Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાચકની કલમે

લગાતાર રફતાર

અગન જ્વાળા ભડકી લગાતાર
લુખ્ખા તત્ત્વોની દાદાગિરી લગાતાર
રફતાર પર રફતાર
કતાર લાગે કતાર
ગરજે  અપાર મળતી હાર જ હાર
તોયે ડંફાસ ક્યાં ઓછી? લગાતાર
નાં જોવાય  શુભ સવાર
તોફાની રાહ ધમધોકાર
આપનો આધાર લાવે ભેંકાર
પ્રેમયોગને લુપ્ત કરે લગાતાર
આતે કેવો માનવ અવતાર?
લાગણી અધ્ધરતાલ યાર
ખરતી મૂડની પરિભાષા
બળતી ચિતા લાગલગાટ
લગન લાગવા જ ન દે લગાતાર
એ પેતરાં અવાર નવાર બેકાર
''જાગો જાગવાનું નથી આપણે!
અગમ ચેતના ભરવાનું નથી
મારો ગોલી ગુંડાતત્વોને,
બચાવો ભારતની આન હાલ!''
હંફાવે ક્યાં સુધી? ડરાવે ક્યાં સુધી?
આપણાંમાં સત્ય અહિંસા ઉપહાર!
યુધ્ધ જ લગાતાર મનભાવન જીત
ઉઠે હથિયાર ત્યાં ડામો અત્યાચાર!
હિતેશ આર. પટેલ (સાયન) (બારડોલી)

પંડ અને પડછાયો

પંડ અને પડછાયો બન્ને
 પરસ્પરના પૂરક છે
વજ્ર લેપ થઈ રહેતાં છતાં
 એકમેકથી દૂર જ છે
પંડ ચહે ના પડછાયાને,
 પંડના નાકે પરોવાયો
પંડની પૂંઠે પૂંઠે ચાલે જાણે એનો સહવાયો
પંડનું કદ નિશ્ચિત છતાં,
 પડછાયાનું કદ બદલાતું
પ્રકાશનું કદ બદલાતાં,
 અંધારે ઓઝવાઈ જતું
પંડ કરે કરતું તો વિધ વિધ,
પડછાય નો ફરક થતો
પડછાયો નિર્લેપ રહીને,
નિશ્ચિત ધ્યેયે વિચરતો
પંડનો જ પડછાયો છે પણ
પડછાયો એ પંદ નથી
પંડ નથી ત્યાં પડછાયાનું,
કોઈ જ અસ્તિત્વ નથી.
પ્રદ્યુમન મહેતા (કાંદીવલી
મધુર શબ્દો મૌન હવે
હોઠનાં મધુર શબ્દો
નહીં સાંભળતો હું હવે
હર પરીક્ષાઓ ગમતી મ્હને
નહીં કંટાળ્યો હું ક્યારેય
નીચી નજરે કાયમ ચાલતો
હું મ્હારોજ વાંક કાઢતો હવે
અશ્રુનો સ્વાદ પ્યારો ભાળતો જ હતો
ટીપેટીપે દરિયો ભાળું હું હવે
મધુર શબ્દો થયા મૌન હવે
કદાચ વસંતે ટહુંકે એની રાહ જોઉં હું હવે.

'મીત' (સુરત)

સમજી લે તું...

સમજી લે ને તુ મને
સમજાવા મા શું રાખ્યું છે.
શીખી લે ને તું,
શીખવા માં શું રાખ્યું છે.
પસંદ કરી લે ને તું,
ના પસંદ માં શું રાખ્યું છે.
સાથ મેળવી લેને તું,
માંગવામા શું રાખ્યું છે.
ગમતુ કરી લેને તું,
કરાવવા માં શું રાખ્યું છે.
ધવલ આર. પરમાર (અમદાવાદ)

વ્યથાની ચીસો


ગુમાવી રહ્યું છે અસ્તિત્વ, મારો ચહેરો,
ભેદી વિદ્રોહના વમળો ભરે છે પહેરો.
શિથિલ ચરણો વન પ્રસ્થ
ટાણે રોડાં નાખે,
ઊમરનો સૂર્ય ક્ષિતિજમાં કરે કૈ કહેરો.
હેમ ગાળું કે પાતાળે પેસી જાઉં, શું કરું?
કિનારે બેસુ તો ડરાવે છે
ઘૂઘવાતી લહેરો.
ઉજાગરાથી પોપચાઓ
ફૂલ્યા રક્ત રંગી,
નિંદ્રાહીન વ્યાકુળતા ગણે એકેક પ્રહરો.
કંઠ નો ઘંટારવ, કથળતી આશાઓ,
પાડે  વ્યથાની ચીસો, કર્ણ થયો બહેરો.
ના થૈ પ્રભુયાત્રા,
ને પુરી થૈ જીવનયાત્રા,
મનના ધરતી કંપે ડૂબાવ્યા
વિશ્વાસના શહેરો.
વિનોદચન્દ્ર બોરીચા (મુંબઈ)
તમે તો ખરા છો
પ્રેમ કરી છોડી દીધો મને,
તમે તો ખરાં છો,
શું થશે તારા દિલબરનું ન વિચાર્યું
તમે તો ખરાં છો.
દરિયો હતો તોફાની ના ખુદા
બનાવ્યા હતાં તમને,
પ્રેમના મઝધારમાં છોડી ગયા,
તમે તો ખરા છો.
પ્રેમની મીઠી મીઠી વાતો કરી
દિલ ચોરયું હતું તમે,
ના સાચવ્યું દિલને તોડી નાખ્યું,  
તમે તો ખરા છો.
નીંદ  નથી તો ક્યાંથી
હોય સપના મિલનના,
આંખના પાપણને બનાવી દીધું ફક્ત,
તમે તો ખરા છો.
પ્રેમની નિશાની સાચવી
મુકી હતી અમે છીપમાં
કિનારે બેઠાને મરજીવા બની લઈ ગયા,  
તમે તો ખરા છો.
'અમી' વેદના તારી કોઈ ન શક્યું
જગમાં સમજી,
પ્રેમ અગનમાં જલતો જોઈ રહ્યા,
તમે તો ખરા છો.
દિલાવર જી. રાઠોડ
 'અમી' (સુરત)

ટહુંકો વસંતનો

ફૂલોની સુગંધ અને ભ્રમર સંગીતમાં,
આમ્ર મંજરી અને કોયલના ગીતમાં,
જરા જુઓ તો ખરા આ રણકો વસંતનો.
ફૂલડે  મ્હોર્યો છે ઓલ્યો
કેસર ભીનો કેસૂડો,
એના કેસરભીના વાનમાં
વગડાની શાન છે.
જરા જુઓ તો ખરા,
 આ લટકો વસંતનો,
ખરવાના વાંકે ઝુલતા પર્ણની ગોદમાં.
ત્યાં, ફૂટતી કૂંપળના માથે
વસંતનો હાથ છે,
જરા જુઓ તો ખરા,
આ ભપકો વસંતનો.
ઋતુરાજના આ
રંગીન મનહર  મિજાજે,
આ, ઋતુઓ શરમાય છે જોઈ વસંતને,
જરા જુઓ તો ખરા આ ટહુંકો વસંતનો.
દીપક મકવાણા 'કેશવ'
(મહેસાણા)

કભી કભી...

કભી કભી મેરે દિલ મેં
ખ્યાલ આતા હે
અગર આપ હમે ના મિલતે તો હમ વહી,
જિંદગી કી જુસ્તજુ મેં ખોયે હોતે
ગમ કી ચાદર કે નીચે સોયે હોતે...
ન મિલતા થા કોઇ રાહ દિખાનેવાલા,
સિર્ફ મિલે તિસ્નગી બુઝાનેવાલે...
તકદીર ને તોફા દિયા થા હુન્નર કા,
તલવાર સે ભી તેજથી ઇરાદો કી ધાર
મગર દુનિયા અપની કશ્મકશ
મેં ઇતની ડૂબી થી કી
ન દેખ પાયી હમારા હુન્નર,
ન તરાસ પાયી હમારે ઇરાદે,
ફિર ભી ચલ રહા થા ઇસ રાહ પર અકેલા,
લેકિન જબ સે સાથ મિલા હે તુમ્હારા,
સારી ગર્દીશ કુછ યુ ખતમ હુઇ જેસે અંધેરા દિપક કી રોશની મેં...
અગર ન મિલતા સાથ તુમ્હારા તો હમ,
તારીખ કે પન્નો મેં કુછ યુ ખો જાતે જેસે ચાંદ બાદલો મેં...
નિરવ માકડિયા
જામટીંબડી, રાજકોટ

Post Comments