Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તનને શોભાવતાં આભૂષણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

વેદિકકાળથી આભૂષણોનો મોહ નારીને રહ્યો  છે. ઇતિહાસ સાક્ષી છે કે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ ઘરેણાંથી લદાયેલાં રહેતા હતા. રાજા-મહારાજાઓ,જાગીરદારો તેમજ ઠોકુર પરિવારો અસલી આભૂષણો પહેરી પોતાની શ્રીમંતાઇનું પ્રદર્શન કરતાં.ઘણા ઓછો લોકો જાણતા હશે કે, આભૂષણો અને સ્વાસ્થ્યનો ગાઢ સંબંધ છે. શરીરના ક્યા અંગ પર ઘરેણાં ધારણ કરવાથી ફાયદો થાય છે તેની જાણકારી અહીં આપવામાં આવી છે.
 

ટીકડો
માથામાં પહેરાતો ટીકડો મગજ અને ચિત્તને વિશેષ શાંતિ પ્રદાન કરે છે.
 

નથ
નાકમાં ઝૂલતી નથ નાકની શોભા વધારતા વધારતાં શરદી તેમજ નાસિકા સંબંધી રોગ દૂર ભાગે છે. બન્ને ફોયણાંની વચ્ચેની ઉપરની તરફ નાક વિંધાવવાથી  નથણી પહેરવામાં આવે છે. તેનાથી સૂંઘવાની શક્તિ પ્રબળ થાય છે. જે ગૃહિણીઓ પાણીમાં વધુ કામ કરતી હોય તે આ નથણી પહેરે તો તેને કફ વગેરે વિકાર ઓછા થાય છે.
 

કાનના ઝૂમખાં અને બાલી
કાનની બૂટના નીચેના ભાગ  પર છિદ્ર કરી બાલી કે ઝૂમખાં પહેરવાથી, ગળા,આંખ અને જીભનો રોગ નથી થતો. બૂટને મધ્યમાં વિંધાવવાથી શ્રવણશક્તિનો સંચાર થાય છે. ઉપરાંત ટોન્સિલ જેવા વિકાર નથી થતા. કાનના ઉપરના ભાગને વિંધાવી બાલી પહેરવાથી હર્નિયાની બીમારી નથી થતી.ઉપરાંત નિયમિત માસિક ધર્મ આવે છે અને ફીટ આવતી અટકે છે.

બાજુબંધ
પુરુષ અને સ્ત્રી બન્ને દ્વારા ધારણ કરાય છે.તે ખભા અને કોણીના મધ્યભાગમાં પહેરવામાં આવે છે. જેનાથી હૃદયમાં શક્તિનો સંચાર થાય છે. ખભા અને હાથ દુકવાની ફરિયાદ નથી રહેતી.તેમજ હાથમાં ખાલી નથી ચડી જતી કે ખોટો નથી પડી જતો.

હાર
લોકેટયુક્ત હાર અને હાંસડીના છેડે લાગેલા બે ગોળ ચગદાં ગરદનની નસ પર એ રીત ેદબાણ આપે છે કે જેને લીધે આંખની જ્યોતિ દીર્ઘકાળ સુધી ટકે છે. વાણી મધુર બને છે. લાંબા લોકેટ હૃદય અને મગજને પ્રભાવિત કરે છે.મંગળસૂત્ર પહેરતી સ્ત્રીઓના લોકેટથી સ્ત્રીઓમાં સ્પોન્ડિલાઇસિસનું પ્રમાણ ઓછું હોય છે.

વીંટી
પાંચે આગળીઓમાં અલગ-અલગ પ્રકારની વીંટીઓ વિવિભન્ન રોગોને દૂર કરે છે. અર્દમૂર્છા, હાથ અને આંગળીઓની શિથિલતા, તાવ, દમ, કફની તકલીફ નથી થતી. કનિષ્કા આંગળીમાં વીંટી પહેરવાથી છાતીમાં ગભરામણ અને માનસિક તાણથી રાહત મળે છે. જ્યોતિષ વિજ્ઞાાનના અનુસાર બન્ને હાથની દસ આંગળીઓ નવરત્નો દ્વારા નવગ્રહોનું નિર્માર્ણ કરે છે.

કંગન
હાથમાં બ્રેસલેટ, ચૂડા, ચૂડીઓ તેમજ મણિબંધ પહેરવાથી શરીરના વિભિન્ન ભાગોમાં થયેલા દર્દનું નિવારણ થાય છે. રક્ત સંચારમાં વૃદ્ધિ થાય છે. દાંતનો દુખાવો, અટકી-અટકીને બોલવું,બહેરાશના ઉપચારમાં લાભદાયક સિદ્ધ થયું છે. ગભરામણ,છાતીનો દુખાવો, માનસિક રોગ, સ્વપ્નદોષ,અનિંદ્રા,ભયભીત થવું, ગભરામણને કારણે ઊલટી થવી, ઉબકા આવવા જેવા દોષોથી દૂર રાખે છે.તેમજ સ્મરણશક્તિ વધારવામાં પણ લાભદાયક છે.

કંદોરો
કંદોરો પહેરવાથી મહિલાઓમાં માસિક ધર્મ અને પાચન શક્તિ નિયમિત રહે છે. કમરનો દીખાવો નથી રહેતો અને કરોડરજ્જુ સંબંધિત તકલીફ નથી થતી. નાભિ દોષ નથી થતા. હોઠ અને ત્વચા પર સારો પ્રભાવ પડે છે.
 

પગના અંગૂઠાનો કયડો
શરીરનો દુખાવો, ઝાડા થવા વગેરેમાં રાહત થાય છે. તેમજ પાચનશક્તિ વધે છે.

પગની કયડી
પગની કયડી પહેરવાથી મહિલાઓમાં મૂત્ર દોષ તેમજ પ્રસવમાં લાભ કરાવે છે.

પાયલ
પગમાં પાયલ પહેરવાથી મૂત્ર દોષ, પીઠના નીચેના ભાગનો દુખાવો, એડીનો દુખાવો દૂર થાય છે. રક્તસચાર બરાબર થાય છે. શ્વાસ લેવામાં તકલીફ હોય તો તે દૂર થાય છે.

- કેતકી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 Post Comments