Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘર સજાવો ગરજ મુજબ

તમારા ગજા અને ગજવા પ્રમાણે નાનકડા ઘરને પણ રજવાડી લુક આપી શકો છો

આજે જગ્યાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આવા સંજોગોમાં મોટંુ ઘર લેવાનું સપનું સાકાર કરવું મુશ્કેલ છે. જોકે આ કારણે ચિંતા કરવી નહિ. નાનકડા ઘરને પણ જરૃરિયાત અને સ્ટાઈલના સમન્વય દ્વારા સુશોભિત કરી શકાય છે. નાના રૃમની જગ્યાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે થોડી સુઝની જરૃર હોય છે.

નાના રૃમને મોટી દેખાડવા માટે 'અસેન્ટ વૉલ'ના વિકલ્પને અપનાવવો. આનાથી રૃમ સ્ટાઇલીશ દેખાશે. અસેન્ટ વૉલ માટે વધારે ખર્ચ કરવો પડતો નથી અને તે ઝડપથી તૈયાર થઈ જાય છે. ઘરની કલર સ્કીમને ધ્યાનમાં રાખી અસેન્ટ વોલ માટે ઘેરો રંગ પસંદ કરવો. જોકે કાળો, ઘેરો ભૂરો, લાલ અને લીલો રંગ પ્રકાશ શોષે છે એટલે જગ્યા નાની દેખાય છે. આથી તેના બદલે પીળો, ગુલાબી, આકાશી ભૂરો જેવા રિફલેક્ટીવ રંગ પસંદ કરવા.

રૃમના કદ પ્રમાણે ફર્નીચર પસંદ કરવું. નાનકડી ઓરડીને મોટા કદના ફર્નીચરથી ભરી દેવી નહિ. આનાથી તે ભંડાકિયા જેવી દેખાશે. રૃમમાં ઊડીને આંખે વળગે તેવું નહિ પરંતુ તેમાં સમાઈને તેનો હિસ્સો બની જાય તેવું રાચરચીલું પસંદ કરવું.

ઘરમાં ફર્નિચર હોવું જરૃરી છે પણ તેની ગોઠવણી કર્યા બાદ સરળતાથી હરફર કરી શકાય છે કે નહિ તે બાબતે ખાસ ધ્યાન આપવું. વળી આ ફર્નિચર એવા પ્રકારનું હોવું જોઈએ કે તેની અંદર જરૃરી કે વધારાનો સામાન ભરી શકાય. જેમ કે બોક્સ પલંગ -જેથી અંદર વધારાની ચાદર તકિયા કે રજાઈ મૂકી શકાય અથવા લાકડાના નીચા પાટિયા જેને ઊંચા કરીને કોફી ટેબલ તરીકે પણ વાપરી શકાય અથવા બેઠક તરીકે પણ ઉપયોગ કરી શકાય.

ફર્નીચરમાં સ્ટોરેજની ક્ષમતા હોય તો ટીવીના રિમોટ કંટ્રોલ, અખબાર, રમકડાં, બ્લેન્કેટ, પુસ્તકો વગેરેને મૂકી શકાય જેથી આ બધું ઘરમાં રખડતું ન રહે. અને રૃમ મોટો લાગે.

જોકે સ્ટોરેજની જગ્યા ધરાવતાં ફર્નીચરના મર્યાદિત વિકલ્પો હોવાથી રૃમની લંબાઈનો ઉપયોગ કરી શકાય તે પ્રમાણે ડિઝાઈન તૈયાર કરવી. દીવાલ સાથે જોડાયેલી છાજલીઓ, બેડરૃમની છતને અડે તેવા ખાનાઓ, પુસ્તકો મુકવાની છાજલીઓ વગેરેથી દીવાલની લંબાઈ વધુ દેખાશે અને આમાં સ્ટોરેજ પણ સારું થઈ શકશે. જોકે અભેરાઈઓ બનાવતી વખતે સ્ટાઈલ અને ઉપયોગિતા બન્ને બાબત ધ્યાનમાં રાખવી. છાજલીઓ પુસ્તક કે ડેકોરેશનની વસ્તુઓ મૂકવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

રૃમને મોટી દર્શાવવામાં પ્રકાશ આયોજન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કુદરતી પ્રકાશ આવતો હોય તેવી રૃમ મોટી લાગે છે. એટલે ઇન્ટિરીયર ડિઝાઈનિંગ કરતી વખતે રૃમમાં હવા-ઉજાસની વ્યવસ્થા સરખી હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. નાની રૃમની બારીઓમાં ગ્રીલ મૂકીને તેને બંધિયાર બનાવવી નહિ. જો રૃમમાં પૂરતો કુદરતી પ્રકાશ ન આવતો હોય તો અરીસાને એવી રીતે ગોઠવો જેથી પ્રકાશનું પરાવર્તન થઈ રૃમમાં ઉજાસ પથરાય.
-કેતકી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments