો તોય ઘણું. 

આજની તારીખમાં વિન્ટેજ, બોલ્ડ, જ્યોમેટ્રિક, સોફિસ્ટિકેટેડ અને સ્લેન્ડર  જેવી  વિવિધ પ્રકારની  વીંટીઓ આસાનીથી મળી રહે છે. તમે તમારી પસંદગી મુજબની એકાદ બે રિંગ  ખરીદી રાખો. અને જ્યારે તમને  ચોક્કસ પરિધાન સાથે કઈ જ્વેલરી પહેરવી તેની મૂંઝવણ અનુભવાય  ત્યારે સ્ટેટમેન્ટ રિંગ પહેરી લો.

એક જ્વેલરી  ડિઝાઈનર પોતાની એક ક્લાયન્ટનો સ્ટેટમેન્ટ રિંગ વિશેનો અનુભવ જણાવતાં કહે છે કે તે યુવતી ઉચ્ચ મધ્યમ  વર્ગની  છે. પણ અન્ય જવાબદારીઓને કારણે તેણે ઝાઝાં ઘરેણાં  ખરીદવાનું નથી પોસાતું. તેથી તેણે ત્રણ-ચાર સ્ટેટમેન્ટ રિંગ ખરીદી લીધી છે. હવે તેના સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં  પણ એવી છાપ  પડી ગઈ  છે કે  તેને  ઘરેણાંમાં માત્ર વીંટીઓ જ ગમે  છે. અને તે કોઈપણ ફંક્શનમાં  જાય ત્યારે   બધાનું  ધ્યાન તેની આંગળીઓ પર જ હોય છે.

જ્વેલરી  ડિઝાઈનરો વધુમાં કહે છે કે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ પણ આવી જ  કમાલ કરી શકે છે., તેમાંય ડિટેચેબલ  ઈયરરિંગ તમને બબ્બે  બુટ્ટીનું કામ આપે  છે. જો તમે ઓફિસમાંથી સીધા કોઈ પાર્ટીમાં જવાના હો તો ઘરેથી સ્ટડ પહેરીને નીકળો. અને પાર્ટીમાં  જવાથી પહેલાં  તેમાં  હેંગિંગ્સ જોડી દો. તમારી આવી  બુટ્ટી તમારા માટે વધારાનું આકર્ષણ  પેદા કરશે. સાથે સાથે તમને પાર્ટીમાં પહેરવા  માટે અન્ય દાગીના સાચવીને લઈ જવાની ચિંતા પણ નહીં રહે.

મોતીની માળા હમેશાંથી ભારતીય ત્વચા  પર લાવણ્યમયી લાગે  છે. તમે ચાહો   તો એક સેરની અથવા એકથી વધુ સેરની મોતીની માળા પહેરો. વળી  મોતીમાં પણ કંઈકેટલીય વિવિધતા મળી રહે છે.

તમે ચાહો તો ઝીણા મોતીની વળ ચડાવેલી માળામાં સરસ મઝાનું પેન્ડન્ટ નખાવો  કે મોટા મોતીની એક સેરની  માળા પહેરો. તેમાં  તમે  અચૂક નોેખા તરી આવશો. રંગબેરંગી  મોતીની પાંચથી સાત સેરની માળા પણ અત્યંત આકર્ષક  લાગે  છે. તે દરેક પ્રકાર અને  રંગના પોશાક સાથે ધારણ કરી શકાય છે.

'હીરા હૈ સદા કે લિયે' અમસ્તા  જ નથી કહેવાયું. ડાયમંડ જ્વેલરી હમેશાંથી મહિલાઓને પ્રિય રહી  છે. ખાસ કરીને ઈયરરિંગ અને નેકલેસમાં તેમને  હીરાનું જડતર વધુ ગમે  છે. નેકલેસની   વાત કરીએ તો હીરાના હારમાં  અસંખ્ય ડિઝાઈન જોવા મળે છે. તમે તમારી પસંદગી અને  બજેટ અનુસાર તેની ખરીદી કરી શકો. વયસ્ક મહિલાઓ  હીરાની એક સેરમાં ગોળ પેન્ડન્ટ ધરાવતું નેકલેસ પહેરે તો તે અત્યંત જાજરમાન  લાગે.

વળી આવું નેકલેસ કોઈપણ પ્રસંગે પહેરી શકાય. જ્યારે યુવતીઓ પોતાની પસંદગીની ડિઝાઈન પ્રમાણે હીરાનો  હાર ખરીદી શકે. હીરાના ઘરેણાં  પામેલાઓને ગ્લેમરસ લુક આપે છે.

છેલ્લા ઘણાં સમયથી ફેશનેબલ ભામિનીઓમાં સ્ટેકેબલ રિંગ બહુ  માનીતી બની ગઈ છે. આવી એકમાત્ર વીંટી સઘળાં ઘરેણાંની ગરજ સારે છે.  

તેવી જ રીતે છેલ્લા થોડા સમયથી ટસલ જ્વેલરીની ફેશન પણ  પૂરબહારમાં ખીલી  છે. વિવિધ રંગોમાં મળતી ટસલ ઈયરરિંગ અને પેન્ડન્ટ એકદમ સ્ટાઈલિશ લાગે  છે.   અને તમે તેને  તમારા પોશાકના રંગ મુજબ મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકો છો.

-  વૈશાલી ઠક્કર


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 



Post Comments