Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૂંઝવણ

હું ૨૭ વર્ષની પરિણીતા છું. મારા પતિ સંતાનોત્પતિ માટે સક્ષમ નથી. તેઓ બાળક ખોળે લેવા પણ નથી ઈચ્છતાં કે મને કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ દ્વારા ગર્ભધારણ કરવાની મંજૂરી પણ નથી આપતાં. છતાં  પણ મેં ક્યારેય  તેમને ફરિયાદ નથી કરી કે તેમની મરજી વિરુધ્ધ કોઈ નિર્ણય કરવાનું સાહસ પણ નથી કર્યું.
પરંતુ આજકાલ તેઓ મને ખૂબ ખરાબ કાર્ય કરવા માટે દબાણ કરી રહ્યાં છે.

તેઓ ઈચ્છે છે કે હું મારાથી ૧૦ વર્ષ નાના દિયર સાથે નિયોગપ્રથા દ્વારા ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરું. જેથી કોઈને ખબર  પણ ન પડે કે મારા પતિ સંતાનપ્રાપ્તિ માટે સક્ષમ નથી અને તેમની ઈજ્જત પણ ન જાય.
- એક યુવતી (મંુંબઈ)

* તમારા પતિની વિચારવાની રીત ખૂબ જ સ્વાર્થી અને નીચી કક્ષાની છે. તેઓ પોતાની શારીરિક ખામી કે જે કુદરતી છે જેમાં તેમનો કોઈ દોષ નથી. તેને છુપાવવા માટે પોતાના નિર્દોષ નાના ભાઈનો ઉપયોગ કરવા માગે છે.

એક વખત તમારા દિયર સાથે સંબંધ બાંધ્યા પછી તેની નજરમાં તમારી શું ઈજ્જત રહેશે? આમ કરવાથી તો ઘરમાં જ વ્યભિચાર શરૃ થઈ જશે. તમે પતિની આ અયોગ્ય માગણી ક્યારેય ન સ્વીકારતાં.
 

હું ૨૬ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ૫ વર્ષ થઈ ગયાં છે. મારે એક પુત્ર છે. મારા પતિ જીવન પ્રત્યે નિરાશાવાદી દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ મારું કે બાળકનું ધ્યાન પણ નથી રાખતા.સમાગમ દરમ્યાન  અચાનક કહે છે મૂડ નથી. આ સ્થિતિ ખૂબ કષ્ટદાયક લાગે છે. હું પતિને ખૂબ પ્રેમ કરું છું તેમને છોડવા નથી માગતી, પરંતુ જીવન પ્રત્યેની તેમની નિરાશા હતાશ બનાવી દે છે. શું કરું કે જેથી પતિનો દ્રષ્ટિકોણ બદલાય.
- એક બહેન (વડોદરા)

* તમે જણાવ્યું એ પરથી લાગે છે કે તમારા પતિને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડયો છે તેથી તેમને નિરાશા ઘેરી વળી છે.  ભૂતકાળમાં જે બન્યું તે બન્યું, પરંતુ અત્યારે તમારા રૃપમાં એક જીવનસાથી તેમની સાથે છે. તેમનાં દરેક સુખ-દુ:ખમાં સાથ  આપવા માટે  તેમની પરેશાની વિશે જાણો અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો.

હતાશાની પળમાં તેમની હિંમત વધારો. તેમની સારપ, તેમની સફળતાનો વારંવાર ઉલ્લેખ કરીને તેમને પ્રોત્સાહિત કરો. તમારી મદદથી તેમનું મનોબળ વધશે અને હતાશા દૂર થશે. પછી તે તમને અને તમારા કુટુંબને ઘણું સુખ આપશે.

મારાં લગ્નને ૫ વર્ષ થઈ ગયાં છે, પરંતુ આજ સુધી મને સાસરે સુખશાંતિ નથી મળ્યાં. લગ્ન પહેલાં મારા સાસરા પક્ષવાળાએ દહેજની ના પાડી હતી તેથી મારાં માતા-પિતાએ ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા, પરંતુ દહેજ ન આપ્યું.
 

તેથી સાસરે મારેરોજ અપમાન સહન કરવું પડતું. મારાં માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે  તેમણે મારા નામે બેંકમાં ઘણા પૈસા જમા કરાવ્યા. ત્યારથી પતિનું વર્તન તો સારું થયું છે, પરંતુ ઘરના બાકીના સભ્યોના વર્તનમાં ખાસ ફેર નથી પડયો.
 

સાસુ મારી નજર સામે જ મારી દીકરીને ક્યારેક ખોળામાંથી પાડી દે છે તો ક્યારેક ગમે ત્યાં નખ મારી દે છે, શું કરું? મારી પુત્રી સુરક્ષિત નથી.
- એક સ્ત્રી (રાજકોટ)

* સાસરે પિયર જેવાં આદરસન્માન મળે તેવી આશા ન રાખવી જોઈએ. વળી તમારી સાથે એવી કોઈ અપ્રિય ઘટના પણ નથી બની. તેથી તમારે પતિના વર્તનમાં આવેલા પરિવર્તનથી સંતોષ માની લેવો જોઈએ. અને ઘરના બીજા સભ્યોના મહેણાટોણાંને સહન કરવાની ટેવ પાડી લો. પુત્રીને લઈને તમારી ચિંતા ખોટી છે. તમારી પુત્રી તમારા સાસુની પૌત્રી છે. તે તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તમે ગુસ્સે થાઓ છો તેથી લોકો તમને ગુસ્સે કરીને આનંદ ઉઠાવે છે.

હું ૨૫ વર્ષની  અપરિણીતા છું. મને હજી સુધી માસિક નથી આવતું. ડોક્ટરોએ કહ્યું કે મારા ગર્ભાશયનું મુખ ખૂબ સાંકડું છે, જેના કારણે મને માસિક નથી આવતું અને ભવિષ્યમાં હું મા પણ નહીં બની શકું. અનેક જગ્યાએ મારા સગપણની વાતચીત ચાલી, પરંતુ જેઓ અમે આ વાતનો ખુલાસો કર્યો કે લોકોએ આ વાત પડતી મૂકી.
 

હવે હુંમનથી એકદમ ભાંગી ગઈ છું. થોડા દિવસ પહેલાં જ એક એવા યુવક સાથે સગપણની વાત ચાલી છે જેની પત્ની પ્રસૂતિ  પછી તરત મૃત્યુ  પામી હતી અને તેને ત્રણ બાળકો છે. શું મારે આ સંબંધ સ્વીકારી લેવો જોઈએ?  શું લગ્ન પછી એવું કંઈ થઈ શકે કે જેનાથી મને પણ સંતાન પ્રાપ્ત થાય? હું શું કરું?
- એક યુવતી ભાવનગર

* તમે આપેલી જાણકારી થોેડી અધૂરી છે. ગર્ભાશયનું મુખ સાંકડું હોય તો તેની સારવાર શક્ય છે. સમસ્યા કદાચ વધારે ગંભીર હશે તેથી જ ડોક્ટરો સારવાર કરી શક્યા નથી. માસિક ન આવવાનાં ઘણા ંકારણો હોઈ શકે છે.  બની શકે કે તમારા જનનાંગોનો યોગ્ય વિકાસ ન થયો હોય અથવા તો આંતરિક સ્તરે કોઈ રંગસૂત્રોની કમી હોય અથવા તો તમારી એન્ડ્રોક્રાઈન  (હોર્મોનલ) પધ્ધતિમાં કોઈ વિકાર હોય.

જ્યાં સુધી વિધુરસાથે લગ્ન કરવાની વાત છે તો તે અંગેનો નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ. જો તમને તે પુરુષ તમારા પતિના રૃપમાં યોગ્ય લાગે તો તે સંબંધ તમારા હિતમાં જ હશે.
 

હું ૨૭ વર્ષની પરિણીતા છું. અને એક પુત્રની માતા છું. ત્રણ મહિના પહેલાં ખબર પડી કે મને કાન પાસે ડોકના ઉપરના ભાગે લિંફ નોડનો ટી.બી.થયો છે. મને ફક્ત એક ગાંઠ થઈ હોય તેવું જ લાગે છે. ખાંસી કે બીજી કોઈ તકલીફ નથી.  જ્યારથી આ વાતની ખબર પડી છે ત્યારથી મારા પતિ મારાથી દૂર દૂર રહેવા લાગ્યા છે.  રાત્રે બીજા રૃમમાં સૂએ છે. કહે છે કે મારા ટી.બી.ના વાયરસ આખા રૃમમાં  ફેલાતા હશે. આથી હું ખૂબ ટેન્શનમાં મુકાઈ ગઈ છું. સમજાતું નથી કે હું શું કરું?
- એક યુવતી  (આણંદ)

* સૌપ્રથમ તમારા પતિનો દ્રષ્ટિકોણ અને વર્તન સમજવાનો પ્રયત્ન કરો. આજે પણ લોકોે ટી.બી.ના નામથી ડરે છે. અને તેમને એ પણ ખબર નથી હોતી કે આ રોગ કેવી રીતે ફેલાય છે. બસ, એટલી ખબર હોય છે કે કોઈને ટી.બી. થયો હોય તો તેનાથી દૂર  રહેવું. તમારા પતિ પણ એવું જ કરી રહ્યા છે.

તેથી તેમને આ ખોટી  વિચારસરણીમાંથી બહાર લાવવાની જરૃર છે. હકીકત એ છે  કે ટી.બી.ના જીવાણુ ફક્ત  તે દર્દીઓના શ્વાસથી ફેલાય છે કે જેનાં ફેંફસામાં આ રોગને કારણે મોટા મોટા ઘા થઈ ગયા હોય છે અને તે ઘામાં લાખો અબજોની સંખ્યામાં માઈક્રોબેક્ટેરિયા ઝડપથી વિકાસ પામતા હોય છે, પરંતુ આવા દર્દીઓમાં પણ ટી.બી.ની દવા શરૃ કર્યાના બે અઠવાડિયા પછી આ ચેપની શક્યતા નથી રહેતી.

જો ફક્ત લિંફ નોડનો ટી.બી. હોય તો દર્દીનો ચેપ બીજાને નથી લાગતો. તમારા ડૉક્ટર આ વાત તમારા પતિને સમજાવી શકે છે. આનાથી તમારું દામ્પત્યજીવન ફરીથી સહજ બનશે. આ રોેગથી છૂટકારો મેળવવા માટે તમારે નવ મહિના સુધી દવા લેવી પડશે.  આમાં જરાય આળસ ન કરતા.

મારા પતિ નોકરી  કરે છે અને મોટાભાગે ટૂર પર હોય છે. તેમને શંકા છે કે અમારાં બંને બાળકો તેમના નથી. મારે આ સમસ્યાનું સમાધાન કરવું છે. શું પતિ-પત્ની અને બાળકોનું બ્લડગુ્રપ ટેસ્ટ કરાવવાથી કે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાથી એ જાણી શકાશે કે બાળકોના પિતા મારાપતિ જ છે? યોગ્ય ઉપાય જણાવશો?
- એક સ્ત્રી (વલસાડ)

* તમે તમારા મનની વાત તમારા પતિને કરો કે તેમની શંકા દૂર કરવા માટે તમે ડી.એન.એ. ટેસ્ટ કરાવવા ઈચ્છો છો. જો તમારા પતિ સમજદાર હશે તો તેમનો વિશ્વાસ પાછો આવશે. નહીંતર તેમને ડી.એન.એ. ટેસ્ટ કરાવી લેવા દો. તેમ કરવાથી તેઓ જ બાળકોના પિતા છે તે નક્કી થઈ જશે અને તેમનો વહેમ પણ દૂર થઈ જશે. ફક્ત બ્લડગુ્રપનો ટેસ્ટ કરાવવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય.

- અનીતા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 Post Comments