Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત-તીખી- મીઠી વાનગીઓ

પોટેટો પનીર ક્રિસ્પ

સામગ્રીઃ ૫-૬ બટાકાં, ૧૦૦ ગ્રામ પનીર, ૪-૫ લીલાં મરચાં, ૧ ૧/૨ ચમચી કોર્નફલોર, ૧/૪ ચમચી જીરું, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ કપ બ્રેડ ક્રમ્સ ૧/૨ કપ દૂધ, ૧/૨ મોટો ચમચો સમારેલી કોથમીર, તળવા માટે ઘી.

રીતઃ બટાકાંને બાફીને છૂંદો કરો. તેમાં કોર્નફલોર તથા ૧/૪ ચમચી મીઠું નાખી એકદમ નરમ થાય ત્યાં સુધી મસળો.

૧/૪ મોટો ચમચો ઘી ગરમ કરીને તેમાં જીરું તથા બધા મસાલા નાખી ૧ મિનિટ સાંતળો. તેમાં છીણેલું પનીર નાખી દો. તેને એકાદ- બે મિનિટ હલાવી તેમાં સમારેલાં લીલાં મરચાં અને કોથમીર નાખી આંચ પરથી નીચે ઉતારી લો. બટાકાંના મિશ્રણના નાના- નાના ભાગ કરી, એક- એક ભાગ લઈ તેમાં પનીરનું થોડું- થોડું મિશ્રણ ભરી ગોળા વાળો.

આ ગોળાને દૂધમાં પલાળી બ્રેડક્રમ્સમાં રગદોળીને ૧૦-૧૫ મિનિટ માટે રહેવા દો, જેથી તે બરાબર ચોંટી જાય. પછી એક કડાઈમાં ઘી ગરમ કરી આ પોટેટો- પનીર ક્રિસ્પને આછા બદામી રંગનાં થાય ત્યાં સુધી તળો. સોસ સાથે ગરમા- ગરમ પીરસો.

બ્રેડ ચાટ

સામગ્રીઃ ૬ સ્લાઈસ બ્રેડ, એક વાટકી દહીં, બે બટાકાં, ૧ ટામેટું, ૩-૪ લીલાં મરચાં, થોડી કોથમીર, મીઠું સ્વાદ મુજબ, ૧/૨ ચમચી શેકેલું જીરું, ૧/૨ ચમચી- આંબોળિયાં, ૧/૨ ચમચી સંચળ, એક વાટકી બાફેલા સફેદ ચણા.

રીતઃ એક ગોળ ઢાંકણાની મદદથી બ્રેડની સ્લાઈસને ગોળાકાર કાપી, તળી નાખો. બટાકાં તથા ચણાને બાફી નાખો. દહીંને વલોવી રાખો. હવે બટાકાં, ટામેટાં, કોથમીર તથા લીલાં મરચાંને બારીક સમારો.
એક પ્લેટમાં બ્રેડની તળેલી સ્લાઈસ ગોઠવી તેના પર બટાકાં તથા ચણા નાખો. ટામેટાંના ટુકડા પણ નાખો. તેના પર વલોવેલું દહીં રેડો. હવે શેકેલું જીરું, આંબોળિયાં, સંચળ, મીઠું વગેરે ભભરાવો અને છેલ્લે કોથમીર તથા લીલા મરચાંથી સજાવટ કરો. આ બ્રેડ ચાટને ખાતી વખતે જ બનાવવી, નહીં તો બ્રેડની તળેલી સ્લાઈસ પોચી પડી જશે.

અળવીનાં ભજિયાં

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ગોળ અળવી, ૧ કપ મેંદો, ૧/૨ કપ ક્રીમ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી શેકેલું જીરું, ૮-૧૦ કળી લસણ, આંદુનો નાનો ટુકડો, ૧/૨ ચમચી અજમો, ૧/૪ ચમચી બેકિંગ પાઉડર.

રીતઃ અળવીને છોલી થોડીવાર બરફના પાણીમાં રાખી મૂકો. મેંદામાં ક્રીમ મિક્સ કરી તેમાં મીઠું, શેકેલું જીરું, અજમો, બેકિંગ પાઉડર, લસણ ઉમેરો, આંદુને વાટીને તેમાં નાખો અને પાણી અથવા દૂધ રેડી ખીરું બનાવો.  હવે અળવીનાં ગોળ પતીકાં કરી તેમને મેંદાના ખીરામાં બોળી ગરમ તેલમાં ધીમી આંચે કરકરાં તળી નાખો. ભજિયાંને ટામેટાંના સોસ સાથે ગરમાગરમ ખાજો.

મસાલા પેટીસ

સામગ્રીઃ ૧ મોટો ચમચો વેસણ, ૧ મોટો ચમચો ચોખાનો લોટ, ૧૦૦ ગ્રામ રાંધેલા ભાત, ૧ ડુંગળી, ૨-૩ સમારેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચી જીરું, ૧ બાફેલું બટાકું, ૫૦ ગ્રામ બાફેલા વટાણા, ૪-૫ કાજુ, બે મોટા ચમચા વાટેલી ચણાની દાળ, ૧/૪ ઈંચ ટુકડો સમારેલું આદું, ૧ મોટો ચમચો કોથમીર, ૧/૨ ચમચી લાલ મરચું, તળવા માટે ઘી અથવા તેલ.

રીતઃ રાંધેલા ભાતને મસળીને તેમાં ચોખાનો લોટ, વાટેલી ચણાની દાળ, વેસણ, વટાણાં તથા બટાકાંને બરાબર મિક્સ કરો. પછી તેમાં મીઠું, લાલ મરચું, આદું, કોથમીર, લીલાં મરચાં, બારીક સમારેલી ડુંગળી, કાજુના ટુકડા તથા જીરું ભેળવો. એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરી મનપસંદ આકારની પેટીસ બનાવી સાંતળી લો અને સોસ સાથે પીરસો.

પનીર કલબ

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ તાજું પનીર, ૨-૩ મધ્યમ કદનાં બટાકાં, ૩/૪ કપ મેંદો, ૩/૪ ચમચી મીઠું, ૧/૪ ચમચી જીરાનો ભૂકો, ૧/૪ ચમચી બેકિંગ પાઉડર, ૧/૨ કપ કાચા, પોચા વટાણા, ૧/૪ કપ મિક્સ મેવો (કિશમિશ, બદામના ટુકડા તથા કોપરાની છાલ), ૧ મોટો ચમચો મલાઈ, ૩-૪ બારીક સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી બારીક સમારેલી કોથમીર.

રીતઃ પનીરની ૩ ઈંચ પહોળી પટ્ટી બનાવો. બાફેલા બટાકામાં વટાણા, મસાલો, ૧/૨ ચમચી મીઠું, લીલાં મરચાં, કોથમીર, મેવો તથા મલાઈ મિક્સ કરી વલોવો. મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાખી સહેજ જ ઘટ્ટ ખીરું બનાવો. હવે પનીરની બે પટ્ટીઓની વચમાં બટાકાનું મિશ્રણ ભરી મેંદાના ખીરામાં બોળી ઓવનમાં ૧૫-૨૦ મિનિટ સુધી બેક કરો. તેને ટામેટાંની ચટણી સાથે પીરસો.

મસાલેદાર બનાના ક્રન્ચ

સામગ્રીઃ ૪ કપ ઘઉંનો લોટ, ૧ કપ વેસણ, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી અજમો, ચપટી સોડા બાઈ કાર્બ, ૧/૨ કપ તેલ (મોણ માટે), તળવા માટે પૂરતું તેલ.

પૂરણની સામગ્રીઃ ૫-૬ કાચાં કેળાં, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૩ ચમચી આંબોળિયાનો પાઉડર, ૧ ચમચી ચણા મસાલો, ૧ ચમચી સૂકા ફુદીનાનો ભૂકો, અથવા ૪ ચમચી ફુદીનાની પીઠી.

રીતઃ ઘઉંનો લોટ, વેસણ, મીઠું તથા સોડા ભેળવી ચાળણીથી ચાળી નાંખો. તેમાં મોણ માટેનું તેલ અને અજમો ભેળવી થોડું- થોડું પાણી લઈ કઠણ કણક બાંધો.

પૂરણ માટે કાચાં કેળાને બાફી, છીણી, પીઠી તૈયાર કરો. તેમાં બધો કોરો મસાલો અને ફુદીનો ભેળવી દો.
લોટની પાતળી- પાતળી રોટલીઓ વણો. એક રોટલી પર પૂરણનું મિશ્રણ એકસરખું પાથરો. તેના પર બીજી રોટલી ગોઠવી સહેજ વણી બરાબર દબાવી દો. હવે તેની લાંબી પટ્ટીઓ કાપી ચોરસ ટુકડા કરો. આ ટુકડાઓને વચમાંથી કાપી ત્રિકોણ બનાવો. તેને પહેલાં કડકડતા તેલમાં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી નાખો. પછી જ્યારે જમવા બેસતાં હો, ત્યારે તેમને ફરીથી એકદમ કરકરાં તળી નાખવાં.

- જ્યોત્સના
 

Post Comments