Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત-હોટ-એન-ટેસ્ટી સૂપ

ટામેટાં કેપ્સિકમનો સૂપ

સામગ્રી : ૨૦૦ ગ્રામ ટામેટાં, ૧ કપ શાકનો સ્ટોક, ૫૦ ગ્રામ છીણેલું ચીઝ, ૫૦ ગ્રામ કેપ્સિકમ, ૫૦ ગ્રામ સમારેલી ડુંગળી, ૨ ચમચાં કોથમીર, ૧/૨ ચમચી વાટેલાં કાળાં મરી, ૧ ચમચી તેલ.

રીત : ગેસ પર કેપ્સિકમને છાલ કાળી થાય ત્યાં સુધી શેકો. છાલ ઉતારી સમારી લો. તેલ ગરમ કરો. ડુંગળી સાંતળો. ટામેટાં અને મીઠું મિક્સ કરી ચઢવા દો. મિકસરમાં ડુંગળી, ટામેટાં કેપ્સિકમની પ્યૂરી બનાવો. સોસ પેનમાં સ્ટોક, કાળાં મરી નાખી સિમર કરો, ચીઝ અને કોથમીરથી સજાવો.

કોળાનો સૂપ

સામગ્રી : ૩૦ ગ્રામ માખણ, ૧ ડુંગળી, સમારેલી, ૨૦૦ ગ્રામ કોળાના ટુકડા, ૧ કપ શાકનો સ્ટોક, ૧/૪ ચમચી જાયફળ, ૧/૪ ક૫ દૂધ, ૧/૨ ચમચી કાળાં મરીનો પાઉડર, મીઠું સ્વાદાનુસાર.

રીત : એક સોસપેનમાં માખણ ઓગાળો. એમાં ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. કોળાના ટુકડા, સ્ટોક, મીઠું, જાયફળ નાખી થોડીવાર ઉકાળો. ઠંડુ થાય પછી પ્યૂરી બનાવો. દૂધ અને મરી નાખી ફરી ગરમ કરો.

કોકોનટ સૂપ

સામગ્રી : ૧ છીણેલું નાળિયેર, ૩-૪ નાની નાની ડુંગળી, ૧ ચમચી કોથમીર સમારેલી, ૧/૨ ચમચી લીલાં મરચાં, ૧૧/૨ ચમચી આંબલીનો પલ્પ, ૪-૫ મીઠા લીમડાનાં પાન, ૧/૨ ચમચી જીરા પાઉડર, ચપટી કાળાં મરીનો પાઉડર, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર.

રીત : ૧ ચમચી છીણેલું નાળિયેર અલગ રાખો અને બાકીનાનું કોકોનટ મિલ્ક બનાવો. આ દૂધમાં આંબલીનો પલ્પ મિક્સ કરી ઉકાળો અને દસ મિનિટ સુધી સિમર કરો. એક સોસપેનમાં તેલ ગરમ કરો અને નાની-નાની ડુંગળી સાંતળો, જીરા પાઉડર, લીલાં મરચાં અને મીઠા લીમડાંના પાન નાખી થોડીવાર સાંતળો. મીઠું અને કાળાં મરી મિક્સ કરો. આમાં નાળિયેરનું દૂધ, આંબલીના પલ્પનું મિશ્રણ મિક્સ કરી બે-ત્રણ મિનિટ સુધી હલાવો. કોથમીરથી સજાવીને પીરસો.

ડુંગળીનો સૂપ

સામગ્રી : ૩ મોટી ડુંગળી, ૨ ચમચી આંબલીનો પલ્પ, ૧ લાલ મરચું, ૧ કળી લસણ, ૧ ચમચો માખણ, ૧ ચમચો મેંદો, ૧ કપ શાકનો સ્ટોક, મીઠું સ્વાદાનુસાર.

રીત : માખણમાં ડુંગળી સાંતળો. તેમાં મેંદો મિક્સ કરી સાંતળો. થોડો સ્ટોક મિક્સ કરી હલાવો. ઠંડુ કરી મિકસરમાં લાલ મરચું, લસણ, આંબલીનો પલ્પ, મીઠું, ડુંગળીનો સ્ટોક મિક્સ કરી પેસ્ટ બનાવો. સ્ટોક નાખી એક ઊભરો આવે ત્યાં સુધી ગેસ પર રહેવા દો. તેને ગરમાગરમ પીરસો.

વટાણા ફુદીનાનો સૂપ

સામગ્રી : ૧ કપ વટાણા, ૩ કળી લસણ, ૧ ડુંગળી, ૧ ચમચી ફુદીનાનાં પાન સમારેલાં, ૫૦ ગ્રામ બટાકાં, મીઠું સ્વાદ મુજબ ૧/૨ ચમચી કાળાં મરીનો પાઉડર, ૧ સ્લાઈસ બ્રેડ ટોસ્ટેડ અથવા તળેલી, ૧ ચમચો ક્રીમ, ૧/૪ ચમચી લીલાં મરચાં સમારેલાં.

રીત : તેલ ગરમ કરી લસણ અને ડુંગળી સાંતળો. વટાણા, બટાકાં, ફુદીનાનાં પાન, કાળાં મરી, લીલાં મરચાં અને મીઠું નાખી ચઢવા દો. આ મિશ્રણ ઠંડુ કરી પ્યૂરી બનાવો અને ગાળી લો. ગરમ કરી વાસણમાં નાખી ક્રીમ અને ટોસ્ટેટ બ્રેડથી સજાવો.
 

ચીઝકોર્ન સૂપ

સામગ્રી: ૧/૨ કપ કાચી મકાઈના બાફેલા દાણા, ૧ કપ દૂધ, ૧ ડુંગળી, ૨ ક્યૂબ ચીઝ (છીણેલું), ૧ ચમચી મેંદો, ૧ ચમચો સિલેરી, ૧ ગાજર સમારીને બાફેલું, ૧/૨ ચમચી કાળાં મરીનો પાઉડર, ૧ ચમચો માખણ, ૧/૨ કપ શાકનો સ્ટોક,

રીત : માખણમાં ડુંગળી સાંતળો. પછી મેંદો નાખીને સાંતળો અને ગાજર, સિલેરી તથા કાળાં મરીનો પાઉડર નાખો. દૂધ નાખી હલાવો. સ્ટોક પણ નાખો. મીઠું, બાફેલા મકાઈના દાણા મિક્સ કરી ઊભરો આવવા દો. છીણેલું ચીઝ મિક્સ કરી પીરસો.

વેજિટેબલ એન્ડરાઈસ સૂપ

સામગ્રી :  ૧ ચમચો માખણ, ૧ સમારેલી ડુંગળી, ૧ કપ શાકનો સ્ટોક, ૧સમારેલું ગાજર, ૫-૬ બીન્સ, ૧-૪ કપ છીણેલી કોબીજ, ૧ કેપ્સિકમ, ૧/૨ બટાકું, ૧/૪ કપ ચોખા, ૧ ચમચી લીંબુનો રસ, ૧/૨ ચમચી કાળાં મરીનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ.

રીત :  એક કઢાઈમાં માખણ નાખીને તેમાં ડુંગળીને સાંતળો. હવે ગાજર, બીન્સ, કોબી, કેપ્સિકમ, બટાકા, કાળાં મરી, મીઠું નાખી થોડીવાર ચઢવા દો. શાકનો સ્ટોક નાખો  અને ઉકાળો. ચોખા નાખી તેને ઢાંકી ૧૦ થી ૧૫ મિનિટ ચઢવા દો. ચઢી ગયા પછી લીંબુનો રસ નાખો. ગરમાગરમ રાઈસ સુપ પીરસો.

હોટ એન્ડ સોર પિપર સૂપ

સામગ્રી : ૨૫ ગ્રામ છીણેલું ગાજર, ૧/૪ કપ છીણેલી કોબીજ, ૧ ડુંગળી, ૧ લીલી ડુંગળી, ૧૧/૨ ચમચી રિંગમાં સમારેલાં મરચાં, ૧/૨ ચમચી વિનેગર, ૧ ચમચો કોર્નફલોર, ૧/૪ ચમચી કાળાં મરીનો પાઉડર, ૧ ચમચો સોયા સોસ, ૧ કપ શાકનો સ્ટોક, ૧/૪ ચમચી ચિલી ગાર્લિક સોસ, મીઠું સ્વાદ મુજબ.

રીત : લીલાં મરચાં (લાલ મરચાં પણ લઈ શકાય) ની રિંગ સમારો. વિનેગર સાથે મિક્સ કરો. કોર્નફલોર, કાળાં મરી, સોયાસોસ થોડા પાણી સાથે બરાબર મિક્સ કરો. બાકીનો સ્ટોક પણ બરાબર મિક્સ કરી ઉકાળો. મીઠું નાખો અને હલાવતાં રહો.

તેલ ગરમ કરો અને ગાજર, કોબીજ, સમારેલી ડુંગળી, લીલી ડુંગળીને બરાબર ફ્રાય કરો. તેમને કોર્નફલોરના મિશ્રણમાં મિક્સ કરો. સમારેલાં મરચાં અને વિનેગર મિક્સ કરી ઉકાળો. થોડીવાર ચઢવા દો. ચિલી ગાર્લિક સોસ બનાવી ગરમાગરમ પીરસો.
 

વેજિટેબલ એન્ડ દાલ સૂપ

સામગ્રી : ૧ ડુંગળી, ૧ ટામેટું, ૨ ચમચા મગની દાળ, ૧ ચમચો માખણ, ૫૦ ગ્રામ કોબીજ સમારેલી, ૫૦ ગ્રામ પાલક સમારેલી, ૧/૪ ચમચી કાળાં મરી, ૧ કપ વેજિટેબલ સ્ટોક, મીઠું સ્વાદાનુસાર.

રીત : દાળ ધોઈ લો, ૧/૨ ટામેટું, ડુંગળી, અને દાળને શાકના સ્ટોક સાથે ઉકાળો. ઠંડુ કરી મિકસરમાં બ્લેન્ડ કરો અને ગાળી લો. સોસપેનમાં માખણ લો. ડુંગળી સાંતળો. પાલક અને કોબીજ સાંતળો. એમાં ગાળેલો દાળનો સ્ટોક નાખો. અને દસ મિનિટ સુધી ઉકાળો. એમાં વધેલાં ટામેટાં, મીઠું, મરી નાખો. થોડી વાર ચઢવા દઈ ગેસ પરથી ઉતારી લો. ગરમાગરમ રોટલી અથવા આલુ પરોઠાં સાથે પીરસો.
- જ્યોત્સના


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments