Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રનીંગ અથવા જોગિંગ શરૃ કરતાં પહેલા અમુક તકેદારી લો

મહિલા  હોય કે પુરુષ, દરેકને  ફીટ રહેવું  છે અને  વજન ઉતારવું  છે. જો કે કોઈ પણ  વ્યક્તિ શિસ્તબધ્ધ  રીતે  સાચો નિત્યક્રમ જાળવવા માંગતુ નથી.   અને મનફાવે  એમ આચરણ કરે છે.  દરેક  વ્યક્તિ  પ્રત્યેક ડગલું  માંડતા અને દોડ લગાવતા નવો  ઈતિહાસ  રચવા માગે છે જે અસંભવ છે.

વાસ્તવિકતા  એ છે કે બહુ ઓછા જેમ ચાલવું  અથવા દોડવું જોઈએ એમ ડગલા માંડે  છે. શરૃઆતના  તબક્કામાં  મોટું લક્ષ્ય ન રાખતાં શરીરને   અથવા ઘૂંટણને  ઈજા  ન થાય એની તકેદારી રાખવી આવશ્યક છે. નિષ્ણાતો  કહે છે કે તમને જ્યાં દોડવું હોય, જેટલું દોડવું હોય અને જે ઝડપે દોડવું હોય એમ  દોડો પરંતુ પ્રત્યેક તબક્કે  અમુક ભૂલો ન થાય એની કાળજી રાખો. ઘણા 'રનર'  અમુક એવી ભૂલો કરી બેસે છે જે એમણે  ન  કરવી જોઈએ.

સ્પોર્ટ્સ  ડ્રિન્કનું  અત્યાધિક સેવન :  

સ્પોર્ટ્સ ડ્રિન્કમાં  સાકરનું પ્રમાણ અત્યંત  મોટું હોય છે. જેને કારણે  જો એનું સેવન  વધુ પડતી માત્રામાં થઈ જાય તો ગમે એટલું દોડો,  ફળ નહીં મળે. શરીરમાં ક્ષાર અને સાકરનું  પ્રમાણ જાળવી રાખવું જરૃરી છે.  પરંતુ  વધુ પડતી  કેલેરી  ઠાલવી  વર્કઆઉટના તમામ  ફાયદા ધોવાઈ જાય તો એનો કોઈ અર્થ નથી સરતો.

અયોગ્ય  શૂઝ પહેરવા :

 માત્ર  પગને અનુરૃપ ન હોય એવા જ નહીં પરંતુ નવા જૂતાં  પહેરીને પણ ન દોડવું  જોઈએ. તમારા પગ તમારા નવા જૂતાંને બંધબેસતા ન હોય તો ઉલટ નુકસાન થાય છે. નવા બૂટ પહેરીને  દોડ શરૃ કરો એ અગાઉ એટલીસ્ટ પાંચ-છ કિ.મી. એેને પહેરીને ચાલો. આ ઉપરાંત જરૃરી છે કે ઝડપભેર દોડ લગાવતા હો ત્યારે પ્રત્યેક બે-ત્રણ હજાર કિ.મી. બાદ બૂટ બદલી નાખો. જો આવું ન થાય તો સંભવ છે કે તમારા ઘૂંટણોને ઈજા પહોંચશે. આ ઉપરાંત તમારી એડીઓના  આકારને ધ્યાનમાં  લઈ બૂટ પસંદ કરો.

સ્ટ્રેન્થ ટ્રેનીંગ વગર જોરશોરથી દોડ :  

તમારા ઉપરના શારીરિક બાંધા અને એકંદરે  ખડતલ બનવા માટે  અઠવાડિયામાં  બે વખત  વજન ઉપાડવાની  તાલીમ લેબ આવશ્યક છે આને કારણે તમારો શારીરિક આકાર યોગ્ય બનશે અને લાંબી દોડ દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા સુધરશે.

શરીરમાં  ભેજ અને પોષક દ્રવ્યોનો  અભાવ

શરીરમાં  પૂરતાં પ્રમાણમાં ભેજ અને ક્ષાર ન હોય તો ગમે એટલા સઘન અને સંનિષ્ઠ  પ્રયાસ પણ તમારી કારી નહીં ફાવવા દે. દોડ પહેલાં અને દરમિયાન શરીરમાં  પાણી અને ક્ષારોનું  પ્રમાણ જળવાય જરૃરી છે.

તમારી દોડ ખરા અર્થમાં  લાંબી પૂરવાર થાય એ માટે શરીરને 'હાઈડ્રેટેડ' રાખવું અનિવાર્ય  છે.

અપર   બોડી પર  અંકુશ ન  રાખવો

તમે  દોડ લગાવો ત્યારે માત્ર પગ  નથી દોડતા પરંતુ આખું શરીર ફંગોળાય છે. દોડતી વખતે માથુ સ્થિર રાખીને હાથના  અનાવશ્યક હલનચલનને  અંકુશમાં  રાખવાથી   સુંદર અને  સંતોષજનક પરિણામ આવશે.

એકાંતરે  ઝડપની  તીવ્રતામાં ફેરફારો કરો

તમે  એક દિવસ  પ્રતિ કલાક ૯ કિ.મી. ની ઝડપે દોડતા હો તો એના પછીના દિવસો પ્રતિ કલાક ૭ કિ.મી.ની  ઝડપે દોડો. આને કારણે  નિયમિત  દોડવા માટે પ્રેરણા  મળતી રહેશે.
એક  દિવસ  લાંબી દોડ બાદ થાકનો અનુભવ કરો તો ચિંતા ન કરો. બીજે દિવસે  દોડવાનું આળસ કરવા કરતા યોગ્ય  છે કે ઓછી ઝડપે ઓછું અંતર કાપો.

તુરંત જ ફાસ્ટ દોડ લગાવવી તથા  કુલ ડાઉન ન કરવું -

ઉત્તેજના અને  રોમાંચમાં  તુરંત જ લાંબી  અને સંઘર્ષમય દોડ ન લગાવો. આ ઉપરાંત કુલ ડાઉનની  યોગ્ય તરકીબ ન અજમાવવાથી શરીર જડ અને તાણયુક્ત બની જશે. શાંતિ રાખો અને ધીમે ધીમે દોડને તમારા નિત્યક્રમનો  હિસ્સોે બનાવવો.

નવા નવા  પ્રયોગો   કરવાં :

તમારા  નિત્યક્રમને  વળગી   રહેવાથી થોેડાક  સપ્તાહોમાં  પરિણામ દેખાશે. અંતર   અને ઝડપની  બાબતમાં  કારણવગર નવા નવા  અખતરાઓ કરવાનું ટાળો. તમારી સ્ટેમીના વધારવા એને જાળવી  રાખવા યોગ્ય ટેક્નિક અને શિરસ્ત જરૃરી છે.

યોગ્ય  સાથીદારની પસંદગી કરો :

ધીમે  ધીમે અંતર અને ઝડપ વધારવા માટે એવા સાથીદારની પસંદગી કરો જે તમારા જેવી વિચારસરણી  અને ક્ષમતા ધરાવતો હોય. જો કોઈ  બે વ્યક્તિના લક્ષ્ય અને ઈરાદા જુદા જુદા હોય તો પરિણામ  વિપરીત  આવશે.

વધુ પડતું જોર કરવાનું ટાળો :

માત્ર  બીજાને બતાવવા માટે કઠોર  પરિશ્રમ કરવાને કારણે  એડી  અથવા ઘૂંટણને ઈજા પહોંચશે. વધુ પડતો સ્ટ્રેસ ન પડે ે રીતે ઝડપ  અને અંતર નક્કી કરો.  એકવાર તમારુ શરીર, હૃદય અને મસ્તિષ્ક અનુરૃપ થઈ જાય અને ધીમે ધીમે જરૃરી ક્ષમતા કેળવી લે પછી તમે થોેડા સમયના વધુ અંતર કાપી શકશો.

-હમીર વસાવડા

Post Comments