Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય પ્રશ્નોત્તરી - વત્સલ વસાણી

* હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, પ્રોસ્ટેટ વૃધ્ધિ, ઓછું હિમોગ્લોબિન
* ડોકમાં, પીઠમાં, ખભામાં, હાથમાં અને મણકામાં દુખાવો
* પેટમાં ભાર, ગેસ, એસિડિટી, દીકરાને શરદી-સાયનસ
* ગર્ભાશયમાં સિસ્ટ-લોહીની ગાંઠ, બન્ને ઢીંચણમાં કટ કટ અવાજ ખભામાં દુખાવો, હથેળીમાં અને પગના તળિયામાં રુક્ષતા


પ્રશ્ન  : મારી ઉંમર ૭૫ વર્ષ છે અને મને નીચે મુજબની તકલીફો છે. તે માટે એલોપથીની દવાઓ લઉં છું પણ હવે મને આડઅસર થવા લાગી છે આથી આવી સાઇડ ઇફેક્ટસથી તથા મોટા ને મોટા ખર્ચમાંથી બચવા ઇચ્છું છું તો આયુર્વેદના યોગ્ય ઉપચાર જણાવવા કૃપા કરશો.
(૧) હાર્ટ એટેક આઠ વર્ષ પહેલા આવેલ છે.
(૨) હાઈ બ્લડ પ્રેશર ૧૯૮૮થી(૨૯ વર્ષથી) રહે છે.
(૩) પ્રોસ્ટેટ એન લાર્જ થયેલ છે.
(૪) ૧૯૯૭થી હિમોગ્લોબિન ૭ અને ૮ વચ્ચે રહેતું હતું. પરંતુ મહિના અગાઉ ઘટી ૩.૭ થઇ ગયું અને શ્વાસની ખૂબ જ તકલીફ થવાથી બે યુનિટ બ્લડ ચઢાવ્યું એટલે એચ.બી. ૬.૪ થયું. ડૉક્ટરના અભિપ્રાય પ્રમાણે નવું લોહી બનતું નથી. અવાર નવાર બ્લડ ચડાવવું પડે તો એ બહુ ખર્ચાળ છે તો હિમોગ્લોબિન તથા લોહી વધે એવો ઉપાય જણાવશો.


રોજિંદો ખારોક લઉં છું, ફેરફાર હોય તો સૂચવશો.
- પ્રહલાદભાઈ પટેલ (ગાંધીનગર)


ઉત્તર  : પત્રમાં લખેલી આપની તકલીફને ધ્યાનમાં રાખી સારવાર આ પ્રમાણે સૂચવું છું  :

(૧) પ્રભાકર વટી, અર્જુન ચૂર્ણની ટીકડી તથા હૃદયાર્ણવ રસની બે બે ટીક્કી સવાર સાંજ પાણી સાથે લેવી. આર્થિક અનુકૂળતા હોય તેમણે હાર્ટ એટેકથી બચવા જવાહર મોહરા ગૂટી ૧-૧ ગોળી સવાર સાંજ લેવી. આયુર્વેદની દ્રષ્ટિએ હૃદયરોગની આ એક ઉત્તમ ઔષધિ છે. અને હૃદયમાં દુખાવો કે ગભરામણ થાય ત્યારે જો તાત્કાલિક લેવામાં આવે તો જીવ બચાવે છે. એલોપથીમાં જેમ 'સોરબિટેડ' લેવાની સલાહ મળે છે તેમ આયુર્વેદની દ્રષ્ટિએ આ જવાહર મોહરા ગૂટી લેવી જરૃરી બની જાય છે.

(૨) બ્રાહ્મી ૧ ગ્રામ, શંખપુષ્પી ૧ ગ્રામ અને જટામાંસી ૧/૨ ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવામાં આવે તો બ્લડ પ્રેશર ઘટે છે. એજ રીતે ચાર ચમચી માંસ્યાદિ ક્વાથ સવાર સાંજ પીવામાં આવે તો પણ બ્લડ પ્રેશર કાબુમાં આવી જાય છે. મીઠું (નમક) એકદમ ઓછું ખાવું. દહીં બંધ કરી દેવું.

(૩) ચંદ્રપ્રભા વટી બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવી. રસાયન ચૂર્ણ સવાર સાંજ એક એક ચમચી ફાકવું.
(૪) લોહી વધે અને હિમોગ્લોબિન બને એ માટે મંડૂરીવટી બે બે ગોળી સવાર સાંજ લેવી. ચાર ચમચી લોહીસવમાં ચાર ચમચી પાણી મેળવી જમ્યા બાદ પીવું.
દહીં ન ખાશો. સાદો સુપાચ્ય ખોરાક જ ખાવો.

પ્રશ્ન  : સૌ પ્રથમ જમણી તરફ ગળા અને ડોક આજુબાજુ દુખાવો ચાલુ થયો અને પછી ધીરે ધીરે જમણા ખભા ઉપર દુખાવો રહેવા લાગ્યો. ત્યારબાદ ધીરે ધીરે બીજા ખભા ઉપર દુખાવો આવ્યો. આ દુખાવો સતત રહ્યા કરે છે. સવારે સારું હોય પણ ધીરે ધીરે હલન ચલન કરવાથી દુખાવો ચાલુ થાય છે. પછી ઊભો કરોડ પણ દુખે છે.

કોક વખત મને બન્ને ખભા અને બન્ને હાથ પણ દુખે છે. ડોક્ટરોને બતાવીને અને દવા ખાઈ ખાઈને થાકી ગયો. આ તકલીફ મને છેલ્લા ૧૮ મહિનાથી છે. પહેલા ગળાના ભાગે હતી. પછી જમણા ખભા પાછળ અને બાદમાં ડાબા ખબા ઉપર અને હવે બન્ને હાથ તથા ગરદનને કરોડરજ્જુમાં પણ દુખાવો થાય છે.
મારી ઉંમર હાલમાં ૩૭ વર્ષ છે. આના પહેલા હું લેથ મશીન ચલાવવાનું કામ કરતો હતો.
- ભરતકુમાર પટેલ (મોઢેરા રોડ, મહેસાણા-૨)


ઉત્તર  : લેથ મશીન પર વધુ પડતો શ્રમ કરવાથી, વજન ઊંચકવાથી, આંચકા લાગવાથી કે વારંવાર ઉજાગરા થવાથી વાયુનો પ્રકોપ થાય છે અને પછી આ રીતે ગરદન આસપાસ (સર્વાઇકલમાં) પીઠ તથા ખભા પર અને મણકા આજુબાજુ દુખાવો શરૃ થાય છે. દુખાવો થવાનું મુખ્ય કારણ વાયુ હોય છે. આથી જે તે સ્થાન પર પ્રકુપિત થયેલા વાયુને શાંત કરવા માલિશ રહિત શેક કરવો જરૃરી બની જાય છે. સૌથી પહેલા મહાનારાયણ તેલ, બલાતેલ કે મહામાષ તેલથી માલિશ કરી કપડાના ગોટાથી, ગરમ પાણીની કોથળીથી કે હિટિંગ પેડથી શેક કરવો.
નગોડ, સરગવો તથા એરંડાના પાનને અધકચરા કૂટી કપડાથી એક પોટલીમાં બાંધી વરાળિયો શેક કરવો. આ માટે પાણીથી અડધી ભરેલી સ્ટીલની એક તપેલીમાં ઉપરોક્ત ત્રણે વનસ્પતિનો છૂંદો નાખી ઉપર સ્ટીલની ચારણી મૂકી વરાળિયો શેક કરવો. અનુકૂળતા હોય તો 'કટિબસ્તિ' તથા 'ગ્રીવા બસ્તિ' પણ કરાવી શકાય.

ઔષધોમાં -
(૧) વાત વિધ્વંસન રસ એક એક ગોળી સવાર સાંજ પાણી સાથે.
(૨) મહા યોગરાજ ગૂગળ, બે બે ગોળી સવાર સાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી.
(૩) ૨૫ ગ્રામ મહા રાસ્નાદિ ક્વાથનો ભૂકો બે ગ્લાસ પાણીમાં પલાળી થોડીવાર પછી ધીમા તાપે ઉકળવા દઇ, પોણો કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી, ગાળી લેવું. ઠરે એટલે પી જવું. સવાર સાંજ આ પ્રમાણે ઉકાળો પીવાનો ચાલુ રાખવો.

* વાયુ કરે એવા તમામ પદાર્થો જેવા કે વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા, કોદરી, વાલોળ વગેરે બંધ કરી દેવા
* વાયુનું શમન કરે એવા પદાર્થો જેવા કે લસણ, સરગવો, મેથી, ફુદીનો, અડદ, અજમો, સુવાદાણા, હિંગ, તલનું તેલ વગેરે તમારા માટે વિશેષ લાભ કરનારા હોવાથી લેવા જોઇએ.
* ઉજાગરા, અતિ પરિશ્રમ, ચિંતા, ઉપવાસ, અતિમૈથુન વગેરે વાયુને વધારનારા હોવાથી એવા કારણોથી દૂર રહેવું.
 પેટમાં ભાર, ગેસ, એસિડિટી, શરદી, ગર્ભાશયમાં સિસ્ટ બન્ને ઢીંચણમાં કટ્ કટ્ અવાજ, ખભામાં દુખાવો, હથેળીમાં અને પગના તળિયામાં રુક્ષતા, દીકરાને શરદી-સાયનસ.

પ્રશ્ન  : મારી ઉંમર ૩૭ વર્ષ છે. મારે બે બાળકો છે. બન્ને દીકરા છે. એક ૧૧ વર્ષનો અને બીજો ૬ વર્ષનો. હું મહેસાણા પાસેના નાનકડા ગામમાં રહું છું. મારી મુખ્ય તકલીફો આ પ્રમાણે છે. પેટમાં ભારેપણું, ગેસ, એસીડીટી, પેટમાં તો હમણાં ડિસેમ્બરમાં જ ઇન્ફેકશન થઇ ગયું હતું. જે સારું કરતાં કરતાં બે મહિના થઇ ગયા. તે વખતે ર્ભર્નર્હજર્બૅઅ  કરાવેલ. ડોક્ટરનું કહેવું હતું કે આંતરડામાં જમણી બાજુ બેક્ટેરિયા હતા જેનો કોર્સ કરવાથી ઠીક તો થયું પરંતુ પેટમાં ગેસ વારંવાર થઇ જાય છે. સવારે ભૂખ સરસ લાગે, પછી તો ઠીક ઠીક.

ડોક્ટરની સારવાર દરમિયાન જ ગર્ભાશયમાં સિસ્ટ પણ આવી. જે ડોક્ટરના કહેવા મુજબ લોહીની ગાંઠ હતી, જેની સાઇઝ ૪૨ સ્.સ્.  હતી. જે દવા બાદ ઘટીને ૨૪ સ્.સ્. થઇ હતી. ડૉક્ટર કહે છે કે તમારું હોર્મોન્સનું લેવલ બેલેન્સમાં નથી. જેથી તેમણે મને ગર્ભ નિરોધક ટીકડીનો કોર્સ સૂચવેલ છે, જે હજુ મેં ચાલુ નથી કર્યો. કારણ કે અમે ફેમિલી પ્લાનિંગ માટે ઓપરેશન કરાવેલ છે. મારી બન્ને ડિલિવરી સિઝેરિયનથી થઇ છે. એસિડિટી માટે હું એક એલોપેથિક ટીકડી લઉં છું.

બીજું કે મારા બન્ને ઢીંચણમાં કટ્ કટ્ અવાજ આવે છે. અને બન્ને ખભામાં પણ દુખાવો રહે છે. ક્યારેક ગરદનમાં પણ દુખે છે. તેના માટે કોઈ જ દવા કરાવેલ નથી. આ બધી તકલીફ મને ચાર-પાંચ વર્ષથી છે. ત્યારબાદ પણ મારા હાથની હથેળીઓ એટલી રુક્ષ (લૂખી) થઇ ગઇ છે કે કપડાને ગડી પણ કરી શક્તી નથી. કપડા જાણે કે હાથમાં ફસાવા લાગે અને મારા બાળકોને પણ જો હથેળી અડકી જાય તો કહે કે મમ્મી, તારા હાથ વાગે છે. પગના તળિયા પણ એટલા જ રુક્ષ છે. જાણે કોઈ ઉંમર લાયક વ્યક્તિના હાથ હોય એમ હાથપગના પંજા ઉપર તો કરચલીઓ થઇ ગઇ છે. મારી ઉંચાઈ પાંચ ફૂટ છ ઇંચ છે, જ્યારે વજન ૫૬ કિલો રહે છે, જે ક્યારેય વધતું નથી. શરીરનો બાંધો પાતળો લાગે, મારા હાથપગની રુક્ષતાથી હું કંટાળી ગઇ છું. ઘરનું બધું જ કામ હું જાતે કરું છું. એટલે કપડા કે વાસણ કર્યા પછી તો હાથ ખૂબ જ કડક અને બરછટ લાગે. તો હાથમાં નરમાશ આવે એ માટે કોઇક ઉપચાર બતાવશોજી.

બીજું કે મારી દિનચર્યામાં સવારે સાડા સાતે ચાએક કપ, બે બ્રાઉન બ્રેડ અને બપોરે બાર વાગે ત્રણ પાતળી રોટલી, શાક અને દાળભાત. તે પછી સાંજે ચાર વાગે એક કપ અને હલકો નાસ્તો. ત્યારબાદ સાંજે સાડા સાતે જમી લેવાનું જેમાં ક્યારેક શાક રોટલી તો ક્યારેક ફરસાણ હોય છે. આ તમારી જાણ સારું લખું છું.

બીજું કે મારા મોટા દીકરાને શરદી-સાયનસની તકલીફ છે. જો એમ કહું કે એને બારેય માસ શરદી-છીંકો રહે છે તો પણ ચાલે. રાત્રે નાક બંધ થઇ જાય ત્યારે ખૂબ જ હેરાન થઇ જાય છે. તેને કોઈ જ શાકભાજી ભાવતા નથી. જમવામાં તેને હંમેશા તકલીફો હોય છે. કેમ કે મોટાભાગે તેને કશું ભાવતું હોતું નથી. ફક્ત ફરસાણ જ પ્રેમથી ખાય. અને શરદીની બાબતે તેના જેવી જ તકલીફ મને પણ છે. અમારા બન્નેનો નાકનો પડદો ત્રાંસો છે. તેનુંવજન ૩૨ કિલો તો તેના માટે પણ ઉપચાર બતાવીને આભારી કરશો. પરેજી પણ સૂચવશો. આભાર સાથે.
- મમતા અને ફેમિલી.


ઉત્તર  : પત્રમાં લખેલી આપની તમામ તકલીફને ધ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) શંખવટી બે બે ગોળી જમ્યા બાદ ચૂસવી.અથવા ગળવી.
(૨) અવિપત્તિકર ચૂર્ણ એક એક ચમચી સવાર સાંજ ફાકવું.
(૩) આપના બન્ને ઢીંચણમાં સાંધા વચ્ચેનો શ્લેષક કફ ઘટી જવાથી કટ્ કટ્ અવાજ આવે છે. જો આ જેલી જેવું 'લુબ્રીકેશન' જરૃરી માત્રામાં ઉત્પન્ન ન થાય તો સાંધાના હાડકા સામસામે, ટકરાય છે. અને તેથી સખત પીડા થાય છે. આ માટે નિષ્ણાત ચિકિત્સકને મળી 'જાનુબસ્તિ' કરાવી લો. તો જલદી આરામ થશે. ઔષધોમાં (૧) વાત વિધ્વંસન રસની એક એક ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. (૨) મહારાસ્નાદિ ઘનવટી તથા મહાયોગરાજ ગગળની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. (૩) અશ્વગંધા અવલેહ બે બે ચમચી સવાર સાંજ ચાટી જેવો. (૪) હથેળી તથા પગના તળિયામાં રુક્ષતા આવી ગઇ છે તેને દૂર કરવા માટે જીવન્ત્યાદિ મલમ, દિવેલ, મહાનારાયણ તેલ, અથવા તો શુદ્ધ ઘી લગાવવાનું શરૃ કરો.

લૂખા પડી જતા ભાગને સતત સ્નિગ્ધ (ચીકાશયુક્ત) રાખો. મલમ ધોવાનો હોય ત્યારે બન્ને હથેળીને જુદા જુદા વાસણમાં રાખેલા ગરમ પાણીમાં થોડીવાર બોળી રાખો. મલમ લગાવ્યા બાદ મોજા પહેરી લેવા. વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા વાલોળ જેવા વાયુ કરનારા પદાર્થ બંધ કરી દો. લસણ, સરગવો, મેથી, ફુદીનો, અડદની દાળ, તલનું તેલ તથા હિંગ જેવા વાયુનું શમન કરનારા પદાર્થો વિશેષ લેવા.

તમારા ૧૧ વર્ષના મોટા દીકરાને શરદી-સાયનસની તકલીફ રહે છે. તો અત્યારથી જ વ્યવસ્થિત સારવાર શરૃ કરી દો. જો એનેએન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવશે તો આગળ જતાં બ્રોન્કાઇટીસ થવાની શક્યતા છે. માટે નિર્દોષ દવાઓ અને ખાવાપીવામાં કાળજી રખાવી જલદીથી રોગમુક્ત કરો.

તેને દહીં, શિખંડ, આઈસક્રીમ, ઠંડા પીણાં, મીઠાઈ વગેરે આપશો નહીં. તીખા ફરસાણ, આદું, લસણ તથા સરગવો ખાસ આપો. સવારે મોડે સુધી સૂઈ રહેવાથી કે બપોરે જમ્યા બાદ ઊંઘી જવાની આદત હોય તો છોડાવજો. થોડો મોટો થાય પછી એને 'નસ્ય' ચિકિત્સા કરાવી લેજો. દવા આ પ્રમાણે આપી શકો.

(૧) વ્યોષાદિ વટી, નાગગૂટી તથા નારદીપ લક્ષ્મી વિલાસ રસની એક એક ટીકડી સવાર સાંજ મધ અથવા પાણી સાથે આપવી. જમ્યા બાદ એકથી બે ગોળી ચિત્રકાદિ વટીની ચૂસવા માટે આપી શકાય.

- વત્સલ વસાણી

Post Comments