Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાચકની કલમે

સોનેરી  કિરણ
શરારતી  અને અલ્લડ  યુવતી જેવી આ
સોનેરી  કિરણ
ગાઢ નિંદ્રામાં થી  જગાવી ગઈ
આ સોનેરી  કિરણ
નવા ઉમંગ, નવી આશાઓની
ભેંટ અર્પિત કરી ગયી
આ સોનેરી  કિરણ
સૂરજ મુખીના વાયદાને
પૂર્ણ  કરવા કાજે
પ્રકાશની પુરી ફોજ
લઈ ધરતી પર ઉતરી  
આ સોનેરી કિરણ
નવું  જોમ, નવો   ઉત્સાહ
નવી  આશા નવો  ઉમંગ
સૌગાદમાં આપી ગઈ
આ સોનેરી  કિરણ
નવોઢાની ચાલે
કંગનના રણકાર
અને ઝાંઝરના  ઝન્કારના
પુષ્પોની માળા
ફૂલોની મહેક,  પંખીઓની  ચહેક
હવાઓની  અદા સાથે  
ધરતી પર ઉતારી
આ સોનેરી કિરણ
પર્ણોને  ચમકાવી ગઈ,
 હવાને  બહેકાવી ગઈ.
પંખીઓને ચહેકાવી ગઈ.
આ  અલ્લડ સોનેરી કિરણ
પનઘટને  નયનરમ્ય બનાવી ગઈ
આ સોનેરી  કિરણ
કેટલીય  ખુશી
કેટલીય  હંસી
કેટલાય આંસુ
કેટલાય ગમ
કેટલીય ઉદાસી
કેટલીક યાદો
કેટલાક  સંભારણા આપી
ફરી  આગમન નો વાયદો કરી
ક્ષિતિજે  અસ્ત થઈ ગઈ
આ સોનેરી  કિરણ
- મિનાઝ ફરીદ  વસાયા:(મહુવા)

નિઃ સ્વાર્થ   પ્રેમ
કરી મેં પાછી પાની
 તો પણ એ ના માની
કર્યો  મેં સત્કાર પ્રેમનો પણ તેણે  
ઉગ્ર વિરોધ કર્યો  મારી લાગણીઓનો
ના મારાથી રહેવાયું કે ના
સહેવાયું એટલે જ કહેવાઈ ગયું.
કર્યો  મેં આદર તેની
ભાવનાઓનો  પણ  તેને
અનાદર  કર્યો  મારી  એક ભૂલનો
જગ-જાહેર  કર્યો મને
બદનામ પણ  કલંકિત  થઈ તે
કર્યોે   મેં પ્રયાસ તેને મનાવવાનો પણ
તેને તોે જિદ પકડી  મને સતાવવાની.
એક  દિવસ જગ જાહેર
થઈ તેની વાસ્તવિકતા
મેં  તેને ઠુકરાવી  કર્યો
તેની બેરૃખીનો  પર્દાફાશ
મેં અલવિદા   કહી દીધું
તેના ખોખલા પ્રેમને
નિઃસ્વાર્થ  લાગણીઓને  
અને તેના ઘમંડને
કર્યો ચકનાચૂર
- જયેશ આર.  પરમાર:'જેનીક' (અમદાવાદ)

પ્રણયના  પુષ્પ  વેર્યાં
પહેલી  મુલાકાતે  પુષ્પ વેર્યા   પ્રેમનાં,
કુદરતી  નજારો  હતો,  
વર્ષાની ઝરમરમાં.
તન-બદનમાં  વર્ષાભિષેક થતો
 અમન સમો,
સુરભિઓનો  સ્પ્રે રેલાયો  
પ્રણયના  તરવરાટમાં
ગુફતેગુ કરવાને  મૂક
વાર્તાલાપ કરી લેતાં જ્યાં
જીવન નૈયા  હંકારવાને
પરસ્પર  મિત્રતા  કેળવાઈ.
પ્રણય   પુષ્પોની  
હારમાળાઓ  પ્રણય  પાંગરાવી  ગઈ
સ્વર્ગ  સમુ જીવન  દિપાવ્યું,
પ્રણય  પુષ્પે જ્યાં
શા કાજે - શરારત  કરું,
તારા પ્રત્યેના પ્રણયમાં.
-  પરેશ જે. પુરોહિત )ઃ  (કલોલ- રણાસણ)

બાળકોની મહત્તા
પ્રેમની પ્રેરણા  છે
સ્નેહની  સરિતા છે
કુટુંબના રત્નો છે
નયનોનાં નૂર  છે - ન્યારાં બાળકો
સમાજની સંપત્તિ છે
દેશની શાન છે
કુદરતની  અણમોલ દેન છે
ભોેળાં -માસૂમ   છે.  પ્યારાં બાળકો
ન કરશો દુઃખી બાળકોને
ઈશ્વરનો  અવતાર છે બાળકો
પ્રભુની  અમૂલ્ય  કૃપા  છે બાળકો
- સતીશ ભુરાની:(અમદાવાદ)

વગડાંની  વસંત
રમ્ય  પ્રભાતનાં નવા ઉમંગે,
મ્હેકતા પુષ્પોએ  વસંત આવી.
ટહુકાર  મધ-મીઠો આમ્રકુંજનો,
ઝુલતી  મંજરીએ વસંત આવી.
પતંગિયા  વિસ્તર્યા  કરે રંગભેર,
વગડાંના  ગોદથી વસંત આવી
વ્હાલથી વધાવી વનની કેડીને,
કોયલના નાદે  વસંત  આવી.
નવા ટેસૂએ મલકે  કેસૂડો,
શૃંગાર સજીને  વસંત આવી.
મરક- મરક મલકી  ગઝલ હવે,
સહિયરના  વઆગમને વસંત આવી.
નમણા કલરવે  ઝુકી  વેલ આ,
ધરતીના  ખોળે  આજ વસંત આવી.
સ્પર્શી ગઈ  હવે શબ્દની  સોેગાત,
ખેતરના  શેઢો  નિશીથે વસંત આવી.
-  ચૌધરી નારસિંગ.આર :
(માંડવી-સુરત)

કચાશ
એક  ઝરણું  ફૂટયું  જિગરમાં
આંખોમાં  એની  ભીનાશ છે
ભલે  હોય   દ્રષ્ટિથી  દૂર પણ
લાગે છે અમારી આસપાસ છે
દોષ  કોઈને  દઈને શું કરવું?
અમારી  ચાહત માં ક્યાંક કચાસ છે
આપના  માટે જ થોડી  
જગ્યા ફાળવી  છે
બાકી સાચું કહું?  દિલમાં સંકડાસ છે
કસમ આપની  ખાવી મુશ્કિલ છે
આજ અમારે  સાવ નકોરડો  
ઉપવાસ છે
-  મણીલાલ  ડી. રૃધાણી :
(રાણાવાવ)

બધું જ નકામું
મંદિર સુંદર હોય પણ
એમાં જો ભગવાનની  મૂર્તિ ન હોય તો
એ  મંદિર નકામું ગણાય.  
ગાર્ડન સારો હોય એમાં  ફૂલો
પણ  હોય પણ જો આ ફૂલોમાં
બીલકુલ સુગંધ ન હોય તો
એ ગાર્ડન શું કામનો?  
આકાશમાં વાદળો ઘનઘોર છે
પણ  એમાં  પાણી બીલકુલ
નથી તો  એ શુ ંકામના?  નગર
હોય પણ આ નગરમાં રાજા
ન હોય તો એનગર શુંકામનું?
માણસ  છે માણસમાં  
ધબકતું હૃદય પણ છે પણ હૃદયમાં
કરુણા  ન હોય તો?  
કંઠમાં માધુર્ય છે પણ એને ગીત
ગાતા જ ન આવડતું હોય તો?
 આ બધું જ  જેમ  
નિરર્થક છે તેમ  માણસ  
જુવાન  છે પણ તેને આખી
જિંદગી જો સ્ત્રી પાત્ર ન મળે
તો એનું જીવન પણ નકામું જ છે.
- રિયાબેન પાલીયાદવાલા :
(દહિંસર - ઈસ્ટ)
એક અહેસાન કર!  
નફરત  કર હજારબાર
એક અહેસાન કર
દિલમાં   જો વિચાર સરાસ્તી  
એક અહેસાન કર
મોજુદ  શિકાયત  જવાબનાં
 હિમાયત છે
હો અળખામણી નજર તો
એક અહેસાન કર
કાફી  છે મુહબ્બત હસીના
 દિશા તારી જ્યાં
લાગતી અગર યાદમાં  
એક અહેસાન  કર
દરેક  ગુનાની  દરેક માફી
જો રહી નાં સમજ
નાજુક નમણી  હોઈશ ક્યાંક
એક અહેસાન કર
નિહાળવું  કે ટાળવું મને
ગેરસમજથી  હાર
રાખવું જો અપરાધ એ
એક અહેસાન કર
દરજ્જો  જિંદગીનો
યાતો ગુલાટી  મારવી  યા
એક જ સાથનું પગલું એક અહેસાન કર
છૂટ્ટો દોર છે હાથમાં તારી
 મુક્તિ  દઈશ યા
સુશોભિત  થઈ સર્જીશ
 એક  અહેસાન કર
સારથિ  માનું તું ભલે ગણાવે  
સ્વાર્થી  પળ
ભલે  બેવફાઈમાં પણ શું?
એક અહેસાન કર-
હિતેશ આર. પટેલ  'સાવન':(બારડોલી)

દ્રષ્ટિ
માનવી  આજે
જ્યાં નજર કરે ત્યાં
ખામઓ જ શોધે  છે
કારણ  છવાયલી  છે
દોખવૃષ્ટિ
પણ 'લઘુગોવિંદ'   જુઓ
સજ્જનો - સંતાનો નયન
જે હમેશાં જુએ ગુણો
કારણ  એ માલિક છે
ગુણગ્રાહી  દ્રષ્ટિના
- લઘુગોવિંદ

Post Comments