Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રસોડાની રાણીને મૂંઝવતા પ્રશ્નો

કાચી કેરીનું ખાટું અથાણું નરમ ન પડી જાય અને તેમાં ફૂગ ન આવે તે માટે યોગ્ય ઉપાય જણાવશો.
- વનિતા શાહ (ડાકોર)

* કાચી કેરીના ખાટાં અથાણાં માટે કેરી લીલા રંગની લેવી. બહુ જાડી છાલની ન લેવી. છૂંદાયેલી ન લેવી. કડક લેવી. કેરીના ટુકડામાંથી ગોટલી કાઢી નાખવી. તેને પાણીથી ન  ધોવી. કોરા કપડાથી લૂછી લેવી.  રાત્રે હળદર અને મીઠામાં ચોળીરાખવા, સવારે તડકામાં એક દિવસ સૂકવવાથી કેરી પોચી નહિ થાય. કેરીમાં મસાલો ઓછો નાખવાથી પણ કેરી પોચી થઈ જાય છે.

માટે પૂરતો મસાલો નાખવો. ધોઈને કોરી કરેલી બરણીમાં મસાલાવાળી કેરી ભરવી. તેલને ગરમ કરી તેમાં પ્રમાણસર હિંગ નાખી ઠંડુ પાડવું. ઠંડુ પાડેલું તેલ મસાલાવાળી કેરી ઉપર રેડવું, કેરી દેખાવી જોઈએ નહિ. સપાટી પર બે ઈંચ ઊંચાઈ જેટલું તેલ રેડવું અને બરણીનું મોઢું કપડાથી બાંધવું. જેથી ફૂગ નહિ લાગે.

રેફ્રિજરેટરમાં  આઈસ્ક્રીમ નરમ બને, બરફની પતરી ન જામે અને આઈસ્ક્રીમ ખાતી વખતે જલદી પીગળે નહીં એ માટે સૂચનો આપશો?
- વંદના ઓઝા (ભાવનગર)

* રેફ્રિજરેટરમાં આઈસ્ક્રીમ જમાવવા અંગે સૂચનો :

- એક કલાક અગાઉ કંટ્રોલ સૌથી વધુ ઉપર મૂકવો.

- આઈસ્ક્રીમ બનાવવા માટે ચોખ્ખું દૂધ વાપરવું.

- આઈસ્ક્રીમ બનાવવા માટે કન્ડેન્સન્ડ મિલ્ક, દૂધની મલાઈ અથવા દૂધના પાઉડરનો ઉપયોગ કરવાથી આઈસ્ક્રીમ નરમ થાય છે.

- આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર કરી સેટ કરવા માટે એલ્યુમિનિયમ ઢાંકણવાળો ડબ્બો વાપરવો જરૃરી છે.

- ડબ્બાને બરફ-ખાનામાં (સુપર ફ્રીઝર)માં સીધું નીચે મૂકવું. કોઈ વાસણ ઉપર મૂકવું નહીં.

- ડબ્બાને બરફ ખાનામાં મૂકતાં પહેલાં નીચે જરા પાણી છાટવું.

- આઈસ્ક્રીમ જામી જાય પછી બરફ ખાનામાંથી બહાર કાઢી લાકડાના ચમચાથી હલાવવું અથવા ઈલેક્ટ્રીક મિક્સરમાં ક્રશ કરવું.

- ફરીથી આઈસ્ક્રીમ મિશ્રણ ડબ્બામાં રેડી બરફખાનામાં જામવા મૂકવું. આ પ્રમાણે બેથી ત્રણ વખત કરવું. આથી આઈસ્ક્રીમ કડવું થતું નથી અને બરફની પતરી જામતી નથી.

- આઈસ્ક્રીમ ખાતી વખતે જલદી પીગળે નહીં તે માટે આઈસ્ક્રીમનાં મિશ્રણમાં થોડું જિલેટિન નાખવું. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં નાખવું.

- આઈસ્ક્રીમમાં ફળ અથવા સૂકામેવાના કટકા નાખવા હોય તો છેલ્લે બરફખાનામાં મૂકતાં પહેલાં નાખવા. સૂકા મેવાના કટકા પાણીમાં થોડીવાર પલાળીને નાખવા. તાજા ફળને બદલે ટીનનાં ફળ નાખી શકાય.

 પાકી કેરીના ખાટાં રસમાંથી કઈ વાનગી બનાવી શકાય?
- સરોજ દેસાઈ (મોરબી)

* ઉનાળામાં મોંઘીદાટ પાકી કેરીનો રસ વધે અથવા રસ ખાટો નીકળે ત્યારે તેની ઘણી વાનગી બની શકે. કેરીનો આઈસ્ક્રીમ, કેરીનો મિલ્ક શેક, રસનાં ભજિયાં, રસના ઢેબરા, રસના પાપડ (આંબા પાપડ) વગેરે.

અમારા ઘરમાં ગેસ અને પ્રાયમસ બંને છે. પણ રોટલી કરવા માટે સાસુ સગડીનો આગ્રહ રાખે છે. તો એનો સારામાં સારો ઉપયોગ અને એની જાળવણી કઈ રીતે કરી શકાય?
- માનસી પરીખ (પૂના)

* જો તમે સગડી વાપરતા હો તો રસોડામાં ધૂમાડિયું હોવું જરૃરી છે.  સગડી કદી પણ ઠાંસી ઠાંસીને ન ભરો. તેના લીધે વધુ કોલસા બળે છે. સૌ પહેલાં લાકડાના કોલસા નાખવાને  પછી પથ્થરના કોલસા નાખવા જેથી તાપ વધુ લાગે ને સગડી લાંબો સમય સળગે. તેને સળગતા થોડીવાર લાગે છે પણ લાંબા સમય સુધી સળગતી રહેવાથી આર્થિક રીતે ફાયદો થાય છે. વળી વપરાઈ ગયેલી સગડીમાં થોડો ઘણો દેવતા રહ્યો હોય ત્યારે તેમાં ધૂપ નાખી દેવાથી ઘરમાં માખી-મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થઈ જાય છે. સગડી સળગાવતી વખતે કપડાંને લાકડી પર બાંધી તેને ઘાસલેટમાં બોળી સગડી સળગાવવી.

ઉનાળામાં બારેમાસનું અનાજ ભરવામાં આવે છે. હું પહેલી જ વાર અનાજ ભરી રહી છું. તો આખું વર્ષ અનાજ સાચવવાના ઉપાય બતાવશો?
વિભા પંડયા (અમદાવાદ)           

* સૌપ્રથમ જે કોઠાર રૃમની જગ્યામાં આપણે સામાન રાખીએ તેને અવારનવાર સાફ કરતાં રહેવું. અનાજ અને બધા મસાલા ખલાસ થાય તે પહેલાં જ ખરીદીને ભરી રાખવા. અનાજ બગડે નહીં તે માટે તેને સાફ કરી તેમાં બોરીક પાઉડર નાખી શકાય. પણ વાપરતી વખતે ફરીથી ચાળીને અનાજ દળાવવું, અથવા વાપરવું. તેમાંસુકા લાલ મરચાં લવિંગ નાખવાથી જીવાત પડતી નથી. ગામડામાં ઘણા લોકો રાખને ચાળીને અનાજમાં નાખે છે. તે સિવાય એરંડીના બી નાખવા અથવા દિવેલ દઈને ભરી શકાય.

શહેરોમાં ઘઉંનો વપરાશ સૌથી વધુ હોય છે તો એને વધુ પૌષ્ટિક બનાવવા શું કરી શકાય?
- વીણા પટેલ (સુરત)

* ઘઉંનો લોટ બાંધવા દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય. સૌપ્રથમ એકદમ કઠણ લોટ બાંધી પછી એને પાણીમાં મસળવાથી લોટ સુંવાળો બને છે અને રોટલી પોચી થાય છે. લોટ બાંધતા ઘી કે તેલનું મોણ જરૃરથી નાખવું. બને ત્યાં સુધી દળાવેલા ઘઉંનું થૂલંું ફેંકી ન દેવું.

ભોજન પીરસતી વખતે

ભોજન પીરસવું એ પણ એક કળા છે. મોટેભાગે ટેબલ-ખુરશી પર ભોજન પીરસાય છે તે માટે ટેબલ પર પ્લાસ્ટિક અથવા ટેબલ ક્લોથ જરૃરથી પાથરવું ને જમ્યા પહેલાં તેને સાફ કરવું.

જમી લીધા પછી પણ તરત સાફ કરવું. સુંદર તથા આકર્ષક રીતે આનંદદાયક વાતાવરણમાં ભોજન પીરસવું જેથી જોઈને જ ખાનારની ભૂખ ઉઘડે. જમીને હાથ ધોયા બાદ લૂછવા માટે નેપકિન તૈયાર રાખો.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments