Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાચકની કલમે

નહોતી ખબર
નહોતી ખબર  આમ
ગગનથી તારલાઓ રિસાઈ જશે.
નહોતી ખબર કે ઉપવનથી આમ
રૃઠી ફુલો મુરઝાઈ જશે.
નહોતી ખબર કે સૂરજ મારાથી
રૃસણા લઈ
ક્ષિતિજે પાછો ફરી
ઉષા પહેલા નિશાને મારા શરણે
અર્પિત કરી જશે.
નહોતી ખબર આમ મનમંદિરમાં
સ્થાપિત કરેલી મુરત
અમારા હાથે જ ખડિત કરવી પડશે
નહોતી ખબર કે દિલની ધડકન
બની ચુકેલા પ્રિયજન આમ રૃઠીને
અશ્રુઓનું અમુલ્ય નજરાણુ
અમારા ચરણે અર્પિત કરી ચાલ્યા જશે.
નહોતી ખબર આમ રબ પણ રૃઠીને
મારા મુકદરમાં જુદાઈ લખી દેશે.
મિનાઝ ફરીદ અલી વસાયા
 (મહુવા)

તું હી જ મારી જન્નત
જીવનની મંઝિલે
તારી ભાગીદારી મળી,
કંટક સમી કેડીએ તેં
મધમધતાં ફૂલ વેર્યા.
મારે ખાતર તેં કેટલી ઉલઝનો
લીધી સિર પર,
નૈતિક મૂલ્યની જાળવણીની
બા-અદબ જાળવી તેં.
સંઘર્ષ ભર્યું મારું જીવન
તે ખુશહાલ સમું દિપાવ્યું,
ઉલઝન ભરી જીંદગીને
તારા થકી જ સુલઝાવી તેં.
સાંસારિક માહોલ મને
દારૃણ દુ:ખ સમો ભાસે દુનિયાદારીમાં,
તારા સંગાથ થકી,
હળવું ફૂલ જીવન બનાવી દીધું તેં.
જીવન તો વન સમું જેમાં
ભટકતો રહ્યો દુનિયામાં,
એમાં તારો સથવારો
મને આદર્શરૃપ લાગ્યો જ્યાં.
મનોમન નક્કી કરી રાખ્યું
મેં જીવન નૈયા હંકારવાને,
તું હી જ મારી જન્નત,
જીંદગીની સફરમાં જ્યાં.
પરેશ જે.પુરોહિત
(કલોલ, રણાસણ)

તારા શિકાર બન્યા છીએ...
તારી મેનકારૃપી સુંદરતા જોઈ
અમે પણ  તપસ્યા છોડી છે
વિશ્વામિત્રની જેમ અમે પણ
તારા શિકાર બન્યા છીએ...
તારી પાતળી કમર જોઈ
તારી કટાંક્ષરૃપી આંખો જોઈ
તારી ધુનષ્ય જેની ભમ્મર જોઈ
અમેપણ શિકાર બન્યા છીએ...
તારા આકર્ષક હોઠને જોઈ
તારા અણિદાર  નાકને જોઈ
તારા વાળની લટાઓ જોઈ
અમેપણ શિકાર બન્યા છીએ...
તારી આંખોનાં ઈશારા જોઈ
તારી રમણીય ચાલ જોઈ
તારા રૃપની મોહકતા જોઈ
બ્રહ્મચારી પણ
''આશિક'' બન્યા છીએ.
અનિલ (આશિકી)
(બોરીઆવી, આણંદ)

નથી હોતું...
સૂરજ વગર સવાર
નથી હોતી,
ચાંદ વગર રાત્રિ નથી હોતી,
પ્રેમ વારંવાર નથી હોતો,
દરેક યાર વફાદાર નથી હોતો,
તમારી યાદ વગર મારા,
દિવસની શરૃઆત નથી હોતી,
આ તો દીલ મળવાની વાત છે,
નહીં તો, સાત ફેરા  લીધા પછી.
પણ પ્રેમ નથી હોતો.
યશવી પ્રજાપતિ ''ગોપી''
(શાહપુર)

મેઘ તાંડવ
મેઘ તાંડવ બની ન આવ મેહુલિયા,
આમ વિજળી ના ગર્જાવ મેહુલિયા.
મારે માણવી છે મોજ મેહુલિયા,
આમ ગાજવીજથી ના ડરાવ મેહુલિયા.
અચાનક તું ન આવ મેહુલિયા,
આમ અતિવૃષ્ઠિ ન કરાવ મેહુલિયા.
મીઠી લહેર બની જઈ  
વરસાવ મેહુલિયા,
લીલી ધરા ને મસ્ત સજાવ મેહુલિયા.
મેઘ તાંડવ બની ન આવ મેહુલિયા,
આમ વિજળી ના ગર્જાવ મેહુલિયા.
રમેશ વાઢેળ (જુનાગઢ)

ગાગરમાં સાગર
જીવનના વનમાં ખીલ્યાં ફૂલો અને
રણને લીલુંછમ બનાવી ગયાં...
મલકતું મુખડું અર્ધખૂલ્યાં નયનો
લજ્જાથી પાપણ મલકાવી ગયાં...
ખીલેલા ચંદ્રની શીતળ ચાંદની
અંગે અંગને નવરાવી ગયાં...
વેરાન વનમાં ટહુક્યો મોરલો ને
કોયલનો કલરવ સુણાવી ગયાં...
અષાઢી મેઘને બાંધ્યો પાલવડે
તોયે દિલની દિવાલો ભીંજાવી ગયાં...
જીવતરની મટૂકી લઈ ઉભા કિનારે
ને ગાગરમાં સાગર સમાવી ગયાં...
મીરાંના મનમાં... રાધાના તનમાં
વાંસળીના સુર રેલાવી ગયાં...
ભગુભાઈ ભીમડા (હલદર, ભરૃચ)

મારો શું વાંક
હું એક અબળા નારી,
શું એમા મારો શું વાંક,
મારા માજ છે, રાધા જેવી મનની સુંદરતા એમાં મારો શું વાંક.
મારા માજ છે, સીતા જેવી સહનશીલતા એમા મારો શું વાંક.
મારા માજ છે, મીરા બાંઈ જેવી મગ્ન રહેવાની ધૂન એમા મારો શું વાંક.
મારામાજ છે, રાણી લક્ષ્મીબાઈ જેવી લડવાની તાકાત એમાં મારો શું વાંક.
મારા માજ છે, ઈન્દિંરા ગાંધી જેવી દેશ રાખવાની સમજણ એમા મારો શું વાંક.
મારા પર જ બની રહી છે, પિંક જેવી ફિલ્મોમાં એમા મારો શું વાંક.
જો હું છું તો જ ઓળખ છે,  આ સંસારની એમા મારો શું વાંક.
જયેશ આર.પરમાર 'જેનીક'
(ગિરધરનગર, અમદાવાદ)

 અતીત
શું કરૃં
કિસ્મતમાં  નથી જીત,
બાજી રમીને શું કરૃં,
હૈયે નથી રહી હામ,
સબંધો જાળવી શું કરૃં,
નથી રહી અમાનત મારી,
ફોગટ દાવો કરીને શું કરૃં,
વેરાયા જ્યાં કંટકો સઘળે,
ફૂલોની ચાહ રાખી શું કરૃં,
પથરાયો છે અંધકાર હૈયે,
''દીપક'' ફરિયાદ કરી શું કરૃં.
યશવંત આર.જોષી
 ''દીપક'' (દહેગામ)

ભૂલેથી
પણ નથી ભૂલાતો
મારો એ પ્રથમ પ્રેમ,
પીધા હતા પ્યાલા અમૃતના,
શાને કાજે એ બની ગયા ઝેર.
મૌનની ભાષા હતી
આપણા બેની આંખોમાં,
ધડકનનું સંગીત હતુ આપણા
 બે દિલોની સિતારમાં.
મારા પાલવમાં હતા
અસંખ્ય ફૂલો જવાનીની ગુલિસ્તાનના,
ક્ષણમાં થઈ ગયા એ
વેરવિખેર, અવિશ્વાસની આંધીમાં.
શાંત છે આ ધરતી અને આકાશ,
અશાંત મનની કોણ સાંભળશે
દર્દભરી દાસ્તાન.
ખુદાની દેન છે આ જીંદગી,
જીવવી તો પડશે,
સિર્ફ અતીતને યાદ કરી
આ આંખો ચોધાર આંસુએ રડશે.
ફિઝ્ઝા એમ.આરસીવાલા (મુંબઈ)

Post Comments