Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાની ઉંમરે બહેરા બનાવી દેતો 'ઈયરફોન'નો અતિશય વપરાશ'

સતત મોટો અવાજ સાંભળનારા માણસો જોડાક્ષરી શબ્દો પૂરા સાંભળી શકતા નથી અને બોલાતાં વાક્યો સ્પષ્ટ સંભળાવાને બદલે તેમને કાનમાં ભમરા કે મચ્છર જેવો ગણગણાટ સંભળાયા કરે છે. છેલ્લાં બે વરસમાં ઘોંઘાટથી આવતી બહેરાશની બીમારીથી પિડાતા જુવાનિયાઓના કિસ્સા બેહદ વધ્યા છે.

કાનમાં લટકણિયાની જેમ ભરાવેલા રંગીન ઈયરફોન મારફત મનગમતાં ગીત-સંગીતની મોજ માણતાં  હરતાફરતા જુવાનિયાઓનાં દ્રશ્યો શહેરના ફૂટપાથ પર, ટ્રેન-ટેક્સી-બસ કે રિક્ષામાં  સામાન્ય નજારા જેવાં થઈ ગયાં છે.

જોકે કાન-નાક-ગળાના રોગોના(ઈ.એન.ટી.) નિષ્ણાતોને પૂછો તો તેઓ કહેશે કે છેલ્લાં થોડાંક વરસોથી ઘોંઘાટને પરિણામે આવતી બહેરાશની ફરિયાદો પણ સતત વધતી રહી છે. મુંબઈના એક સ્પેશિયાલિસ્ટ આવી બહેરાશથી પિડાતા એક યુવકની વાત કરતાં કહે છે કે ૨૫ વરસના આ નવજુવાનની શ્રવણશક્તિ ૮૦ વરસના વૃદ્ધ કરતાં પણ અડધી થઈ ગઈ હતી.

આ યુવક રોજ રાત્રે કાનમાં ઈયરફોન ભરાવીને સૂઈ જતો અને મોબાઈલની બેટરી ખતમ  ન થાય ત્યાં સુધી લગાતાર સંગીત સાંભળતો રહેતો.

આપણા કાનનો પડદો એક ધૂ્રજતી રીલની જેમ કામ કરે છે. 'ટ્રેગસ' તરીકે ઓળખાતું ઊંચા અવાજની તીવ્રતા ઘટાડનારું ફિલ્ટર કાન પર અથડાતાં ધ્વનિનાં મોજાંને કાપે છે. પરંતુ જ્યારે કોઈપણ અવાજ સીધેસીધો કાનમાં પ્રવેશે ત્યારે તે 'ટ્રેગસ'ને ગાંઠતો નથી, જેને ેપરિણામે ઘોંઘાટથી આવતી બહેરાશની બીમારી લાગુ પડે છે. તેને તબીબી ભાષામાં ડોક્ટરો 'નોઈઝ-ઈન્ડયુસ્ડ હિયરિંગ લોસ'(એનઆઈેએચએલ)  કહે છે.

આ રોગનાં લક્ષણોથી પિડાતી વ્યક્તિ જોડાક્ષરી શબ્દોને પૂરેપૂરા  સાંભળી શકતી નથી. જેમકે 'સ્લેપ'ને બદલે 'લેપ' અને  'સ્ટાર'ને બદલે 'ટાર' એવું સાંભળે છે. ઉપરાંત બોલાતાં વાક્યો સમજવા કે સાંભળવાને બદલે તેના કાનમાં સતત  મચ્છર અથવા ભમરા કે તમરાં  જેવો  'ગૂં ગૂં' નો ગણગણાટ સંભળાયા કરે છે.
છેલ્લાં ૧૫ વર્ષથી ઈ.એન.ટી.(ઈયર-નોઝ-થ્રોટ) સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં મુંબઈનાં એક પ્રતિષ્ઠિત મહિલા ડોક્ટરે જણાવ્યા મુજબ આ પ્રકારની બહેરાશની બીમારીના કિસ્સા  પાંચેક વરસથી જોવા મળે છે. પરંતુ છેલ્લાં બે વરસથી તેવા કિસ્સા સતત વધતા રહ્યા છે. માત્ર એક મહિનામાં તેઓ આવાં લક્ષણોથી પિડાતા ૪૦થી પ૦ દર્દીઓની સારવાર કરે છે. આવી માંદગી ડીજે અથવા ઉત્સવો દરમિયાન વગાડાતું  અત્યંત ઘોંઘાટિયું  સંગીત વારંવાર સાંભળવાથી લાગુ પડે છે.

જોકે ડોક્ટરો કહે છે કે આવી બહેરાશની સમસ્યા સતત ઈયરફોન લગાડીને સંગીત સાંભળવાને કારણે વધી જાય છે. ઓછું સાંભળવાની મુસીબતથી પિડાતા ઘણા લોકો આ કારણથી બેખબર હોય છે, કેમકે તેમને કાનમાં કોઈ દર્દ થતું નથી.

Post Comments