Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની: રતાંધળાપણું અને આયુર્વેદ

આજે એક એવા રોગ વિશે વાત કરવા જઈ રહી છું, જેને સામાન્ય ભાષામાં આપણે 'રતાંધળાપણું' તરીકે ઓળખીએ છીએ. આ રોગ કોઈપણ ઉંમરમાં બાળકથી લઈને વૃધ્ધ સુધીનાંને થઈ શકે છે. રાત્રિ સમય દરમ્યાન કે અંધારામાં ન દેખાય તે રોગને 'રતાંધળાપણા'નો રોગ કહે છે. આજે આ રોગ ઉપર કેટલાક સરળ અને ઘરગથ્થુ ઉપચારો વિશે હું ચર્ચા કરીશ. અહીં બતાવેલા ઉપચારો ખૂબ સરળ અને ઘરગથ્થુ હોવા છતાં ખૂબ અસરકારક પણ છે. અહીં દર્શાવેલા ઉપચારોમાંથી વાચકમિત્રો ૧ થી ૨ પ્રયોગો એકસાથે કરી શકશે. જેમાં,

(૧) ડોડીની ભાજીને પાણીમાં બાફી તેનું ૫૦ ગ્રામ જેટલું પાણી સવારે નરણે કોઠે પીવું. થોડાંક જ દિવસનાં પ્રયોગથી રતાંધળાપણામાં ઘણો ફાયદો થયેલો જોઈ શકાશે.

(૨) બકરીના મૂત્રમાં લવિંગ ઘસી આંખે અંજન કરવાથી થોડા દિવસમાં રતાંધળાપણાની બીમારીમાં ફાયદો જણાશે.

(૩) લીમડાનું મૂળ અને બાવળનાં પાનનો કવાથ બનાવી સવાર-સાંજ પીવાથી પણ આ બિમારીમાં લાભ જણાશે.

(૪) સમુદ્રફીણ અને ખડીસાકર એક સાથે ઘસી આંખમાં લગાવવાથી રતાંધળાપણું તેમજ આંખ લાલ રહેતી હોય તો તે બિમારી પણ મટે છે.

(૫) ઘણીવાર રતાંધળાપણાના દર્દીને માથાનો દુઃખાવો પણ થતો હોય છે, સાથે સાથે દર્દીને આંખમાં પણ દુઃખાવો થતો હોય છે. આ તકલીફો રતાંધળાપણામાં સામાન્ય છે. આ તકલીફોને દૂર કરવા માટે  ચણોઠીનાં મૂળને પાણીમાં ઘસી આંખની આસપાસ લગાડવું તથા લીમડાના પાનનો રસ ૬-૬ ગ્રામ સવાર-સાંજ સાકર નાખી પીવો. એકવીસ દિવસમાં ઘણો જ ફાયદો થાય છે. બિલકુલ સારુ થઈ જાય ત્યાં સુધી આ દવા ચાલુ રાખવી. લીમડાનો રસ ભૂખ્યા પેટે પીવામાં આવે તો વધુ  અસરકારક પરિણામ મળે છે.

(૬) વળી, રતાંધળાપણાની કાયમી તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે અગથિયાના પાનની ભાજી બનાવી દરરોજ ખાવી.

(૭) રતાંધળાપણામાં પુર્નનવા (સાટોડી)નું મૂળ પાણીમાં ઘસીને નિયમિત રીતે જો તેનું અંજન કરવામાં આવે તો, થોડા જ દિવસોમાં આ બિમારીમાં ખૂબ જ ફાયદો જણાશે.

(૮) આ ઉપરાંત 'રતાંધળાપણા'માં એક પ્રયોગ ખૂબ અસરકારક બતાવ્યો છે. જેમાં કાળા તુલસીનાં પાનનો રસ ૨-૨ ટીપાં રોજ આંખમાં આંજવા અને સાથે સાથે ગળજીભીનો રસ ૧ તોલો પ્રમાણમાં ઘી-સાકર સાથે નરણા કોઠે ચાટવો, જેથી આ બિમારી જડમૂળથી મટે છે.

(૯) આ બિમારીમાં સફેદ કોળાનો રસ અથવા સફેદ કોળાના મૂળનું ચૂર્ણ ૨૧ દિવસ સુધી આંખમાં આંજવાથી પણ આ બિમારીમાં ખૂબ જ ફાયદો જણાશે. ઉપરાંત સફેદ કોળાનાં ફૂલનો રસ પણ આંજી શકાય છે.

(૧૦) રતાંધળાપણાવાળા દર્દીઓ માટે એક ખૂબ જ સરળ ઉપાય સૂચવું છું. આ બિમારીવાળો દર્દી જો નિયમિત રીતે દરરોજ સફેદ ડુંગળી બેઠા-બેઠા સમાર્યા કરે તો તેની આંખમાંથી ખૂબ પાણી નીતરે છે. થોડા દિવસો આ પ્રમાણે નિયમિત કરવાથી રતાંધળાપણું મટે છે.

(૧૧) સૌરાષ્ટ્રમાં ઢોરને ખાવાનું ઘાસ કે જેને રજકો તો ઘણી જગ્યાએ 'ગદબ' કહે છે. આ રજકાના ફૂલ ખાવાથી થોડાં જ દિવસોમાં આ બિમારીમાં ઘણો જ ફાયદો જોવા મળે છે. ફૂલની સિઝન ન હોય તો રજકાનાં બીજને ફણગાવવા. આ ફણગાવેલાં બીજ ૧-૧ તોલો ખાવાથી પણ રતાંધળાપણામાં ઘણું જ અદ્ભૂત પરિણામ મળે છે.

(૧૨) વરિયાળીના અર્કમાં મધ મેળવી આંખે આંજવાથી પણ રતાંધળાપણામાં ફાયદો મળે છે.
રતાંધળાપણા ઉપરાંત આજે એક અન્ય રોગ 'અતિસ્વેદ'માંથી બચવા માટેના પણ કેટલાક સરળ ઉપચારો સૂચવું છું ઃ- જેમાં,

(૧) વ્યક્તિને બગલમાં, હાથ-પગમાં તળિયામાં પરસેવો વધુ થતો હોય ત્યારે ધતુરાના પાનનાં રસનું ઘન અને ફટકડી સરખા ભાગે લઈ તેમાં પાણી મેળવી રોજ બે વાર શરીરે લગાડવું. પરસેવો થતો બંધ થાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો.

(૨) જાંબુના ઠળિયાને પાણીમાં વાટી પેસ્ટ જેવું બનાવો અને તે પેસ્ટને શરીરે ઘસવી. થોડીવાર બાદ સ્નાન કરવું. આથી પરસેવો ઘણો જ ઓછો વળે છે.

(૩) ચણાનો લોટ ૪૦ ગ્રામ અને સૂંઠ પાવડર ૧૦ ગ્રામ મિક્સ કરી - પાણી મેળવી શરીરે લગાડવો-મસળવો પછી સ્નાન કરી લેવું. આ રીતે નિયમિત કરવાથી પણ પરસેવો મટે છે.

(૪) હાથ-પગના તળિયામાં પરસેવો છૂટતો હોય તો જવનો લોટ પણ ઘસી શકાય. જ્યાં સુધી પરસેવો વળતો બંધ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.

(૫) ઘણાં વ્યક્તિઓને ખૂબ દુર્ગંધ મારતો પરસેવો થતો હોય છે તેથી પોતાની સાથે બેસતા-ઉઠતા બધાને તકલીફ પહોંચે છે. આવા સમયે દારૃડીનો રસ શરીરે પરસેવો નીકળવાની જગ્યાએ ચોપડવો. ઉપર કાળી માટી મસળવી. તે સૂકાઈ જાય પછી સારી રીતે સ્નાન કરવું. થોડા જ દિવસના આ પ્રયોગથી પરસેવાની દુર્ગંધ મટી જાય છે.
- જ્હાનવીબેન ભટ્ટ

Post Comments