Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાંગેલા-તૂટેલા સૌંદર્ય પ્રસાધનોને ફરી આપો મૂળ રૃપ

આકર્ષક દેખાવા  માટે મોટભાગની   માનુનીઓ વત્તાઓછા અંશે મેકઅપ કરતી  જ હોય છે. તેમને જોઈતા સૌંદર્ય પ્રસાધનો  ગમે તેટલા મોંઘા હોય તોય તેમને તે ખરીદ્યા વિના નથી ચાલતું.  કોઈ સાધારણ જણાતી યુવતી પાસે પણ લિપસ્ટિક, નેલપોલીશ અને કોમ્પેક્ટ જેવા સૌંદર્ય પ્રસાધનો હોવાના જ. પણ તેનો ઉપયોગ કરતી વખતે ક્યારેક તે હાથમાંથી પડી જાય ત્યારે  જે તે રમણીનું કાળજું કકળી ઉઠે. જો કે હવે તેમણે આવું કાંઈ બને ત્યારે ચિંતા કરવાની  જરૃર નથી. સૌંદર્ય નિષ્ણાતો તૂટી ગયેલા કોસ્મેટિક્સ ફેંકી દેવાને બદલે ફરીથી શી રીતે ઉપયોગમાં લઈ શકાય.

તેની જાણકારી  આપતાં  કહે છે.....
જો તમારી નેલ પોલીશ  સુકાઈ ગઈ હોય તો તેને ફેંકી દેવાની જરૃર નથી. તેમાં થોડા ટીપાં  એસીટોન  નાખીને સારી રીતે હલાવી દો. ત્યારબાદ થોડો સમય રહેવા દઈને તેને ફરીથી હલાવો. હવે આ નેલ પેઈન્ટથી આસાનીથી નખ રંગી શકાશે.

જો કોમ્પેક્ટની  ડબ્બી તમારા હાથમાંથી પડી જાય તો તેના સંખ્યાબંધ નાના નાના ટુકડા થઈ જશે. પરંતુ તેને ફેંકી દેવાને બદલે હળવે હાથે ફરસ પરથી લઈને એક  પ્લાસ્ટિક બેગમાં નાખો. ત્યાર પછી તેનો એકદમ ઝીણો  ભૂકો  કરી નાખો. હવે તેને એક ચોખ્ખા વાસણમાં  નાખો. ત્યારબાદ અન્ય એક વાસણમાં  આલ્કોહોલના થોડાં ટીપાં નાખી તેની ઉપર આ પાવડર (ભૂકો) નાખો. ફરીથી થોડાં ટીપાં આલ્કોહોલ નાખીને તેના ઉપર પાવડર નાખો. આમ કરવાથી પાવડર સહેજ ભીનો થઈ જશે.  હવે તેને એક ટિશ્યૂ પેપર વડે દબાવી  દો. આ પાવડરને રાતભર ખુલ્લો મૂકીને સુકાવા દો. બીજે દિવસે તે ફરીથી કોમ્પેક્ટ જેવો બની જશે. ત્યાર બાદ તેને ફરીથી ઉપયોગમાં લો.

લિપસ્ટિક હાથમાંથી છટકે એટલે છેક છેવાડેથી તૂટવાની જ. આવી લિપસ્ટિક લગાવવી શી રીતે?  લિપસ્ટિકને  ફરી પહેલાં જેવી શી રીતે બનાવવી તેની જાણકારી આપતાં સૌંદર્ય નિષ્ણાતો  કહે છે  કે તમે આખી લિપસ્ટિક બહાર લાવતા હો એ રીતે ફેરવીને તેને ઉપર લઈ લો. હવે લાઈટર  વડે લિપસ્ટિકનો નીચેનો ભાગ ગરમ કરો. આમ કરવાથી આ ભાગમાં  જરીક બચેલી લિપસ્ટિક પીગળશે. હવે તેની ઉપર હળવે હાથે લિપસ્ટિકનો તૂટેલો ભાગ મૂકી દો. તૂટેલી લિપસ્ટિક ફરીથી જોડાઈ જશે.

જો મસ્કરા સુકાઈ જાય તો ફેંકી દેવાની જરૃર નથી. તેને ફરીથી અગાઉ જેવા બનાવીને વાપરી શકાય. સુકાયેલા મસ્કરામાં  કોઈપણ જેનરીક આઈ ડ્રોપના  થોેડાં ટીપાં નાખીને તેનું  ઢાંકણું બંધ કરો. હવે તેને બે-ચાર વખત હલાવો.  આમ કરવાથી  સુકાયેલા મસ્કરા ફરીથી  પ્રવાહીમાં તબદીલ થઈ જશે. જો  તમારા ઘરમાં  જેનરીક આઈ ડ્રોપ ન હોય તો નવા ખરીદવાની જર-ર નથી. એક તપેલીમાં  પાણી ગરમ કરીને મસ્કરાની બોટલ તેમાં ડૂબાડી દો. હા આ બોટેલ   ગરમ પાણીમાં  નાખવાથી પહેલા તેનું  ઢાંકણું  સારી રીતે બંધ કરવાનું ન ભૂલો. થેોડીવાર સુધી ગરમ પાણીમાં  રાખવાથી બોટલમાંનું  સુકાયેલું  મસ્કરા પીગળી જશે. હવે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો.

ભાંગી ગયેલા આઈશેડોને પણ ફરીથી કોમ્પેક્ટની  પધ્ધતિથી જ નવું બનાવી  શકાય છે.  ફરક માત્ર એટલો કે કોમ્પેક્ટને ભીનાશ આપવા તમે આલ્કોહોલનો ઉપયોગ કર્યો હતો.પરંતુ આઈશેડોમાં આલ્કોહલના  સ્થાને શુધ્ધ જળનો ઉપયોગ કરો.
વૈશાલી

Post Comments