Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની : આયુર્વેદિક રસીકરણ :- ''સુવર્ણપ્રાશન''

આયુર્વેદિક રસીકરણ :- ''સુવર્ણપ્રાશન''

આજનો યુગ એ વિજ્ઞાાન અને ટેકનોલોજીનો યુગ છે. આજના મોર્ડન યુગનાં માતા-પિતા જંકફૂડનાં અધિક શોખીન હોય છે. જેનાં કારણે માતાનું આર્તવ અને પિતાનું શુક્રબીજ શુધ્ધ હોતું નથી. જેનાં કારણે ગર્ભસ્થ શિશુ જન્મ પછી ઘણીવાર જોઇએ તેવું તંદુરસ્ત જન્મતું નથી. આજનાં ટેકનોલોજી અને કોમ્પ્યુટરનાં યુગનાં બાળકોની જનરેશન જે તેમની ઉંમરની સરખામણીએ વધુ હોંશિયાર અને બુધ્ધિશાળી જોવા મળે છે પરંતુ તેની સાથે સાથે બાળકોમાં જૂની પેઢી કરતાં વધારે માનસિક નબળાઇઓ જોવા મળે છે. જેમ કે, આજની પેઢીનાં બાળકોમાં જીદ્દીપણું, ચિડિયાપણું, આક્રોશ-ગુસ્સો ઉંમર કરતાં ઘણો વધારે જોવા મળે છે. વળી તે સહેજ મોટું થતાં ટેન્શનવાળું કે સ્ટ્રેસયુક્ત માઇન્ડવાળું થઇ જાય છે. સહનશક્તિ અને સમજશક્તિનો આજની પેઢીનાં બાળકોમાં ખૂબ અભાવ જોવા મળે છે. પહેલાંના સમયમાં ભલે મોબાઇલ કે કોમ્પ્યુટર નહોતાં  છતાં બાળકોનાં મગજ તનાવમુક્ત હતાં.

બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય તે માટે આયુર્વેદમાં ગર્ભનું માતાનાં ઉદરમાં અવતરણ થાય તે સાથે ગર્ભિણી માતાએ ૯ માસ દરમિયાન કેવો આહાર-વિહાર અને પરિચર્યા કરવી વગેરેની સુંદર સમજ આપેલી છે જેનું પાલન ગર્ભિણી માતા વૈદ્યની સલાહ મુજબ કરે તો નવ માસ પછી શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત બાળક મેળવી શકે છે. આજનાં સમયમાં જ્યારે ઘરમાં ૧ કે ૨ જ બાળકો હોય ત્યારે જરૃરી છે કે, માતાએ ગર્ભ રહે કે, તુરંત વૈદ્યકીય સલાહ લેવી જોઇએ જેથી શારીરિક અને માનસિક બંને દ્રષ્ટિએ તંદુરસ્ત બાળક મેળવી શકાય, અને આવું બાળક અન્ય બાળકો કરતાં બધી જ રીતે અલગ તરી આવશે. પરંતુ જે માતાઓ આવી કોઇ કાળજી લઇ શકી નથી તેમણે પણ પસ્તાવાની જરૃર નથી.

આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઇને તે ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય એવો ''સુવર્ણપ્રાશન'' નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. જે એક આયુર્વેદિક સંસ્કાર છે જેને ''બ્રેઈન ટોનિક'' પણ કહી શકાય છે. 'સુવર્ણ' એટલે સોનું અને ''પ્રાશન'' એટલે ચટાડવું. સુવર્ણભસ્મની સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, જેવી બુધ્ધિશક્તિ વધારનાર ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે, તેનાથી બાળકની બુધ્ધિશક્તિ, યાદશક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સુવર્ણપ્રાશન જન્મથી લઇને ૧૨ વર્ષ સુધીનાં બાળકો માટે લાભકારક છે. ૧૨ વર્ષ સુધી બાળકોમાં મગજ અને બુધ્ધિશક્તિનો વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે એટલે તો કહેવત છે કે, ''બારે બુધ્ધિ, સોળે શાન, વીસે વાન''.

સુવર્ણ એ સૂક્ષ્મતાનાં ગુણથી બાળકનાં દરેક સ્ત્રોતસમાં ફેલાઇને બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ વધારે છે. બાળકોની પ્રકૃતિ મોટાભાગે કફપ્રકૃતિ હોય છે જેથી તેમને વારંવાર શરદી-ઉધરસ વગેરે ઝડપથી થતાં હોય છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધતાં બાળક બહુ ઓછું બીમાર પડે છે. સુવર્ણપ્રાશનથી બાળકોની મગજશક્તિ અને યાદશક્તિ વધતાં બાળક બહુ ઓછું બીમાર પડે છે. સુવર્ણપ્રાશનથી બાળકોની મગજશક્તિ અને યાદશક્તિ વધતાં અઘરાં વિષયો જલદી યાદ રહેતાં અને સમજાતાં ભણવામાં પણ રસ પડવા લાગે છે. તે કંટાળી જતું નથી, ચિડિયું બનતું નથી અને ઉપલા ધોરણોમાં આવતાં અઘરા વિષયોથી ગભરાતું નથી કે ડિપ્રેશનમાં આવી જતું નથી. નિયમિત પાણી મળવાથી છોડનો વિકાસ જેમ વધુ સારો થાય છે, તેમ નિયમિત સુવર્ણપ્રાશનથી બાળકનાં મગજનો વિકાસ ઝડપી અને વધુ સારો થાય છે. આધુનિક વિજ્ઞાાનમાં જેમ બાળકોને પોલિયો, બી.સી.જી. વગેરેની રસી આપીને અમુક રોગો સામે લડવાની શક્તિ આપવામાં આવે છે, તેવી જ રીતે આયુર્વેદમાં ''સુવર્ણપ્રાશન''થી બાળકનાં મગજનાં કોષોને વધારે કાર્યાન્વિત કરવામાં આવે છે.

આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી યોગ્ય વૈદ્યની સલાહ મુજબ કરવામાં આવેલું ''સુવર્ણપ્રાશન'' બાળકને ''શ્રુતધર'' અર્થાત્ સાંભળવા માત્રથી ગ્રહણ કરી યાદ રાખી શકે તેવું મેધાવી બનાવી શકે છે.

પરંતુ આજનાં સમયમાં જ્યારે સુવર્ણનાં ભાવ આસમાને છે ત્યારે ''સુવર્ણપ્રાશન'' સંસ્કારમાં ખરેખર સુવર્ણ પીવડાવવામાં આવે છે કે કેમ તે પણ થોડું શંકાશીલ છે. તેથી બાળકોને સુવર્ણપ્રાશનની પહેલેથી જ તૈયાર રાખેલી મોંઘી બોટલો જે બહાર મળતી હોય છે તેનાથી ''સુવર્ણપ્રાશન'' ન કરાવતા શાસ્ત્રોક્ત વિધિથી નિષ્ણાત વૈદ્યની સલાહમાં નજર સમક્ષ જ સુવર્ણની સાથે મેધ્ય ઔષધયુક્ત પ્રાશન બાળકોને અપાવવાનો આગ્રહ રાખવો જોઇએ જેથી યોગ્ય પરિણામ મળી શકે. પુષ્યનક્ષત્રની સુવર્ણધાતુ ઉપર અસર ઘણી જ વધારે હોય છે જેથી આ નક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવું લાભકારક છે. આજનાં યુગમાં જ્યારે દંપતીને ૧ કે ૨ બાળક હોય ત્યારે બાળક શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ મજબૂત બને તે જોવું તે દરેક દંપતીની ફરજ છે. જે માટે સુવર્ણપ્રાશન શ્રેષ્ઠ સારવાર છે, અને બાળકની ઉંમર ૧૨ વર્ષ સુધીની થાય ત્યાં સુધીમાં નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ કરાવવા જેવો ઉત્તમ આયુર્વેદીય સંસ્કાર છે.
- જ્હાનવી ભટ્ટ
 

Post Comments