Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘરકામમાં પતિની મદદ :લાઈફને મિનિંગકુલ બનાવો

૨૧મી  સદીના ૧૮  વર્ષ વીતી ગયા છે.  ત્યારે  આધુનિક પુરુષના મેટ્રો સેક્સ્યુઅલથી માંડીને  કેટલાય  અવતારો  સામે આવી ચૂક્યા  છે અને આ બદામાં એક સમાનતા એ છે કે પુરુષ મહાન, દેખાવ  કરનારો  અથવા કપટીના રૃપમાં   સામે આવ્યો જ છે.  તે પોતાની વાસ્તવિકતા છુપાવે છે અને જે ખરેખર નથી તે ડોળ કરીને સામે આવવાની કોશિશ કરે છે. સંભવત :તેના પર જે  સેક્સ  ભૂમિકા  ક્રાંતિને થોપી દેવામાં આવી છે. તેના કારણે  તે પોેતાની મુશ્કેલ ભાવનાઓને પણ છુપાવવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને સ્ત્રીઓ સાથેના સંબંધમાં આવેલા  પરિવર્તનના કારણે. સાર્વજનિક સ્થળો પર તે બદલાતી લિંગ ભૂમિકાઓ વિશે સકારાત્મક વિચારસરણી વ્યક્ત કરે છે,

પરંતુ અંગત મુલાકાતક વખતે જ્યારે કોઈ સ્ત્રી ઉપસ્થિત ન હોય ત્યારે તેની ખરી પ્રતિક્રિયાઓ  સામે ાવે છે અને તેની પાસેથી દબાણ, ક્રોધી, ઉત્તેજિત જેવા શબ્દો પણ સાંભળવા મળે છે. વારંવાર  પુરુષ  રહસ્યમયતાને  ભેદવાના ચક્કરમાં  મહિલાઓ એ ખોટું  અનુમાન લગાવતી હોય  છે કે પુરુષો  મોટે ભાગે દરેક બાબતૈે તેમના  જેવું જ અનુભવે  છે અને પ્રતિક્રિયાઓ  આપે છે. તથ્ય એ છે કે તે બંને લિંગ એકદમ અલગ અલગ રીતે વિચારે  છે, અનુભવે  છે અને કાર્ય કરે છે.

બરાબરીના  આ યુગમાં  બંને લિંગ વચ્ચે સમાનતા પર એટલા  માટે ભાર મૂકવામાં આવે  છે કે, કારણ કે બંનેના તફાવતને  વ્યક્ત કરવામાં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે  છે, પણ આવું  ત્યારે જ બનશે જ્યારે તફાવતને   યોગ્ય  રીતે  સમજવામાં  નહીં  આવે.  જો મહિલાઓ માટે મુખ્ય  મુદ્દો ઓવરલોડ   (કરિઅર, સંબંધ, બાળકો, ઘરમાં સંતુલન) છે, તો પુરુષો  માટે સંકટ, એકલતા અને મહિલાઓએને  ગુમાવી દેવાનો  છે.
કેટલાક દાયકા  પહેલા સુધી મોટાભાગે  પુરુષો જ્યારે  કામ પરથી   ઘરે આવતાં  તો  તેમને  ગરમ ખાવાનું,  ઉપરાંત પ્રેમ  અને સેવા કરનારી પત્ની મળતી હતી. આજે મોટાભાગની મહિલાઓ  ઘરની  બહાર કામ  કરે  છે. તે દાયતાઓ પહેલાં જેમ હાજર  રહેતી તેમ હાજર રહી શકતી નથી. આથી પુરુષો એકલતા અને નબળાઈ  અનુભવે   છે. મહિલાઓને ક ભાવનાત્મક મદદ અનેક ચીજોથી મળી  જાય છે, જેમ કે  બહેનપણીઓના નેટવર્કથી, નવી નવી  સ્વતંત્રતાના ઉત્સાહ અને   પરિવારથી.  પરંતુ મોટા ભાગના પુરુષોના સંબંધો આવાં નથી હોતા.  તે માત્ર પોતાની કે પ્રેમિકાની જ નજીક  હોય છે. પરિણામરૃપે જો તેમના પ્રત્યે તેમના પાર્ટનરનું  ધ્યાન  ઓછું  થાય તો તેમને છેતરાયાનો અહેસાસ થાય છે.

નરેન્દ્ર શર્માની પત્ની સ્મૃતિ પાસે ફુલટાઈમ  જોબ છે. નરેન્દ્રને  એ વાત ગમે છે કે તેની પત્ની  ઘરમાં વધારાની આવક લાવી રહી  છે.  પરંતુ આમ છતાં તે પરેશાન  એટલા  માટે   છે, કારણ કે સ્મૃતિ  તેની સાથે વધારે  સમય નથી વિતાવી શકતી.

નરેન્દ્ર  જણાવે    છે, ''જ્યારે હું આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી  ઘરે આવું છું તો સ્મૃતિ સાથે વાત  કરવા  ઈચ્છું છું,  પરંતુ તેની પાસે સમય જ નથી હોતો. પહેલા તે ડિનર બનાવે છે, પછી બાળકોના કોઈને કોઈ કામમાં લાગી જાય  છે.   કાં તો પછી તેની કોઈ બહેનપણીનોક ફોન આવી  જાય છે. સ્મૃતિ પોતાની  બહેન, સખીઓ કે  મમ્મી સાથે પણ વાતો કરી  શકે છે, પરંતુ  મારી પાસે તો માત્ર એ જ  છે.   મને ખૂબ જ એકલતા  અનુભવાઈ રહી  છે.

બીજી  બાજુ સ્મૃતિ પણ સતત પોતાના  પતિની આલોચનાઓનો  શિકાર બનીને ચિડાયેલી    રહેતી હતી.
આખરે બંનેએ  આ સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરી તો એ નિર્ણય પર પહોંચ્યા. કે જ્યારે બંને કામ પરથી ઘરે આવે તો પહેલો અડધો કલાક માત્ર એકબીજાને આપશે. તેઓ સાથે બેસીને માત્ર વાતો જ કરશે.  ડિનર  ભલે  અડધો કલાક મોડું થાય તો થાય.  પ્રેમ ટકાવી  રાખવા  માટે આ કિંમત કંઈ મોટી નથી.

સમાધાન  શોધવાની  કોશિશ

આજે  મોટા ભાગના પુરુષો એ વાતથી પણ પરેશાન છે કે શારીરિક સંબંધો  માટે  તેમને બહુ ઓછા  સમય મળે છે. તેમની પત્ની તેમની શારીરિક જરૃરિયાતોને વધારે મહત્ત્વ નથી આપતી.  હમેશાં થાક કે કોઈ અન્ય  કામમાં વ્યસ્ત હોવાની ફરિયાદ  કરે  છે.

પુરુષો  માટે શારીરિકત સંબંધનો અર્થ સામાન્ય  રીતે નિકટતાની  ભાવનાને  વ્યક્ત કરવાનો  થાય  છે.   તેનાથી  મહિલાઓ મૂંઝવણમાં  મૂકાઈ જાય છે,  કારણ કે તેમના  મતે  શારીરિક સંબંધ પહેલાં પ્રેમ કે નિકટતાની  ભાવનાની અભિવ્યક્તિ  થવી  જોેઈએ. જો દંપતી  આ મતભેદને દૂર ન કરી શકે તો તે તેમનો સંબંધ જોખમમાં મુકાઈ જાય છે.

આનંદ અને બબીતાનાં લગ્નને ૩ વર્ષ  થઈ ગયા  હતાં. સંબંધને લઈને  આનંદ મૂંઝવણમાં  હતો.  તેણે જણાવ્યું,   ''જ્યારે  અમે બંને કોર્ટશિપ પિરિયડમાં હતાં, ત્યારે  બબીતા એકદમ રસપ્રદ,  રોમાન્ટિક, ઉત્સાહી અને સેન્શ્યુઅલ હતી. હવે તે કામ અને બાળકોમાં  જ બિઝી રહે છે. અમે ક્યારેક જ શરીર સંબંધ સ્થાપિતત કરી શકીએ  છીએ.''

આનંદ એ વાતનો સ્વીકાર કરે  છે કે બબીતા  સાથે લગ્ન કર્યાં પછી  તેનામાં  પણ ફેરફાર   આવ્યા  છે. તે વધારે મહેનત કરી રહ્યો છે અને અઠવાડિયામાં કેટલીય વાર રાત્રે મોડેથી ઘરે આવે છે. પાછલા  ૩ મહિનાથી  તે અને  બબીતા   સાથે ક્યાંય સાંજે બહાર પણ નથી નીકળ્યા.

ભાવનાઓને  સમજો

એ   વાતમાં કોઈ  શક નથી કે બબીતા આનંદને  જાણી જોઈને  તરછોડી રહી નહોતી. વાત માત્ર એટલી જ  હતી કે ઘર,  કામ અને બાળકોના ઉછેરને કારણે  વધારે પડતો સ્ટ્રેસ અનુભવી રહી હતી.
આ સમસ્યાનું  પણ સરળ  સમાધાન હતું.  આનંદે  અઠવાડિયામાં  ઓછામાં ઓછી એક સાંજ એવી  કાઢવી  જોઈતી હતી, જ્યારે તે  બબીતા સાથે કલાક બહાર ફરવા જઈ શકે તે ઉપરાંત પોતાની શારીરિક સંબંધ બાંધવાની  ઈચ્છાને પણ ત્યારે વ્યક્ત કરી શકે. જેથી જો બબીતા  કામનું વધારે ભારણ અનુભવતી  હોય તો પહેલા જ આનંદને જણાવી  શકે.  હવે સાપ્તાહિક નાઈટ આઉટથી બબીતા ખૂબ જ  ખુશ  છે. અને બંનેના સંબંધોની  ગાડી ધીમે ધીમે પાટા પર ચડી રહી  છે.

ગૃહ કાર્ય એક અન્ય મુદ્દો  છે, જેના કારણે  આજકાલ પતિ-પત્ની  વચ્ચે વિવાદ ઊભો થાય  છે. આ માટેનું કારણ બંનેની સમજણનો   અભાવ  છે. જે મહિલાઓ વર્કિંગ વુમન છે તેમના મતે ન્યાયનો અર્થ એ છે કે ગૃહકાર્ય સંયુક્ત અભિયાન બની જાય. એટલે કે તેમના પતિ રસોડામાં  કે બાળકોની દેખરેખમાં તેમની મદદ કરે. મહિલાઓને   આશ્ચર્ય   અને ગુસ્સો  એ વખતે આવે છે, જ્યારે તેમના પતિ પોતે ઘરના કામમાં મદદ કરવાની પહેલ નથી કરતાં.

વાસ્તવમાં  મહિલાઓ  એ હકીકતને નથી સમજી શકતી કે હાઉસકિપીંગના મામલે  પુરુષોમાં  મહિલાઓ જેવું ભાવનાત્મક રોકાણ કરવાની હિંમત  છે કે  ઈચ્છા નથી હોતા. આજે પણ મોટા  ભાગના યુવકોનો ઉછેર   એવી રીતે કરવામાં આવે છે કે તેઓ  પૈસા કમાવા માટે જ જન્મ્યા  છે,  ઘરમાં કચરા-પોતાં કે રસોઈ  કરવા માટે નહીં.  પુરુષો માટે ઘર એ આરામ કરવાની જગ્યા  છે. તેમને એ વાત પર વિશ્વાસ  નથી થતો કે મહિલાઓ  એટલા બિનજરૃરી  મુદ્દે ગુસ્સે થઈ  શકે  છે કે તેમણે  જમ્યા  પછી પ્લેટ ઉઠાવીને  સિંકમાં કેમ નથી મૂકી?   પુરુષોને  એ વાત ખટકે  છે કે તેમની પત્ની ત્યાં સુધી તેમની સાથે સૂવા નથી આવતી, જ્યાં સુધી છેલ્લી પ્લેટ ધોઈને ગોઠવી ન દે.

જ્યોતિ અને સુરેશ  સિંહ નવવિવાહિત વર્કિંગ કપલ  છે. એક શનિવારની  સવારે  જ્યોતિએ  સુરેશને કહ્યું કે તે ઘરનું કામ કરે, જેથી તે દિવસે તે   સંપૂર્ણ  આરામ કરી શકે, પરંતુ જ્યારે સુરેશ  ના પાડીને ગોલ્ફ રમવા જતો રહ્યો તો જ્યોતિને  નિરાશા  અને તરછોડાયા હોવાનો અહેસાસ  થયાં. સુરેશને  પણ ગુસ્સો આવ્યો તો. તેને એ  વાતનું ખરાબ લાગ્યું હતું કે  જ્યોતિ  તેનો સાથ નથી આપી રહી અને એ વાતનું  દબાણ કરી રહી છે કે શનિવારની સવાર પણ તે ઘર સાફ કરવામાં વિતાવે.

મોટા  ભાગની મહિલાઓ  પોતાની ઓળખને પોતાના ઘર સાથે  જોડે  છે અને તે અસહજતા  અનુભવે  છે,  જ્યારે  ઘર અવ્યવસ્થિત હોય. તે વખતે  સુરેશ એ સમજવું જોઈતું હતું કે જ્યોેતિ ત્યાં ંસુધી  રિલેક્સ નહીં થઈ  શકે, જ્યાં સુધી તેમનું  ઘર અવ્યવસ્થિત હશે. પુરુષો  મહિલાઓ પાસેથી સૌથી વધારે એ અપેક્ષા રાખે છે  કે તેઓ  પતિ પર ધ્યાન આપે અને તેમની સામે હાજર રહે. પુરુષોને  ઘરનું  કામ કરવું એટલું નથી  ગમતું, જેટલું   મહિલાઓને  ગમે  છે. પરંતુ  તેઓ ઓછી  ફરિયાદો સાથે ઘરનું વધારે કામ કરે છે.

એ હકીકત છે કે પુરુષો ક્યારેય દિલથી ઘરનું કામ કરવાની ઈચ્છા  નહીં દર્શાવે, પરંતુ ફાધરહૂડ  (બાળકોનોે ઉછેર) પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણમાં પરિવર્તન  આવી રહ્યો છે. તેમ છતાં તેના કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મોટા  ભાગના પુરુષો  અને અનુમાન  લગાવે છે કે તેઓ પોતાના શિશુની  કાળજી રાખવામાં  વધારે   સક્રિય ભૂમિકા ભજવશે.  પરંતુ  પોતાના આ વિચારો  પર તેઓ સંપૂર્ણપણે  અડીખમ  ઉભા નથી રહી  શકતા. એવું બની  શકે કે પતિ-પત્ની બંને નવા નિશાળિયા હોય, પરંતુ   માતાઓને  સહજપણે જ બેબીસીટીંગ કે નાનાં ભાઈ-બહેનનું ધ્યાન  રાખ્યું  હોવાના કારણે  બાળકો વિશેનો વધારે અનુભવ  હોય છે.

આવું જ કંઈક હરીશ અને સવિતા સાથે પણ બન્યું. પોતાના બાળકના જન્મ પહેલાંજ  હરીશે સવિતાને કહ્યું હતું કે તે એક આદર્શ પિતા બનીને દેખાડશે.  આ  માટે હરીશે ચાઈલ્ડ કેર ક્લાસીસ જોઈન કર્યાં  અને ચાઈલ્ડ કેર   સેન્ટર્સની  મુલાકાત પણ લીધી. પણ તેનાથી  ભૂલ ક્યાં થઈ ગઈ?

સંજયના  જન્મ પછી સવિતાએ કહ્યું, ''તું  બાળક  સાથે સમય વિતાવતો  નથી.   તું એને  તેડેે  છે અને તે પડવા  માંડે  છે એટલે તું પાછો તેને મને સોંપી દે છે. હરીશે  જવાબ આપ્યોે, ''બાળકની  દેખરેખ  માટે  તું મને કોઈ ટિપ્સ  કેમ નથી આપતી? જ્યારે  હું તેને તેડું, ત્યારે તું શરૃ થઈ  જાય છે કે હું તેને રાખી પણ નથી શકતો.    તું કેમ  નથી કહેતી કે બાળકને આમ પકડ, તેમ રાખ.'' વાસ્તવમાં  જે લોકો પહેલી વખત પિતકા બને  છે તેમને પોતાના નવજાત શિશુ સાથે સમય વિતાવવા માટે  પ્રેરવા પડે  છે. તેઓ  બાળકોની  દેખરેખ એ સમય વધારે  સારી રીતે કરી  શકે  છે, જ્યારે  બાળક સાથે પ્લાનિંગપૂર્વકનો સમય (બે કલાકથી   ઓછો) વિતાવી શકે.  જેમ જેમ તેમનો  અનુભવ વધે  છે, તેમ તેમ જવાબદારી પ્રત્યે  તેમના વિશ્વાસ અને ક્ષમતામાં  પણ વધારો  થાય  છે. જેથી  જળવાઈ  રહે છે  પ્રેમ
|
આજે  જે ઝડપે  સામાજિક પરિવર્તન થઈ રહ્યું છે, તેમાં  પ્રેમ કે સંબંધને ટકાવી રાખવા માટે પહેલાં કરતાં વધારે મુશ્કેલીઓ આવી રહી છે.  આ મુશ્કેલ સમયનો સામનો કરવા માટે કેટલાંક સલાહસૂચનો આપવામાં આવ્યાં છે :  સ્વીકાર કરો કે પુરુષો અને મહિલાઓને સમૃદ્ધિ  અનુભવવા  માટે અલગ અલગ ચીજોની જરૃર  પડે  છે. એ વાત જાણો કે તમારા  સાથીને શું જોઈએ છે? તમારી જરૃરિયાત શું છે તે પણ જણાવો.
પછી  ઉત્સાહ સાથે આ જરૃરિયાતોને પૂરી કરવાના પ્રયત્નો  કરો.

 જાણી લો કે સંઘર્ષ એ સંબંધનો એક સામાન્ય હિસ્સો છે. મતભેદનો અર્થ પ્રેમ પર પૂર્ણવિરામ  લાગી જેવું નથી.  જોે કોઈ સમસ્યાનું  સોલ્યુશન  નથી મળી રહ્યું તો તેનો અર્થ એ નથી કે તમારે સમાધાન કરવાના વધારે અસરકારક કીમિયા  શોધવા પડશે. જીતવાનો પ્રયત્ન છોડી દો. મોટા ભાગના પુરુષો અને મહિલાઓ સામે જ્યારે કોઈ મુદ્દે  પરસ્પર વિરોધી વિચારો  સામે આવે તો તેઓ ઝઘડા માટે તૈયાર  થઈ જાય છે. તેમાં મોટે ભાગે  બંને હારી જાય છે.  ખરા પાર્ટનર્સ  તો જીત હાંસલ  કરવાને બદલે સમાધાન  કઈ રીતે   થશે તેના પર ફોકસ  કરે  છે.

  સંબંધને સમય આપો.  વાત ચીત  કરવા માટે સમય આપવા ઉપરાંત  રમતગમત કે પ્રેમ કરવા માટે પણ સમય ફાળવો.

Post Comments