Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની - જ્હાનવી ભટ્ટ

વકરતો વ્યાધિ  : શિર :શૂલ - માઈગ્રેન

શરીરમાં 'શિર' એક સર્વોત્તમ અંગ મનાય છે. વળી, તે બધા અંગોની ઉપર રહેલું હોવાથી તેને ''ઉત્તમાંગ'' પણ કહે છે. આયુર્વેદમાં શિરોરોગ માટે ''શિર :શૂલ'' કે ''શિરોભિતાપ'' શબ્દનો પ્રયોગ થાય છે. અનેક વિકારોમાં લક્ષણ રૃપે અથવા તો ઉપદ્રવ રૃપે પણ શિર :શૂલ જોવા મળે છે.

જેમકે, ભિન્ન-ભિન્ન જ્વર, વિવિધ કાસ, પાંડુરોગ વગેરે રોગોમાં લક્ષણ રૃપે શિર :શૂલ જોવા મળે છે. કેટલીક વાર 'શિર :શૂલ' સ્વતંત્ર વ્યાધિ રૃપે પણ જોવા મળે છે. શિર :શૂલ જ્યારે કોઇ વ્યાધિનાં લક્ષણ રૃપે હોય ત્યારે પ્રધાન વ્યાધિની ચિકિત્સા કરવાથી તેનું પણ શમન થઇ જાય છે, પરંતુ જ્યારે આ રોગ સ્વતંત્ર રૃપે જોવા મળે ત્યારે વિશેષ ઔષધોપચાર કરવો પડે છે.

આયુર્વેદમાં ૧૧ પ્રકારનાં શિર :શૂલનું વર્ણન કરવામાં આવેલું છે. ધૂમાડો લાગવાથી, તાપમાં ખૂબ ફરવાથી, વધુ પડતો વ્યાયામ કરવાથી, વાતપ્રકોપક આહાર-વિહારનું અતિશય સેવન કરવાથી, દિવસે અધિક ઉંઘવાથી, અધિક રડવાથી, માથામાં તેલ ન નાખવાથી, ઊંચા સ્વરે અધિક બોલવાથી, દૂષિત ''આમ''નાં સંચયથી કે શિર પર અભિઘાત થવાથી આ રોગ ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે.

ઘણીવાર સંપૂર્ણ માથામાં દુ :ખાવો ન થતાં શિરનાં ડાબા કે જમણાં ભાગમાં જ અતિશય દુ :ખાવો થતો જોવા મળે છે. આ દુ :ખાવો ખૂબ જ અસહ્ય હોય છે. ઘણીવાર આ દુ :ખાવાને કારણે ભ્રમર, આંખ, કાન, ડોક, કપાળમાં પણ ભયંકર વેદના થતી જોવા મળે છે. આ રોગને આયુર્વેદમાં ''આધાશીશી'' કે અધવિભેદક કહે છે. આજ-કાલ આ રોગ વ્યાપક પ્રમાણમાં દર્દીઓમાં જોવા મળતો હોય છે. મોર્ડનમાં આ રોગ્ને ''માઇગ્રેન'' નામ આપેલું છે.

આ રોગમાં અડધા મસ્તકમાં તાણ, ભેદ, ભ્રમ અને પીડા રહે છે. તેમજ આ પીડા ગમે ત્યારે શરૃ થાય છે. રોગ વધતાં ક્યારેક સમગ્ર માથામાં પણ દુ :ખાવો થતો હોય છે. ઘણીવખત એવા પણ દર્દીઓ જોવા મળે છે કે જેમને જેમ-જેમ દિવસ ઉગતો જાય તેમ-તેમ ભ્રમર-કપાળમાં દુ :ખાવા સાથે માથાનો દુ :ખાવો વધતો જાય છે અને સૂર્યાસ્ત સાથે સાથે દુ :ખાવો ક્ષીણ થતો જાય છે.

મધ્યાહ્નનાં સમયે આવા દર્દીઓને મહત્તમ દુ :ખાવો રહે છે. આયુર્વેદમાં આ રોગને ''સૂર્યાવર્ત''ના નામે ઓળખવામાં આવ્યો છે. કેટલીકવાર ત્રણેય દોષો ગ્રીવાની ''મન્યાનાડી''ને પિડીત કરી ગ્રીવાનાં પાછળનાં ભાગમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરે છે. આ ત્રિદોષ જ શિરોરોગને આયુર્વેદમાં ''અનંતવાત'' કહે છે. આ રોગમાં કોષ્ઠશુધ્ધિ માટે  સૌ પ્રથમ વિરેચન આપવું જોઇએ.

માઇગ્રેન કે આધાશીશીનો રોગ ઘણી વખત બાળકોમાં પણ થતો જોવા મળે છે. ઘણીવાર અતિસંવેદનશીલ વ્યક્તિઓમાં આ રોગ થતો વધારે જોવા મળે છે. આવી વ્યક્તિઓમાં માઇગ્રેનનાં હુમલા પણ  વારંવાર આવતા જોવા મળે છે.

કોઇ પણ પ્રકારના શિરોરોગો, શિર :શૂલ કે આધાશીશી-માઇગ્રેનનાં રોગીઓ જરા પણ ગભરાયા વગર ખૂબ  જ ધીરજથી  ઔષધોપચાર  ચાલુ કરવા.

શિર :શૂલમાં પથ્યાદિ કવાથ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. વૈદ્યની સલાહ મુજબ તેનું નિયમિત સેવન કરવું. આ ઉપરાંત શિર :શૂલાદિવજ્રરસ, પથ્યાદિ ગુગળ, સપ્તામૃતલૌહ અને લક્ષ્મીવિલાસરસ પણ દરેક પ્રકારનાં શિર :શૂલમાં સારું પરિણામ આપે છે, તેથી તેનો ઉપયોગ  વૈદ્યની  સલાહ મુજબ કરવો.

માઇગ્રેન કે અતિ શિર :શૂલનાં રોગીએ સૂર્યોદય પહેલા દૂધ અને જલેબી અથવા શીરો કે દૂધની વાનગી લેવી. જેથી વાયુનો પ્રકોપ શાંત થાય. અને ત્યારબાદ વૈદ્યની  સલાહ મુજબ આભ્યાંતર  ઔષધો લેવા.

આ ઉપરાંત પંચકર્મમાં બતાવેલ ''નસ્ય ચિકિત્સા'' અને ''શિરોધારા'' પણ શિર :શૂલમાં અકસીર પરિણામ આપે છે. નાક એ શિરનું દ્વાર છે. જેથી ''નસ્ય ચિકિત્સા'' દ્વારા નાકમાં નાખેલું ઔષધ માઇગ્રેન આધાશીશીમાં ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે.

આ ઉપરાંત ''શિરોધારા'' પણ શિરોરોગમાં ખૂબ સારું પરિણામ આપે છે. કપાળ અને શિર પર ઔષધયુક્ત ધૃત કે તેલ સ્વરૃપમાં પડતી ધારા સમગ્ર શિરમાં રક્તનો પ્રવાહ સુચારુ રૃપે કરાવે છે, જેથી મસ્તિષ્કનાં તમામ રોગોમાં શિરોધારાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.

માઇગ્રેન કે શિર :શૂલનાં દર્દીઓએ સાદું ભોજન કરવું, વાયુ કરે તેવાં વાયડા, ખાટા પદાર્થો, દહીં, છાશ, રાજમા, કઠોળ વગેરેનો  ત્યાગ કરવો.

પથ્યાપથ્યની સાવધાની અને નિયમિત ઔષધોપચાર આ રોગની સારવારમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

- જ્હાનવી ભટ્ટ

Post Comments