Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાડી ડ્રેપિંગની નવી સ્ટાઈલો ફેશનમાં

સાડી  એક એવું  પરિધાન  છે જે પરંપરાગત લૂક આપવાની સાથે સાથે હોટ લૂક  પણ  આપે  છે.  અને  સાડીમાં  દરેક મહિલા  શોભે  છે. જો કે સાડી પહેરવાની સ્ટાઈલ દરેક પ્રદેશમાં અલગ અલગ હોય છે.  એમાં પણ   હવે  અવનવી  સ્ટાઈલનો ઉમેરો થયો  છે.

પેન્ટ સ્ટાઈલ :
પેન્ટ અને   જેગિંગની  સાથે તમે સાડી પહેરીને  એક નવી સ્ટાઈલ  અપનાવી  શકો છો. આ સ્ટાઈલ હાલ કોલેજ જતી યુવતીઓમાં  લોકપ્રિય બની  છે.

નિવી સ્ટાઈલ :
નિવી  સાડીને પહેરવાની કળા એકદમ  સરળ  છે. અને પ્રચલિત  છે. આ સ્ટાઈલને  તમે રોજિંદા  જીવનમાં  અથવા  કોઈ કાર્યક્રમ કે ઉત્સવ  દરમિયાન પણ પહેરી  શકો  છો. નિવી સ્ટાઈલ  મૂખ્ય આંધ્ર પ્રદેશની  સ્ટાઈલ  છે.  અને  હવે  ભારતભરતમાં  પ્રચલિત  છે.

મુમતાઝ  સ્ટાઈલ
પાર્ટીમાં  જતી વખતે રેટ્રોલુક માટે મુમતાઝ સ્ટાઈલ ઉત્તમ વિકલ્પ છે.  આ પ્રકારની  સ્ટાઈલ   માનુનીૈો  રિસેપ્શન કે લગ્ન પાર્ટીમાં  પણ  પહેરવાનું  પસંદ કરી રહી છે.

લહંગા  સ્ટાઈલ  :
આ  એક આધુનિક સ્ટાઈલ છે જે સાડી અને લહંગાના  મિશ્રિત રૃપમાં   જોવા મળે  છે. સાડીને  લહેંગાની  જેમ લપેટવામાં આવે છે.  આ  સ્ટાઈલ   આપવા માટે સાડીના ઉલ્ટા પલ્લુનો ઉપયોગ  કરવામાં આવે છે. આ  સ્ટાઈલ તમે કોઈ પાર્ટી  કે ઉત્સવ દરમિયાન કેરી કરી શકો છો.

બંગાલી  સ્ટાઈલ    :
ટ્રેડિશનલ લૂક માટે બંગાલી  લૂક પરફેક્ટ  છે. ઉપરાંત આ સ્ટાઈલને સરળતાથી કેરી કહી શકાય  છે.

કુર્ગી સ્ટાઈલ :
આ  એક અલગ જ સ્ટાઈલ  છે. જેમાં પાટલી પાછળની  બાજુએ આવે છે જેથી ચાલવામાં  કોઈ તકલીફ ન પડે.  કેટલીક યુવતીઓ  પરિધાનમાં નવીનતા  લાવવા  આ સ્ટાઈલ અપનાવે  છે.

Post Comments