Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોન્સૂન પાર્ટી

ઈન્દ્રધનુષી રંગો સાથે માણો ચોમાસાની મિજબાની

સામાન્ય રીતે  શિયાળાને પાર્ટીઓ માટેની  શ્રેષ્ઠ સિઝન માનવામાં આવે  છે. પરંતુ જેમને  ઉજવણી જ કરવી હોય તે કોઈપણ મોસમને  પાર્ટીની ઋતુ બનાવી લે છે. હવે જ્યરે ચોમાસુ બેસી ગયું છે ત્યારે  પાર્ટી એનિમલ્સ માટે પાર્ટી  આયોજકો મોન્સૂન  પાર્ટીનું આયોજન કરવા મચી પડયાં  છે.

તેઓ કહે છ ેકે વાતાવરણમાંથી આવતી ભીની માટીની સોડમ, આસમાનમાંથી વરસતા  વરસાદી ઝાપટાં, નભમાં  દેખાતા રૃપેરી વાદળાં, વાદળોના ગડગડાટ વચ્ચે થતાં વીજળીના ચમકારા અને કાળઝાળ ગરમીને પાછળ મૂકીને  ઠંડુ-ભીનું બનેલું  વાતાવરણ પાર્ટી મનાવવા માટે બેસ્ટ ગણાય.

વળી આવી ઋતુમાં  સગડી પર અથવા બારબેક્યુમાં  શેકેલી મકાઈ અને ગરમ ગરમ ભજિયા ખાવાની મોજ માણવાનું કોને ન ગમે? તેથી જ વીક-એન્ડ આવે એટલે પાર્ટીપ્રેમીઓ મોન્સૂન પાર્ટી મનાવવા  ઉતાવળા બને છે.

જો કે ચોમાસાની પાર્ટીનું  થીમ શિયાળાની  મિજબાની કરતાં તદ્ન અલગ  જ હોય.  શિયાળામાં  જ્યાં તમે રૃફ ટોપ પર મિજલસ માણો ત્યાં વર્ષાઋતુમાં  પૂલસાઈડ પાર્ટી મનાવવાની મઝા આવે. પાર્ટી આયોજકો કહે છે કે પૂલસાઈડ મિજબાની આપવા માગતા લોકો ડેકોરેશનથી લઈને પોશાક, ખાણીપીણી, ગીત-સંગીત ઈત્યાદિ મોસમને  અનુરૃપ રાખવાનો આગ્રહ સેવે છે.

તેઓ  વધુમાં  કહે છે કે હમણાં હમણાં હવાયન ટ્રેન્ડની ભારે માગ છે. મિજલસમાં  આવતા મહેમાનોને ફૂલોના  હાર પહેરાવવામાં આવે, તેમને ફૂલોની ડિઝાઈન ધરાવતી હેરબેન્ડ, ચેઈન, રિસ્ટબેન્ડ ઈત્યાદિ પહેરાવવામાં આવે.

પાર્ટી માટે ફ્લોરલ સ્કર્ટનો ડ્રેસ કોડ રાખવામાં આવે,  પુરુષ મહેમાનોને  ફૂલોની  ડિઝાઈનવાળા  શર્ટ પહેરવાનું  કહેવામાં આવે અને બધાને વર્ષા  ઋતુને છાજે એવા રંગબેરંગી  પગરખાં પહેરવાનું  કહેવામાં   આવે. જ્યારે સઘળાં  મહેમાનો  આ રીતે જોવા મળે ત્યારે પાર્ટીનો માહોલ આપોઆપ જામી જાય. જ્યારે કોઈક યજમાન પૂલમાં ફીણ બનાવવાનો  આગ્રહ રાખે.

કોઈક યજમાન પૂલમાં  નાનકડી મોટરબોટ પણ તરતી  મૂકાવે.  તેઓ વધુમાં   કહે  છે  કે મોન્સૂન પાર્ટીના  ડેકોરેશનમાં 'કાગઝ કી કશ્તિ, બારિશ  કા પાની' થીમ પણ બહુ જામે છે. કહેવાનો અર્થ એ છે કે પૂલમાં  કાગળની નાવો  તરતી મૂકવામાં આવે.  અને પૂલ ફરતે રંગબેરંગી છત્રીઓ  ગોઠવીને સમગ્ર વાતાવરણને રંગીન બનાવ દેવામાં  આવે.

જો  તમે ઘરમાં  મોન્સૂન  પાર્ટીનું આયોજન કર્યું હોય તો ઘરના પ્રવેશદ્વાર, દિવાલો ઈત્યાદિ પર કાગળમાંથી બનાવેલા  મેઘધનુષ લગાવી શકો. તેવી  જ રીતે ઈન્દ્રધનુષી રંગોના ફુગ્ગાઓનો શણગાર પણ કરી શકાય. સોફ્ટ ડ્રીંકના ગ્લાસની  કોરે લીંબુની સ્લાઈસ સાથે છત્રી આકારની સ્ટ્રો ગોઠવી  દો તો તેનો  દેખાવ પણ  ચોમાસાને છાજે તેવો થઈ જાય.

મિજબાનીમાં  સૌથી વધુ મહત્ત્વ ખાણીપીણીનું હોય. અને ચોમાસાની પાર્ટીમાં  મકાઈ તેમં જ ભજિયાં ન હોય એવું   બને  ખરું. તમે ચાહો તો મકાઈનો સગડી પર શેકો કે પછી મકાઈના દાણાને  બાફીને  તેના ઉપર માખણ-મરી-ચાટ મસાલો છાંટીને  પીરસો. વર્ષા ઋતુમાં  કાંદાના ભજિયા તો હોવાના જ.

સાથે સાથે મકાઈ,  બટાટા, કોબી ઈત્યાદિના ભજિયાં પણ બનાવી શકાય. જેમને ભજિયા સાથે ચાની લહેજત લેવી હોય તેને માટે આદુ-ફુદીનો  નાખીને બનાવેલી ગરમ ગરમ ચાની વ્યવસ્થા  પણ રાખી શકાય. આ સિવાય પણ ગરમ ગરમ  પીરસી શકાય એવી વાનગીઓનો સમાવેશ ચોમાસાની  મિજલસમાં  કરી શકાય.

ઘરમાં  યોજવામાં આવેલી  વર્ષા  ઋતુની  પાર્ટીમાં શુદ્ધ દેશી ભોજન પીરસીને  ચીલો ચાતરી શકાય. અલબત્ત, મકાઈ  અને  ભજિયા તો દેશી વાનગીઓ જ છે. તેની સાથે વિદેશી વાનગીઓનું  મિશ્રણ કરવાને  બદલે ગરમ ગરમ  બાજરાના રોટલા, ખીચડી, કઢી, ખીચીના શેકેલા પાપડ, ખીચિયું જેવી વાનગીઓ પીરસીને પરંપરાગત વ્યંજનોને પાર્ટીનો ભાગ શકાય. તેવી જ રીતે ભોેજન પીરસવા કે મોકટેલ ઈત્યાદિ સર્વ કરવા  ભૂરા કે લીલા રંગના પારદર્શક કાચના વાસણો ચોમાસાને અનુરૃપ લાગશે.

પાર્ટી આયોજકો કહે છે કે કોઈપણ ઉજવણી ગીત-સંગીત વિના પૂરી થાય ખરી? વળી આપણી પાસે વર્ષા ગીતોનો ક્યાં તોટો છે. તમે 'ટીપ ટીપ બરસના પાની.....' 'પ્યાર  હુઆ ઈકરાર હુઆ....', 'અબ કે સાવન....' જેવા  મનગમતા  વર્ષા ગીતો પર મન મૂકીને નાચી શકો. વળી  જેમના ઘરમાં  ટેરેસ હોય અને પાર્ટી ચાલી રહી હોય તે દરમિયાન  મેહુલો વરસતો હોય તો ખરેખરા વરસતા વરસાદમાં  આવા ગીત-સંગીતનું  આયોજન કરી શકે.

હવે તમને પણ પાર્ટીનું  આયોજન કરવા શિયાળાની  રાહ જોવી જોવાની  જરૃર નથી. મિજબાની માણવા ચોમાસુ પણ સરસ મોસમ છે.

- ઋજુતા
 

Post Comments