Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેન્ડ, બાજા, બારાત : ચિત્ર-વિચિત્ર પ્રથાઓ

ગુજરાતી લગ્ન

ગુજરાતીઓમાં મધુપર્કનો રિવાજ છે એ તમે જાણતાં જ હશો. વરના પગ દૂધ અને મધથી ધોઈને એને પંચામૃત પીવડાવવાનો રિવાજ ગુજરાતીઓમાં છે. પંચામૃત પાંચ તત્વો દૂધ, મધ, દહીં, સાકર અને ઘીથી બનેલું હોય છે.

તાજેતરમાં એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં મહારાષ્ટ્રિયન યુગલ એકબીજાને ગળામાં ફૂલની વરમાળા પહેરાવવાને બદલે વિકરાળ સાપને એકબીજાનાં ગળામાં પહેરાવતાં હતાં !! ડરામણું-વિકૃત અને જુગુપ્સાપ્રેરક એ દ્રશ્ય જોઈ પહેલાં તો અરેરાટી જ થાય. વિચાર આવે કે આવો રિવાજ? ગૂગલ પર થોડી ખાંખાખોળા કર્યા પછી અન્ય એક વિડિઓ હાથ લાગ્યો જેમાં પરણી રહેલા એ પુરુષને એમ કહેતા સાંભળ્યો કે એમની જાતિમાં આવો રિવાજ છે. આ રિવાજ પાછળનું કારણ એ કે જંગલમાં જઈને લગ્ન કરી, સાપની વરમાળા પહેરાવી વિવાહવિધિ સંપન્ન થાય તો ધરતી ફળદાયી બને.

લગ્ન જંગલમાં જઈને જ કરવાનાં અને લગ્ન થઇ જાય પછી વર-કન્યાએ અનાજનાં બીજ ચારે તરફ વેરવાનાં જેથી ચોમાસામાં એમાંથી વૃક્ષ બને અથવા કોઈક પ્રકારનો પાક ઊતરે. પણ સાપની વરમાળાનું શું? તો કહે કે એ તો સાપ પ્રત્યે લોકોનો ડર ઓછો થાય એટલા માટે!! શકય છે કે લગ્ન પછીના જીવનનો ડર ઓછો થાય એ માટે આ વિધિ કરવામાં આવતી હોય!!

જે હોય તે પણ આ વિડિઓ જોયાં પછી આ પરંપરા વિષે જાણીને લગ્નવિધિની કેટલીક વિચિત્ર પ્રથાઓ યાદ આવી ગઈ જે જાણવામાં તમને રસ પડશે જ.

લગ્ન એ એવો પ્રસંગ છે જે દરેક સમાજમાં, દરેક જાતિમાં આગવું મહત્વ ધરાવે છે. પછી એ પૂર્વના દેશો હોય કે પશ્ચિમના. પરંતુ દરેક રાજ્ય, દરેક રાષ્ટ્રની લગ્નપ્રથાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલીક પરંપરાઓ જૂની હોય, કેટલીક નવી, કેટલીક કયાંકથી અપનાવાઈ હોય તો કેટલીક સાવ વિચિત્ર હોય જેનો કોઈ નક્કર આઘાર ના હોય!
 

ભારતમાં લગ્ન એ માત્ર બેન્ડ-બાજા-બારાત જ નથી. એમાં અનેક રીતરિવાજો, પ્રથાઓ સંકળાયેલી છે. વિદેશમાં પણ લગ્ન સાથે અનેક પરંપરાઓ-પ્રથાઓ જોડાયેલી છે. આવો, એક નજર કરીએ આ અવનવી પ્રથાઓ તરફ.

ઉત્તરપ્રદેશનાં ટ્રાઈબલ વેડિંગ

ઉત્તરપ્રદેશના એક નાનકડા કસ્બામાં કન્યાના કુટુંબીજનો જુદી રીતે વરપક્ષનું સ્વાગત કરે છે. આપણે જેમ ગુલાબજળ કે ફૂલોથી જાનનું સ્વાગત કરીએ છીએ એવી રીતે તેઓ નથી કરતા, એના બદલે તેઓ ટામેટાંથી સ્વાગત કરે છે. એ લોકો માને છે કે જે સંબંધ ઘૃણા કે તિરસ્કાર સાથે શરુ થયો હોય એ લગ્ન બાદ સાચા પ્રેમમાં પરિણમે છે! લો બોલો! શું કહેવું આને?

 બિગ ફેટ પંજાબી વેડિંગ

પંજાબીઓમાં ઘર ધરૌલી રિવાજ ખૂબ જ પવિત્ર મનાય છે. વરની ભાભી દ્વારા સુંદર સજાવેલા ઘડાને પાણી ભરીને લાવવામાં આવે છે. ભાભી નજીકના મંદિરમાં જઈને પવિત્ર જળ ભરી લાવે છે. એ ઘડાના પાણીથી પરણેતરને સ્નાન કરાવવામાં આવે છે. આ પવિત્ર જળથી સ્નાન કાર્ય બાદ જ એ વેડિંગ સાડી કે લહેંગા પહેરી શકે છે.
 

તમિલ બ્રાહ્મણ લગ્ન

તામિલનાડુમાં અમુક સ્થાને લગ્નની આ બહુ વિચિત્ર પ્રથા છે જેમાં વરે એવો ઢોંગ કરવાનો કે એને લગન કરવામાં કોઈ રસ નથી અને એ હવે સન્યાસ લેવાનો છે.

પછી કન્યાના પિતાએ આવીને વરને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા વિનંતી કરવાની, તો જ વરરાજા પરણવા તૈયાર થાય! આ રિવાજ 'કાસી યાત્રી' તરીકે ઓળખાય

બિહારી લગ્ન

બિહારી લગ્નની એક પ્રથા કન્યા માટે જરા ડરામણી છે. આ પ્રથા મુજબ સાસુમા કન્યાના માથે માટલું મૂકે અને તેની સમતુલા જાળવવાની અને સહનશક્તિની કસોટી કરવા એક પછી એક ઘડા મુકતી જાય. જેટલા વધારે ઘડા એ માથા પાર સાચવી શકે એટલી એ કન્યા કુટુંબને સાચવવામાં સક્ષમ ગણાય!

 કુમાઉ પ્રજાના લગ્ન

કુમાંઉ પ્રજાની લગ્નની જાન માં ઝંડો લઇ જવાની પ્રથા છે. જણનો પહેલો માણસ સફેદ ફ્લેગ લઈને ચાલે જે વરનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લો માણસ લાલ રંગનો ફ્લેગ લઈને ચાલે એ કન્યાનું પ્રતિનિધત્વ કરે છે.

વૃક્ષ સાથે સાદી

લગ્નની આ એક વિચિત્ર પ્રથા છે. કન્યા જો માંગલિક હોય તો તેને પહેલાં પીપળા સાથે પરણાવવામાં આવે છે. એ પછી જ તે પુરુષને પરણી શકે છે. એવું મનાય છે કે જો આમ નહિ કરે બેમાંથી એકનું મૃત્યુ થઇ શકે. કેટલાક તો વળી જે ઝાડ સાથે કન્યાને પરણાવી હોય એનો નાશ કરી દે છે! બિચારું વૃક્ષ! કેવી વાહિયાત માન્યતા!

મલયાલી વેડિંગ

કેરળના મલયાલી લોકો સમયની બાબતમાં ખૂબ ચોક્કસ હોય છે. તેઓ મને છે કે વિધિ માટે મુહૂર્ત જોવાની જરૃર નથી, લગ્નસ્થળે સમયસર-મુહૂર્ત પ્રમાણે પહોંચી જવું અગત્યનું છે. એટલું જ નહિ તેઓ સાત ફેરાને બદલે અગ્નિની સાક્ષીએ માત્ર ત્રણ ફેરા જ ફરે છે.  

એવું નથી કે ભારતમાં જ આવી ચિત્ર-વિચિત્ર પ્રથાઓ છે. વિદેશમાં પણ  લગ્ન સાથે સંકળાયેલી અવનવી પ્રથાઓ છે. એ કેવી છે એ પણ જોઈ લઈએ અહીં!

ચાઈનિંઝ વેડિંગમાં શૂટઆઉટ

ચીનની યુગર સંસ્કૃતિ પ્રમાણે વર તેની વધૂને ધનુષ-બાણથી ત્રણ વખત શૂટ કરે છે. જોકે એ બાણ તીક્ષ્ણ અણી વગરનું હોય છે. પછી એ બાણ વર તોડી નાખે છે, જેથી બંનેનું લગ્નજીવન સદાય સુખી રહેશે એવું મનાય છે.

સ્કોર્ટલેન્ડમાં શાદીમાં મોં કાળું

 સ્કોટલેન્ડમાં એક જાતિમાં લગ્નના આગલા દિવસે કન્યાને એના મિત્રો બહાર લઇ જઈને એના શરીર પર બગડેલું  દૂધ, ડામર, મરેલી માછલીઓ,બગડેલું અન્ન ચોપડે છે. તેઓ મને છે આમ કરવાથી જીવનમાં આવતી કોઈ પણ તકલીફોનો સામનો આસાનીથી કરી શકશે.

ફ્રાન્સની બદબૂદાર પ્રતા

ફ્રાન્સમાં એક સ્થાને પરિણીત યુગલે ટોઇલેટમાં જઈને કમોદમાં બચેલું મૂત્ર પીવાનું!! ઓહ, ચીતરી ચડીને વાંચીને! જોકે હવે એના સ્થાને ચોકલેટ અને શેમ્પેઈન પીવાનો રિવાજ આવ્યો છે, પણ પીવાનું તો ટોઇલેટમાં જઈને જ. એવું મનાય છે કે આમ કરવાથી પરિણીત યુગલને જીવન જીવવાની તાકાત મળે છે.

સ્પાર્ટાની લગ્નપ્રથા

સ્પાર્ટીઅન ક્લચર મુજબ લગ્ન વખતે કન્યાએ માથે મુંડન કરવાનું અને પુરુષની જેમ તૈયાર થવાનું! બોલો આને શું કહેવું? ના લાખ બે લાખના ઘાઘરા-ચોલીની ચિંતા કે ના હેરસ્ટાઈલની માથાકૂટ!

આઈલેન્ડ લગ્ન

આયર્લેન્ડ લગ્નવિધિ બાદ ડાન્સ કરવામાં આવે છે જેમાં કન્યાના પગ નૃત્ય કરતી વખતે જમીનને અડકેલા જ રહેવા જોઈએ। આની પાછળની માન્યતા એ છે કે કન્યા આમ નહિ કરે તો દુષ્ટ તત્ત્વો એમને પરેશાન કરશે।

જર્મનીના લગ્નો

અહીં અમુક લોકો એવી માન્યતા ધરાવે છે કે લગ્ન બાદ પતિ-પત્નીએ કાચ સિવાયનાં કોઈપણ ચિનાઈ માટીનાં વાસણ તોડી નાખવાનાં જેથી આસુરી તત્ત્વો નાશ પામે। એ પછી બંનેએ સાથે મળીને એ બધો કચરો સાફ કરવાનો અને એ શીખવાનું કે લગ્નજીવન સહેલું નથી પણ સાથે મળીને કામ કરશે અને એકબીજાને સાથ આપશે તો તેઓ કોઈ પણ પડકારનો સામનો કરી શકશે.

અચંબો પામી ગયાંને આવી વિચિત્ર પ્રથાઓ વિષે વાંચીને? પણ દુનિયામાં આવી જાતભાતની પ્રથાઓ અસ્તિત્વ ધરાવે છે જેનું આમ જુઓ તો કોઈ વજૂદ

આભાર - નિહારીકા રવિયા  નથી. આવી અંધશ્રદ્ધાઓ વિષે વાંચીને માત્ર મનોરંજન લઇ શકાય. આજના આધુનિક યુગમાં અમલમાં મૂકીએ તો ગાંડામાં ખપીએ. શું કહો છો?

આસામી વિવાહ

આસામની રાભા જાતિ લગ્નમાં એકદમ સાદગીમાં માને છે. માત્ર વરમાળા પહેરાવવાથી લગ્ન થઇ ગયાં એમ સમજી લેવાનું! કેટલી નિરાંરે ત!

કોરિયન વિવાહ

કોરિયામાં એક જ્ઞાાતિમાં એવી પ્રથા છે કે વરના પગને ઝાકડે ઝૂડવાના। તેથી લગ્નની પહેલી રાતે વરના પગને વાંસના ઝાડુ કે માછલીથી ઝૂડવામાં આવે છે. એવું એ લોકો મને છે કે આમ કરવાથી એ પુરુષની તાકાત અને એના ચારિત્ર્યની કસોટી લઇ શકાય.

બંગાળી શાદી

આપણા ગુજરાતીઓમાં તો વરની માં એટલે કે સાસુમાનું મહત્વ કેટલું એ કહેવાની જરૃર ખરી? પણ બંગાળની કેટલીક જ્ઞાાતિમાં વરની માતાને લગ્નમાં આવવાની છૂટ નથી! કહેવાય છે કે તેના પુત્રના સુખી લગ્નજીવન માટે આમ કરવું જરૃરી છે.
- નંદિની ત્રિવેદી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments