Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત

ઠંડી ભગાડે,હૂંફ વધારે તેવાં ગરમા ગરમ, સ્વાસ્થ્ય વર્ધક પીણા

હરીરો (ગળમાણું)
સામગ્રી  :  ૧ મોચો ચમચો પોસ ડોડો, ૧૦ બદામ, ૧/૨ ચમચી અજમો, ૧/૪ ચમચી હળદર ૧ ૧/૨ કપ દૂધ, ૨ ચમચી ખાંડ, ૧ નાની એલચી, ૧ મોટો ચમચો શુધ્ધ ઘી.

રીત  :  બદામ તથા પોસડોડાને રાતે પલાળી રાખો સવારે બદામને છોલી અને ડોડાને ધોઇને પીસી નાખો. એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં અજમાનો વઘાર કરી તેમાં હળદર, બદામ તથા ડોડાની પેસ્ટ નાખી થોડી સાંતળો. પછી થોડું દૂધ રેડી તેમાં ઉભરો આવવા દો. ત્યાર પછી ધીમી આંચે પાંચ મિનિટ ઉકળવા દઇ ખાંડ તથા એલચીના દાણા ઉમેરીને ગરમાગરમ પીરસો.

મસાલેદાર ચા
સામગ્રી  :  બે કપ પાણી, ૧/૨ ચમચી ચાની ભૂકી, ૨ નાની એલચી, ૨ ચમચી ખાંડ, ૧/૪ ઇંચના તજના ટુકડાનો ભૂકો, ૪ બદામ બારીક પીસેલી, ૪ પાન ફુદીનો

રીત  :  પાણી ઉકાળીને તેમાં એલચી, ફુદીનાનાં ત્રણ પાન, તજ તથા ચાની ભૂકી નાખીને ૧૫ મિનિટ સુધી ઉકાળવાદો. પછી ખાંડ નાંખી પાંચ મિનિટ સુધી ધીમી આંચે ઊકાળો. જ્યારે અડધું પાણી બાકી રહે, ત્યારે તેને ગાળીને તેમાં બદામ તથા બાકીનું ફુદીનાનું પાન નાખીને પીઓ. જો કે આ ચા ખૂબ ઓછા પ્રમાણમાં પીવામાં આવે છે.

પૌષ્ટિક દૂધ
સામગ્રી  :  ૪ ગ્લાસ દૂધ, ૮-૧૦ દાણાં કાળાં મરી, ૨ મોટા ચમચા મધ, ૧ ઇંચ આદુંનો ટુકડો, ૨ ૧/૨ મોટા ચમચા ખાંડ, ૨ ઇંડા, ૨-૩ લીલી એલચી, ૧/૨ મોટો ચમચો શુધ્ધ ઘી.

રીત  :  એલચી, મરી અને આડુંને પથ્થર પર અધકચરાં લસોટી તેમાં થોડું દૂધ રેડી પેસ્ટ બનાવી લો. એક તપેલીમાં ઘી ગરમ કરી પેસ્ટને સહેજ શેકો. દૂધ રેડીને લગભગ પાંચ મિનિટ સુધી ઉકાળો પછી ખાંડ નાખી ફરી ઉકળવા દો. હવે ઇંડાને ખૂબ ફીણ થાય એ રીતે ક્રીમ જેવાં ફીણી નાખો. બધા ગ્લાસમાં સરખા પ્રમાણમાં મધ રેડી તેના પર ફીણેલા ઇડાં નાંખો અને પછી ઉકળતું દૂધ રેડી ઝડપથી હલાવી નાખો. તેને ગાળીને ગરમાગરમ જ પીઓ.

કોકો ચોકલેટ મિલ્ક
સામગ્રી :  ચાર કપ હૂંફાળું દૂધ, સવા ચમચી કોકો પાવડર, એક ચમચો ચોકલેટ પાવડર, બે ચમચા દૂધનો પાવડર, એક ચમચી કોફી, એક કપ મલાઈ, અઢી ચમચા સાકર, ૪ ટુકડા ચોકલેટના શોભા માટે.

રીત :  દૂધમાં ચોકલેટ પાવડર, કોકો, સાકર તથા કોફી ભેળવી મિક્સરમાં ફેરવી મિક્સ કરી તેમાં દૂધનો પાવડર ભેળવી ફરી મિક્સરમાં ફેરવવું વાસણમાં કાઢી ગ્લાસ ભરવા તેમાં મલાઈ તથા ખમણેલી ચોકલેટ ભભરાવવી.

સ્વીટ મિલ્ક
સામગ્રી  :  ૨ કપ દૂધ, ૬ બદામ, ૧ નાની એલચી, ૧ ૧/૨ ચમચી વેસણ, ૨ ચમચી ખાંડ, ૧ ૧/૨ ચમચી શુધ્ધ ઘી.

રીત  :  સૌ પ્રથમ બદામને પીસી નાખો. હવે વેસણને ગરમ ઘીમાં શેકી તેમાં બદામ નાખો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ઉકાળો. પાંચ મિનિટ સુધી ધીમી આંચે ઉકળવા દો. છેલ્લે, ખાંડ તથા એલચી નાખી બરાબર ઉકળી જાય એટલે ગરમગરમ જ પીઓ.
 
અંજીરવાળું દૂધ
સામગ્રી : છ-સાત અંજીર, ૩ ચમચી સાકર, પા લિટર દૂધ.

રીત :  અંજીરને દૂધમાં બે-ત્રણ કલાક પલાળી. બરાબર ઉકાળવું સાકર ભેળવી ગરમ ગરમ પીવું.

મેવા નિશાસ્તા
સામગ્રી  :  ૧૨ બદામ, ૬ મરી, ૨ નાની એલચી, ૨ ચમચી ખાંડ, ૧/૨ મોટો ચમચો શુધ્ધ ઘી, ૨ ૧/૨ કપ દૂધ, ૮-૧૦ પિસ્તાં, ૮-૧૦ કાજું.

રીત :  બદામને આખી રાત પલાળી રાખો. સવારે તેની છાલ ઉતારી મરી અને એલચીની સાથે લસોટી નાખો. તપેલીમાં ઘી ગરમ કરી બદામની પેસ્ટ સાંતળી લો. ત્યારબાદ ૨ કપ દૂધ અને ખાંડ ઉમેરી પાંચ મિનિટ સુધી ધીમી આંચે ઉકળવા દો. ૧/૨ કપ દૂધમાં કાજુ તથા પિસ્તાં પલાળીને મિક્સીમાં પીસી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ઉકળતાં દૂધમાં આ મિશ્રણ ભેળવી એક ઉભરો આવવા દો. બસ, ગરમાગરમ મેવા નિશાસ્તા તૈયાર છે.

મધયુક્ત દૂધ
સામગ્રી :  બે કપ ગરમ દૂધ, એક ચમચો મધ, એક લીલી એલચીનો ભૂક્કો, પાંચ-છ બદામનો ભૂક્કો.

રીત :  બદામ તથા એલચીના ભૂક્કાને દૂધમા ભેળવી ઉકાળી મધ ઉમેરી બરાબર ભેળવી ગરમ-ગરમ પીવું.

માવાબદામ - દૂધ
સામગ્રી  :  ૧૦૦ ગ્રામ માવો, ૨ ગ્લાસ ઘટ્ટ દૂધ, ૮-૧૦ બદામ, ૩-૪ ચમચી ખાંડ, ૨ લીલી એલચી, ૧ ચમચી ઘી.

રીત  :  ઘટ્ટ દૂધમાં ખાંડ નાખોને હલાવો, બદામને ૫-૬ કલાક પહેલાં પલાળી રાખો. ત્યારબાદ તેમની છાલ ઉતારી નાખો. દૂધમાં બદામ નાખી મિક્સીમાં તેની પેસ્ટ તૈયાર કરો. તેને એક તપેલીમાં કાઢી હાથથી મસળેલા માવાને તેમાં નાખી દો.

ઘી ગરમ કરી, તેમાં એચલી નાખો. એલચી સહેજ લાલ થાય એટલે તેને દૂધ સાથે ભેળવી ગરમાગરમ પીરસો. (આને ઉકાળવું નહીં.)

- જ્યોત્સના

Post Comments