Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્લોટર્સ: સુંદર-મોહક નયનો સામે તરતા ચિત્રવિચિત્ર આકારોની માયાજાળ

વધતી વયે આંખો સામે કાળાં ગોળ કુંડાળાં,જાળાં,સળી અને દોરા જેવા વિવિધ આકાર તરતા દેખાય છે :આ રહ્યાં કારણો અને ઉપાયોની ઉપયોગી વાતો :

વર્ષનાં મીનળ બાને એક દિવસ અચાનક તેમની આંખો સામે કંઇક મચ્છર જેવું તરતું હોવાનો વિચિત્ર અનુભવ થયો.જોકે વૃદ્ધ મીનળ બાને આવો અણગમતો અનુભવ સતત બે-ત્રણ દિવસ સુધી થયો એટલે તેમણે મોટા દીકરાને વાત કરી.

ફેમીલી ડોક્ટરની સલાહ લીધી તો તેણે આંખના કોઇ નિષ્ણાત તબીબની સારવાર લેવા સૂચન કર્યું.આંખના અનુભવી ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે મીનળ બાની આંખો સામે માખી કે મચ્છર નહીં પણ અમુક ખાસ પ્રકારનાં ફ્લોટર્સ તરી રહ્યાં છે.આવાં ફ્લોટર્સ ખરેખર તો જુદા જુદા પ્રકારના આકાર હોય છે.કોઇ ગંભીર બાબત નથી પણ વધતી જતી ઉંમર સહિત ઘણાં કારણો હોય છે.થોડી સારવારથી બા ને સારું થઇ જશે.

આ વિશાળ,સુંદર,રંગબેરંગી અને હસતી રમતી સૃષ્ટિને જોવા ભગવાને માનવીને બે આંખોરૃપી અદભૂત ભેટ આપી છે.આંખોની દ્રષ્ટિ એટલે જ જગતનું અજવાળું.નહીં તો ઘોર અંધકાર.ઘણાં લોકોની આંખો હસતી,પ્રેમાળ, મોહક, સતત કંઇક શોધતી અને નીલા આસમાનજેવી આકર્ષક હોય છે.

જોકે ઉંમર વધવાસાથે માનવીનાં આ જ ચક્ષુઓની કુદરતી શક્તિ નબળી પડે છે.નયનોની દ્રષ્ટિ ઝાંખી થાય છે.તો કોઇકની દ્રષ્ટિ છીનવાઇ પણ જાય.તો વળી,કેટલાક  કિસ્સામાં આંખોની સામે  વિવિધ આકારની વસ્તુઓ તરતી હોવાનો આભાસ પણ થાય છે.તબીબીશાસ્ત્રની ભાષામાં આ પ્રકારના અનુભવને ફ્લોટર્સ કહેવાય છે.આવા ફ્લોટર્સ જોકે પ્રાણીઓ અને પક્ષીઓની આંખ સામે પણ તરવરતાં હોય છે.

જોકે આવાં ફ્લોટર્સ ખરેખર શું હોય છે ? આંખોની તંદુરસ્તી કે વધતી જતી વય સાથે તેનો કોઇ સીધો સંબંધ હોય છે?આવાં ફ્લોટર્સદેખાવાનાં કારણો કયાં કયાં હોય છે ?અને તેની સારવાર કેવી હોય છે વગેરે બાબતો જાણવા-સમજવા જેવી છે.

* ફ્લોટર્સ એટલે શું ? તે કેવાં હોય ? આંખના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ ફ્લોટર્સ એટલે આંખ સામે તરતાં જુદા જુદા પ્રકારની વસ્તુઓ કે આકાર.આવા ફ્લોટર્સ  માખી,મચ્છર,દોરા,પાતળી સળીઓ,કરોળિયાનાં જાળાં,ગોળ કુંડાળાંવગેરે જેવા વિવિધ પ્રકારના આકાર જેવાં હોય છે.જોકે આશ્ચર્યની બાબત એ છે કે આવા આકારની સામે બરાબર ધ્યાનથી કે એકીટસે જોવાનો પ્રયાસ કરાય તો તે તરત જ આંખ સામેથી અદ્રશ્ય થઇ જાય એવું પણ બને.

* ફ્લોટર્સ દેખાવાનાં કારણો :  આંખોમાં કેવા ફેરફાર થાય ? કોઇ વ્યક્તિને તેની આંખો સામે અચાનક જ માખી,મચ્છર કે નાનાં નાનાં ગોળ કુંડાળાં દેખાવા લાગે એટલે તેને જરૃર ચિંતા થાય.થોડી ગભરામણ-ચિંતા પણ થાય.જોકે આંખોના અનુભવી ડોક્ટરોના કહેવા મુજબ આવા વિવિધ પ્રકારના આકાર કે વસ્તુઓ ખરેખર તો આંખ સામે નહીં પણ ચક્ષુઓની અંદરના હિસ્સામાં તરતાં હોય છે.માનવીનાં નયનોની રચના બહુ અટપટી છતાં અદભૂત હોય છે.જાણે કે કુદરતે આપેલા બે અજીબોગરીબ કેમેરા.

આંખનો બહારનો ભાગ અંતર્ગોળ કાચ જેવો હોય છે.આ કાચનાકવચના અંદરના ભાગમાં નાનાં નાનાં જાળાં,સુક્ષ્મ કોષ અથવા તો જેલી જેવો પદાર્થ હોય છે.આ જ પદાર્થને ફ્લોટર્સ કહેવાય છે.આ બહારના ભાગની મદદથી જ કુદરતી પ્રકાશ આંખમાં પ્રવેશે છે.આંખનો આ બાહ્ય હિસ્સો આંખના નેત્રપટલ(રેટીના) સાથે જોડાયેલો હોય છે.આ જ નેત્રપટલ બહારનાં વિવિધ પ્રકારનાં દ્રશ્યોની છબી ઝડપીને તેને જ્ઞાાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચાડે છે.

જોકે માનવીની ઉંમર વધે તેમ તેનાં ચક્ષુઓનો બહારનોકાચ જેવો ભાગ થોડો જાડો થાય અથવા તો તે થોડો સંકોચાય પણ ખરો.પરિણામે નેત્રના અંદરના ભાગમાં આવાં ફ્લોટર્સ(જાળાં,દોરા,સળી) સર્જાય.અમુક કિસ્સામાં વ્યક્તિની આંખમાં ઝબકારો પણ થાય.

જોકે આવાં ફ્લોટર્સ દેખાવાનાં કારણો માથાનો સતત દુ:ખાવો,ચક્ષુઓ દ્વારા થતી સતત કામગીરી(લખવું,વાંચવું,કમ્પ્યુટરપર સતત કામગીરી,સીવણકામ અને ઝીણું ભરતગૂંથણવગેરેજેવી પ્રવૃત્તિઓ)અને નેત્રપટલને નુકસાન થવું કે તેનું સંકોચન થવું વગેરેહોય છે.જોકે નેત્રપટલનું સંકોચન ગંભીર બાબત ગણાય અને તેની સારવાર કોઇ નિષ્ણાત -અનુભવી ડોક્ટર પાસે લેવી જોઇએ.

* ફલોટર્સ આંખમાં કેટલો સમય રહે ? સામાન્ય રીતે આંખ સામે દેખાતા  ચિત્રવિચિત્ર આકારો લગભગ એકાદ મહિના સુધી રહે.ે અમુક કિસ્સામાં છ મહિના સુધી પણ દેખાય.જોકે સમય જતાં આવા જુદા જુદા આકારો આપમેળે જ નાના-સુક્ષ્મ થઇ જાય.અથવા ધીમે ધીમે દેખાતા બંધ પણ થઇ જાય.હા, અમુક વૃદ્ધોની આંખના નીચેના ભાગમાં સ્થિર થઇ જાય. માનસિક રાહત રહે.તો દ્રષ્ટિની રેખાની નીચે પણ સ્થિર રહે.

 * સરળ ઉપાયો અને આંખની કસરત: આંખના નિષ્ણાત-અનુભવીડોક્ટરનાકહેવા મુજબ કાળાં-ભૂખરાં કુંડાળાં, દોરા અને સળી જેવાં ફ્લોટર્સ કોઇ ગંભીર રોગ કે સમસ્યા નથી.આવા ફેરફારથી નયનોને કોઇ નુકસાન પણ નથી થતું.ખરેખર તો આવા વિચિત્ર અનુભવોને બહુ ગંભીર રીતે લેવા પણ ન જોઇએ.તેની અવગણના કરવી.થોડા સમય બાદ આવાં ફ્લોટર્સ આપમેળે જ વિખેરાઇ જશે.દેખાતાં બંધ થઇ જશે.વળી, આવાં ફ્લોટર્સની કોઇ ચોક્કસ સારવાર પણ નથી હોતી.

આમ છતાં આંખની અમુક સરળ કસરત જરૃર રાહતરૃપ બની શકે.એટલે કે બંને આંખોને  હળવે હળવે ઉપર,નીચે,જમણી બાજુએ અને ડાબી બાજુએ ફેરવવાથી ઘણી રાહત રહે.

* આંખોનું નિયમિત પરીક્ષણ જરૃરી : માનવ શરીરમાં આંખો સૌથી વધુ નાજુક અને સંવેદનશીલ અંગ ગણાય છે.વળી,માનવીની જિંદગીમાં પણ આનંદ,ઉત્સાહની યાદગાર ક્ષણોની સ્મૃતિઓ પણ નયનોનાં દર્શન દ્વારા સચવાઇ રહે છે.ખાસ કરીને મનોહર કુદરતી સૌંદર્ય,રૃપકડાં પ્રાણીઓ-પંખીઓ અને રંગબેરંગી પુષ્પો જોઇને કોઇપણ વ્યક્તિ ભાવવિભોર થઇ જાય તે સહજ છે.આવાં સુંદર ચક્ષુઓને પ્રદૂષણ,અતિ ગરમી,અસહ્ય ફ્લોટર્સ
ઠંડી વગેરે પરીબળોથી પણ નુકસાન થાય છે.સાથોસાથ વધતી વયથી પણ આંખો અને દ્રષ્ટિ બંને નબળાં પડે તે સહજ છે.

આવા સંજોગોમાં કોઇ અનુભવી ડોક્ટર પાસે આંખોનું તબીબી પરીક્ષણ કરાવવું જરૃરી છે.આંખોના ડોક્ટર બંને ચક્ષુઓનીગતિવિધિ,દ્રષ્ટિની ક્ષમતા,પ્રકાશ સામે કીકીઓની કામગીરી,આંખો લાલ થઇ જવી અને દ્રશ્યો જોવાની ક્ષમતા વગેરે પ્રક્રિયાની  ચકાસણી કરે છે.અમુક કિસ્સામાં તો આંખના તબીબ ખાસ પ્રકારનાં ઉપકરણોનો પણ ઉપયોગ કરીને આંખોની સમગ્ર તંદુરસ્તીની પણ ચકાસણી કરે છે.

* નયનોની સાર-સંભાળ કઇ રીતે લેવી : આજના ઝડપી -આધુનિક યુગમાં મોટાભાગનાં લોકોનું જીવન અતિ વ્યસ્ત બની ગયું છે.નિયમિત અને પૌષ્ટિક આહાર,પૂરતી ઊંઘ,સ્વચ્છ હવા-ઉજાસ અને નિયમિત કસરત વગેરેનો અભાવ જોવા મળે છે.

પરિણામે આખા શરીર સાથે આંખોની તંદુરસ્તી પણ જોખમાય છે.વળી,ન માની શકાય તેવી બાબત તો એ છે કે આજની સુશિક્ષિત યુવાન પેઢી કમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરે છે.મોબાઇલ નામના રમકડા સાથે રમતી રહે છે.સરવાળે અતિ સુંદરઅને મોહક નયનોને ઘણું નુકસાન થાય છે.આજની નાની ઉંમરનાં યુવક-યુવતીઓને દૂરનું જોવાનાં અને વાંચવાનાં ચશ્મા આવી જાય છે.

આંખો તો માનવ જીવનની રોશની છે. આ કુદરતી રોશનીને અખંડપણે જાળવવા દરરોજ બંને આંખોને સ્વચ્છ પાણીથી ધોવી,કુદરતી ઉજાસમાં રહેવું-કામ કરવું,તાજાં- લીલાં શાકભાજી ખાવાં અને આંખોનીહળવી કસરત પણ કરવી.

Post Comments