Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચહેરા પરના ફોડલીઓ, ડાઘ તથા ઝાંય દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

ચહેરા પર ફોડીઓ, ડાઘ તથા ઝાંય થવાની સમસ્યા હવે મહિલાોમાં સામાન્ય થઇ ગઇ છે. અહીં આ તકલીફના ઘરગથ્થુ ઉપાય આપવામાં આવ્યા છે.

મેથીના પાનને ઉકાળવા અડધો અડધ પાણી બળી જાય પછી ચુલાપરથી ઉતારી લેવું. આ પાણીથી ચહેરો ધોવાથી તમામ પ્રકારના ફોડલા-ફોડલીઓમાં રાહત થાય છે.

ટામેટા અને કાચા કાંદાની સ્લાઇસને ગરમ કરી ફોડલીઓ પર શેક કરવાથી ફાયદો થાય છે.
લસણ અને કોબીના પાનને ગરમ કરીને ફોડલીઓ પર શેક કરવાથી રાહત થાય છે. તેને કાપીને   ફોડલી પર લગાડી શકાય છે.

પાણી અને સંતરાનો રસ સપ્રમાણ માત્રામાં લઇ ત્રણ-ચાર દિવસ લગાતાર પીવાથી લાભ થાય છે. અઠવાડિયા સુધી શક્ય હોય તો તાજા ફળ ખાવા.
હુંફાળી ટી બેગથી ૧૫ મીનિટ ફોડલી પર શેક કરવો. દિવસમાં ચાર-પાંચ વખત કરી શકાય.
એપ્સમસોલ્ટને ગ્લિસરીન અથવા વેસલિન સાથે બરાબર ભેળવી ફોડલી પર લગાડવું.
ત્વચા સ્વચ્છ રાખવી તેમજ ફોડલીઓવાળો ભાગ દિવસમાં ત્રણ-ચાર વખત ધોવો.
ઝાંય તથા ડાઘથી છુટકારો પામવાના ઘરગથ્થુ ઉપાય

અરીઠાની છાલને પાણીમાં વાટી ચહેરા પર લગાડવાથી ઝાંય-ડાઘા-ધાબા દૂર થાય છે.
એક ચમચો મધ, એક ચમચો કાચુ દૂધ ભેળવી ચહેરા પર લગાડવું. પાંચ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ચહેરાની ચમક જળવાઇ રહે છે.

ચહેરા પર લીંબુ રગડવું. ચણાના લોટને થોડો ભીનો  કરી ચહેરા પર લગાડવો સુકાઇ જાય બાદ ધોઇ નાખવું ફાયદો થાય છે તેમજ વાન પણ ઊઘડે છે.
બદામને દૂધમાં ઘસી ચહેરા પર લગાડવાથીડાઘ-ધાબા દૂર થાય છે તેમજ ત્વચા ચમકીલી થાય છે.
મસૂરની દાળ તથા તરબૂચના બિયાને સપ્રમાણ માત્રામાં લઇ ગાયના દૂધ સાથે વાટવું. આ પેસ્ટને ચહેરા પર લગાડવાથી દરેક પ્રકારના ડાઘ-ધાબા દૂર થાય છે.

ગલગોટાના પાનને વાટી ફોડલા-ફોડલીપર લગાડવાથી આરામ થાય છે.
ગલગોટાના પાનના રસને વેસલિન સાથે ભેળવી હાથ-પગ પર લગાડવાથી એડી પરના ચીરા તેમજ હાથ-પગની ત્વચાની રૃક્ષતા દૂર થાય છે.
- મીનાક્ષી

Post Comments