Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત-ટેસ્ટી વિદેશી વાનગીઓ

ઈટાલિયન સલાડ

સામગ્રી :  ૧૫૦ ગ્રામ  ગાજર,૧૫૦ ગ્રામ ફણસી, ૨૦૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ  કાકડી, ૨૫૦ ગ્રામ બાફેલા બટાટાનો છૂંદો, ૧ નાનું ટીન પાયનેપલ સ્લાઈસ, ૪ લીલા મરચાં બારીક કાપેલા, ૧ /૨ કપ ખમણેલું  ચીઝ.

પીનટ બટર : ૧ ચમચો માખણ, ૩ ચમચા બારીક કરેલો શીંગનો ભૂકો, મીઠું અને લાલ મરચું.

સૉસ :  ૧ લીટર દૂધનાં દહીનો છન્નો, ૧ ચમચો  પીનટ બટર, ૩/૪ કપ ટમેટો સોસ, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૧ ચમચી ચીલી સોસ, મીઠું અને લાલ મરચું પ્રમાણસર.

ઉપરની બધી વસ્તુઓ ભેગી કરી, સંચો ફેરવી, સોસ તૈયાર કરી ફ્રીજમાં રાખવો. શોભા માટે : સલાડના પાન,  ખમણેલો ૨ ગાજર, લાલ મૂળા અને લીલા કાંદાના ફૂલ.

રીત :  ફણસી અને ગાજર બારીક સમારી વટાણા સાથે બાફવા.  પાણી નિતારી બાજુ પર રાખવા. કાકડીના ટુકડા કરી, તેમાં નાંખી, ફ્રીજમાં  ઠંડુ કરવા મૂકવું. બટાટાના છુંદામાં મીઠું અને લાલ મરચું નાંખવા.  પાયનેપલના બારીક ટુકડા કરવા. બટાટાના નાના ગોળા કરી, વચમાં  પાયનેપલ મૂકી, ગોળા બનાવવા. બાકીનું પાયનેપલ શાકમાં નાખવું.

લાંબી સલાડ પ્લેટ  લેવી. તેમાં સલાડના પાન ગોઠવવા,  તૈયાર કરેલા સોસમાં ઠંડા  શાક નાખી હલાવવું.
સૉસવાળુ શાક પાથરી આજુબાજુ બટાટાના ગોળા મૂકવા. ઉપર ખમણેલી ગાજર અને ચીઝ પાથરવી. આજુબાજુ મૂળા અને કાંદા ગોઠવવા. પીનટ બટર બજારમાં તૈયાર મળે છે. તે વાપરવું  હોય તો વાપરી શકાય.

પેર અને વોલનટ સ્લાઈસ (પેર પાઈ)

સામગ્રી - પેસ્ટ્રી  (પાઈ) :  ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ બ્રાઉન  સુગર, ૧/૨ ચમચી તજનો  ભૂકો, લોટ બાંધવા માટે ઠડુ પાણી, ૧૦૦ ગ્રામ માર્ગરીન, ૫૦ ગ્રામ અખરોટના મગજનો ભૂકો, ૨૦ સ. મિ. (૮) ડાયામિટરનું  ચોરસ વાસણ.

ફિલિંગ :  ૧ મોટું ટિન  પેર સિરપ સાથે ૯ લાલ ચેરી
આપવા માટે સાકરવાળું ક્રીમ અથવા વેનીલા આઈસ્ક્રીમ

રીત :  મેંદામાં, સાકર, તજનોે ભૂકો, અખરોટનો ભૂકો, નાખી હલાવવું,  માર્ગરીન નાંખી હલાવી ઠંડા પાણીથી પૂરી જેવો  લોટ બાંધવો.  ઢાંકીને દસ મિનિટ રાખવો. તેના બે ભાગ કરવા. બંને ભાગની રોટલી ટિનના માપથી વણવી. એક રોટલી બીજી રોટલી કરતાં કરતાં થોડી મોટી વણવી.

નાની રોટલી બેકિંગ ટિનને ડસ્ટિંગ કરી ગોઠવવી. તેની  ઉપર કાંટાથી કાણાં પાડવા  પેર સિરપ  નિતારી, કોરા કરી, અપસાઈડ ડાઉન મૂકવો, તેની ઉપર ચેરી ગોઠવવી, તેના ઉપર મોટી વણેલી રોટલી મૂકવી. બંને બાજુ પાણી  લગાડી ચોંટાડવી.
 

બધી બાજુઓ પરથી બરાબર દબાવવી.  ગરમ ઓવનમાં  ૪૦ મિનિટ રાખવું. પાંચ મિનિટ પછી બહાર કાઢી, ઠંડી પડે પછી લંબચોરસ કાપવા. આઈસ્ક્રીમ સાથે આપવા. વધેલા પેરના ટુકડા કરી  આઈસ્ક્રિમ અથવા ક્રીમમાં નાખવા.

પેર પેસ્ટ્રી ઠંડી પડે પછી ફ્રીજમાં રાખવી. ઉપયોગ વખતે બહાર કાઢી આઈસ્ક્રીમ સાથે આપવી.

પીચ પુડિંગ કેક

સામગ્રી :  ૧ ટીન પીચ (નાનું) ૧/૪ કિલો સ્પંજ કેક, ૧ કપ  સિરપ, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ ચમચા આઈસિંગ સાકર, ૫૦ ગ્રામ કાજુનો  ભૂકો, ૧ કપ દૂધ ૧૧/૨ કપ વેનીલા કસ્ટર્ડ (પાતળું) ૧/૨ ચમચી વેનિલા એસેન્સ,  ૬ થી ૭ લાલ ચેરી.

રીત :  કેક પ્લેટમાં મૂકવી. ઉપરનો ભાગ કાપવો. કેક વચમાંથી અડધે સુધી સ્કૂપ કરવી.  કેક ઉપર સિરપ નાખવું. એક કપ દૂધ નાખવું.

ગરમ વેનીલા કસ્ટર્ડ અડધું નાખવું. તેની ઉપર પીચ ગોઠવવાં. બાકીનું કસ્ટર્ડ પીચ ઉપર નાખવું. ફ્રીજમાં  ૩૦ મિનિટ રાખવું. ક્રીમ ડબલ વ્હીપ કરવું. તેમાં  આઈસિંગ સાકર નાખવી.
 

એસેન્સ નાખવું. તૈયાર કરેલું ક્રીમ  પીચ ઉપર પાથરવું.

કાજુનો  અધકચરો  ભૂકો પાથરવો. ચેરી મૂકી  ફ્રીજમાં  રાખવું.

સારી  ક્વાલિટીની અને તાજી સ્પંજ કેક લેવી. તાજા પીચ વાપરવા હોય તો સાકરના પાણીમાં  ઉકાળી વાપરવાં.

જોકી  કેપ સલાડ

સામગ્રી : ૧૨  જેલી મોલ્ડ વાડકી જેવા (નાના), ૧૨ સ્લાઈસ પાયનેપલ રિંગ (મોટું ટિન), ૨  લીંબુનો રસ,  ૧૦૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ કોબી, ૫૦ ગ્રામ અખરોટ મગજ, પ્રમાણસર મીઠું અને મરી, ૨ બેગ જિલેટીન, ૧ ૧/૨ કપ પાયનેપલ સિરપ, ૧ કપ ઓરેન્જ સ્કોખ, ૧ કપ પાણી, ૨૦૦ ગ્રામ ક્રીમ, ૨૫૦ ગ્રામ વટાણા, ૧૦૦ ગ્રામ કાકડી, ૨૫૦ ગ્રામ સફરજન.

શોભા માટે : સલાડનાં પાન, બાફેલાં બીટનાં પૈતાં, ચેરી

રીત : વટાણા બાફી  પાણી નિતારવું, બાકીનાં શાક છીણવા, ઠંડા પાણીમાં ધોઈ, પાણી નિતારી, ફ્રીજમાં ૨ થી ૪ કલાક રાખવા. સફરજન સલાડ બનાવતી વખતે છાલ સાથે ધોઈને  છીણવા. પાયનેપલ સિરપ અને એક કપ પાણી  ભેગા કરી, જિલેટીન  ઓગાળવું. ગરમ કરી ઠંડુ પાડવું. જિલેટીનવાળા પાણીમાં  ઓરેન્જ  સ્કોશ, લીંબુનો રસ અને ક્રીમ ભેગા કરી સંચો ફેરવવો. મીઠું, મરી છીણેલાં  સાક, વટાણા, સફરજન અને  અખરોટના  ટુકડા નાખવા.

સફરજન  અખરોટના ટુકડા નાખવા, દરેક મોલ્ડમાં તૈયાર કરેલું મિશ્રણ મૂકવું. ફ્રીજના બરફના ક  ખાનામાં ૩૦ મિનિટ રાખવું. મોટી પ્લેટમાં  સલાડના પાન  ગોઠવવા. તેની ઉપર પાયનેપલ રિંગ મૂકવી. દરેક રિંગ ઉપર બીટની સ્લાઈસ ગોઠવવી. તેની ઉપર મોલ્ડ  અનમોલ્ડ કરવું. દરેક કેપ પર ચેરી ગોઠવવી. ફ્રીજમાં તૈયાર કરેલી પ્લેટ રાખવી.

તૈયાર  કરેલા સલાડ મોલ્ડ જોકી કેપ જેવા દેખાશે. જોકી જેવા મોલ્ડ બજારમાં મળે  છે. પાયનેપલ સ્લાઈસ મોટી વાપરવી ઓરેન્જ  સ્કોશને બદલે ૨ કપ તાજો સંતરાનો રસ  સાકર નાંખી વાપરી શકાય.  તાજો  રસ વાપરો તો પાયનેપલે સિરપમાં  પાણી નાખવું નહીં. દરેક જણને એક કે મોલ્ડ મુકવું.

મોલ્ડેડ ઓરેન્જ એપ ચીઝ સલાડ

સામગ્રી :  ૧૦૦ ગ્રામ પનીર, ૨૫૦ ગ્રામ બાફેલા વટાણા, ૨૦૦ ગ્રામ બારીક સમારેલી, કાકડી, ૧૦૦ ગ્રામ ખમણેલું ગાજર, ૨ બેગ જિલેટીન, ૨  ૧/૨ કપ પાણી,  પ્રમાણસર મીઠું અને મરી સેટ કરવા માટે મોલ્ડ, ૩/૪  બારીક સમારેલી સેલેરી સ્ટિક, ૪૦૦  ગ્રામ સફરજન ૧ કપ ઓરેન્જ સ્કોશ, ૧૦૦ ગ્રામ  ક્રીમ, ૨૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૧ ચમચો સાકર, ૧ લીંબુનો રસ. શોભા માટે સલાડના પાન -

રીત :  પનીરને  હાથેથીં છૂટું કરવું. જિલેટીન ક ઠંડા પાણીમાં હલાવી, ગરમ કરી ઠંડુ પાડવું. તેમાં લીંબુનો રસ, સાકર, મીઠું અને મરી નાંખી હલાવવું, ૧/૨ કપ પાણી બાજુ પર રાખવું. સફરજન છાલ સાથે બારીક સમારવા. પાંચ મિનિટ મીઠાના પાણીમાં  રાખી નીતારવા. જીલેટીનવાળા પાણીમાં ઓરેન્જ સ્કોશ, ક્રીમ અને પનીર નાંખી સંચો ફેરવવો. કાકડી, સફરજન, સેલરી, અડધા વટાણા અને દ્રાક્ષ નાંખી હલાવવું.

મોલ્ડને ઠંડા પાણીથી સાફ કરી તેમાં ખમણેલું ગાજર અને અડધા વટાણા પાથરવા.  બાજુ પર રાખેલું  જિલેટિન પાણી નાંખી, બરફના ખાનામાં દસ મિનિટ રાખવું.   બહાર કાઢી તૈયાર કરેલું  મિશ્રણ પાથરવું. બરફ ખાનામાં ૪૦ મિનિટ રાખવું.   બહાર કાઢી સલાડના પાન ઉપર અનમોલ્ડ કરવું.  ફ્રીજના  કોઈપણ ખાનામાં  રાખવું.  દ્રાક્ષને બદલે નાનું નાનું ટિન  પાયનેપલ સમારી વાપરવું. પાયનેપલસિરપ જિલેટીન માટે વાપરી શકાય, સિરપ  વાપરો તો સાકર વાપરવી નહીં.
મેક્સિકન ડિલાઈટ

સામગ્રી :  ૧ લીટર દૂધ, પ્રમાણસર લાલ  રંગ,૧ પેકેટ પાયનેપલ જેલી, પ્રમાણસર લીલો રંગ, ૨ પેકેટ ચાયના ગ્રાસ, રેડી મિક્સ પાયનેપલ ફ્લેવર, ૧ પેકેટ સ્ટ્રોબેરી જેલી, ૨+૨ ચમચા સાકર બંને જેલી માટે.ય
રીત :   બંન ેજેલી જુદી જુદી  ૩ કપ ઉકળતાં  પાણીમાં ૨-૨ ચમચા સાકર  ઓગાળવી જુદી જુદી સેટ  કરવી તેના નાના ચોરસ ટુકડા કરવા દૂધ  ગરમ મૂકવું. ઉકળો આવે ત્યારે તરત જ ચાયના  ગ્રાસના  પેકેટ નાખી હલાવવું.  બે  ઊભરા આવે પછી નીચે ઉતારી  ઠંડુ કરવું. બે ભાગ કરવા.

એકમાં લાલ રંગ અને બીજામાં લીલો રંગ નાંખવો. પારદર્શક પ્લેટ લેવી. પહેલાં લીલો ભાગ પાથરવો. ફ્રીજમાં ૧૫ મિનિટ બરફના ખાનામાં રાખવું. બહાર કાઢી લાલ ભાગ પાથરી પાછો સેટ કરવો. બહાર કાઢી બંને જેલીના ટુકડા ભેગા કરી પાથરવા.  ફ્રીજના કોઈપણ  ખાનામાં રાખવું. આપતી વખતે ક્રીમ  અથવા આઈસ્ક્રિમ સાથે આપવું. એમને એમ પણ આપી શકાય.

હવાયન  પુડીંગ

સામગ્રી :  પાયનેપલ કસ્ટર્ડ, ૨ કપ દૂધ ૧ પેકેટ  ચાયના  ગ્રાસ, રેડી મિક્સ પાયનેપલ  ૧૦૦ ગ્રામ ક્રીમ, ૧ નાનું ટિન  પાયને સ્લાઈસ, ચોરસ અથવા ગોળાકાર એલ્યુમિનિયમ વાસણ.

સ્ટ્રોબેરી સુફલે : ૧ પેકેટ સ્ટ્રોબેરી જેલી, ૩ ચમચા સ્ટ્રોબેરી  જામ, ૩૦૦ ગ્રામ ક્રીમ, ૨ ૧/૨ કપ પાણી

ચોકલેટ કસ્ટર્ડ : ૨ કપ દૂધ, ૬ ચમચા સાકર, ૧ બેગ જિલેટીન, ૫૦ ગ્રામ અખરોટના ટુકડા, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર, ૧ ચમચો કાપીને કોકો, ૩/૪ કપ પાણી, ૧૦૦ ગ્રામ ક્રીમ.

શોભા માટે :  ૧ મધ્યમ સ્લેબ ચોકલેટના નાના ટુકડા

રીત :  ૨ કપ દૂધ ગરમ કરવા મુકવું. ઊકળે પછી તાપ ધીમે કરી ચાયના ગ્રાસનું પેકેટ નાખી, બરાબર હલાવી નીચે ઉતાવું. ઠંડુ પડવા આવે ત્યારે ક્રીમ નાખી હલાવવું. પાયનેપલના ટુકડા નાંખી, હલાવી, ફ્રીજના બરફના ખાનામાં સેટ કરવા મૂકવું.  ૨૦ મિનિટ રાખવું.

૨ ૧/૨ કપ પાણી ઉકાળવું. જેલી પાવડ અને જામ નાખી  હલાવવું  ઠંડુ પડે પછી ક્રીમ નાખી હલાવવું. પાયનેપલ કસ્ટર્ડ સેટ  થાય પછી તેની ઉપર પાથરવું. બરફના ખાનામાં ૩૦ મિનિટ રાખવું.

૧ કપ દૂધ ગરમ કરવું. સાકર નાખવી. બાકીના ઠંડા દૂધમાં કોકો અને  કસ્ટર્ડ પાવડર ઓગાળવો. ગરમ દૂધમાં  ઠંડુ દૂધ નાંખી હલાવવું નીચે ઉતારી ઠંડુ કરવું. ક્રીમ નાંખી હલાવવું. જિલેટીન ઠંડા પાણીમાં હલાવી, ગરમ કરી ઠંડુ પાડી નાખવું. સ્ટ્રોબેરી  સુફલે પર પાથરવું. બરફના ખાનામાં ૨૫ મિનિટ રાખવું.

આખુ  પુડિંગ સેટ થાય પછી પ્લેટ ઉપર અનમોલ્ડજ કરવું. સફેદ ભાગ ઉપર આવશે. વચમાં સ્ટ્રોબેરી અને નીચે ચોકલેટ દેખાશે.  ચોકલેટના  ટુકડા મૂકી શોભા કરવી. ફ્રીજના કોઈ પણ ખાનામાં  રાખવું.

સ્ટ્રોબેરી  સુફલેમાં  પાંચથી છ લાલ રંગના ટીપા નાંખી શકાય જેથી વધારે સુંદર દેખાય, ચાયના ગ્રાસ રેડી મિક્સ દરેક ફ્લેવરમાં  બજારમાં  મળે છે. પુડિંગ ખૂબ જ સુંદર લાગે છે.

- જ્યોત્સના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments