Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનના મીતની મુલાકાત થતા પૂર્વે

યશ ચોપરાની ફિલ્મ દિલ તો પાગલ હૈ યાદ છે? આ ફિલ્મ યાદ હશે તો ફિલ્મની શરૃઆતમાં માધુરી અને શાહરૃખના પેલા સંવાદો પણ યાદ જ હશે. માધુરીનું કહેવું હતું કે દરેક સ્ત્રી કે પુરૃષ માટે કોઇને કોઇ જીવનસાથીનું નિર્માણ થયું જ છે. નિયતીએ નક્કી કરેલો જીવનસાથી ક્યારે અને કઇ રીતે મળે એ કહી શકાતું નથી. પરંતુ એક દિવસ એ વ્યક્તિ સાથે મિલન થાય છે જ અને તે વખતે આપણું દિલ એ વ્યક્તિને ઓળખી જાય છે. વર્ષોથી મળતા સિગ્નલો આપણને એ વ્યક્તિની ઓળખ આપી દે છે.

હકીકત પર નજર ફેરવશો તો આ વાત સત્ય હોવાની સાબિતી મળી રહેશે. કેટલીકવાર આપણો જીવનસાથી આપણી નજીક જ હોય છે. વર્ષોથી આપણે એને જોતા હોઇએ છીએ. પરતં આપણે જાણી શકતા નથી. નિયતીએ નક્કી કરેલા સમયે દિલને સંદેશો મળી જાય છે અને ત્યાર પછી શું થાય છે એ જણાવવાની જરૃર જણાતી નથી.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં પણ તમે જોયું હતું કે એકબીજાની ઓળખ થતા પૂર્વે શાહરૃખ અને કાજોલ એકબીજાને રસ્તામાં ભટકાઇ જાય છે પરંતુ તેઓ એકબીજા પર નજર પણ ફેંકતા નથી. થોડા સમય પછી તેમની ઓળખ થાય છે અને છેવટે બંને એકબીજાને પોતાનું દિલ આપી બેસે છે.

કચકડાની દુનિયાને બાજુ પર મૂકી ફરી એકવાર સાચુકલી જિંદગીની વાત કરીએ તો આજે મહાનગરોમાં નોકરી કરતી યુવતીઓની સંખ્યા વધી ગઇ છે. આ માટે તેમને રોજ જ ટ્રેન કે બસમાં સફર કરવી પડે છે. માત્ર મહાનગરોમાં જ નહીં પરંતુ નાના શહેરોની યુવતીઓ પણ ઘરની ચાર દિવાલોની અંદર ભરાઇ રહેવાનું પસંદ કરતી નથી. તેમની ક્ષિતિજો પણ ઘણી વિસ્તરી છે. સ્ત્રીઓ શિક્ષણ પણ લેવા માંડી છે. આમ ઘર બહાર જતી સ્ત્રીઓની સંખ્યા ઘણી વધી ગઇ છે. આ પ્રવાસ દરમિયાન તેમની મુલાકાતો જાતજાતના પુરુષો સાથે થાય છે.

રસ્તામાં, ટ્રેનમાં, બસમાં, કોલેજમાં કે ઓફિસોમાં તે પુરુષોના સંપર્કમાં આવે છે. શરૃઆતમાં તો અલિપ્ત રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ રોજ રોજના મિલન પછી મૈત્રીની શરૃઆત થાય છે. અને કેટલીકવાર આ મૈત્રી પ્રેમનું સ્વરૃપ લઇ લે છે. જો કે દરેક મૈત્રી સંબંધ વિકૃત જ હોય છે એમ માનવાની ભૂલ કરવી નહીં.

હા, પરિણિતો વચ્ચેની મૈત્રી ઘણીવાર લગ્નેતર સંબંધમાં પરિણમે એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. અવિવાહિત યુવતીઓની વાત છે ત્યાં સુધી ઘણીવાર તેમની મૈત્રી અફેરમાં પલટાઇ જાય છે અને કેટલીકવાર તો આ સંબંધ એટલો આગળ વધી જાય છે કે પીછેહઠ કરવી મુશ્કેલ બની જાય છે.

મધુના કિસ્સા પર એક નજર ફેરવીએ તો મધુ અને શીલા એક જ ઓફિસમાં નોકરી કરતા હતા. સાથે નોકરી કરતા હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઇ. અવારનવાર મધુ શીલાને ઘરે જવા લાગી. ત્યાં તેની ઓળખ શીલાના ભાઇ ધ્રુવ સાથે થઇ. ધ્રુવ ફૂટડો યુવાન હતો. જો કે જીવનસાથી તરીકેની મધુની અપેક્ષામાં ધ્રુવ ૧૦૦ ટકા ખરો ઉતરતો નહોતો.

પરંતુ સોહામણો ધ્રુવ મધુના મનમાં વસી ગયો. બંનેની રૃચિઓ એક સમાન હતી. ધીરે ધીરે તેમની વચ્ચે મૈત્રી વધવા લાગી શીલાથી અજાણ તેઓ એકબીજાને મળવા લાગ્યા. કેટલીકવાર તેઓ ફિલ્મ જોવા પણ જતા હતા. મધુએ શીલાને ધુ્રવના વિષયમાં કોઇ વાત કરી નહોતી. સામે પક્ષે શીલા પણ મધુ સમક્ષ ધુ્રવનો ઉલ્લેખ ટાળતી હતી.

મધુ શીલાને સરપ્રાઇઝ આપવા માગતી હતી તેને વિશ્વાસ હતો કે ધુ્રવ તેની સાથે જરૃર લગ્ન કરશે. ધુ્રવનો પરિચય વધતો ગયો તેમ તેમ મધુને ખબર પડી કે છેલ્લા બે વર્ષથી ધુ્રવ એક અન્ય યુવતી સાથે પ્રેમમાં હતો. આ વાત જાણતા જ મધુને ઘણું દુ:ખ થયું. ધુ્રવ મધુનો પ્રથમ પ્રેમ હતો.

હા, મધુ સાથે પરિચય થતા ધુ્રવે એ યુવતી સાથેના સંપર્કો ઘટાડી દીધા હતા. અને કદાચ ધુ્રવ એ યુવતી સાથેના તમામ સંપર્કો કાપી પણ નાખત. પરંતુ તેને કારણે એ યુવતીના દિલને ઠેસ પહોંચે એ વાત મધુને પસંદ નહોતી છેવટે આ યુવતી સાથે ધુ્રવના સંબંધો બે વર્ષો જૂના હતા. એ યુવતીએ પણ ધુ્રવ પાસે ઘણી આશા રાખી હશે.

મધુ આ યુવતીની આશા તોડવા તૈયાર નહોતી. તે આ બંને વચ્ચે દિવાલ બનવા માગતી નહોતી કોઇના નિસાસા લઇ પોતાનો સંસાર વસાવવા મધુ અચકાતી હતી આથી તેણે ધુ્રવ સાથેના તમામ સંપર્કો કાપી નાખ્યા તે ધુ્રવના જીવનમાંથી દૂર જતી રહી.

મધુથી વિરુધ્ધ મીરાનો સ્વભાવ હતો. મીરા મનમોજી હતી લટકા-મટકા કરી પુરુષોને રિઝવી પોતાનું કાર્ય કઢાવી લેવાનો તેનો સ્વભાવ હતો. તેને લગ્નની કોઇ ઉતાવળ નહોતી. તે એક વિદેશી કંપનીમાં નોકરી કરતી હતી. ૨૮ વર્ષની મીરાના જીવનમાં ઘણા પુરુષો આવી ગયા હતા પરંતુ આજ સુધી તેને મુલાકાત તેના મનના મીત સાથે થઇ નથી.

તેના પુરુષ મિત્રને બીજી કોઇ સ્ત્રી સાથે અફેર છે, તે વિવાહિત છે એ જાણીને તે ક્યારે પણ વિચલિત થતી નથી આ વાત તે આસાનીથી સ્વીકારી લે છે. તે માને છે કે આ વાત સાથે તેને કશી પણ લેવા-દેવા નથી.

પરાઇ નારીઓ માટે પોતાની જાતને જવાબદાર માની પોતાનું જીવન દુ:ખી કરવાનો કોઇ અર્થ નથી અને આમ થાય તો પછી ક્યારે કોઇએ લગ્ન કરવા જ ન જોઇએ કારણ કે લગ્ન કરીને પણ તે બીજી સ્ત્રીનો હક્ક છીનવી જ લે છે. કારણ કે આ પ્રકારની ભ્રમર વૃત્તિ ધરાવતો પુરુષ ક્યારે પણ એક સ્ત્રીને વફાદાર રહી શકતો નથી.

અને તેના પસંદગીના પુરુષ સાથે આનંદ માણવાનો તેને પૂરેપૂરો અધિકાર છે. બીજા માટે પોતાની જાતને જવાબદાર ન માનનાર મીરા માને છે કે આ જવાબદારી પુરુષની જ છે કારણ કે તે પોતાની પત્ની કે પ્રેમિકા સાથે દગો રમી રહ્યો છે. અને આ માટે નારીઓને દોષ આપવાનો કોઇ અર્થ નથી.

નોકરિયાત અવિવાહિત મહિલાઓ સમક્ષ આવા જાતજાતના લોભામણા અવસરો આવવાના જ છે. અને આ માટે તેમણે પોતાની જાતને તૈયાર કરી રાખવાની જરૃર છે. તેઓ કયો માર્ગ પસંદ કરે છે. સંપર્કમાં આવતા પુરુષોમાંથી પોતાના સપનાનો મીત કોણ છે? એ શોધી કાઢવા માટે તેમની સમક્ષ ઘણા અવરોધો આવશે પરંતુ એક દિવસ તેમને તેમના સપનાનો સાથી જરૃર મળશે.

અને હા, તેમનો સપનાનો સાથી તેમને પ્રેમ લગ્ન દ્વારા જ મળશે એવું પણ નથી માતા-પિતાએ શોધેલો મુરતિયો પણ તેમનો આદર્શ સાથી સાબિત થઇ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે પોતાના સપનાની સાથીની મુલાકાત પૂર્વે માર્ગમાં આવતા અવરોધો કેવી રીતે પાર કરવા અને વાત વધી પડે એ પૂર્વે પોતાની જાતને કેવી રીતે બચાવવી.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments