Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજમાવી જૂઓ

*શરીરમાં પિત્ત દૂષિત થતાં શરીરે ખંજવાળ આવે છે અને લાલ ચકામા થઇ જાય છે. આ તકલીફથી રાહત પામવા કોકમનું શરબત થોડી થોડી વારે પીવું. તેમજ લેકટોકેલેમાઇન લગાડવું.

*ટામેટાંની છાલ સરળતાથી ઉતારવા માટે પ્રથમ તેને એક મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવા અને પછી તરત જ ઠંડા પાણીમાં ડૂબાડવા. છાલ તરત જ ઉતરી જશે.

*સોસમાં મીઠાશ લાવવા સાકરની બદલે ગાજરનો ઉપયોગ કરવો.

*પાસ્તાને વધુ પાણીમાં બાફવાથી તે ચીકણા નહીં થાય.

*મધની શુદ્ધતા ચકાસવા મધના એક-બે ટીપાં એક કપ પાણીમાં નાખવા તળિયે બેસી જાય તો મધ શુદ્ધ સમજવું.

*ભાત વધારે પડતા રંધાઇ જાય તો તેમાં થોડું પાણી અને ઘી નાખવું અને થોડી મિનિટો બાજુ પર મૂકી દેવું. ત્યાર બાદે તેને ચારણીમાં ઠાલવી વધારાનું પાણી નિતારી દેવું. અને પછી એક થાળીમાં ભાત પાથરી દેવો. ભાતનો દાણો છૂટ્ટો પડી જશે. પાણી અને ઘી ભાત શોષી લેશે અને ભાત કોરા થઇ જશે.

*હેરડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.

*ચમેલીના ૧૦-૧૨ ફૂલને વાટી ચહેરા પર લગાડવાથી ચહેરા પર કાંતિ છવાય છે.

- મિનાક્ષી તિવારી
 

Post Comments