Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધારણ કરો અવસરને અનુરૃપ અલંકારો

મહિલાઓને કોઈપણ ઋતુમાં, કોઈપણ પ્રસંગે સરસ મઝાના વસ્ત્રાભૂષણો પહેરવાનું બહાનું જોઈએ. પછી તે ધાર્મિક ઉત્સવ હોય, સગાઈ હોય, વિવાહ હોય કે વિવાહને લગતાં અન્ય કાર્યક્રમો હોય. વળી પાર્ટીઓ તો ઓલ સીઝન ફેવરિટ હોય જ. તો કયા પ્રસંગે કયા આભૂષણો પહેરવા તેની સૂઝબૂઝ પણ હોવી જોઈએ. જો તમને આ બાબતે મૂંઝવણ થતી હોય તો જ્વેલરી ડિઝાઈનરો તેના વિશે શું કહે છે તે જુઓ.

એક જાણીતા જ્વેલરી ડિઝાઈનર કહે છે કે વિવાહ કે ધાર્મિક ઉત્સવ જેવા પ્રસંગોએ પરંપરાગત અલંકારો જ જચે. પરંપરાગત આભૂષણોમાં અનકડ ડાયમંડ, કુંદન,  ફિલિગ્રી (તારકશી), મીનાકારી કે નકશીકામ કરેલા ઘરેણાંની ગણના થાય છે. જોકે એન્ટિક જ્વેલરી તેમાં સૌથી ચડિયાતી ગણાય છે. આપણા દેશમાં આજે પણ વડવાઓએ ઘડાવેલા દાગીના પેઢી દર પેઢી પહેરાય છે. પેઢીઓથી પહેરાતા આ અલંકારો અમૂલ્ય ગણાય છે. ઘરની વડિલ સ્ત્રીઓ તેને જીવની જેમ જાળવે છે અને પોતાના પછીની પેઢીને તેનો વારસો આપે છે.

સામાન્ય રીતે એન્ટિક, એટલે કે પુરાણી-વારસાગત જ્વેલરીમાં મોટા પ્રમાણમાં કિંમતી  નગ જડેલા જોવા મળે છે. ઘરેણાંમાં ઘડવામાં આવતી પશુ-પક્ષીઓ ઈત્યાદિની ડિઝાઈનમાં મીનો, માણેક, નીલમ, અનકટ ડાયમંડને એટલી ખૂબીથી જડવામાં આવે છે કે તેના પરથી નજર ખસેડવાનું મન ન થાય. જ્વેલરી ડિઝાઈનરો વધુમાં કહે છે કે આવા પ્રસંગોએ મહિલાઓને 'સાતલારસ' (સાત સેરનો હાર), ચોકર, બાજુબંધ, ચાંદબાલી જાજરમાન લુક આપે છે. મહારાષ્ટ્રીયન મહિલાઓ પરંપરાગત પ્રસંગે પુતલી હાર (ગીનીમાંથી બનાવેલો હાર), થુસ્સી, કોલ્હાપુર સાઝ (ડુંટી સુધી આવતો હાર) અને તનમની જેવી દેશી ડિઝાઈનના અલંકારો પહેરવાનું પસંદ કરે છે. આ સિવાય પરંપરાગત દાગીનામાં કુર્ગની ખાસિયત ગણાતું અર્ધચંદ્રાકાર પેન્ડન્ટ અને રાજસ્થાનની જડાઉ તેમ જ કુંદન જ્વેલરી ન હોય તો તે અધૂરી ગણાય.

પુરાણી ડિઝાઈનના દાગીનામાં આંધ્ર પ્રદેશની ટેમ્પલ જ્વેલરી મોસ્ટ ફેવરિટ ગણાય છે. તેમાંય છેલ્લા કેટલાંક વર્ષમાં જ્વેલરી ડિઝાઈનરો ઘરેણાંની અન્ય ડિઝાઈનમાં ટેમ્પલ ડિઝાઈનનું ફ્યુઝન કરીને અનોખા પ્રકારના ઘરેણાં બનાવી રહ્યાં છે. ટેમ્પલ જ્વેલરીમાં મોટા પ્રમાણમાં નકશીકામ અને માણેકનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્ર પ્રદેશની ખૂબી સમાન આ જ્વેલરી ક્લાસિક ગણાય છે. પીઢ  અભિનેત્રી રેખા મોટાભાગે કાંજીવરમ સાડી અને ટેમ્પલ જ્વેલરીમાં જોવા મળે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ટેમ્પલ જ્વેલરી જાજરમાન લુક આપે છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે કોકટેલ પાર્ટી કે  અન્ય ઉજવણીમાં વિક્ટોરિયન જ્વેલરી ખૂબ જચે છે. વેડિંગ રિસેપ્શનમાં ગાઉન સાથે આવા દાગીના બરાબર મેચ થાય છે. જો તમે વન શોલ્ડર ડ્રેસ પહેરો તો તેની સાથે ચાંદ બાલી ઉડીને આંખે વળગશે. જ્યારે વાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે ચોકર સુંદર દેખાશે. જ્યારે તમને કાંઈ ન સૂઝે ત્યારે કોઈપણ એક સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી લો. ચાહે તે એક મોટી વીંટી હોય કે પછી લાંબી ઈયરરિંગ. કોકટેલ પાર્ટી માટે આટલું પૂરતું છે. છેલ્લા થોડા સમયથી જ્વેલરીમાં ચાલી રહેલા ટ્રેન્ડ વિશે વધુ માહિતી આપતાં જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે ટેનિસ બ્રેસલેટ, સ્ટેટમેન્ટ રિંગ્સ, ફૂલોની ડિઝાઈનવાળી બુટ્ટી અને વીંટી, ફૂમતાવાળી ઈયરિંગ, ટ્રાઈબલ રિંગ, ચોકર્સ ડેવી જ્વેલરી યુવાન છોકરીઓ ખૂબ પસંદ કરે છે.

જ્વેલરી ડિઝાઈનરોના આ માર્ગદર્શન ઉપરાંત તમારી પોતાની સૂઝબૂઝ દ્વારા તમે કયા પ્રસંગે કયા ઘરેણાં પહેરવા તે નક્કી કરો અને નોખા દેખાઓ.
- વૈશાલી ઠક્કર

Post Comments